પ્રકરણ ૯
પશ્ચિમ જમનીના અધિકારીઓ ચાન્સલરીમાં ભેગા થયા. બે હેતુ આ
(૧) પશ્ચિમ જર્મનીને અલ-વાસીના ત્રાસવાદીઓનુ઼ં જોખમ હતું. (ર) અલ-વાસી ક્યાં સુધી જઇ શકે અને તે માટે જમૅનીએ ક્યાં સુધીની તૈયારી રાખવી?
મોટા ભાગના સભ્યો સંમત થયા કે હાલની પરિસ્થિતિમાં અલ-વાસીની માગણીઓનો વિરોધ કરવો એ જ ડહાપણભર્યું પગલું હતું.
ઉપરાંત આમાં હાલ તેમણે કોઈ પગલું જ નહોતું લશ્કરી પગલાં તેા અમેરિકાએ જ લેવાના હતા.
*
સાતમી ઓકટોબર,
બે દિવસ પછી. નેટ ટીવી સ્ટુડીયો
ન્યુયોર્ક સીટી
સમાચારનો એક મુદ્દો વાંચતા વાંચતા કેમેરા પાછળ આસી. પ્રોડયુસરે કાગળ હલાવતા ટાયલર જોહનસનનું ધ્યાન તુટ્યું. લાલ લાઈટ ઝબુકી અને સ્ટેશન બ્રેક જાહેર થયો.
'ટાયલર!' તે ઝડપથી દોડી આવી.
'શું છે?'
'સોરી, આ હમણાં જ આવ્યો.'
જોહન્સને કાગળ લીધો. વાંચ્યો. તેણે કહયું, સોરી, આ છેલ્લું બુલેટીન વાંચી સંભળાવું છું.
'ફ્રંચ બંદર લી હેવરના ડકકે લાંગરેલું એસ.એસ રોટરડામ જહાજ આજે સવારે ૩-૪૫ વાગે ભયંકર ધડાકાથી નષ્ટ થઈ ગયું હતું. એટલે ૪૩ મીનીટ પહેલાં જહાજમાં વેકેશન ગાળનારા પ્રવાસીઓ હતા. જાનહાનિનો આંકડો હજી નથી પરતું પ૦૦ના મૃત્યુંના શક સેવાય છે હાલ મળી તેટલી એમ્બ્યુલન્સો અને લાયબંબાઓ ઘટના સ્થળે પહોંચ્યો છે.
'કેટલાક ચશ્મદીર સાક્ષીઓ ધડાકો થયાના થોડા સમય પહેલાં બે રબર બોટોને જહાજથી દૂર જતી જોઈ હતી. ફ્રેંચ પેાલીસનું માનવું છે કે અજાણ્યા હુમલા ખોરો જે ઓછામાં ઓછા ચાર હોવાનો અંદાજ સેવાય છે. તેમણે જહાજના કાંઠા પર સુરંગો ગોઠવીને તેને ઉડાવી માર્યું હતું. આ કૃત્ય પણ હાસીતમ અલ-વાસીના ત્રાસવાદી સામ્રાજ્યનું જ એક અંગ હોવાની સ્પષ્ટસ સંભાવના છે. ' 'આ ઘટના વિશે વધુ માહિતી મળતાં અમે રેગ્યુલર પ્રોગ્રામ દરમ્યાન હેવાલ આપીશું. વધુ સમાચાર સાંજે છ વાગે.'
*
યુનો મહાસભા
ઇઝરાયલી એલચી બેન-ઇસાઇએ પ્રવચનની માંગણી કરતાં અલ-વાસીએ તે મંજુર રાખી. એલચીએ શરૂ કર્યું.
‘જેમના આઠ લાખ પુત્રો અને પુત્રીઓનું નિકંદન કાઢી નાખવામાં આવેલ તે અદમ્ય યાતના સહન કરનાર જાતિના પ્રતિનિધિ તરીકે આજે હું તમને સંબોધી રહ્યો છું.
'હું આ પ્રવચન ઈઝરાયલના અસ્તિત્વ માટે નથી કરી રહયો. પરંતુ તમારી સમક્ષ રેકોર્ડ પર મૂકવા માગું છું કે અહીં અને બહાર કેવી રીતે કર કર ક્રર ત્રાસવાદમા તમને બાન પકડવામાં આવ્યા છે.
'ઈઝરાયલની સ્થાપના થઈ ઉદય થયો ત્યારથી જ તેને નષ્ટપ્રાપ કરવાની આરબ રાજ્યોની પાયાની જાતિ રહી છે.
'૧૯૪૮થી આજ દિન સુધી કોઈ આરબ રાજ્યે અમારા અસ્તિત્વને માન્ય રાખવાનો કોઈ ઇરાદો દર્શાવ્યો નથી.
'જુન ૧૯૬૭માં ઈઝરાયલને હજારોની સંખ્યામાં ઈજીપ્શીયન, સીરીયન અને જોરડનીયન દળો ઘેરી વળ્યા છતાં અમે મકકમ સામનો કરી દુશ્મનોને ને મારી હટાવ્યા...'
અલ-વાસી તેના એક સાથી સાથે મશવિરો કરી લહયો હતો. તેણે જોયું કે શ્રોતાઓ ઇઝરાયલી એલચીને ધ્યાનથી સાંભળી રહયા હતા. તે ગુસ્સે થયો. તે જ્યારે પ્રવચન કરતો હતો ત્યારે કોઈ ધ્યાનથી સાંભળતું નહોતું
જયારે આ ઇઝરાયલી એલચી સૌને ધ્યાનસ્થ કરી રહયો હતો બેન-ઇસાઇને ધકકો મારી અલ-વાસીએ હાથમાં માઈક્રોફોન લીધું અને હોલને સંબોધન કર્યું.
‘બહુ જુઠાણા સાંભળ્યા. તમે સૌ જાણેા છો સત્ય શું છે.હવે નાહક બકવાસ સાંભળવાનો કોઈ અર્થ નથી. દરમ્યાન હું તમને તાજા સમાચાર આપું.
‘અમે ફરી ત્રાટકયા છીએ. ફ્રાન્સમાં આ વેળા, લી હાવરમાં અમે સુરંગો વાપરી. યુધ્ધમાં માણસો મરે છે જ. આ પણ યુધ્ધ જ છે. હવે આપણે કાલે ફરી વોટીંગ કરીશું.’
*
કેબીનેટ રૂમ
જેરૂસલેમ
જેરૂસલેમમાં સલામતી સમિતિ બેઠી હતી. વડાપ્રધાને ઇઝરાયલી ગુપ્તચર સંસ્થા મોસાદના એક ઓફિસરને બોલાવ્યો અને અમેરિકાના બનાવોનો રીપોર્ટ માગ્યો.
'મેં હમણાં જ સ્ક્રમ્બલર પર કન લ તલ સાથે વાત કરી. પરિસ્થિતિ ઘણી ગંભીર છે. અમેરિકનો ત્રાસવાદીઓ ઉપર હુમલો કરવાથી ઉભા થતા રાજકીય પરિણામોથી ઘણા ગભરાતા લાગે છે. તલ કહે છે કે અમેરિકનો મીટીંગો અને થીયરીઓમાંથી જ ઉંચા આવતા નથી, તેઓ નક્કર કામ કરવામાં ઘણા ઢીલા છે. તેઓ નકકર ક્રિયાની કોઈ યોજના પણ ઘડતા નથી.’
વિદેશ પ્રધાને સંમતિ સૂચક ડોકું હલાવ્યું. 'હું તે સમજી શકું છું. અમેરિકા માને છે કે તેની જવાબદારી ફક્ત આપણા પ્રત્યે જ નહિ, સમગ્ર આંતરરાષ્ટ્રીય માનવ જાત પ્રત્યે પણ છે. દેખીતી રીતે તેઓ ઢીલા જ રહેશે.’
સંરક્ષણમંત્રીએ કહ્યું, 'તેાફાન આવે ત્યારે આપણે આપણું રક્ષણ જાતે કરવાનું છે. હું માનું છું. આ સમશ્યા અમેરિકા કે વિશ્વની નહિ, આપણી જ છે તેથી તેનું નિરાકરણ પણ આપણે જ કરવું જોઇએ.’
'પણ આટલે દૂરથી આપણે શું કરી શકીએ?’ વિદેશપ્રધાને પુછ્યું.
'આપણે આ ત્રાસવાદ ખતમ કરવો જ રહ્યો,' ચીફ ઓફ ઓપરેશન્સે કહ્યું.
'પણ કેવી રીતે?'
‘વાટાઘાટોથી.’
'વાટાઘાટોથી? આ વેળા ત્રાસવાદીઓની માંગણી સાંભળી છે? તેમને તો આપણી પાસે હથીયાર હેઠા મૂકાવવાં છે. છે કબૂલ?'
'આપણેા એલચી કાલે વોશીંગનમાં પ્રેસીડેન્ટન મળશે' વડાપ્રધાને કહ્યું ‘બીજું કંઈ નહિ તો આપણને સમય તો મળશે.’
'પણ આ વેળા સમય પણ આપણી વિરૂધ્ધ છે,' ચીફ ઓફ ઓપરેશન્સે કહ્યું ‘જેમ સમય વીતતો જશે તેમ તેમ મહાસભાની બહાર દુનિયામાં ત્રાસવાદીઓ આંતક વધુ ને વધુ ફેલાવતા જશે.'
'અલ-વાસીનેા ઠરાવ પસાર થાય તો ય કાનૂની નહિ કહે,’ ચીફ જસ્ટીએ કહ્યું.
'તું ન્યાયાધીશ સારો છે, સૈનિક તરીકે સાવ નકામો છે. તું એમ માને છે કે ત્રાસવાદીઓ આપણા હથીયાર અને જમીન લઈ લે પછી તેઓ ઈઝરાયલ ખાલી કરવાના જજમેન્ટને માન આપશે?'
વડાપ્રધાને મોસાદના વડનો હેવાલ માગ્યો. 'છેલ્લા ૨૪ કલાકમાં આપણે લેબેનેાનના સક્રિય ગેરીલા કેમ્પોમાં કેટલીક ટુકડીઓ મોકલી છે. અમે ઘણા ત્રાસવાદીઓની પૂછપરછ કરી અને કેટલાકને સાથે પણ લાગ્યા છીએ. તેમની પાસેથી માહિતી પણ કઢાવી છે. કોઈ આ ઓપરેશન વિશે નથી જાણતું. ટુંકમાં, આ ઓપરેશનના સક્રિય સભ્યો સિવાય બીજા કોઈને કશી જાણકારી નથી.
'અમે કેટલાક મીલીટરી વિકલ્પો વિચાર્યા છે. તે હવે કમીટી સામે વિચારણા માટે મૂકીશું.'
‘મંજુરી માટે કહે, ' વિદેશ મંત્રીએ કહ્યું.
*
ફોટૅ બ્રેગ,
નેાથૅ કેરોલીના
એક ખાસ કમ્પાઉન્ડમાં ત્રણ બાંધકામ ટુકડીઓ ઘડિયાળના કાંટે એક વિશાળ બીલ્ડીંગ બાંધી રહી હતી. કનૅલ મેકડુગલ રાતે ફક્ત ત્રણ જ કલાક ઊંધતો હતો. તે રોજ રાતે જનરલ સાઈકલ સાથે વાત કરતો હતો મીલીટરી કામગીરી માટે તેને તૈયાર રહેવાનું હતું તે એ ઘણી સારી રીતે સમજી ગયો હતો.
*
૯ મી ઓકટોબર
બે દિવસ પછી
હોસ્પીટલ એસંકો રીયોડી જાનેરો
બે શ્વેતકોટધારી શખ્સો લાંબા કોરીડોરમાં લીફટ તરફ ઉપડયા.
એકે પૂછ્યું, ‘શું થયું, રેમન?'
'ખબર નથી, લુઈસ. ડૉ. મેલ્હાર્ડોએ ઉસે કહ્યું કે બારણા બહાર દર્દીઓની લાંબી કતાર લાગી છે. લોકો માંદા પડયા છે.’
પાછળ પગલાં સંભળાયા. ‘સાયમન!’ લુઈસે બૂમ પાડી. ‘તું ય!'
'હાસ્તો. બહાર ૩૦૦ જણ છે.’
તેઓ ઇમરજન્સી એનેક્ષીમાં આવ્યા. બારણા ખોલી તેઓ બહાર ગયા.
‘નસૅ, શું છે?' રેમને પુછ્યું.
નર્સે ટેબલ ઉપર ભરેલા ફોમૅનો થોકડો ચીંધ્યો.‘બધા સરખાં છે. તાવ, ઠંડી, આંખો અને સાંધામાં દુખાવો.’ રેમને નજીકના પેશન્ટનું કાંડુ પકડયું, નાડી તો ઘણી ઝડપી છે. ટેમ્પરેચર?'
'૧૦૪-૩' નસૅ કહ્યું.
બીજા ડોક્ટરો એક પછી એક પેશન્ટો તરફ ફર્યા બધાને રોગનાં ચિન્ડુને સરખા હતા. તેમના ચડુરા સુઝી ગયા હતા.
લુઇસે માથું હલાવ્યું. ‘શું લાગે છે?’
'ચેપ એટલો ઝડપી કેવી રીતે ફેલાયો? આટલાં બધા લોકોને અલગ પણ કઈ રીતે કરી શકીએ?'
'ખબર નથી પડતી.’
‘કોઈ થીયરી?'
'એક થીયરી છે. નસૅ. આ લેાકેા કયાંના છે?'
‘ઉત્તર પૂર્વના, ડૉ. વાલ્ડેઝ.’
‘લુઈસ, સાયમત, આ કોઈ ઉષ્ણ કટિબંધનો રોગ લાગે છે, તે મચ્છરોથી ફેલાય છે. પણ આ લોકો રહે છે ત્યાં આ મચ્છરો થતા નથી.’
'તો?'
'આ બ્રેકબોન તાવ લાગે છે.'
'બ્રેકબોન?'
'ડેંગ.’
'આહા.’
‘આ રોગ જીવલેણ નથી.'
'સરસ.'
'શું સરમ, ખાક?'
'કેમ?'
'આ રોગમાં ભયંકર પીડા થાય છે.' ' તેની સારવાર કઈ રીતે થાય?'
'તેની કોઇ સારવાર નથી. ચાલ કામે વળગીએ.'
***