રાધે કૃષ્ણ
કૃષ્ણ એ પ્રેમ નું સ્વરૂપ છે કૃષ્ણ ની ભક્તિ કરનાર સંસાર સાગર તરી જાય છે સ્વર્ગ અને નર્ક ના ફેરા માં થી તે આઝાદ થઈ જાય છે. કૃષ્ણ જેને અપનાવે છે તેને અલૌકિક દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે કૃષ્ણની સમીપ રહેનાર ધન્ય બની જાય છે તે સુખ ના મહેલો માં રાચે છે.
રાધા કૃષ્ણ નો અમર ની ગાથા સદીઓ થી સાંભળી એ છીએ. પવિત્ર અને અલૌકિક પ્રેમ યુગો સુધી તેની મહત્તા રહેશે. રાધા અને કૃષ્ણ નું મિલન આત્મીયતા નું હતું. એકબીજા ની જોડે ન રહેવા છતાં પણ તેઓનું નામ સાથે લેવાતું આયુ છે અને યુગો સુધી લેવાતું રહેશે. આત્મા અમર છે તેમ જ રાધા અને કૃષ્ણ નો પ્રેમ પણ અમર છે.
રાધે કૃષ્ણ જોડે જ બોલાય છે. જ્યાં જ્યાં કૃષ્ણ નું નામ બોલાય ત્યાં સાથે રાધા નું નામ જોડાયેલું છે. તન ભલે બે રહ્યાં પણ આત્મા એક જ છે. પ્રેમ કરો તો રાધા અને કૃષ્ણ જેવો કરવો. રાધા એ કોઈ પણ અપેક્ષા વગર બિનશરતી પ્રેમ કર્યો અને અમર થઈ ગયા.
રાધે કૃષ્ણ સાથે બોલાય છે કૃષ્ણ નું નામ એકલું નથી બોલાતું. તેની પાછળ એક કથા છે કૃષ્ણ જ્યારે વૃંદાવન માં હતાં ત્યાર ની આ વાત છે. કૃષ્ણ ને વૃંદાવન ની બધી ગોપીઓ પ્રેમ કરતી હતી અને તેમની પાછળ દીવાની હતી. જ્યારે વૃંદાવન માં રાસ રમાતો ત્યારે કૃષ્ણ, રાધાઅને ગોપીઓ સાથે એવા હળીમળી જતા કે કૃષ્ણ કોણ તે શોધવા મુશ્કેલ થતાં.
એક દિવસ કૃષ્ણ ઝાડ નીચે બેઠા હતાં. તેમને ખૂબ માથું દુખતું હતું. તેમણે ત્યાંથી પસાર થતી ગોપીઓ ને કહ્યું કે મારું માથું દુઃખે છે જો તમારા ચરણ મારા માથે અડાડશો તો મારું માથું દુખવું બંધ થઈ જશે અને મને રાહત મળશે. આવતી જતી ગોપીઓએ કૃષ્ણ ને ચોખ્ખી ના પાડી દીધી હતી અને કહેતી કે જો અમારા ચરણો ની રજ તમારા માથે અડે તો અમને નર્ક માં પણ જગ્યા ના મળે અને અમારું જીવન ધૂળધાણી થઈ જાય. એવા પાપ નું પોટલું અમારે નથી બાંધવું. ગોપીઓ પોતાના ઘર તરફ દોટ મૂકી.
થોડીવાર પછી ત્યાં રાધા આવી અને કૃષ્ણ નું દુઃખી મોઢું જોઈ કારણ પૂછ્યું. તેઓ એ જણાવ્યું હતું કે મારું માથું દુઃખે છે અને જો કોઈ ગોપી તેના ચરણો ની રજ મારા માથે લગાવશે તો મને સંપૂર્ણ આરામ મળી જશે ત્યાં તો તરત જ રાધા એ પોતાના ચરણો ની રજ કૃષ્ણ ના કપાળે ઘસી નાખી એક ક્ષણ માત્ર ના વિલંબ વગર અને કૃષ્ણ ને માથા ના દુઃખાવા માંથી રાહત મળી હતી. રાધા એ પાપ કે પૂણ્ય નહીં પરંતુ કૃષ્ણ ને એક પળ માટે પણ તકલીફ માં જોઈ શકતી નહોતી.
કૃષ્ણએ તેના આ પ્રેમ અને સમર્પણ જોઈને વચન આપ્યું કે જ્યાં સુધી કૃષ્ણ નું નામ રહેશે ત્યાં સુધી રાધા નું નામ બોલશે અને કાયમ તે મારા નામ ની આગળ બોલશે. રાધે કૃષ્ણ જ બોલશે. જ્યાં જ્યાં કૃષ્ણ ત્યાં ત્યાં રાધા.
રાધા કૃષ્ણ ની જોડી. આમ પણ લોકો બોલે છે. કૃષ્ણ ભગવાન ની એકલી મૂર્તિ કોઈ મંદિર માં હોતી. રાધા કૃષ્ણ મૂર્તિઓ જોડે જ હોય છે.
નિઃસ્વાર્થ પવિત્ર પ્રેમ અને સમર્પણ એટલે રાધા. કૄષ્ણ ખુદ જપે છે રાધા નામ
રાધે કૃષ્ણ.