Criminal Case - 16 in Gujarati Detective stories by Urvi Bambhaniya books and stories PDF | ક્રિમિનલ કેસ - ભાગ 16

Featured Books
Categories
Share

ક્રિમિનલ કેસ - ભાગ 16

કાળું હજી વિચારમાં હતો કે કેવી રીતે આ કેદમાંથી બહાર નીકળી શકાય.તેના ઘણા પ્રયત્નો છતાં પણ તે પોતાને છોડવવામાં કામિયાબ નથી થઈ શકતો.અચાનક જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. તેણે જોયું તો સામે ડિટેક્ટિવ રોય ઊભા હતાં જેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી.આ જોઈ કાળું ને થોડું વિચિત્ર લાગ્યું. તેની સાથે કંઈ થવાનું હતું એવો આભાસ તેને થાયો. છતાં પણ તેણે તેના ભાવ કળવા દીધા નહિ.પોતાને સ્વસ્થ જ બતાવવાની ખોટી કોશિષ કરતો રહ્યો.

“શું થયું મિસ્ટર રોય? મળી ગયો પહેલી નો જવાબ?”

“હા! એટલે જ તો તને આભાર કહેવા આવ્યો છું.અને જો સાથે હજી એક મહેમાન છે.” કહી રોય બાજુ પર ખસ્યાં અને ઇન્સ્પેકટર અજય અંદર આવ્યાં.

પોલીસ જોઈ તે થોડો ઘબરાય ગયો. તેને ખબર હતી રોય એ ડિટેક્ટિવનું કામ છોડ્યું હતું એટલે એ પોલીસ પાસે નહિ મોકલે.અને એટલે જ તેણે ડિટેક્ટવ રોયને હિન્ટ આપી હતી.પણ હવે સામે પોલીસ જોઈ તેના હાથપગ ઢીલા થઈ ગયા.એટલે ઇન્સ્પેકટર અજય બોલ્યાં.

“તો હવે તું બોલીશ કે હું મારો હાથ ચલાવું?”

“તમે શેની વાતો કરી રહ્યા છો? મને કંઈ નથી ખબર”

“અચ્છા...! તને નથી ખબર કંઈ? તો એ કહે ડિટેક્ટિવ રોયનો પીછો કેમ કરી રહ્યો હતો?”

કાળું હજી પણ વિચાર જ કરી રહ્યો હતો કે ડિટેક્ટિવ રોય કેસ પર કામ કરે છે કે નહીં.કારણ તેમણે ડિટેક્ટિવનું કામ છોડે વર્ષો થઈ ગયાં તો તેઓ પોલીસ ને લઈ ને પૂછતાછ કરવા કેમ આવ્યા છે? આ વાત તો તેઓ મને એકલા પણ પૂછી શકતાં હતાં.

“ઇન્સ્પેક્ટર મને લાગે છે આપણે હવે ક્લીઅર કરવું જોવે આ મામલો શું છે? કારણ બિચારો હજી એજ વિચારે છે કે આ સવાલ હું પોતે પૂછી શક્યો હોત તો મેં તમને કેમ બોલાવ્યા”કહી બંને હસે છે અને પોતાના વિચારો ડિટેક્ટવ રોયએ જાણી લીધા છે એ જોઈ કાળું મોઢું નીચે કરી જાય ગયો.

(ફ્લેશબેક)

અજય હવે છેલ્લો પ્રયત્ન કરતાં બોલ્યો.“સર આ ફક્ત તમારી જ જાનનો સવાલ નથી. હજી પણ ચાર લોકો બચ્યા છે જે સત્યવાન નો ટાર્ગેટ બની શકે છે.સર તમે ઓફિશિયલી નહીં પણ અનઓફિશિયલી તો આ કામ કરી શકો છો ને?”

આ સાંભળતા જ ડિટેક્ટિવ રોય થોડા હસ્યા.તેમનું હસ્યા જોઈ અજય ને એક આશા થઈ આવી કે કદાચ રોય હા પાડશે.

“હું આ કેસ માં મદદ કરીશ પણ ક્યાંય મારું નામ આમાં નહિ આવે.”

“મંજૂર છે સર.” અજય ખુશ થતાં બોલ્યો.આ જોઈ ડિટેક્ટિવ રોયના ચહેરા પર પણ હાસ્ય રેલાયું. ચિત્તા થી પણ તેજ રોયનું મગજ કામ કરી રહ્યું હતું.તેઓ બધા જ પહેલું પર વિચાર કરી રહ્યાં હતાં.ત્યાં અજય બોલ્યો,“સર એવી કોઈ વાત છે જે મને ખબર હોવી જોવે?”

“હા ઇન્સ્પેક્ટર! ”આટલું બોલતા જ રોય એ કુરિયર અને ચિઠ્ઠી વિષે કહ્યું.તેમજ કાળું અને તેને એક ઓરડામાં બંધ રાખ્યો છે એના વિશે પણ કહ્યું.

“તો સર આપણે અહીંયા શું કરી રહ્યા છીએ.. આપણે તો કાળું ને જ પૂછવું જોવે બધું.”

“હા ઇન્સ્પેક્ટર તમારી વાત બરાબર છે પણ એ કાળું ને કંઈ ખબર નઈ હોય. એ ફક્ત પાળેલાં પોપટ જેવો જ છે.એને ફક્ત એટલું જ ખબર હોય જેટલું એને કહેવા માં આવ્યું હોય.અને મને ખાત્રી છે આ હિન્ટ આપવાનું પણ એને પહેલેથી જ કહેવામાં આવ્યું હશે.”

“હમમ...વાત તો બરાબર છે.તો પણ મારા ખ્યાલ થી એક વખત પૂછતાછ કરવાથી કદાચ કોઈ સબૂત મળે.”

“હું પણ એજ વિચારું છું.ચલો મળી લઈએ.”

ત્યારબાદ બંને એ જગ્યાએ પહોંચ્યાં જ્યાં રોયએ કાળું ને બાંધી રાખ્યો હતો.

***

“હવે સમજાઈ ગયું કે હું આ કેસ પર કામ કરું છું કે નઈ?”રોય એ પૂછ્યું .

“હું સાચું કહું છું મને નથી ખબર એ માણસ વિશે.”

“તો તું કેમ એના માટે કામ કરી રહ્યો હતો?”ઇન્સ્પેક્ટર અજય હવે કાળું ને સાણસામાં લેતા બોલ્યાં.

“મને ફક્ત પૈસા આપવામાં આવ્યા હતાં ડિટેક્ટવ રોય પર નજર રાખવા માટે અને એમની દરેક માહિતી એના સુધી પહોંચાડવા માટે. અને એ પણ કહેવા માં આવ્યું હતું કે જો હું પકડાઈ જાઉં તો તમને એક હિન્ટ આપી દઉં અને એ મે તમને પહેલા જ આપી દીધી છે. બીજી મને કશું નથી ખબર.”

“તો જો તું ના પકડાયો હોત તો એને મારી બધી માહિતી કંઈ રીતે આપવાનો હતો?”

“મને એક ઘર ખબર છે બસ ત્યાં જઇ એક કાગળ પર બધું લખી મૂકી દેવા નું હતું.”

“તને એ માણસનો ચહેરો યાદ છે?”

“ના! તે ફક્ત અંધારા માં બેઠો હતો.તેના કપડા પણ કાળા જ હતાં એટલે મે તેને જોયો નથી બસ ખાલી તેની હાથ પર એક ઘડિયાળ જોઈ હતી.”

“કેવી ઘડિયાળ હતી?”

“વધારે તો યાદ નથી પણ હા..તેની ઘડિયાળમાં લાલ ક્રોસ(x) આ દોરેલું હતું. જે જોતાં મને પહેલા થોડું અજીબ લાગ્યું હતું પણ પછી મે વિચારવા નું માંડી વાળ્યું.”

“ઠીક છે તો તું હવે એ ઘર પાસે લઈ જા અમને.”

થોડા જ સમયમાં કાળું, ઇન્સ્પેક્ટર અજય અને ડિટેક્ટિવ રોય તે ઘર તરફ જવા નીકળી ગયાં. કાળું ના કહ્યા મુજબ અજય ગાડી ચલાવતો હતો.થોડા જ સમયમાં તેઓ તે જગ્યા પર પહોંચ્યા.અજય એ કાર સાઈડમાં પાર્ક કરી ચૂપકે થી ઘર ની આજુબાજુ જોયું.પોતાની બંદૂક કાઢી તે ધીમેથી ઘરનો દરવાજો ખોલવા આગળ વધ્યા ત્યાં રોયએ જોરથી દરવાજા ને ધક્કો મારી અંદર પ્રવેશ કર્યો. અજય પણ ફટાફટ અંદર ગયો.કાળું એ પણ પાછળથી પ્રવેશ કર્યો.

“તમે આમ અચાનક અંદર કેવી રીતે આવી શકો મિસ્ટર રોય. કોઈએ ફાયર કર્યું હોત તમારી જાન જોખમમાં મુકાઇ જાત.”

“અજય,જે માણસ પહેલેથી જ બેફિકર થઈ કોઈ પાસે આપણને હિન્ટ મોકલવી શકતું હોય એ તમને લાગે છે અહિયા રહેવા ની ભૂલ કરશે?”

“વાત તો બરાબર છે.ચલો તો તલાશી લઈએ. કદાચ કંઈ મળી જાય.”

“હા.”

હજી તેઓ એક કદમ આગળ વધ્યા જ હતાં ત્યાજ તેમને કંઈ દેખાયુ જે જોઈને બંનેના ચહેરા તંગ થઈ ગયાં.

***

શું જોયું હશે બંનેએ એવું? કોણ હશે આ ખૂની? શું હજી કોઈ નો જીવ જોખમમાં છે? શા કારણ તે રોયને હિન્ટ આપવા માગે છે?

***