ઝમકુડી ભાગ @ 17
કિશનલાલ બે દિવસ થી જોઈ રહયા છે કે ઝમકુડી ઉદાશ રહે છે ,.......એટલે ચા નાસ્તા ના ટેબલ પર ઝમકુડી ને પુછી જ લીધુ ,ઝમકુ હુ કેટલા દિવસ થી જોઇ રહયો છુ કે તૂ કયાક ખોવાયેલી રહે છે ,તારૂ મન પણ ઉદાસ રહે છે ,.... શુ વાત છે બેટા ? કયી પ્રોબ્લેમ છે જે હોય એ મને કહી શકે છે , ના પપ્પા જી કયી નહી બસ એમ જ ,.....કિશનલાલ ના મન મા પુરી ખાત્રી છે કે કયી કારણ તો છે જ ,એટલે કિશનલાલ મુનીમજી ને ફોન કરે છે ને પુછે છે કે સુકેતુ ને ઝમકુ વહુ સાથે કયી ઝગડો થયો છે ,? ઝમકુ વહુ હમણાં થી ઉદાશ રહે છે ? ......હા શેઠ જી સુકેતુ સાથે ઝગડો તો નથી થયો પણ નાના શેઠ હમણાં થી બદલાઈ ગયા છે એનુ કારણ એક બીજી સ્ત્રી છે ,.....શેઠજી ચાર દિવસ પહેલા શોરુમ માં એક સ્ત્રી આવી હતી શોપિંગ કરવા માટે સાડીઓ જોતી હતી ને બે સાડી પણ પસંદ કરી લાખ રૂપિયા ની ને એની નજર સુકેતુ પર પડી ને નાના શેઠ હીના કહી પેલી અજાણી સ્ત્રી ને ચોટી જ પડયાં ,ને પછી પેલી પણ સુકેતુ કહી ખુશ ખુશ થયી ગયી , ને પછી તો કલાક બન્ને એ વાતો કરી ને નાના શેઠ એ સાડી ના એક લાખ પચાસ હજાર લેવાની ના પાડી એટલે ઝમકુ વહૂ એ કહયુ કે દોસ્તી દોસ્તી ની જગ્યાએ પૈસા નો હીસાબ ચોકખો જોઈએ ,ને ઝમકુ એ એ પૈસા સુકેતુ બાબા ને ચુકવવા નુ કહયુ ,......ને સુકેતુ બાબા પોતાના એકાઉન્ટ માં થી પૈસા કાઢી ને આપ્યા ,....એતો ઠીક એ હીના નામની બલા આવી હતી એના બ્લાઉઝ ની ડીજાઈન પણ હીના એ સુકેતુ પાસે પસંદ કરાવી ,ને પછી નાના શેઠ હીના ને મુકવા પણ ગયા ,ને જયારથી એ હીના બનારસ માં આવી છે તયાર થી નાના શેઠ ધંધા મા બિલકુલ ધ્યાન આપતા નથી ને શોપ માં આવી ને તરત જ ફોન માં હીના સાથે કલાકો વાત કરયા કરે છે ,નાના શેઠાણી આખો દિવસ કસ્ટમર સંભાળે છે ને સારો એવો નફો કરી લે છે ,ને ફ્રી સમય મા બ્લાઉઝ ની ડીજાઈન બનાવામાં વ્યસત થયી જાય છે ,આખા દિવસમાં કેટલા ઘરાક આવ્યા નખ કેટલા રૂપિયા નો ધંધો થયો એ પણ ખબર નથી હોતી ને ઝમકુ શેઠાણી શેઠ ને ટોકે તો સુકેતુ બાબા ઝમકુ વહુ પર ગુસ્સો કરે છે ,.......બસ આ જ કારણ થી ઝમકુ વહુ ઉદાસ રહે છે ,ને એમની આવી હાલતમાં ચિંતા કરવાથી બાળક પર પણ અસર થશે ,......મુનીમજી આટલું બધુ દુકાન માં બની ગયુ તો તમે મને કેમ ફોન ના કરયો ? હુ કરવા નો હતો શેઠ જી પણ ઝમકુ વહુ એ ના પાડી કે ના પપ્પા જી ટેનસન નથી આપવુ ,એમની તબિયત બગડશે ,........મુનીમજી હવે ધ્યાન રાખજો ....સુકેતુ એ કોલેજ ના સમય ની મિત્ર નખ દોઢ લાખ ની સાડીઓ આપી દીધી .......આ શૉ ધંધો કરશે ? ઝમકુ વહુ એની પસંદગી ની છે પછી હવે બીજી સ્ત્રી ઓ ને મિત્ર શુ કરવા બનાવવી જોઈએ.......હા શેઠ જી એ હીના શોપ મા આવી એ દિવસ થી સુકેતુ બાબા સાવ બદલાઈ ગયા છે ને ઝમકુ વહુ એટલે જ નિરાશ થયી ગયા છે ,......મુનીમજી ફોન મુકે છે ને કિશનલાલ ધુઆ પુઆ થયી જાય છે ,પણ હાલ એ સુકેતુ ને કયી કહેવા નથી માગતાં ,વાત વધુ વણસી જાય ને એની અસર ઝમકુડી ના બાળક પર પડે ને બિઝનેસ પર પણ પડે એટલે કિશનલાલ ચુપ રહે છે.......સુકેતુ નાસ્તો પતાવી ને ઝમકુ સાથે શોપ જવા નીકળે છે ,ઝમકુ જતા જતાં સાસુ સસરા ને પગે લાગે છે ,.........ગાડી માં સુકેતુ ઝમકુ સાથે વાત પણ નથી કરતો ,....બસ ગીતો સાભળતો એની મસ્તી માં મસ્ત હોય છે , શોપ આવી એટલે ઝમકુડી એની કેરી બેગ લયી ને શોપ માં આવી પોતાની જગ્યાએ બેસે છે ,એક બાજુ ઝમકુડી બહુ ખુશ હોય છે કે એ મા બનવાની છે ,એનિ ઉદર માં એક નાનો જીવ આકાર લયી રહયો છે ,એના અહેસાસ થી ઝમકુડી નુ જીવન જાણે નવુ નવુ લાગી રહયુ છે ,.......ને આજે મહીનાઓ પછી ઝમકુડી ને પોતાની મા ની યાદ આવે છે ,.....ને એ ગામડે મા ને ફોન લગાવે છે .......ચાર પાચ રીગ વાગ્યા પછી મા એ ફોન ઉઠાવ્યો ....હેલલો ......મમ્મી હુ તારી ઝમકુડી બોલુ છુ ,.......ઓહોઓઓ મારી દીકરી આજે કેટલા મહીના પછી તારો ફોન આવ્યો બેટા ,.....કેમ છે તારા ઘરે બધા ? ને કેમ છે સુકેતુ કુમાર ? બધા મજામાં છે ને ? હા .....મમ્મી તુ કેમ છે ? ને પપ્પા ? શંભુ ,રીમી ?..સીતા બા ? બધા મજામાં ? હા બેટા બહુ યાદ કરીએ છે તને ,પણ તારૂ ઘર કેટલુ દુર છે .....મળવા પણ કેમનુ અવાય .....હવે હુ આવાની છુ રહેવા ,.....ને હા મમ્મી તમને એક ખુશખબર આપવાના છે ,.....શુ બેટા ? મમ્મી તમે નાની બનવા ના છો ,....હુ પણ તમારી જેમ માં બનવાની છુ ,......ઓહોઓ ......આતો બહુ મોટી ખુશખબર આપી બેટા .......તારા પપ્પા તો સાભળી ને ગાડાં થયી જશે ,.....ને તારી તબિયત તો સારી છે ને ? ને હા બેટા ખાવા પીવા મા ધ્યાન આપજે ,......ને શોપ પર જવાનુ ચાલુ છે બેટા ? હા મમ્મી એ તો જવુ જ પડે ને એ તો અમારો બિઝનેસ છે ,ને મારે તયા કયી કામ ના કરવાનુ હોય ,બધાં માણસો રાખેલા છે એ બધુ કરે ,ને મમ્મી તને ખબર છે અંહી મારી સાસરી માં મારી જેઠાણી કરતાં પણ વધારે મારૂ માન છે ,બધા મને બહુ પ્રેમ કરે છે ,મમ્મી ખરેખર હુ બહુ નસીબદાર છુ કે મને આવુ સુખી ને પ્રેમાળ સાસરૂ મળયુ છે ,.......હા બેટા તુ નસીબદાર છે ,.....ને શોપ માં કસ્ટમર આવયા એટલે ઝમકુ એ કહયૂ મમ્મી ફોન મુકુ ઘરાક આવ્યા ,.....એમ કહી ફોન મુકે છે ને આવેલા કસ્ટમર ઓ ને સાડીઓ બતાવવા બીજી થયી જાય છે ,સુકેતુ તો શોપ માં આવ્યો તયાર નો હીના સાથે ફોન માં જ લાગેલો છે ,ઝમકુ એની રીતે કસ્ટમર ને સાડીઓ ને બ્લાઉઝ બધુ મેચીગ ને ડીજાઈન સમજાવી ને લાખ રૂપિયા નો ધંધો કરી લે છે ,ને બધાં ને આઈસ્ક્રીમ ખવડાવી બ્લાઉઝ નો પણ ઓડર લયી લે છે ,મુનીમજી ઝમકુડી ની હોશિયારી થી ખુશ થાય છે ,ને દુકાન માં કામ કરતા બધા છોકરા ને છોકરીઓ બધા ને ઝમકુડી બહુ ગમતી ને ઝમકુ પણ બધા ને આદરભાવ થી બોલાવતી ,કોઈ ને પૈસાની જરૂર પડે તો ઉપાડ પણ આપતી ,આમ ઝમકુ ઘર માં ને બિઝનેસ માં પારવધી બની ગયી હતી ,....આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @18ઝમકુડી....
નયના બા દિલીપસિહ વાઘેલા
્્્્્્્્્્્્્