ૐ નમઃ શિવાયઃ
પ્રેમ થઇ ગયો Part - 16
અત્યાર સુધી આપડે જોયું કે તે ત્રણે સમય પર કોલેજ પર પોચી જાય છે અને પહેલા દિવસે જ તે બન્ને ને એક નવી ફ્રેન્ડ પણ મળી જાય છે અને જેનું નામ શીતલ, તે પણ બન્ને સાથે વાતો કરવા માં લાગી જાય છે અને ત્યારે જ તે ત્રણે નું દયાન સામે જાય છે અને ત્યાં જોતા જ રાહી ચોકી જાય છે...
"Welcome to our college friends...
હું રાધિકા...
અહીંયા થવા વાડી સ્પધા વિશે જણાવા માટે આવી છું..."
તેમાં થી એક છોકરી જેનું નામ રાધિકા છે તે બોલે છે...
આ બોલતા જ બધા ની નજર તે તરફ જાય છે...
રાહી જોતા જ ચોકી જાય છે...
"આ અહીંયા શું કરે છે..."
રાહી બોલે છે...
"તું ઓળખે છે..?"
આરતી બોલે છે પણ રાહી કોઈ જવાબ નથી આપતી...
"હું આશિકા અને અહીંયા હર વર્ષે આ સ્પધા નું આયોજન કોલેજ માં પહેલા વર્ષ ના વિધાર્થીઓ માટે કરવા માં આવે છે..."
આશિકા બોલે છે...
"હું પૂનમ...
જે પણ આ સ્પધા માં ભાગ લેવું માંગતા હોય તે લાઇબેરી ની બાજુ માં એક રૂમ છે જ્યાં અમારા ત્રણ માંથી કોઈ પણ પાસે આવી ને પોતાનું નામ લખાવી શકે છે..."
પૂનમ બોલે છે...
ત્યારે તે ત્રણે ક્લાસ ની બારે જવા નીકળે છે અને ત્યારે આશિકા ની નજર તે તરફ જાય છે જ્યાં રાહી બેઠી હોય છે અને બન્ને ની નજર મળે છે...
આશિકા બસ તેને ત્યાં જોઈને નીકળી જાય છે....
"રાહી...રાહી..."
આરતી બોલે છે પણ રાહી જેનું દયાન તો હમણાં આશિકા પર હોય છે...
"હા બોલ..."
જયારે આરતી તેને બોલાવે છે ત્યારે ત બોલે છે...
"અરે આપડે પણ એમાં ભાગ લેવો જોઈએ..."
આરતી બોલે છે...
"હા..."
રાહી બોલે છે...
"આશિકા આ અહીંયા શું કરે છે..."
રાહી મન માં વિચારતી હોય છે...
ત્યારે જ ક્લાસ માં બીજા સર આવ્યા અને બધા એ વાતો કરવાની બંધ કરી દીધી...
થોડી વાર પછી બધા પ્રોફેસર પોતાના શિડ્યુલ પ્રમાણે આવા લાગ્યા...
આજે કોલેજ નો પહેલો દિવસ હોવા ના લીધે વધારે ખાસ ના ભણાવ્યું અને કોલેજ વિશે અને આગળ કઈ રીતે બધી તૈયારી કરવી તેના વિશે જ શીખવાયું...
સવાર ના લેક્ચર પુરા કરી ને તે ત્રણે બારે આવે છે અને આરતી સોહમ ને ફોન કરે છે પણ સોહમ ફોન નથી ઉપાડતો...
"રાહી સોહમ ફોન નથી ઉપાડતો.."
આરતી બોલે છે...
"લાગે છે એ હમણાં લેક્ચર માં હશે..."
રાહી બોલે છે...
"ચાલો ને આપડે કેન્ટીન માં જઈએ મને તો ભૂખ લાગી છે...."
શીતલ બોલે છે અને તે બન્ને પણ તેની સાથે જાય છે...
તે ત્રણે એક ટેબલ પર બેસી જાય છે અને ત્યાં આરતી તે ત્રણે માટે ઓડૅર આપવા માટે જાય છે ત્યારે રાહી ની નજર એક ટેબલ પર જાય છે જય આશિકા બેઠી હોય છે તેને જોઈને ફરી થી તેના મન માં સવાલો થવા માંગે છે...
ત્યારે જ આરતી આવે છે...
"સોહમ નો ફોન આવ્યો અને એ પણ અહીંયા આવે છે..."
આરતી બોલે છે અને રાહી બસ હા માં જવાબ આપે છે...
ત્યારે જ એક બીજા ટેબલ પર ચાર છોકરાઓ બેઠા હોય છે તે ક્યારે ના હસી રહ્યા હતા...
ત્યારે તે ચારે ઉભા થઇ ને જ્યાં આ ત્રણે બેઠા હોય છે તેની બાજુ ના ટેબલ પર આવી ને જોર જોર થી બોલવા લાગે છે...
"યાર મને આ છોકરી ગમી ગઈ છે..."
એક છોકરો બોલે છે...
"કઈ ઓલી બ્લેક ટીશર્ટ વાળી..."
બીજો છોકરો બોલે છે...
"હા એ પણ સારી છે પણ ઓલી પિન્ક ટીશર્ટ વાળી વધારે ગમી છે..."
તે છોકરો બોલે છે...
આ બધું સાંભળી ને તે ત્રણે ને થોડો ડર લાગતો હતો પણ આવ વાત સાંભળી નેરાહી ને ગુસ્સો આવે છે અને તે ઉભી થવા જતી જ હોય છે ત્યારે જ ત્યાં આશિકા આવી ને ઉભી રાઈ જાય છે...
"મેમ તમે..."
તે છોકરા ના મોઢા માં થી બસ આટલું જ નીકળે છે...
"આજ પછી કોઈ ને જોવા લાયક પણ નહિ રહો.."
આશિકા ગુસ્સા માં બોલે છે...
"સોરી મેમ..."
તે છોકરાઓ નીચે જોઈને બોલે છે...
"ચાલો નીકળો અહીંયા થી.."
આશિકા ગુસ્સા માં બોલે છે અને તે ચારે ત્યાં થી જતા રે છે...
રાહી આશિકા સાથે કોઈ વાત કરે તે પેલા જ તે ત્યાં થી નીકળી જાય છે...
"મારે આશિકા ને થેન્ક યુ તો કેવું જ જોઈએ...
પણ આશિકા એ શું મને ઓળખી નથી..?"
રાહી મન માં વિચારતી હોય છે ત્યારે ટી સોહમ આવે છે...
"કેવો ગયો આજ નો દિવસ..."
સોહમ નો આવાજ સાંભળી ને તે ત્રણે નું દયાન તે તરફ જાય છે...
"સોહમ ને કાય ના કેતી..."
રાહી ધીમે થી આરતી ને કે છે આ આરતી બસ હા માં ઈસરો કરે છે...
"અમારો તો સારો ગયો..."
આરતી બોલે છે...
સોહમ ને પછી શીતળ થી મળાવે છે...
તે ચારે વાતો કરે છે...
આ બાજુ આશિકા ત્યાં થી નીકળી ને એ આદિ ને ફોન કરે છે અને બધી વાત તે આદિ ને કે છે...
"કોણ હતા તે..."
આદિ ગુસ્સા માં બોલે છે...
"અરે એ બધા છોકરાઓ પણ કોલેજ માં નવા જ છે..."
આશિકા બોલે છે...
"હા પણ તને યાદ છે ને ત્યાં તારું કામ શું છે..."
આદિ બોલે છે...
"હા યાદ છે અને હવે આજે તું લેવા આવ મને..."
આશિકા બોલે છે...
"હું હમણાં ઓફિસ માં છું..."
આદિ બોલે છે...
"એ હૂં નથી જાણતી બસ તું આવ લેવા માટે મને...."
આશિકા બોલે છે...
"હા આવું છું..."
આદિ છેલ્લે કંટાળી ને બોલે છે...
"તું આજે મને ખાવા માટે પણ લઈને જઈશ..."
આશિકા બોલે છે...
"હા તું જે કે એ બસ..."
આદિ બોલે છે...
આ બાજુ તે ચારે બેઠા હોય છે...
"ચાલો હવે હું નીકળું છું..."
શીતલ બોલે છે...
"અરે તું આપણું ગ્રુપ બનવાનું ના ભૂલતી..."
આરતી બોલે છે અને શીતલ ત્યાં થી જાય છે...
"ચાલો આપડે પણ નીકળીએ..."
સોહમ બોલે છે...
"હા..."
તે બન્ને બોલે છે...
તે ત્રણે બાર નીકળે છે...
"તમે બન્ને અહીંયા જ ઉભા રો હું કાર લઈને આવું.,.."
સોહમ બોલે છે અને તે બન્ને ત્યાં ઉભા રે છે...
આ બાજુ આશિકા પણ તેમના થી થોડી દૂર આદિ ની રાહ જોઈને ઉભી હોય છે...
રાહી ની સામે એક કાર આવીને ઉભી રે છે...
"અરે આદિ આટલી વાર હોય આવા માં..."
આશિકા બોલે છે...
"હું કામ માં હતો એટલે વાર થઇ..."
આશિકા બોલે છે...
ત્યારે જ આદિ ની નજર ત્યાં જોડે ઉભી રાહી પર જાય છે...
"આશુ જલ્દી થી અંદર બેસ જો રાહી અહીંયા જ ઉભી છે..."
આદિ બોલે છે અને આશિકા જલ્દી થી બેસી જાય છે...
"શું રાહી ત્યાં આદિ ને જોઈ લેશે...?"
"રાહી ને ખબર પડી જશે કે આશિકા એ આદિ ની બેન છે...?"
જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...
જોડાયા રહો મારી સાથે...
પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...