Prem Thai Gyo - 22 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 22

Featured Books
Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 22

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 22

અત્યાર સુધી આપડે જોયું કે તે ત્રણે કોલેજ આવે છે પણ આજે સોહમ ના લેક્ચર કેન્સલ થઇ જાય છે તો તે આરતી ને તેની સાથે આવા માટે કે છે પણ ત્યારે રાહી તેને લેક્ચર પતાવી ને જવાનું કે છે...

"ત્યાં સુધી હું શું કરીશ...

જવા દેને અમને..."

સોહમ બોલે છે...

"હા આજે જાઓ પણ આ રોજ રોજ નઈ ચાલે..."

રાહી બોલે છે...

તે બન્ને તેની વાત માની ને ત્યાં થી નીકળી જાય છે...

આમ તો આ વાત રાહી ને ઠીક નથી લગતી કે ક્લાસ હોવા છતાં પણ તે બન્ને બારે જતા રહ્યા પણ તે એમ વિચારીને કે તે બન્ને બસ આજ ના દિવસ માટે જ ગયા છે તે બન્ને ને વધારે કાય કેતી નથી...

ત્યારે તેમના લેક્ચર નો સમય થઇ જાય છે...

"ચાલ જલ્દી નઈ તો સર આવી જશે..."

શીતલ બોલે છે...

રાહી પણ હા નો ઇસારો કરીને તેની સાથે ક્લાસ માં જાય છે...

તે બન્ને ક્લાસ પુરા કરી ને બારે આવે છે...

"આરતી હજુ આવી નથી લાગતી...

તું કે તો એ આવે ત્યાં સુધી હું રોકાઉં...?"

શીતલ બોલે છે...

"ના ના એ બન્ને આવતા જ હશે તું જા..."

રાહી બોલે છે

"જો તે બન્ને ને વાર લાગશે તો હું ઘરે મૂકી જઉં તને..."

શીતલ બોલે છે...

"ના ના તે બન્ને આવતા જ હશે હમણાં...

તું શાંતિ થી ઘરે જા..."

રાહી બોલે છે...

"હા તો ચાલ હું જાઉં...

bye..."

શીતલ બોલે છે અને તે ઘરે જવા માટે નીકળી જાય છે...

રાહી થોડી વાર ત્યાં જ ઉભી રે છે પછી તે આરતી અને સોહમ ને વારા ફરીથી ફોન લગાવે છે. પરંતુ તે બન્ને માંથી એકે ફોન નથી ઉપાડતા...

તે એમ વિચારી ને કે શાયદ તે બન્ને પાર્કિંગ માં હશે. તે ત્યાં આવે છે પણ ત્યાં સોહમ ની કાર નથી હોતી...

"આ બન્ને હજુ નથી આવ્યા..."

રાહી ગુસ્સા માં બોલે છે અને તે બન્ને ને ફરી ફોન કરવા લાગે છે. પણ તે બન્ને ફોન ઉપાડતા જ નથી...

"હું કોલેજ ની બારે જ ઉભી રઉ..."

રાહી વિચારે છે...

તે ધીમે ધીમે કોલેજ ની બાર નીકળવા લાગે છે ત્યારે જ તેને સોહમ ની કાર આવતી દેખાય છે અને તેને જોઈને તેનો ગુસ્સો વધી જાય છે પણ તે પોતાને શાંત કરે છે...

તે બન્ને ને આવા માં ગણો સમય લાગ્યો હતો અને તે બન્ને ને ખબર હતી કે રાહી તે બન્ને પર ગુસ્સો કરશે જ...

"સોરી સોરી અમને થોડું મોડું થઇ ગયું..."

જેવી કાર ઉભી રે છે ત્યારે જ આરતી બારે આવી ને બોલવા લાગે છે...

"થોડું મોડું થયું..."

રાહી ગુસ્સા માં બોલે છે, પણ પોતાના ગુસ્સા ને શાંત કરે છે...

"તમારા બન્ને ના ફોન ક્યાં છે...?"

રાહી કાર બેસતા બોલે છે...

આ સાંભળી ને તે બન્ને પોતાના ફોન જોવા લાગે છે અને તેમાં રાહી ના ફોન આવેલા હોય છે...

"સોરી રાહી લાગે છે અમારા બન્ને ના ફોન સાઇલેન્ટ હતા..."

સોહમ બોલે છે...

રાહી પણ વધારે કાય બોલવા નતી માંગતી એટલે તે બસ એક સ્માઈલ આપે છે અને બોલ્યા વગર બેઠી રે છે અને જયારે તેનું ઘર આવે છે તો કાય કીધા વગર ઉતરી જાય છે...

આરતી અને સોહમ પણ તેમના ઘરે જાય છે...

રાહી વિચારતી હતી કે તે હવે તે બન્ને થી વાત જ નઈ કરે...

"આરતી અને સોહમ બન્ને બદલાઈ ગયા છે આજે મને મૂકી ને તે બન્ને ગયા અને પાછું તે બન્ને આટલા મોડા આવ્યા...

જો તેમને આટલી વાર જ કરવાની હતી તો તે મને કઈ સકતા હતા ને તો હું એકલી જ ઘરે આવી જાત..."
રાહી મન જ બધું બોલતી હોય છે...

ત્યારે જ તે જોવા છે કે આદિ નો મેસેજ આવેલો છે તે જલ્દી થી જોવે છે...

"આજે મારે કામ વધારે છે તો હું લાઇબેરી નઈ આવી શકું..."

આદિ એ લખેલું હોય છે...

"બસ આજે જ આને કામ વધારે હોવું તું..."

રાહી બોલે છે અને okk નો મેસેજ આદિ ને કરી દે છે અને સુઈ જાય છે...

આદિ વગર તો તેને પણ લાઇબેરી જવાનું મન નથી થતું...

હવે આરતી અને સોહમ રોજ બારે જવા લાગ્યા અને બન્ને નું ભણવામાં થી દયાન પણ ઓછું થતું હતું...

રાહી તે બન્ને ને સમજવા ની કોશિશ તો કરતી પણ તે બન્ને ના માનતા...

ગણી વાર જયારે આરતી અને સોહમ ને આવા માં વાર થતી ત્યારે શીતલ જ રાહી ન ઘરે મૂકી જતી...

રોજ આવું થવા ના લીધે રાહી પણ તે બન્ને ને કેવા નું બંધ કરી દીધું હતું....

*****

આજે તે ત્રણે કોલેજ માં આવે છે પણ જેવા તે ત્રણે અંદર આવતા હોય છે ત્યારે સોહમ નો એક ફ્રેન્ડ તેમને મળે છે અને તે સોહમ ને તેની સાથે આવા માટે કે છે...

"અરે અમે બધા કપલ આજે બારે જઈએ છીએ ચાલ ને તું પણ..."

તે છોકરો બોલે છે...

"હા તો હું અને આરતી પણ આવીએ..."

સોહમ બોલે છે...

"રાહી તું જા અમે બન્ને આમની સાથે જઈએ છીએ..."

સોહમ બોલે છે અને રાહી કાય બોલે તે પેલા સોહમ આરતી નો હાથ પકડી ને બન્ને ત્યાં થી નીકળી જાય છે...

રાહી તેના ક્લાસ તરફ આવે છે અને શીતલ નથી દેખાતી તો તે શીતલ ને ફોન કરે છે...

"ક્યાં છો...?"

રાહી બોલે છે...

"આજે માર એક કામ છે તો હું નઈ આવી શકું..."

શીતલ બોલે છે....

રાહી આજે એકલી હતી કોલેજ માં અને તે વિચારતી હોય છે કે શું તેને ઘરે જતું રેવું જોઈએ કે ત્યાં એકલું બેસવું જોઈએ...

"હવે આવી જ ગઈ છું તો ક્લાસ માં જતી જ રઉ..."

રાહી એવું વિચારીને ક્લાસ માં જાય છે આજે તેને ક્લાસ માં નથી ગમતું...

આટલા દિવસો માં આ પેલી વાર હતું કે તેને કોલેજ માં મજા નતી આવતી...

તે ગમે તે રીતે પોતાના લેક્ચર તો પુરા કરે છે અને બારે આવી ને જયારે સોહમ ને ફોન કરવા માટે ફોન નીકળે છે ત્યારે તેના ફોન માં જોવે છે તો તેમાં સોહમ નો મેસેજ આવેલો હોય છે...

"અમને આવા માં વાર લાગશે તો તું શીતલ સાથે જ ઘરે જતી રેજે..."

સોહમ નો મેસેજ હોય છે...

જયારે રાહી આ મેસેજ જોવે છે ત્યારે તેને તે સામે મેસેજ કરે છે...

"આજે શીતલ નથી આવી..."

રાહી મેસેજ કરે છે...

"આજે રાહી શું કરશે...?"

"સોહમ તેને લેવા માટે આવશે...?"

"આજ રાહી કઈ રીતે ઘરે જશે...?"

"આજે શું સોહમ અને આરતી ને ખબર પડશે કે શીતલ નથી આવી...?"

"શું આ રીતે કરવા થી તે રાહી સાથે ની ફ્રેન્ડ શિપ સાચવી શકશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...