ભાગ:૨
હિન્દુસ્તાન માં સ્ત્રીઓના ગુનાઓમાં બળાત્કાર ચોથા ક્રમાંકે આવે છે. દિલ્હી ગેંગરેપ , મુંબઈ ગેંગરેપ, શક્તિમિલ મુંબઈ ગેંગરેપ, કથુઆ રેપ કેસ , અજમેર રેપ કેસ, ઉનાવ રેપ કેસ, અને નિર્ભયા રેપ કેસ ; આ તો જે બહુ ચર્ચિત કેસો ની નામાવલી છે. આવા તો કેટલાં કહ્યા - અનકહ્યા કેસીસ થતાં હશે. આ લખતા મારું હ્રદય પણ દ્રવી ઉઠ્યું અને હાથ પણ કંપી ઉઠ્યાં . આતો પુખ્ત સ્ત્રી ઓની વાત થઈ. બેશરમ પુરુષ ૬ વર્ષની બાળકી ને પણ નથી બક્ષતો. ઘોર કળયુગ મા જીવી રહ્યાં છીએ આપણે. શું આ હેવાનોએ નારી ના કુખે જન્મ નથી લીધો? શું તેમની બહેન , પુત્રી કે માતા નો વિચાર એક પણ વાર નહી આવ્યો હોય ? આજે આપણે શિક્ષણ સંસ્થાઓ , કોલેજો, શાળાઓને બીજું મંદિર ગણતા હોઈએ છીએ અને શિક્ષકોને દેવતા . પરંતુ આ રક્ષક ભક્ષક નું સ્વરૂપ ક્યારે ધારણ કરી લે છે ખબર જ નથી પડતી. ફૂલ જેવી નાજુક બાળકી ક્યારે કરમાઈ જાય છે ખબર જ નથી પડતી. છોકરીઓ આજે શાળામાં, બસ , ટ્રેન, શાળાની વેન માં ક્યાંય સેફ નથી. અરે! પોતાના ઘર મા પણ આજે છોકરીઓ સલામત નથી. આજના આ ટેકનોલોજી યુગ મા બધું જ શક્ય છે; જી. પી. એસ ટ્રેકર થી લોકેશન ટ્રેક કરી છોકરી ઓની ધ્યાન રાખી શકાય , છતાં આ કળયુગ ના ઈનટરનેટ દેવતા પર પણ ભરોસો ના મુકાય , સ્ત્રીઓ પર થતા અત્યાચાર રોકવા મા એ સક્ષમ નથી. સરકારે જરૂરી પગલાં લેવા માં કોઈ કસર નથી છોડી . પુલિસ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે . તો ચૂક ક્યાં થઈ રહી છે. એ વિશે ગહન વિચાર કરવાની જરૂર છે.
જો મારી માનો તો ચૂક બાળકના ઉછેરમાં થાય છે. જાણે- અજાણે આપણે હંમેશા છોકરા અને છોકરી વચ્ચેનો તફાવત કરતા આવ્યા છીએ. હંમેશા છોકરાને ઘર માં વધારે માન આપતા આવ્યા છીએ. હંમેશા છોકરીને દબાણ આપી ચૂપ કરવામાં આવે છે. છોકરાઓને રાતે હરવા-ફરવાની છૂટ, છોકરીઓને દસ વાગ્યા પહેલા ઘરે આવવાની ચેતવણી, છોકરીએ આમ કપડા પહેરવા, આમ ઉઠવું- આમ બેસવું આ બધી રોકટોક છોકરાઓને કેમ નહીં? છોકરો રડે તો એને બાયલો કે નમાલો કે છોકરીની જેમ કેમ રડે છે, એમ કહીને એના પુરુષત્વના અહમને પોષવામાં આવે છે. આવું કેમ? છોકરાઓ કેમ રડી ના શકે? પોતાની ભાવનાઓ કેમ વ્યક્ત ન કરી શકે? છોકરાઓને પણ ઘરે સમયસર આવવાની ફરજ પાડો. છોકરાઓને પોતાની બહેન કે પછી બીજી છોકરીઓ દરેક સાથે સમ્માનપૂર્વક વર્તવાની સમજ આપો. આ બધું એક માતા તો કરશે જ! પરંતુ આપણી શિક્ષણ પ્રથામાં પણ આનો સમાવેશ થવો અતિ આવશ્યક છે. સાયકાયટ્રિસ્ટ્ (મનોચિકિત્સક) ડોક્ટર સાથે મળીને આ વિષય પર જાગૃતતા ફેલાવવાની તાતી જરૂર છે. અમુક ઉંમર પછી શાળાઓમાં સેક્સ એડયુકેશન આપવાનું મહત્વનું બની રહે છે. ઘરના, પરિવારના અને સમાજના દરેક વ્યક્તિએ આ વાત સમજવાની જરૂર છે. બળાત્કાર ક્યારે નાના- ટૂંકા કપડાઓથી નહીં પરંતુ નાની- ટૂંકી સોચથી થતો હોય છે. દ્રશ્ય આટલું અશ્લિલ ત્યારેજ થાય જ્યારે દ્રષ્ટિ અશ્લિલ હશે.
મા લક્ષ્મી, મા સરસ્વતીની ચાહે કેટલી પણ પૂજા કરી લો, કે પછી નવ દિવસના અખંડ ઉપવાસ કરી લો. પરંતુ જો નારીનું સત્કાર કરતા નહિ શીખ્યા તો બધું બેકાર છે. દરેક શાળાઓમાં સેલ્ફ ડિફેન્સ ફરજિયાત શીખવવામાં આવવું જોઈએ. દરેક નાની-મોટી સ્ત્રીએ આ શીખવું અતિ આવશ્યક છે. પોતાનો બચાવ કરવા સેલ્ફ ડિફેન્સ ખૂબ મહત્વનું અંગ છે. પોતાના સ્વબચાવ માટે દરેક સ્ત્રીઓને સ્પ્રે કે ચાકુ રાખવો અત્યંત જરૂરી બની રહે છે. સરકારે સેલ્ફ ડિફેન્સ શીખવવાના સેન્ટરો ખોલવા જોઈએ અને સ્ત્રીઓને ત્યાં મફત ટ્રેનિંગ આપવી જોઈએ. આવા સેન્ટરો દરેક એરિયામાં ખુલે એવી સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવે છે. આધુનિક વસ્ત્રો, રહેણી કરણી કે ટેકનોલોજીથી સમાજ નહીં બદલાય,સોચ બદલશો, વિચાર બદલશો તોજ જમાનો બદલાશે.
To be continued....
તો ચૂક ક્યાં થઈ રહી છે???
તમારા મંતવ્યો જણાવવા આગ્રહ...
Thank you 😊