Smbandhni Parampara - 13 in Gujarati Fiction Stories by Dr.Sarita books and stories PDF | સંબંધની પરંપરા - 13

Featured Books
  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

Categories
Share

સંબંધની પરંપરા - 13

શું હશે વર્ષો પહેલાની વાત એ જ પ્રશ્ન વારંવાર મીરાંનાં મનમાં ઘૂંટાયા કર્યો અને આંખો મીંચાઈ જ નહીં.એતો એમ જ પથારીમાં પડખા ફર્યા કરી.

ધીમે-ધીમે તારોડીયા આથમ્યા અને ઉગતો સૂરજ ધરતી પર પોતાનો પ્રકાશપૂંજ ફેલાવા લાગ્યો. આજુબાજુમાંથી વલોણાના અને પનિહારીનાં ઝાંઝરના અવાજોથી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજતું હતું. પણ,મીરાંને તો કયા રાત પડી હતી તે સવારની નવીનતા એને આકર્ષે.

એતો ઉજાગરાના રંગને આંખોમાં આંજી સવારના કામે વળગી. એટલામાં ગીતા આવી.

ગીતા : "અલી મીરાં.... ક્યાં ગઈ હતી? કાલે તમને આખો દી ના જોઈ તો તારા બાને પૂછ્યું તો કહે કે 'શહેરમાં ગઈ છે, ક્યાંક ઓચિંતાનું કામ આવી પડ્યું હતું."

મીરાં : "હા...એવું જ હતું ."(ચહેરો સાવ નિસ્તેજ છે અને આંખો ઉજાગરાથી લાલ છે.)

ગીતા મીરાં સાથે વાત કર્યે જાય છે. પણ,એનું ધ્યાન તો કંઈક અજબ જ વિચારમાં ખોવાયેલું છે. ગીતા પોતાની વાતનો જવાબ ન મળતાં મીરાંને જુએ છે. તો એના ચહેરા પર કંઈક મૂંઝવણની રેખા દેખાઈ. એણે મીરાંને હાથથી અડકી અને વિચારમાંથી જગાડી.

ગીતા : "શું થયું ?"

મીરાં :"કાંઈ નહીં ."(ઝંખવાતી ઝંખવાતી)

ગીતા : "કંઈ નથી ,તો પછી તારું ધ્યાન ક્યાં છે.? ક્યારની હું બોલબોલ કર્યા કરું છું તો, તું કંઈ સાંભળતી જ નથી."

મીરા : (થોડી ઝંખવાઈ) "ખાસ તો કાંઈ નહિં, બસ થોડાક પ્રશ્નો છે... જેના મારે જ મારી જાતે જવાબ શોધવાના છે."

ગીતાને એમાં કંઈ સમજ ન પડી એટલે તેણે બીજું કંઈ પૂછ્યું નહીં અને જે કામ માટે આવી હતી એના પર આવી અને કહ્યું..

ગીતા: "તારે પાણી ભરવા આવું છે કે..?"

મીરાં : "હા ,હમણાં મારું બેડું લઈ આવું. તું પણ, બેડું લઈને નીકળે એટલે સાથે જ જઈએ."

પછી બંને બહેનપણીઓ રોજના ક્રમ મુજબ પાણી ભરવા ચાલી નીકળી. પણ, પેલો પ્રશ્ન તો મનમાં જ ઘૂંટાયા કરતો હતો કે, શું હશે એ વર્ષો પહેલાની વાત? પણ, હવે તો બહાર નીકળ્યા. બધા એની દશા પામી જશે એવું વિચારી અને એણે રોજની જેમ સ્વસ્થ દેખાવા પ્રયત્ન કર્યો. બંને સખીઓ રોજની જેમ પાણી ભરીને પાછી વળી ગઈ. પણ તેની આ દશાનો અણસાર પામી ગયેલી ગીતાએ એને રસ્તામાં જ અટકાવી દીધી.

ગીતા : (હાથ પકડીને અટકાવી, એકધારી તેની સામે જોયા કર્યું) "એય મીરું શું થયું છે?"

મીરાં : "શું છે?"(અજાણી બની સામે પશ્ન કર્યો.)

ગીતા :"હું પણ એ જ કહું છું કે શું છે?"

મીરાં : "કંઈ નહીં."(સાવ નિસ્તેજ મોઢા સાથે)

ગીતા : "કંઈક તો છે જ. નહીં તો, તને આવી ગંભીર કોઈદી નથી જોઈ."

મીરાં હવે બહુ વખત દશા છુપાવી ન શકી.

મીરાં: "હા..છે કંઈક મૂંઝવણ.પણ ,તને થોડી એની ખબર હોય કે મારા મનને તું શાંત કરી શકે."

ગીતા : "કહ્યા વગર કેમ ખબર પડે કે, એવું તો શું છે કે જે તને આમ જંપવા દેતું નથી."

મીરાંની આવી દશા જોઈ ગીતાને એને આશ્વસ્ત કરવાનું મન થયું .પણ,રસ્તા વચ્ચે કેમ વાત કરવી?એટલે ગીતા એને રસ્તામાં આવતા મંદિરના ઓટલા પર લઈ ગઈ ધીરેથી બેડું નીચે મુકી અને મીરાંને બેસાડી શાંતિથી પૂછ્યું..

ગીતા : "શું છે ...હવે તો કહે ?"

મીરાંથી પણ હવે ન રહેવાયું તેણે પોતાની મૂંઝવણ સીધેસીધી ગીતાને કહી દીધી.એ બધી વાત કરતી ગઈ એમ એમ ગીતાના ચહેરાના ભાવો પણ જાણે બદલાતા ગયા. આ જોઈને મીરાં પામી ગઈ કે નક્કી,ગીતા આ પ્રશ્નનો ઉત્તર જાણે જ છે. પણ, એને કહેતી નથી.

મીરા :"હું જાણી ગઈ છું કે, તને આ વાત વિશે ખબર છે.તું કહે મને."

ગીતા:( ચહેરાના બનાવટી હાવભાવ સાથે) "ના....ના.... હશે કંઈક, આવી નાની નાની વાતથી થોડું કંઈ દુઃખી થયા કરાય."

મીરાં: (ગીતાના હાથને પકડીને જોરથી આંખમાં આંખ માંડી) "મને ખાતરી જ છે કે તું આ વાત જાણે છે. તારે મને કહેવું જ પડશે."

ગીતા: "જો તને ખબર ન હોય તો મને ક્યાંથી ખબર હોય?"

મીરાં: "એ હું નથી જાણતી. પણ, તારે મને વાત કરવી જ પડશે. મને ખબર છે કે તું એ વાત જાણે છે."

ગીતા વાત ફેરવી નાખે છે.

ગીતા " મીરું... ચાલ, હવે ઘરે બધા કામ બાકી છે. મોડું થઈ જશે તો ખીજાશે. ચાલ જઈએ."

મીરાં :"અત્યારે તો તારી વાત માનીને ઘરે જઈએ. પણ, ઘરના કામ કરી લે એટલે તારે આવવાનું જ છે. હું આજે એ વાત જાણીને જ રહીશ કે જે વાત મારી માંને મૂંઝવ્યા કરે છે.મેં એને ઘણીવાર આ વાતથી દુઃખી થતાય જોયા છે.

ગીતા : સારું..પણ,અત્યારે તો ચાલ."