Dhup-Chhanv - 111 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 111

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

ધૂપ-છાઁવ - 111

આઈ લવ યુ અપેક્ષા આઈ લવ યુ..અને મનમાં એ વિચાર સાથે તેમણે પોતાની પાસે રહેલા પીલોને પોતાની બાથમાં ભીડી લીધું જાણે તે અપેક્ષાને પોતાની બાથમાં ભીડી રહ્યા હોય તેમ અને કોઈ સુમધુર સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગયા.
હવે આગળ....

સવારે જ્યારે તે ઉઠ્યા ત્યારે બિલકુલ ફ્રેશ મૂડમાં હતા અને પોતાના રૂમમાં જ તૈયાર થતાં થતાં મનમાં કોઈ રોમેન્ટિક ગીતની પંક્તિઓ ગણગણી રહી હતા. લાલજીભાઈ તેમને ચા નાસ્તો કરવા માટે જ્યારે તેમના રૂમમાં તેમને બોલાવવા માટે આવ્યા ત્યારે તેમણે આ જોયું તે પણ પોતાના શેઠને આમ રોમેન્ટિક મૂડમાં જોઈને ખુશખુશાલ થઈ ગયા.
લાલજીભાઈ આ દ્રશ્ય જોવા માટે બે મિનિટ ત્યાં રોકાઈ ગયા ઘણાં લાંબા સમય બાદ તે પોતાના શેઠને આવા રોમેન્ટિક મૂડમાં જોઈ રહ્યા હતા બે મિનિટ પછી તેમણે બારણાં ઉપર નૉક કર્યું. બારણું ખુલ્લું જ હતું. લાલજીભાઈને જોઈને ધીમંત શેઠ વધારે ખુશ થતાં હોય તેમ બોલી ઉઠ્યા કે, "આવ આવ લાલજી અંદર આવ.."
"ના શેઠ સાહેબ અંદર નથી આવવું પણ હું આપને એમ કહેવા માટે આવ્યો હતો કે, ચા નાસ્તો તૈયાર છે."
"હા ચાલ હું આવ્યો બે જ મહિનામાં અને સાંભળ આજે નાસ્તામાં તે શું બનાવ્યું છે?"
"જી, આજે ઉપમા બનાવી છે શેઠજી."
"સારું ચાલ તું મારી પ્લેટ તૈયાર કરીને રાખ હું આવ્યો, મારે ફટાફટ નીકળવાનું છે કારણ કે અપેક્ષા મેડમને લઈને પાછું મંદિરે જવાનું છે."
"જી શેઠ સાહેબ"
અને ખુશ થતો થતો લાલજી રસોડામાં ગયો અને શેઠ સાહેબનો ચા નાસ્તો લઈને ડાઈનીંગ ટેબલ ઉપર મૂક્યો.
ધીમંત શેઠ ફટાફટ ચા નાસ્તો કરવા લાગ્યા અને ચા પીતા પીતા અપેક્ષાને ફોન લગાવ્યો..
"હા, બોલો"
"બોલ શું કરે છે માય ડિયર, તું તૈયાર છે?"
"બસ હા તૈયાર જ છું."
"તો લેવા માટે આવું છું, ફોન કરું એટલે નીચે ઉતરીને ઉભી રહેજે."
"ઓકે"
"ઓકે બાય માય ડિયર."
થોડી જ વારમાં ધીમંત શેઠ આવી ગયા એટલે તે અને અપેક્ષા બંને પહેલા શિવજી મંદિરે ગયા અને નિત્યક્રમ મુજબ પૂજા પાઠ કરીને ઓફિસે જવા માટે નીકળ્યા.
રસ્તામાં ધીમંત શેઠ અપેક્ષાને કહી રહ્યા હતા કે, "જ્યારથી હું શિવ પૂજા કરું છું ત્યારથી મને ખૂબ સારું લાગે છે મન બિલકુલ શાંત અને સ્થિર રહે છે."
અપેક્ષાએ પણ તેમાં હાજીયો પૂરાવ્યો કે, "હા, તમારી વાત બિલકુલ સાચી છે મારી સાથે પણ એવું જ બન્યું છે. હું પણ એવું જ અનુભવી રહી છું જ્યારથી આપણે નિત્ય પૂજા કરવા માટે આવીએ છીએ ત્યારથી મારું મન પણ ખૂબજ ખુશ અને બિલકુલ શાંત રહે છે."
ધીમંત શેઠે અપેક્ષાની સામે જોયું અને પૂછ્યું કે, "લગ્નની તારીખ બાબતે મા સાથે કોઈ ચર્ચા થઈ કે નહીં?"
"હા, આજે સવારે જ ચા નાસ્તો કરતાં કરતાં ડાઈનીંગ ટેબલ ઉપર જ ચર્ચા ચાલી રહી હતી કે મહિના પછીની જ જે તારીખ આવે છે સત્યાવીસ તે જ રાખી લેવાની છે."
"તો પછી તારા ભાઈ અને ભાભી નથી આવવાના?" ધીમંત શેઠે પૂછ્યું.
"ના, ભાઈ ભાભીને ફાવે તેમ જ નથી એટલે તેઓ નહીં જ આવે અને સરપ્રાઈઝલી આવી જાય તો મારું નસીબ."
"હા તો હું લગ્નની તૈયારી શરૂ કરી દઉં ને?"
ધીમંત શેઠની વાત સાંભળીને અપેક્ષા હસી પડી અને બોલી કે, "તમારે શું તૈયારી કરવાની છે?"
ધીમંત શેઠે પ્રેમભરી નજરે અપેક્ષાની સામે જોયું અને બોલ્યા કે, "બધી જ તૈયારી મારે કરવાની છે તારે કશું જ નથી કરવાનું.."
"મતલબ" ધીમંત શેઠની વાતોથી અપેક્ષા થોડી મુંઝવણમાં પડી ગઈ હતી.
"મતલબ એમ કે, પહેલા તું મને એટલું ક્લિયર કરી આપ કે આપણે લગ્ન સાદાઈથી કરવા છે કે ધામધૂમથી?"
"અફકોર્સ સાદાઈથી, એક વાત કહું મારે કોઈ જ ધામ ધૂમ કે કોઈ જ હોબાળો નથી કરવો બસ સાવ સાદાઈથી સિમ્પલ રીતે તૈયાર થઈને લગ્ન કરવા છે." અપેક્ષાએ બહુ દ્રઢતાપૂર્વક કહ્યું.
આ વાત સાંભળીને ધીમંત શેઠ પણ ખુશ થઈ ગયા, "આપણાં બંનેના વિચારો આ બાબતમાં એકસરખા જ છે હું પણ બસ સાવ સાદાઈથી જ લગ્ન કરવા ઈચ્છું છું અને એ પણ ક્યાં તને ખબર છે?"
"ક્યાં "
"બસ અહીંયા શિવજી મંદિરમાં જ્યાં આપણે દરરોજ પૂજા કરવા માટે આવીએ છીએ."
"ઓકે તો ડન બસ એવું જ કરીએ અને મારી ઈચ્છા છે કે એ દિવસે આપણે ગરીબોને આપણાં હાથે જમાડીએ.."
"હા એ બેટર આઈડિયા છે તારો.. ઓકે તો ડન..પણ મા..મા ને આ બધું ગમશે?" ધીમંત શેઠે અપેક્ષાને પૂછ્યું.
"મા તો મારી ખુશીમાં ખુશ છે. બસ મને જે ગમે તે કરવા માટે તે હંમેશા તૈયાર રહે છે. મારી એકલીની મા નહીં કદાચ આ દુનિયામાં બધાની મા આવી જ હોતી હશે!"
"સાચી વાત છે અપેક્ષા તારી બધાની મા આવી જ હોતી હશે. ઓકે તો હવે આ વાત ડન કે આપણે સાદાઈથી લગ્ન કરવાના છે અને લગ્નની બધી જ તૈયારી પણ મારે જ કરવાની છે."
"પણ લગ્નની બધી જ તૈયારી તમે એકલા શું કામ કરશો?" અપેક્ષાએ પ્રશ્નાર્થ નજરે ધીમંત શેઠની સામે જોયું.
"એટલા માટે કે આ મારા લગ્ન છે." અને તે હસી પડ્યા.
"એમ નહીં સાંભળ અપેક્ષા મારો કહેવાનો મતલબ એમ છે કે, તું અને મા બંને અહીંયા એકલા જ છો અક્ષત પણ અહીંયા નથી એટલે હું કોઈ પણ જવાબદારી તમારા માથે નાંખવા ઈચ્છતો નથી.ઓકે? નાઉ અન્ડરસ્ટેન્ડ માય ડિયર?"
"ઓકે, આઈ એમ રેડી ફોર ઈટ બટ મા માને મનાવવી પડશે ને?"
"એ હવે તારા હાથમાં છે. તું માને મનાવી લેજે."
"ઓકે આઈ વીલ ટ્રાય માય બેસ્ટ."
અને વાતો વાતોમાં ધીમંત શેઠની ઓફિસ ક્યારે આવી ગઈ ખબર જ ન પડી. બંને કારમાંથી નીચે ઉતર્યા અને ઓફિસમાં પ્રવેશ્યા....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

3/9/23