Project Pralay - 2 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | પ્રોજેક્ટ પ્રલય - 2

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

પ્રોજેક્ટ પ્રલય - 2

પ્રકરણ ૨

૨૫ મી ઓગસ્ટ ગ્રેસી મેન્શન

ન્યુયોક સીટી

'અભિનંદન, મિ. મેયર! હોદ્દો સંભાળ્યા પછી એક હજાર મીટીંગ થઈ! એપોઇટમેન્ટ સેકેટરી મેયરની ઓફિસનું બારણું ખેાલી અંદર પ્રવેશતાં કહ્યું. ૪ર વર્ષ નો ઈમાન્યુએલ ન્યુમેન દિદારે લઘરવઘર રહેતો હતેા પણ કામમાં તેનો જોટો નહેાતો.

મેયરે ચશ્મા ઉતારી ઊંચે જોયું. ‘તુ ગણત્રી રાખે છે, મેની ? '

'પૂરેપૂરી.’ મેયર હસ્યો પણ સામી દિવાલે સોફા પર બેઠેલી ડેપ્યુટી મેયર નેન્સી ડોલ્બી હસી નહિ.

નેન્સી ડોબલી મેની ન્યુમેનથી સાવ ઉલ્ટી પ્રકૃતિની હતી. ૩૭ વર્ષની ઉંમરે પણ એવી ટાપટીપ રાખતી હતી કે કાઈ એને મોડેલ જ માની બેસે. ખભા સુધી લટકતા સોનેરી વાળ તેને ઉંચા હાડકાવાળા ગાલને ઓર દીપાવતા હતા. તે હજી પરણી નહોતી. વાર્ષિક ૪૪૯૫૦ ડોલરની આવક ધરાવતી નેન્સીને કામ સિવાય બીજા કશામાં રસ નહેાતો.

' મેની, ' નેન્સીએ કહ્યું. ' સમય બરબાદ કર્યાં કરતાં કામની વાત કર યુનોમાં હાસમ અલ-વાસીની હાજરી વિશે આપણે સવારે સલામતી મીટીંગ ભરવાની છે.'

'હા.'

'તો?'

'કમીશ્નર ઓફ પોલીસ, ગૃહખાતાનો પ્રતિનિધિ, યુનો સ્ટાફનો આપણો માણસ, એફબીઆઈ એજન્ટ ફીલીપ મીલાડૅ અને આપણેા કૅપ્ટન લાઉ-દ-પેટ્રો બહાર બેઠા છે.' યુનોમાં અલ-વાસીના પ્રવચન વેળા સલામતી વ્યવસ્થાની ચર્ચા અંગે?'

‘હા.'

'૪થી ઓક્ટોબરે?'

'હા, મિ. મેયર.'

'તેમને અંદર બોલાવ.'

સૌ અંદર આવ્યા. સત્કારવિધિ થઈ. પેાલીસ કમીશ્નર જેક એન્ડ્રુઝ કહ્યું, ' અમારૂં એટલે કે પેાલીસ- ખાતાનું કામ અલ-વાસીના આગમનના બે દિવસ પહેલાં ભેગાં થનારા લોકોના ટોળાંને કાબુમાં રાખવાનું છે. અમે ૪૨ થી૪૮મી શેરીથી પહેલી એવન્યુને કોરડન કરવાના છીએ.’

'તે આવીને બીજા દિવસે જતો રહેવાનો છે?' યસ, સર તેને એમ્બસી નથી. આરબો તેતે સંઘરે નહિ. યુનોમાં જવા સિવાય તેની પાસે યુ. એસ. નો વીસા નથી એ જ રીતે તેના મઈનીશોને પણ નથી.'

‘હું માનું છું બે દિવસ પુરતા છે.’

‘યસ, સર. જે કોઇ પેાલીસ કોડન તોડશે તેને રોકવામાં આવશે. ટોળાને વિખેરવા ટીયરગેસ છેાડવામાં આવશે, ઉપરાંત વેગનો પણ રાખવામાં આવશે? ’

'વેગનો?'

'હા, ધરપકડ કરીને પુરવા માટે.' કેપ્ટન દ પેટ્રોએ વચ્ચે કહયું. ‘ઉપરાંત અમારી પાસે અસંખ્ય દંડા અને પીસ્તોલેા પણ હશે.'

પેડમાં લખતી ડોલ્બીએ ઉંચે જોયું. 'દંડા માથા પર ન મારશો. અને ગોળીબાર ન થાય ત્યાં સુધી પીસ્તોલેા પણ વાપરશો નહિ.’

'કૅપ્ટન દ પેટ્રો,' મેયરે કહયું. ‘તારા ચીફે કહેલું કે તું લોકોના ટોળાં કાબુમાં રાખવાની અજબ કુનેહ ધરાવે છે.'

'પણ તારી વિચારશકિત પર મને શંકા જાય છે. એક વસ્તુ સમજી લે, આમારો ધ્યેય ટેાળામાંથી કોઈ અલ-વાસી પર હુમલેા ન કરે, અલ-વાસી યુનોમાં સલામત રીતે પ્રવચન કરીને શહેરની બહાર જતો રહે તે જોવાનો છે. તારે ફકત યુનોની સલામતી જાળવવાની છે, બસ ટોળું થોડું ઉશ્કેરાશે જ. તારે આંખ આડા કાન કરવાના છે. પરિસ્થિતિ વણસે તો જ ધરપકડ કરવાની છે, સમજ્યો?’

‘યસ, સર.'

'હવે યુનોની જગ્યાઓની વાત કરીએ.'

‘સામાન્ય રીતે તે આપણા કાર્યક્ષેત્રમાં નથી. આપણે ત્યાં મુકત રીતે કાર્યવાહી કરી શકીએ નહિ. તે આંતરરાષ્ટ્રીય ટેરીટરી ગણાય છે. ત્યાં ફક્ત યુનોની સલામતી અને સુરક્ષા જ કામ કરી શકે છે. પહેલી એવ-ન્યુમાં કોઈ પોલીસ કોર્ડન તોડે તો જ આપણે સક્રિય બની શકીએ. દરવાજો કૂદીને અંદર ગયા પછી કોઈ વ્યક્તિ યુનોના ગાડૉના કાર્યક્ષેત્રમાં આવે છે.’

'ધારોકે અંદરથી કોઇ અલ-વાસીની પાછળ પડે તો?'

'આપણે યુનોના સેક્રેટરી-જનરલને વાત કરી,' એન્ડુઝે ક્હ્યું ‘જે દિવસે અલ-વાસી પ્રવચન કરવાનો હોય તે દિવસ પુરતા યુનોના ગાર્ડાને ખસેડી આપણા સલામતી દળને ગેાઠવી દઈએ બીજાઓની જેમ અલ- વાસીને સાથે પાંચ મદદનીશેા લાવવાની છૂટ અપાઈ છે. આપણે દરેક દેશના ૬ પ્રતિનિધિઓ સિવાય બીજા કોઈને અંદર નહિ જવા દઇએ.

'યુનોના સ્ટાફ, વેઈટર કે જેનીટરનું શુ?'

‘તે મુશ્કેલી ઉભી નહિ કરે કારણકે આપણે તેમને અંદર આવવા દઈશું નહિ. દરેક દેશના ૬ જણ સિવાય બીજા કોઈને અંદર નહિ એટલે નહિ જ પ્રવેશવા દેવાય. થોડાક અખબારીઓ સિવાય.’

 

'ડેલીગેટો પાસે પાસ હશે ને?' મેયરે પુછ્યું.

પેટ્રોએ કહયું 'હું ડેલીગેટોના બારણા બહાર તેમના ચહેરાના ફોટાવાળા આલ્બમ સાથે ઉભો રહેવાનો છું. તેથી નકલી પાસવાળાઓ અંદર નહિ આવી શકે. સલામતી ફુલપુફ રહેશે. અચૂક.’

'ફીલ, પેલી તારી અફવાઓ તો કહે.' કમીશ્નરે એફબીઆઈ એજન્ટને કહ્યું.

'કઈ અફવાઓ?’ મેયરે પૂછ્યું.

'છે તો અફવાઓ પણ તેમાં મુશ્કેલીના અણસાર વર્તાય છે.’

'કયાં? અહી?'

'અહીં ન્યુયોકૅમાં નહિ. જો કોઈ અહીં યોજના ઘડતું હોય તેા પણ તે ખબર પડયા વિના રહે નહિ.’

'તો?'

'માહિતગાર સાધનો દ્વારા જાણવા મળ્યું છે કે જો અલ-વાસીના પ્રવચનનું કોઇ પરિણામ ન આવે તો અમુક ત્રાસવાદીઓ કોઈક યેાજના અજમાવે ખરા તેઓ કયાં, શું, ક્યારે બનશે તે વિશે કંઈ જાણતા નથી. અરેબીયા કે બીજે ક્યાંક કંઈક અસામાન્ય પ્રવૃત્તિ થઈ રહી છે.’

'કેવી?'

'ત્રાસવાદીઓ ગાયબ છે.'

'બસ?'

'હા.'

‘એમાં શું?’

‘ઇઝરાયલીઓએ કંઈ બને એવી શકયતાથી આપણને ચેતવ્યા છે જેથી એફબીઆઇ ચાંપતી નજર રાખવા માગે છે.'

‘એટલે કે ઈઝરાયલી જાસૂસીખાતાને કશીક ગંધ આવી છે?'

'હા.’

'શું તે નથી જાણતા?’

'થશે કે કેમ તે નથી જાણતા.’

'ઈઝરાયલીઓ સામાન્ય રીતે ગભરાતા નથી. આવું કંઈક બને તે સામે આપણી તૈયારી ખરી?'

'જો મુશ્કેલી ઉભી થાય તે આપણે તૈયાર છીએ.’

'પ્રેસીડેન્ટ તો વોશીંગટનમાં જ રહેવાના છે ને?'

'યસ, સર,' એન્ડુઝે કહ્યું.

મીટીંગ પુરી થપાના સંકેતરૂપે મેયર ઉભો થયો. 'હું મધ્યપુવૅમાં પતાવટે પહેાંચવા માટે સંમત થાઉં છું. પરંતુ માત્ર એ જ કારણસર અલ-વાસીને યુનોના મંચ પરથી પ્રવચન કરવા દેવાનું મને સમજાતું નથી.'

'ખરૂં કહ્યું, મિ. મેયર,’ એન્ડુઝે કહ્યું. 'પણ શું થાય?’

'હા. શું થાય ? નિભાવવું તો પડશે.'

*

13 મી સપ્ટેમ્બર

દક્ષિણ લેબેનેાન

અઝીયેની ઉત્તરે આવેલી વસાહત ગામ કહી શકાય એટલી મોટી નથી. દક્ષિણ લેબેનોનમાં લીટાની નદીની દક્ષિણે સાત આઠ કિલેમીટર દૂર આવેલી ટેકરીઓમાં બાંધેલી લાકડાની નાની નાની કાટડીઓનુ તે બનેલું છે. ત્યાં પહોંચવા માટે એક કાચો રસ્તો છે જે ઘટાટોપ વૃક્ષોથી ચોમેર છવાયેલો રહે છે. આ ગીચ અને ગાટ વૃક્ષોમાં પંખીઓએ પોતાના માળા અને પેલેસ્ટાનીયન ગેરીલાઓએ પોતાના અડ્ડા બનાવા છે.

પહાડના અંદરના ભાગમાં આવેલી આવી એક ખોલીમાં હાસમ અલ-વાસી ભોય પર બેઠેલા ૧૭ જણ સામે ઉભો હતો. તેઓ બધા કાળા, ગંભીર અને આટોમેટીક હથી. યારોથી સજ્જ હતા.

'તમારામાંના દરેક મહિનાઓ સુધી અલગ અલગ મારી સાથે કામ કર્યું કે મેં તમને દરેકને વચન આપ્યું છે કે જે મીશન આપણે પાર પાડવાના છીએ તે ઈતિહાસમાં અભૂતપૂર્વ બની રહેશે વિશ્વભરની યાદદાસ્તમાં તમે સદાને માટે અંકિત થઈ જશો. મારામાં વિશ્વાસ મૂક્યો

છે. હું પણ તમને ફરી વચન આપું છું કે હવે પછીનું આપણું સાહસ પેલેસ્ટાનીયન મુક્તિના લડવૈયાઓ તરીકેના તમારા જીવન અને ઘણા વર્ષના સંઘર્ષ ની પરાકાષ્ટાપ બની જશે.'

અલ-વાસીનું કપાળ ગરમીથી પરસેવાવાળું થઈ ગયું હતું. હજી સવારના આઠ પણ વાગ્યા નહોતા છતાં તે કોઈ જાતની દુવિધા અનુભવતો નહોતો.

‘આપણા પ્રયત્નોના નિચેાડ ઉપર દષ્ટિપાત કરવા આજે મેં તમને અહીં એકત્રિત કર્યાં છે. ભેગા મળવાથી આપણી ટુકડી એક મોટી ટુકડી બની છે. તમારી ખાસ તાલીમ, રોહસેલો એક સંક્ષિપ્ત પ્લાનના ભાગરૂપ છે. તમે દરેક અલગ અલગ કામ કરવાના નથી. એ આખા કામના તમે અગત્યના ભાગરૂપ છો.

'તમારે દરેકને ત્રણ માણસોની ટુકડીની નેતાગીરી લેવાની છે. આ ત્રણ જણ પણ સંનિષ્ઠ અને વિશ્વાસુ છે. તમારી અદકેરી હિંમત અને લડાયક પાશ્ચૅભૂમિજ આધારે મેં તમને દરેકને તમારી ટીમના નેતા તરીકે ચૂંટયા છે.'

અલ-વાસી થેભ્યો અને તેના કાળા વાંકડિયા વાળમાં હાથ ફેરવ્યા. લીધા તપખીરી અધૅ લશ્કરી ગણવેશ અને કમરે એમ્યુનીશનના પટ્ટાથી સજ્જ બેઠેલા ૧૭ જણા પરસેવે તરબતર હોવા છતાં હાલ્યાચાલ્યા વગર તેને તાકી રહયા હતા.

અલ–વાસીએ તેના માણસો સામે જોયું. હેતુની ગંભીરતાથી પ્રભાવિત કરવા નજર સાથે નજર મિલાવવાનું અગત્વનું હતું. તે એક પછી એક ખૂંખાર લડવૈયા સાથે નજર મિલાવી રહયો. દરેક લડવૈયાએ તેની સાથે ખમચાયા વિના નજર મિલાવી.

'પોતપોતાની ટુકડી સાથે તમે જે કાયૅ કરવાના છો તેની શ્રેણી બુધ્ધતા ફકત હું જ જાણું છું. તમારી એ કામગીરીઓ અને એકંદર યેાજના વિશ્વભરમાં પ્રસિધ્ધ થશે. તમને સંકેત દ્વારા તમારું એસાઈનમેટ પાર પાડવાની સુચના અપાશે. ટુંકમાં, આખી યોજના સ્વયં-સંચાલિત છે. તમે દારૂગોળો પણ છો અને જામગરી પણ છો. પાછળથી હું તમને દરેકને અલગ અલગ સૂચના આપીશ તમારા પૂર્વાધિકારીઓ સફળ થવાનું સાંભળ્યાના બે દિવસ પછી તમારું ઓપરેશન શરૂ થશે. બ્હીશો નિહ કે તેઓ સફળ નહિ થાય. આખું વિશ્વ તે સાંભળશે.'

તેણે જમીન પર પડેલી વોટરબેગ ઉપાડી. ઢાંકણુ ખોલીને મોએ માંડી. પાણી ગરમ હતું છતાં તે ઠંડક અનુભવી રહયો. આયાજકો અને કાર્યકરોની સાથે સતત ચર્ચામાં તેણે ૫૩ કલાક ગાળ્યા હતા.

એક ઠીંગણો, ગંભીર માણસ ઊભો થયો. ‘હજી વધુ કંઈ જાણવાનું છે?'

'આખો પ્લાન અને બનાવોની શ્રેણી બદ્ધતા ફકત હું એકલો જ જાણું તે હેરફેર અને હિલચાલ માટે અગત્યનું છે.

'આખો પ્લાન અને બનાવોની શ્રેણી બદ્વતા ફક્ત હું એકલેા જ જાણું તે હેરફેર અને હિલચાલ માટે અગત્યનું છે.' અલ-વાસીએ કહયું. 'કમનસીબે કદાચ એકાદો નિષ્ફળ જાય તેા તે દુશ્મનને ઉપયોગી માહિતી નહિ આપી શકે. તમે ફક્ત જે કામ કરવાના છો એનાથી વધુ બીજું કંઈ જાણતા નહિ હો. જ્યારે મીશનનો મારો ભાગ શરૂ થશે ત્યારે આખુ વિશ્વ તે જાણશે, તેથી તમે પણ જાણશો હું વિશ્વના કોઈ પણ ભાગમાં કાયમને માટે દષ્ટિગોચર થઈશ. કેવી રીતે એ ન પૂછશો.

બેઠેલા શખ્સોએ ડોકાં હલાવ્યાં. પ્રશ્ન પૂછનાર માણસ નીચે બેઠો.

'કોઈ પ્રશ્નો?' અલ-વાસીએ કપાળ લૂછતાં લૂછતાં દરેક પર નજર ફેરવી. કોઈ પ્રશ્નો નહોતા. તેઓ આખરી આદેશની રાહ જોતા હતા.

'અલ્લાહ અને હાસમ-અલ-વાસી પર ભરાસો રાખો-તમે જીતશો. હવે આપણે એ સાહસ હાથ ધરીએ છીએ જે પેલેસ્ટાઈન આપણને પાછું અપાવશે. આપણે એ જમીન ઉપર એક ચોકકસ માગૅ મુસાફરી શરૂ કરવાની તૈયારીમાં છીએ.

‘ઇઝરાયલીઓ હઠીલા છે પણ આપણે તેમને મસળીશું, ખત્મ કરી નાખીશું અને દુનિયા આપણી સાથી બની રહેશે.

'સજ્જનો, તમે ઇતિહાસના અપૂર્વ અને મહાન એવા એક સાહસના ટુંક સમયમાં જ ભાગ બનશો આપણે વિશ્વને હાઈજેક કરવા જઈ રહયા છીએ.'

***