Hakikatnu Swapn - 32 in Gujarati Horror Stories by Hemali Gohil Rashu books and stories PDF | હકીકતનું સ્વપ્ન..!! - 32

Featured Books
Categories
Share

હકીકતનું સ્વપ્ન..!! - 32

પ્રકરણ 32 વિશ્વાસ... !!

અવનીશ સુરેશની આ હાલત જોઈને ગભરાઈ જાય છે ... અને સુરેશને બચાવવા માટેના પ્રયત્ન કરે છે .... કારણ કે સુરેશ વગર એ હર્ષાને કેવી રીતે બચાવી શકશે ... ? આજુબાજુના લોકોની મદદથી અવનીશ સુરેશને હોસ્પિટલ લઈ જાય છે ..... પણ કમનસીબે સુરેશ ત્યાં જ મૃત્યુ પામે છે .... હોસ્પિટલ ગયા પછી અવનીશ તુલસીને ફોન કરે છે....

" હલો... "

" હા .... અવનીશભાઈ ..... બોલો ને... "

" ભાભી .... "

અવનીશ તુલસીને માંડીને વાત કરે છે ... તુલસી હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અવનીશ ત્યાંથી નીકળી જાય છે .... અને ઘરે પહોંચે છે ..... પણ અત્યંત ગભરાયેલી અવસ્થામાં અવનીશને જોઈ હર્ષાને નવાઈ લાગે છે .....

" અવનીશ ..... અવનિશ .... શું થયું છે .... ? કેમ આટલા ગભરાયેલા છો .. ? કંઈ થયું છે... ? "

પણ અવનિશ તરફથી કોઈ જ જવાબ નથી મળતો.... અને ભૂતકાળની બધી જ ઘટનાઓ એના મગજમાં ફર્યા કરે છે .... અવનીશ બેડ પાસે નીચે બેસી જાય છે.... અને હર્ષા એની બાજુમાં આવીને એને બોલાવવા માટેના ઘણા પ્રયત્નો કરે છે ... પણ અવનીશ એટલી હદ સુધી તણાવ અનુભવે છે કે પોતે કશું જ બોલી શકતો નથી..... લગભગ એ દિવસનાં સવારના એ ત્રણ કલાક આમ જ વીતી જાય છે.... હર્ષા રિસાઈ જાય છે .... મનાવે છે ..... બોલે છે .... પણ અવનીશ તરફથી કોઈ જવાબ મળતો નથી .....

 

***************

 

એ ઘરના દરવાજા પર બે ત્રણ વાર ટકોરા સંભળાય છે..... આથી અવનીશ તો ત્યાં જ બેઠો છે પણ હર્ષા ઊભી થઈને દરવાજો ખોલે છે.... દરવાજા પર તુલસીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે સફેદ વસ્ત્રમાં આવેલી એ તુલસી જેના ચહેરા પર કંઈક અલગ જ પ્રકારનું તેજ છે....

" તુલસી, તમે અને આ કપડામાં ? સુરેશભાઈ ક્યાં છે ? "

" હર્ષા , અવનીષભાઈ ક્યાં છે ? "

એકદમ શાંતચિત્તે તુલસી બોલે છે...

" અંદર છે... આવો તુલસી ... "

તુલસી અને હર્ષા બંને અવનીશ પાસે આવે છે ... અવનીશની હાલત જોઈને તુલસી અવનિશભાઈની બાજુમાં થોડે દૂર બેસી જાય છે....

" અવનીશભાઈ , ચિંતા ના કરો..... હું છું તમારી સાથે ... આપણે આ મુશ્કેલીનો સામનો ત્રણેયે સાથે મળીને કરવો પડશે... "

" પણ ભાભી.... સુરેશ વિશે જાણ્યા પછી હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરું .... કદાચ એની જેમ તમે પણ આ પરિસ્થિતિને વધારે મુશ્કેલ બનાવી દીધી તો ... ? અને તમે પણ કદાચ સુરેશ નો કે પછી આશા નો બદલો લીધો તો ... ?? "

" તો ઠીક છે અવનીષભાઈ.... તમારી ઈચ્છા વગર હું તમારી મદદ નહીં કરું ... પણ હું એક માળા આપું છું... આ માળા જ તમારી મદદ કરશે... જો તમને પછી વિશ્વાસ આવે તો તમે મને ગમે ત્યારે બોલાવજો હું આવી જઈશ ... '

અવનીશ કાંઈ જ બોલતો નથી અને એ માળા પકડીને બેસી રહે છે અને તુલસી ત્યાંથી નીકળી જાય છે.... હર્ષા આ બધું સાંભળી રહી છે અને જોઈ રહી છે પણ એને સમજ નથી પડતી કારણ કે એ આ બધી જ વસ્તુથી અજાણ છે કે ખરેખર થઈ શું રહ્યું છે ..? તુલસીના ગયા પછી હર્ષા અવનીષ ને પૂછવા લાગે છે ...

" અવનીશ , અવનીશ , આ શું હતું? પ્લીઝ તું મને કહીશ.. તુ મારાથી કેમ છુપાવે છે ? મને આ બે દિવસથી કશી જ સમજ નથી પડતી કે તું કરે છે શું...?

" હર્ષા તને કહેવાનો પણ કોઈ મતલબ નથી કારણ કે હું તેને કહીશ તો તું ભૂલી જઈશ... "

" પણ કેમ હું કેમ ભૂલી જઈશ..? "

" કારણ કે તારી અંદર એક આત્મા વાસ કરે છે જે તને વશમાં કરી છે જે તને નુકસાન પહોંચાડે છે.... જે મને લેવા આવી છે પણ તારા હોવાના લીધે મને કોઈ નુકસાન પહોંચાડી શકતી નથી .....એટલા માટે તને નુકસાન પહોંચાડે છે .. "

અવનીશની વાત સાંભળી હર્ષા સ્તબ્ધ બની જાય છે ...

" તો અવનીશ.... એટલે જ મને શરીરમાં દુખાવો થાય છે... હું એટલે બીમાર રહું છું.. ??"

" હા, હર્ષા હા... "

 

*********

 

To be continue.......

 

Hemali Gohil "RUH"

@Rashu

 

શું હર્ષા બધું જાણ્યા પછી બચી શકશે આ આત્માથી..? શુ આ યુગલ તુલસી પર વિશ્વાસ મુકશે..? જુઓ આવતા અંકે....