ઝમકુડી ભાગ @ 20
નચીકેત ઝમકુ ની વાત સાભળી ચિતિંત થયી ગયો , પણ મને એ નથી સમજાતું કે તારા જેવી સુદર પત્ની પામ્યા પછી સુકેતુ એ હીના જેવી સ્ત્રી માં ઈનટ્રશ કેમ લેવો જોઈએ ? ઝમકુડી તે મારી એક મહીનો એ રાહ ના જોઈ હુ મારા પપ્પા ને તારા ઘરે મોકલવાનો જ હતો ને મારા પપ્પા ગમે તેમ કરી સમજાવી લેત ......પણ હુ શુ કરુ નચીકેત મારા પપ્પાને ગામ ના કોઇ છોકરાએ આપણ ને બગીચામાં જોયા હતાં ,એટલે પપ્પા એ એ દીવસે જ મારા લગ્ન નો નિણર્ય લયી લીધો ,......ને ગામમાં મારી મિત્ર કોમલ ના લગ્ન હતા એ લગ્ન ની જાન માં સુકેતુ આવ્યો હતો ને એણે મને જોઈ ને પસંદ કરી લીધી ને મારા લગ્ન પંદર દિવસ માં થયી ગયા ,બસ એક જ દિવસ ઘરે ને બીજા જ દિવસ થી શોરુમ માં ,.....મને મારી સુદરતા જોઈ ને જ બનારસ લયી આવ્યા છે ,તને ખબર છે નચીકેત હુ એક વહુ ,એક સેલ્સગલ ,એક પત્ની ને શોરુમ નુ પુતડુ , ને એક ડીજાઈનર બસ આ જ મારી લાઈફ .......મારૂ પોતાનુ કોઈ વજુદ જ નથી .....આટલુ બોલતા ઝમકુડી પાછી રડી પડી ને નચીકેત ફરીથી રૂમાલ થી આશુ લુછી નાખ્યા,....ને ઝમકુડી બોલી સોરી નચીકેત હુ આવી તયારની મારા રોદણાં રોવુ છુ ......મને તારા વિશે તો કયીક કે તારી લાઈફ કેવી ચાલે છે ? તારી પત્ની કેવી છે ? અંહી ની કે પછી ભુરી સાથે લગ્ન કરયા છે ? તને શુ લાગે છે ઝમકુડી
? ઝમકુડી પ્રેમ જીવનમાં એક જ વાર થાય ,ને લગ્ન પણ એક જ વાર ,ને મારે જેની સાથે પ્રેમ હતો એ લગ્ન કરી ને બીજા શહેરમાં જતી રહી .........ને બીજી કોઈ યુવતી માટે મારા જીવનમાં કોઈ જગ્યા જ નથી ,.......ઓહહહ નચીકેત તે હજી લગ્ન નથી કરયા ? ના ઝમકુડી મારા દિલમાં તારા સિવાય કોઈ ના રહી શકે ,......ને હવે હુ લગ્ન કરવા માંગતો જ નથી.....ના ના નચીકેત આમ ગાડો ના બન ,લગ્ન કરયા વિના થોડું ચાલે ,.....લગ્ન તો તારે કરવા જ પડશે ......ને એટલાં માં ઝમકુડી નો ફોન રણકી ઉઠયો ,શોરુમ મા થી મુનિમજી નો ફોન હતો ,......હેલ્લો બોલો કાકા ,,,,શેઠાણી કસટમર બહુ છે ને નાના શેઠ પણ નથી ને તમે પણ નથી ......કેટલી વાર માં આવો છો ? કાકા હુ હોસ્પિટલ માં છુ બસ વીશ મીનીટ જેવુ લાગશે ,.......નચીકેત વાતો હવે ફરી મળીએ ત્યારે કરીશુ અત્યારે જલ્દી થી સોનોગ્રાફી નો રીપોર્ટ કરી આપ મારે શોપ પર જવુ પડશે ને સુકેતુ હજી પણ એની હીના પાસે જ છે ,......પણ ઝમકુ આવી પોઝિશન માં પણ તુ કામ કરીશ ? હા મારાં સસરા એ એજ કંડીશન પર બાળક રાખવાની છુટ આપી છે ,તને સાભળી ને નવાઈ લાગશે નચીકેત મારા સાસરી વાળા ને ,મારા પતિ ને બાળક કરતાં તો ધંધો વધારે વહાલો છે ,......સુકેતુ નુ કહેવુ તો એમ હતુ કે સાત ,આઠ વરસ સુધી તો બાળક જોઈતુ નથી ,પણ મે ખાત્રી આપી છે કે મારી પ્રેગનીશી ના કારણે આપણાં બિઝનેસ માં કોઈ ખોટ નહી જાય ને હુ લાસ્ટ મન્થ સુધી શોરુમ માં કામ કરીશ .....ઓહહ માય ગોડ .....કેવા લોકો છે તારા સાસરી વાળા ? વારસદાર થી વધારે બિઝનેસ ....? મને બહુ દુખ થયુ તારી વાત જાણી ........ચાલ્યા કરે મારી કિસ્મત જ ખરાબ છે ,......નચીકેત બેલ મારી નરસ ને બોલાવે છે ને ઝમકુ ને ટેબલ પર લયી સોનોગ્રાફી કરે છે ,.....ને પછી એમની ચેર પર બેસે છે ,ઝમકુડી દવા લુછી સાડી સરખી કરી ને નચીકેત ની સામે બેસે છે .....આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 21 ઝમકુડી ..
નયના બા દિલીપસિહ વાઘેલા