Sailab - 10 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સૈલાબ - 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સૈલાબ - 10

૧૦ : પ્રભાતની શંકા...!

દિલીપની કાર્યવાહીમાં હવે ઝડપ આવી ગઈ હતી. એનું દિમાગ એકદમ સક્રિય બની ગયું હતું. અને તે પળે પળે નવી નવી વાતો વિચારતો હતો.

એણે ગણપતને મોટરબોટ તથા હથિયારોની વ્યવસ્થા કરવાનું જરૂર કહી દીધું હતું. પરંતુ એના પ્રયાસો હજુ પણ જેલમાંથી ફરાર થવાની જરૂર ન પડે, એવા જ હતા. શક્ય હોય તો તે એમ ને એમ જ પ્રભાત પાસેથી ફાઈલ તથા પેઈન્ટિગ વિશે જાણી લેવા માંગતો હતો.

અલબત્ત, આ કામ સરળ નથી એ હકીકતથી પણ તે પૂરેપૂરો વાકેફ હતો. પરંતુ તેમ છતાંય એ દિવસે એણે તક મળતાં જ આ બાબતમાં પ્રભાત સાથે વાત કરી. બપોરના બે વાગ્યા હતા. પ્રભાત કોઈક કેદી પાસેથી ગંજીપત્તો લાવ્યો હતો અને અત્યારે બંને ચબૂતરા પર બેસીને રમી રમતા હતા.

'કાલ રાતથી મારા મગજમાં એક વાત ગુંજે છે પ્રભાત... !' રમતાં રમતાં જ દિલીપે વાતચીતની શરૂઆત કરી.

'કઈ વાત...?'

'તે મને તારી પ્રેમ કથા જણાવી હતી, જેને કારણે તું આ અંજામ સધી પહોંચ્યો છે. રાત્રે સૂતાં સૂતાં અચાનક મારા મગજમાં એક ખતરનાક વિચાર આવ્યો.'

'કેવો વિચાર...?'

પ્રભાતે ઉત્સુક અવાજે પૂછ્યું 'મને એવો વિચાર આવ્યો કે જે રૂખસાનાને તું આટલો ચાહે છે. જેને ખાતર તે દેશ સાથે પણ દગો કર્યો... ! હવે ઘડીભર માટે માની લે કે એ જ રૂખસાના જો તારી સાથે બેવફાઈ કરતી હોય... તારી લાગણી સાથે રમત કરતી હોય... અને આ વાતની તને ખબર પડે તો તું શું કરીશ? તને ખબર પડે કે રૂખસાનાને તારા પ્રત્યે કોઈ પ્રેમ-બેમ નહોતો તો એ સંજોગોમાં તારી શી હાલત. થશે... ?'

“ન...ના...” પત્તા ઉંચકતાં ઉંચકતાં પ્રભાતનો હાથ થંભી ગયો, એણે નર્યા અચરજથી દિલીપ સામે જોતાં કહ્યું, 'એવું બને જ નહીં... ! મારી રૂખસાના કદાપિ એવું કરે જ નહીં..! એના વિશે આવી હલકી વાતની કલ્પના કરવી પણ મારે માટે પાપ છે!' પ્રભાતની વાત સાંભળીને દિલીપના હોઠ પર રમતિયાળ સિમિત ફરકી ગયું.

'આ દુનિયાનો અસલી રંગ અને અસલી મિજાજ તેં કદાચ નથી જોયો દોસ્ત... !'

દિલીપ ગંભીર અવાજે બોલ્યો, 'મેં આ દુનિયાને બહુ નજીકથી જોઈ છે. આ દુનિયામાં કશું જ અશક્ય નથી. થોડા દિવસો પહેલાં તેં મને એક વાત કહી હતી. તારી એ વાતનું હું અત્યારે પુનરાવર્તન કરું છું. વિશ્વાસમાંથી જ હંમેશા વિશ્વાસધાતનો જન્મ થાય છે. એવું તેં કહીને ફાઈલ તથા પેઈન્ટિગની બાબતમાં મને જણાવવા અંગે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વાત તેં મારે માટે ઉચ્ચારી હોવા છતાંય મને શા માટે ખોટું નહોતું લાગ્યું એની તને ખબર છે...?'

'ના, કેમ...?'

‘ખોટું એટલા માટે નહોતં લાગ્યું કે તારી આ વાતમાં ભારોભાર સચ્ચાઈ હતી. નરી આંખે ન જોઈ શકાય એવી હકીકત એની પાછળ છુપાયેલી હતી. જ્યારે વિશ્વાસનું કાચું પ્લાસ્ટર ઉખડે છે, ત્યારે તેની પાછળ ઢંકાયેલી હકીકત ઉજાગર થાય છે. તારી એ વાત સમય તથા અનુભવની ભઠ્ઠીમાં પકાવેલી હતી. અને અત્યારે તું પોતે રૂખસાનાં પર આટલો ભરોસો કરે છે. એ વાત મને કંઈ સમજાતી નથી... !'

'એટલા માટે નથી સમજાતી કે હું રૂખસાનાની ગણતરી દુનિયામાં નથી કરતો.' પ્રભાત સહેજ રૂક્ષ અવાજે બોલ્યો, 'મારે માટે એ આખી દુનિયાથી સાવ અલગ છે... !' દુનિયાનાં તમામ લોકોથી પર છે. તે મને અનહદ ચાહે છે, એ હું જાણું છું.’

'આ તારો ભ્રમ પણ હોઈ શકે છે!'

'શું એ શક્ય નથી કે...’ દિલીપે નાટકીય ઢબે કહ્યું, ‘રૂખસાનાને તું ખરા હૃદયથી આટલી ચાહે છે, તે વાસ્તવમાં પાકિસ્તાનની જાસૂસ ન હોય...? આઈ.એસ.આઈ.ની ઍજન્ટ હોય અને આઈ.એસ.આઈ.ના કહેવાથી જ એણે તારી સાથે પ્રેમનું નાટક કર્યું હોય...?'

'આઈ.એસ.આઈ...?' પ્રભાત એકદમ ચમક્યો. રમવાનું તો સાવ ભૂલી જ ગયો હતો.

‘હા...'

'પણ આઈ.એસ.આઈ. એવું શા માટે કરે...?'

'આઈ.એસ.આઈ.ને તારા પર તથા તારા સિનિયર ઓફિસર વિનાયક બેનરજી પર શંકા ઉપજી હોય અને વાસ્તવિકતા જાણવા માટે તેમણે રૂખસાનાને તારી પાછળ કામે લગાડી હોય, એ બનવાજોગ છે... !' દિલીપે રહસ્યનું એક વધુ પડ ઉખેડ્યું,

'ભલે હું તો ત્યાં સુધી કહું છું કે રૂખસાનાનાં જે પતિ સાથે તારી મુલાકાત થઈ હતી, એ પણ વાસ્તવમાં એનો પતિ નહોતો. એ પણ ચોક્કસ આઈ.એસ.આઈ.નો જ કોઈક એજન્ટ હતો. એણે તથા રૂખસાનાએ ભેગા મળીને જ આખું નાટક ભજવ્યું... ! બંનેએ તને મૂરખ બનાવ્યો...!'

'તારી વાત ખૂબ વિચિત્ર છે... !' કહેતાં કહેતાં પ્રભાતના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઉતરી આવ્યું હતું, 'પરંતુ આ બધું કહેતી વખતે એક વાત તારા મગજમાંથી નીકળી ગઈ લાગે છે!'

'કઈ વાત...?'

'એ જ કે મેં રૂખસાનાને કશુંય છૂપાવ્યા વગર મારો વાસ્તવિક પરિચય આપી દીધો હતો. હું તથા બેનરજી સાહેબ ભારતીય જાસૂસો છળીએ. એ વાત પણ મેં તેને જણાવી દીધી હતી. હવે જો ખરેખર રૂખસાના આઈ.એસ.આઈ.ની એજન્ટ કે પાકિસ્તાની જાસૂસ હોત તે મને ત્યારે ને ત્યારે જ, ઈસ્લામાબાદમાં જ પાકિસ્તાની પોલીસના હાથમાં ન પકડાવી દેત? એ સંજોગોમાં હું ભારત કેવી રીતે આવી શકત... ?'

'એણે તને પકડાવવાનો પ્રયાસ પણ કર્યો હોય, એ બનવાજોગ છે !

‘તો પછી પકડાવી શા માટે ન શકી...? પાકિસ્તાનનાં એક આઈ.એસ.આઈ.ના એજન્ટ માટે કોઈને પણ પકડાવી દેવાનું કામ સાવ રમત વાત છે... !'

'તું સાચું કહે છે...!' દિલીપ ગંભીર અવાજે બોલ્યો.

'આઈ.એસ.આઈ.નાં એજન્ટ માટે આ કોઈ મુશ્કેલ કામ નથી. પરંતુ રૂખસાના તારી ધરપકડની વ્યવસ્થા માટે પોતાના ચીફ પાસે જતી હોય, ત્યારે કોઈ પણ કારણસર એ તેમના સુધી ન પહોંચી શકી હોય, એ બનવાજોગ છે.'

‘કયા કારણસર...?'

'જેમ કે એની કારને અકસ્માત નડ્યો હોય તથા તે બે-ચાર દિવસ માટે ભાન ગુમાવી બેઠી હોય અને આ દરમિયાન તું પાકિસ્તાન છોડીને ભારત પહોંચી ગયો હોય. એવું ન બને...?'

દિલીપનો સવાલ સાંભળીને જાણે એણે કોઈ રમૂજભરી વાત ઉચ્ચારી હોય એમ પ્રભાત ખડખડાટ હસી પડ્યો.

'શું વાત છે...?' દિલીપે હેબતાઈને એની સામે જોતાં પૂછ્યું, 'તું હસે છે શા માટે...?'

'તારી વાત જ હસવા જેવી છે શંકર... !'

તારું મગજ વિચાર અને કલ્પના કરવાની બાબતમાં ક્યાંનું ક્યાં પહોંચી જાય છે, એ જોઈને મને હસવું આવે છે!'

‘પ્રભાત... !' દિલીપ ગંજીપત્તો એક તરફ મૂકીને ગંભીર અવાજે બોલ્યો, 'જેને તું મારી કલ્પના માને છે, એ કલ્પના સાચી પણ હોઈ શકે છે!'

'ના...'

'શું, ના...?'

‘તારી કલ્પના કોઈ સંજોગોમાં સાચી કરી ન હોઈ શકે...?'

'અને જ હું આ કલ્પનાને સત્ય પુરવાર કરી બતાવું તો...?' દિલીપે ભારપૂર્વક પૂછ્યું.

હવે પ્રભાતના ચહેરા પરથી હાસ્ય અદૃશ્ય થઈ ગયું અને તેનું સ્થાન ગંભીરતાએ લઈ લીધું.

'બોલ, હું આ કલ્પનાને હકીકત કરી બતાવું તો તું શું કરીશ...?' દિલીપે ફરીથી પૂછ્યું.

'તો પણ મને ભરોસો નહીં બેસે...!' પ્રભાત એક એક શબ્દ પર ભાર મૂક્તતાં બોલ્યો, 'એ સંજોગોમાં પણ હું એમ જ કહીશ કે મેં જે કંઈ જોયું છે, તે ખોટું છે... ! જે કંઈ સાંભળ્યું છે, તે ખોટું છે... !'

'ભરોસો ન બેસવાનું કારણ કહીશ...?

‘કારણ એક જ છે... !'

‘શું ?'

'એ જ કે મને મારા પ્રેમ પર, મારા જીવ કરતાં પણ વધુ ભરોસો છે ! મારી રૂખસાના ક્યારેય મારી સાથે દગો ન જ કરે. એની મને પગના અંગૂઠાથી માથાંના વાળ સુધીની પૂરી ખાતરી છે!'

‘આ તારો પ્રેમ નહીં, તારું ગાંડપણ છે પ્રભાત... ! તારો અંધવિશ્વાસછે.. !'

'તારે જે માનવું હોય તે માન... !' પ્રભાત ગાંડપણ ભર્યા અવાજે બોલ્યો, 'પણ મારી નજરે આ જ પ્રેમ છે...! અને હવે તો મને એક બીજી શંકા પણ ઉપજે છે... !' 'કેવી શંકા...?' દિલીપે ધબકતા હૃદયે પૂછ્યું.

'એ જ કે તું કોઈક સરકારી જાસૂસ છો અને તારા વિભાગે મારી પાસેથી ફાઈલ તથા પેઈન્ટિગનો ભેદ જાણવા માટે તને અહી મોકલ્યો છે... !'

'પ્રભાતના આ ધડાકાથી ઘડીભર તો દિલીપ જેવો દિલીપ પણ સ્તબ્ધ બની ગયો.

એના દિલો-દિમાગ પર પ્રભાતના શબ્દો જાણે કે વીજળીનુ રૂપ ધારણ કરીને ત્રાટક્યા હતા.

જ્યારે અંતિમ વાત ઉચ્ચાર્યા પછી પ્રભાત ત્યાં નહોતો રોકાયો.

તે ગંજીપત્તા ઊંચકીને તાબડતોબ ત્યાંથી ચાલ્યો ગયો હતો.

દિલીપ હવે એકદમ ગંભીર થઈ ગયો હતો. પ્રભાત સાથે વાત થયા પછી તે એટલું તો જરૂર સમજી ચૂક્યો હતો કે જો ફાઈલ તથા પેઇન્ટિંગનો પત્તો લગાવવો હોય તો જેલમાંથી ફરાર થવું જ પડશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એન્ડ ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધીને આ વાતથી તેને વાકેફ કર્યો

એની વાત સાંભળી નાગપાલ પણ ગંભીર થઈ ગયો. એ કોઈ કાળે તારી વાત પર ભરોસો કરવા માટે તૈયાર નથી ?

‘ના, અંકલ !' દિલીપ બોલ્યો, આંખોથી જે સૂરદાસ હોય, તેને તો હજુ પણ હાથ પકડીને રસ્તો પાર કરાવી શકાય છે. પણ અક્કલના આંધળાને કેવી રીતે રસ્તો પાર કરાવવો? પ્રભાત આવો જ એક અક્કલનો આંધળો છે. એના દિલો-દિમાગમાં રૂખસાનાના પ્રેમનું ભૂત ઘર કરી ગયું છે, તે કોઈ રીતે નીકળે તેમ નથી. તે રૂખસાનાની વિરુદ્ધ એક શબ્દ પણ સાભળવા માટે તૈયાર નથી. મેં મારી રીતે તેને સમજાવી જોયો છે. હવે જો હું એના પર વધુ દબાણ કરીશ તો મને એક બીજી વાતનો ભય લાગે છે !

'કઈ વાતનો ભય?'

'એ જ કે હું શંકર નામનો અપરાપી નહીં, પણ કોઈક સરકારી જાસૂસ છું. એની તેને ખબર પડી જશે.'

'આ તુ શું કહે છે? આ વાતની અને કેવી રીતે ખબર પડી શકે તેમ છે?'

'એ આપણી તમામ ધારણાઓ કરતા પણ અત્યંત બુદ્ધિશાળી અને ચાલાક છે. થોડી વાર પહેલાં મેં તેને રૂખસાનાની અસલિયત બસાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે એણે મારી સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં પોતાની શંકા વ્યક્ત કરી કે હું કોઈક સરકારી જાસૂસ હોઈ શકું છું.'

'તારી આ વાત પરથી તો એ ખરેખર ખૂબ જ ચાલાક લાગે છે...'

'હા બસ, એક સ્ત્રીના મામલામાં જ એની ચાલાકી ઝીરો છે... ! ખાસ કરીને રૂખસાનાની બાબતમાં .. ! એણે આંખો મીંચીને રૂખસાનાને પ્રેમ કર્યો છે ! પોતાનાં મગજના સ્ક્રુ ઢીલા કરીને પ્રેમમાં પડ્યો છે. જો એણે આ બાબતમાં અક્કલથી કામ લીધું હોત તો આજ તેની આ હાલત ન હોત... ! એ સંજોગોમાં રૂખસાના તેને મૂરખ ન બનાવી શકત !

'આનો અર્થ એ થયો કે બેલાપુરની જેલમાંથી ફરાર થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ખરું ને?'

'હા, અંકલ!'

ટ્રાન્સમીટર પર થોડી પળો માટે ભેંકાર ચૂપકીદી છવાઈ ગઈ. ‘અંક્લ ! છેવટે દિલીપ જ ચૂપકીદીનો ભંગ કર્યો, ‘એ સિવાય બીજો કોઈ ઉપાય મને નથી દેખાતો... ' પરમાણુ બોંબ વિશેની ફાઈલ તથા પેઇન્ટિંગ સુધી પહોંચવા માટે મારે આ પગલું ભરવું જ પડશે. અંકલ, મને એક મદદ જરૂર છે.'

'બોલ...

મારે એક માઇક્રોફોન સેટની જરૂર છે...! એક એવા માઇક્રોફોન સેટની કે જેમાં દિશા સૂચક યંત્ર પણ ફીટ કરેલું હોવું જોઈએ !'

'આ જાતના સેટનું જેલમાં તારે શું કામ છે?

'એ પણ ટૂંક સમયમાં જ તમને ખબર પડી જશે. હાલ તુરત તો શક્ય એટલું જલ્દી આટલી વ્યવસ્થા કરાવી આપો...

'ભલે... કાલે એક સી.આઈ.ડી. એજન્ટ તને તું કહે છે એવો માઈકોફોન સેટ પહોંચાડી જશે.'

'થેંક યુ...'

'બીજું કંઈ કામકાજ હોય તો બોલ... !'

'ના, હાલ તુરત આટલું પૂરતુ છે.' 'છતાંય કંઈ કામ હોય તો બેધડક જણાવી દેજે.'

‘ભલે... દિલીપે ટ્રાન્સમીટર બંધ કરીને યથાસ્થાને છૂપાવ્યું. ત્યાર બાદ એણે ટૉયલેટનો દરવાજો સહેજ ઉઘાડીને બહાર નજર કરી.

દૂર દૂર સુધી કોઈ નહોતું દેખાતું.

તે બહાર નીકળીને પોતાની બેરેક તરફ આગળ વધી ગયો.

અત્યારે એનાં દિમાગમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું. રાત્રે પીતાંબર ચૂપચાપ નકશો બનાવીને દિલીપ પાસે પહોંચ્યો 'એ લે ભાઈ...!' એણે નકશાવાળો કાગળ તેને આપતાં કહ્યું, 'મેં ખૂબ જ ચીવટથી જેલ કોલોનીનો નકશો બનાવ્યો છે. ક્યાંક કોઈ ખામી નથી રહેવા દીધી. આ નકશાના આધારે તમે બંને સહેલાઈથી જેલરના બેડરૂમ સુધી પહોંચી શકશો. ક્યાંક કોઈ ગરબડ નહીં થાય... !

દિલીપે નકશાનું નિરીક્ષણ કર્યું. ખરેખર પીતાંબરે નકશો બનાવવામાં ખૂબ જ મહેનત લીધી હતી. નકશો તૈયાર કરવામાં એણે ક્યાંય કોઈ ખામી નહોતી રાખી. કોલોનીમાં જે જગ્યાએ જેલરને ક્વાર્ટર હતું, ત્યાં એણે ગોળ સર્કલ કર્યું હતું. જેથી ક્વાર્ટર ઓળખવામાં કોઈ ભૂલચૂક ન થાય. નકશો જોઈને પ્રભાત પણ ખબ જ પ્રભાવિત થયો હતો.

'વાહ પીતાંબર... !' દિલીપે પીતાંબરની પીઠ થપથપાવતાં પ્રસન્ન અવાજે કહ્યું. 'તે આ ખરેખર કાબિલે તારીફ કામ કર્યું છે.'

પોતાનાં વખાણ સાંભળીને પીતાંબરની છાતી ગજગજ કલવા લાગી.

એણે આદત મુજબ ગર્વભેર પોતાની પૂળા જેવી મૂંછ પર હાથ ફેરવ્યો.

'પીતાંબર...!' દિલીપ નકશાને ગજવામાં મૂક્યા બાદ સહેજ આગળ નમીને એકદમ ધીમા અવાજે બોલ્યો, 'તારે એક બીજું કામ પણ કરવું પડશે.'

'બોલ, શું કરવાનું છે?' પીતાંબરે તત્પર અવાજે પૂછ્યું.

'તારે એક મજબૂત દોરડાંની વ્યવસ્થા કરવી પડશે...! દોરડું એટલું લાંબુ હોવું જોઈએ કે જેલરના બેડરૂમની બારીમાંથી નીચે નદી સુધી પહોંચી શકાય!'

'ભલે... થઈ જશે... !'

'શંકર... !' અચાનક પ્રભાત વચ્ચેથી બોલી ઊઠ્યો. આપણે કયા દિવસે અહીંથી ફરાર થવાનું છે, એ તે કંઈ નક્કી કર્યું છે નહીં?

'દિવસ પણ નક્કી કરી લીધો છે !' દિલીપનો અવાજ ગંભીર હતો. આજથી ત્રણ દિવસ પછી સોમવાર છે. સોમવારની રાત અમાસની રાત છે... ! એ રાત્રે ચારે તરફ અંધકારનું સામ્રાજ્ય હશે એટલે ફરાર થવા માટે સોમવારની રાત વધુ યોગ્ય રહેશે એમ હું માનું છું.'

દિલીપની વાત સાંભળીને પ્રભાતના ચહેરા પર નિરાશાનાં વાદળો ઘેરાઈ ગયાં.

'શું વાત છે પ્રભાત...?' તને મારા નિર્ણયથી આનંદ ના થયો હોય એવું તારા ચહેરા પરથી લાગે છે!' 'તારી વાત સાચી છે... ! મને જરા પણ આનંદ નથી થયો... !'

પ્રભાત સ્પષ્ટ અવાજે બોલ્યો.

'કેમ...?'

'તું સમજતો કેમ નથી શંકર... !'

'શું સમજું...?'

'જેલરના બેડરૂમમાંથી ફરાર થવું કંઈ રમત વાત નથી. તેમ છતાંય જો તું ત્યાંથી જ ફરાર થવા માંગતો હો તો, જેલર જે દિવસે પોતાની પત્ની તથા બાળકોને મળવા માટે ભરતપુર જાય, એ દિવસ તારે પસંદ કરવો જોઈએ...! આ તો હાથે કરીને સુતેલા સાપને છંછેડવા જેવી વાત છે.'

‘તારી વાત મુદ્દાની છે... પરંતુ જેલરને ભરતપુર જવાને ઘણા દિવસો બાકી છે. હજુ હમણાં જ તો એ ત્યાં જઈને આવ્યો છે.'

'તો શું થયું...? આપણે ત્યાં સુધી રાહ જોશું...!' પ્રભાત બોલ્યો,

‘આટલાં દિવસો કાઢ્યાં છે, તો થોડાં દિવસ વધુ કાઢી નાંખીશું... ! આપણને શું ફર્ક પડે છે...?'

'ના...' દિલીપે નકારમાં માથું હલાવતા કહ્યું, ‘આપણે વધુ રાહ જોઈ શકીએ તેમ નથી.'

'જેલરને કારણે આપણી યોજના નિષ્ફળ નીવડે એના કરતાં તો આપણે થોડા દિવસ થોભી જઈએ, એ વધુ યોગ્ય રહેશે.'

'તું નાહક જ જેલરથી ગભરાય છે !' આ વખતે દિલીપ સહેજ કઠોર અવાજે બોલ્યો, 'જેલરને કેવી રીતે પહોંચી વળવું એ મને બરાબર યાદ છે! આપણે ત્રણ દિવસ પછી અમાસની રાત્રે અહીંથી ફરાર થવાનું છે, એ વાત બિલકુલ નક્કી જ છે. એમાં હવે ફેરફારને કોઈ અવકાશ નથી.'

પ્રભાત ચૂપ થઈ ગયો.

'પીતાંબર... !' દિલીપે હવે પીતાંબરને સંબોધ્યો.

‘બોલ...' પીતાંબરે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

'અમે બંને સોમવારની રાત્રે અહીંથી ફરાર થવાના છીએ એટલે મેં જણાવેલી બધી વ્યવસ્થા કરવાની સૂચના ગણપત સાહેબને આપી દેજે.'

'ભલે..' પિતાંબરે હકારમાં માથું હલાવ્યું.

ત્યાર બાદ તેમની ગુપ્ત મિટીંગ ત્યાં જ પૂરી થઈ ગઈ.

– બીજે દિવસે સી.આઈ.ડી. નો એક ઍજન્ટ આવીને મળ્યો. દિલીપનેજેલના મુલાકાતી ખંડમાં એમની મુલાકાત થઈ.

‘આ લો...' એણે શંકર ભગવાનના ફોટાવાળા બે લૉકેટ દિલીપ તરફ લંબાવ્યા, ‘આ લૉકેટ ચીફે આપને માટે મોકલ્યાં છે. આમાં માઈક્રોફોન ફીટ કરેલ છે.'

‘અને દિશા સૂચક યંત્ર...?'

‘એ પણ ફીટ છે... !'

‘વેરી ગુડ... !'

દિલીપે બંને લૉકેટ ઉઘાડીને ચૅક કર્યા પછી સંતોષથી માથું હલાવ્યું. સાધારણ દેખાતા એ બંને લૉકેટ જાસૂસીનાં અદ્ભુત સાધન હતા.

‘બીજુ કંઈ કહેવાનું છે...?'

'ના..'

‘સી.આઈ.ડી. નો ઍજન્ટ ચાલ્યો ગયો. દિલીપ લૉકેટ લઈને પ્રભાત પાસે પહોંચ્યો અને તેને બતાવ્યા. ‘આ, શું... ?’ લૉકેટ જોઈને પ્રભાત ચમક્યો, 'આ લૉકેટ તારી પાસે ક્યાંથી આવ્યા...?' હમણાં મારો એક દોસ્ત મને મળવા માટે આવ્યો હતો.' દિલીપ સ્મિત સહ બોલ્યો, ‘એ આ બંને લૉકેટ મને આપી ગયો છે.’

‘પણ શંકર ભગવાન...'

‘હું મહાદેવજીનો અર્થાત્ ભગવાન શંકરનો પરમ ભક્ત છું.' દિલીપે ભાવવિભોર અવાજે કહ્યું, ‘મારા મા-બાપે પણ મારું નામ સમજી-વિચારીને જ ‘શંકર' રાખ્યું છે...!'

'એ તો બરાબર છે, પણ તે આ લૉકેટ અહીં શા માટે મંગાવ્યા... ?' પ્રભાતે ઉત્સુક અવાજે પૂછ્યું.

શંકર ભગવાનનાં લૉકેટને ગળામાં ધારણ કરવાની વાતને હું અત્યંત શુભ માનું છું.' દિલીપ ગપગોળો ગબડાવતાં બોલ્યો, જ્યાં સુધી શંકર ભગવાનનું આ લૉકેટ મારી સાથે હશે, ત્યાં સુધી કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે એવી મને પૂરી શ્રદ્ધા છે. હું કાયમ શંકર ભગવાનનું લૉકેટ ગળામાં પહેરી રાખતો હતો. પરંતુ છેલ્લે પોલીસ સાથે થયેલી અથડામણમાં ભગવાન જાણે મારું લૉકેટ ક્યાં પડી ગયું.'

'ઓહ... તો તારી યોજના સફળ થાય, એટલા માટે તે આ લૉકેટ મંગાવ્યા છે એમ ને...?'

‘હા...’

'પણ બે લૉકેટની તને શું જરૂર પડી...?'

‘લે, કર વાત... એટલુંય ન સમજ્યો...?'

‘ના...’ પ્રભાતે મૂંઝવણભર નકારમાં માથું હલાવ્યું. ‘સાંભળ...’ દિલીપ રમતિયાળ સ્મિત ફરકાવતાં બોલ્યો, બીજું

લોકેટ તારે માટે છે. આ યોજનામાં તું પણ મારી સાથે જ છે... !' વાત પૂરી કર્યા બાદ એણે એક લૉકેટ પ્રભાતના ગળામાં પહેરાવ્યું અને બીજું પોતે પહેરી લીધું. પ્રભાત કશુંય ન બોલ્યો.

એ પોતાના ગળામાં પડેલાં લૉકેટ સામે જોતો ચૂપચાપ આગળ વધી ગયો.

બેલાપુર જેવી અભેદ જેલમાંથી ફરાર થવાની યોજના હવે પૂરી રફતારથી આગળ ધપતી હતી. જેલમાં દિલીપ પોતાની રીતે આગળ વધતો હતો.

બીજી તરફ જેલમાં દિલીપની મુલાકાત થયા પછી ગણપત પણ સક્રિય થઈ ગયો હતો. નરભક્ષી જળચરોનાં સામના માટે એણે જરૂરી શસ્ત્રોની વ્યવસ્થા કરી લીધી હતી.

ત્યાર બાદ તે જે રૂપમાં દિલીપને મળ્યો હતો, એ જ રૂપ ધારણ કરીને બોટ ક્લબમાં પહોંચ્યો અને ત્યાંથી 'એમ.એક્સ. સેવન્ટીન' મોટરબોટ વિશે માહિતી મેળવી. પાછળથી પોલીસ તપાસ થાય તો કોઈ પોતાને ન ઓળખી શકે એટલા માટ જ એણે મેકઅપ કર્યો હતો.

આ મામલામાં તે બરાબર સમજી-વિચારીને એક એક ડગલાં ભરતો હતો.

બોટ ક્લબમાં પહોંચ્યા પછી એને જાણવા મળ્યું કે શંકરે (દિલીપે) 'એમ.એક્સ.સેવન્ટીન' મોટરબોટ વિશે જે માહિતી આપી હતી, તે બિલકુલ સાચી જ હતી.! બોટ ક્લબમાં માત્ર છ એમ.એક્સ.સેવન્ટીન મોટરબોટ હતી. તેઓ આ બોટ ભાડે પણ આપતાં હતાં.!

અલબત્ત, મોટરબોટનું ભાડું વધુ પડતું હતું.

મોટરબોટની ડિપોઝીટ પણ ખૂબ જ હતી.

સાધારણ માણસને તો ભાડુ પણ પરવડે તેમ નહોતું. ભાડુ ન પોસાતું હોય તો પછી ડિપોઝીટનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. તેઓ તો માત્ર આ બોટમાં ફરવાની કલ્પના સિવાય બીજું કંઈ કરી શકે તેમ નહોતાં. પરંતુ ગણપત જેવા ધનાઢય માટે ભાડા કે રકમનું કોઈ મહત્ત્વ નહોતું.

યોજના પાર પાડવા માટે ગમે તેટલી રકમ ખર્ચવાની એની પૂરી તૈયારી હતી. કરોડો રૂપિયાની સામે ભાડ તથા ડિપોઝીટની રકમ સાવ મામૂલી હતી.

એણે એમ.એક્સ.સેવન્ટીન મોટરબોટ ચલાવીને પણ જોઈ. દિલીપની પસંદગી એકદમ યોગ્ય જ હતી. મોટરબોટ પાણીમાં સડસડાટ દોડી ત્યારે એનાં એન્જિનનો બિલકુલ અવાજ નહોતો થયો. એની રફ્તાર પણ ગજબનાક હતી.

ટૂંકમાં મોટરબોટની વ્યવસ્થા પણ થઈ ગઈ. હવે માત્ર એક કુશળ, દિલેર અને સાહસિક મોટરબોટ ચાલકની જ વ્યવસ્થા કરવાની બાકી હતી.

મોટરબોટ ચાલકની વ્યવસ્થા કરવામાં જ ગણપતને પરસેવો વળી ગયો.

તે 'બોટ ક્લબ' માં કેટલાય ચાલકોને મળ્યો. પરંત એ ખતરનાક નદીમાં મોટરબોટ લઈને જવા માટે કોઈ તૈયાર ન થયું. એણે બીજી પણ જેટલીક જગ્યાએ જઈને મોટરબોટ ચાલકો સાથે વાત કરી. મોટી રકમ આપવાની તૈયાર બતાવી. પરંતુ સૌને પોતાના જીવ વહાલો હતો. લાલ કપડું જોઈને બળદ ભડકે, એમ એ ખતરનાક નદીમાં જવાની વાત સાંભળીને જ સૌ ભડક્યા અને તેમણે ઘસીને ન પાડી દીધી. આ ઉપરાંત ગણપત સામે એક બીજી મુશ્કેલી પણ હતી. તે દરેક મોટર ચાલકને મિશનની વિગત જણાવી શકે તેમ નહોતો. દિલેર મોટરબોટ ચાલકને શોધતાં શોધતાં એ નિરાશ થઈ ગયો. આ એક જ કારણસર આખી યોજના પર પાણી ફરી વળશે, એવું તેને લાગતું હતું! છેવટે થાકી, હારી, નિરાશ થઈને એ અનવરહુસેન અને રૂખસાનાને મળ્યો.

'શું વાત છે...?' એનો ઉતરી ગયેલો ચહેરો જોઈને અનવરે પૂછ્યું, 'તું કંઈક ચિંતામાં લાગે છે...!'

પર ફસડાઈ પડતાં બોલ્યો.

'કોઈ રસ્તો નથી દેખાતો... !' ગણપત ધમ કરતો એક ખુરશી 'શેનો રસ્તો...?'

'બધી ગરબડ થઈ જશે... !' ગણપતના અવાજમાં નિરાશાનો સૂર હતો, ‘હું મોટરબોટ ચાલકને શોધી શોધીને થાકી ગયો છું. પણ કોઈ ચાલક નથી મળતો. બેલાપુરની નદીનું નામ સાંભળતાં જ સૌ કોઈ નનૈયો ભણી દે છે. કોઈ તૈયાર જ નથી થતું. બધાને નદીનાં રૂપમાં સાક્ષાત પોતાનું મોત જ દેખાય છે. અને અધૂરામાં પૂરું કરવું હોય તેમ એક બીજી ઉપાધિ આવી છે... !'

‘ઉપાધિ...?’

‘શું ?'

પીતાંબર મારફત મને શંકરનો સંદેશો મળ્યો છે.'

‘કેવો સંદેશો...?’

‘શંકરે જેલમાંથી ફરાર થવાનો દિવસ પણ નક્કી કરી લીધો છે !’

'શું...?'

‘હા...’

'પણ...?'

આ સોમવારની રાત્રે... !'

‘સોમવારની રાત્રે...?' અનવરે ચમકીને પૂછ્યું.

'તે...'

પણ સોમવારને તો માત્ર બે જ દિવસ બાકી છે... !'

'એ જ તો મોટી મુસીબત છે બૉસ... !' ગણપત ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે અને મોટરબોટ ચાલકનો કંઈ પત્તો નથી. કોઈ મોટરબોટ ચાલક આ કામ માટે તૈયાર થશે એવી આશા પણ મને નથી દેખાતી... ! ભગવાન જાણે શું થશે... !'

'ના, ગણપત, ના... !' અનવરે એક એક શબ્દ પર ભાર મૂકતાં કર્કશ અવાજે કહ્યું, ‘તારે મોટરબોટ ચાલકની વ્યવસ્થા કરવી જ પડશે... કોઈ પણ કિંમતે... કોઈ પણ ભોગે કરવી પડશે. અત્યારે સફળતા આપણી સાવ નજીકમાં... હાથવેંત જ છે ત્યારે હું નિષ્ફળતાનું મોં જોવા નથી માંગતો...! કોઈ સંજોગોમાં નહીં !

‘પણ મારે મોટરબોટ ચાલકની વ્યવસ્થા ક્યાંથી કરવી! બોસ?'

ગણપતે નિરાશાભર્યા અવાજે કહ્યું,

‘હું આખું વિશાળગઢ ખૂંદી વળ્યો છું. બધાંને પૂછી ચૂક્યો છું. મોટી રકમ આપવાની ઓફર પણ મેં કરી જોઈ છે. પણ બધા રૂપિયા કરતાં પોતાના જીવને વધુ મહત્ત્વ આપે છે.'

'તારે કરોડો રૂપિયા જોઈએ છે કે નહીં...?' અનવરે કઠોર અવાજે પૂછ્યું.

'જોઈએ છે...?'

'હા, જોઈએ છે... !' કરોડોનું નામ સાંભળતાં જ ગણપતની આંખોમાં લાલચભરી ચમક પથરાઈ ગઈ, 'ચોક્કસ જોઈએ છે. એ રકમ માટે જ તો હું આટલી મહેનત, દોડાદોડી અને મગજમારી કરું છું.’

‘તો પછી આ ત્રણેય વસ્તુ જરા વધુ કર...!”

'ત્રણેય વસ્તુ...?'

'હા...'|

'કઈ...?'

'મહેનત, દોડાદોડી અને મગજમારી... !' અનવર તેને ઉત્સાહિત કરતાં બોલ્યો. “મોટરબોટ ચાલકને શોધી કાઢ...! ગમે તેમ, કોઈ પણ ભોગે શોધી કાઢ...! આ અશક્ય કામને શક્ય કરી બતાવ...! તારી અક્કલના બધા ઘોડાને બરાબર કામે લગાડી દે... ! તન-મન અને ધનથી પ્રયત્ન કરવા માંડ... ! આ દુનિયામાં હંમેશા પ્રયત્નો જ સફળ થતાં હોય છે. કોઈનાં ભરોસે બેસી રહેવાથી કંઈ વળતું નથી. આપણે પોતે જ કામે લાગવું પડે છે. હવે તારા આ શંકરનો જ દાખલો લે! એણે હિંમત રાખીને પ્રયત્ન કર્યો તો આજે તે સફળતાની આટલી નજીક પહોંચ્યો છે. ખરેખર તો એની હિંમત ધન્યવાદને પાત્ર છે. અને કરોડોની રકમ કંઈ એમ ને એમ નથી મળી જતી, એ તું ભૂલીશ નહીં, માત્ર એક મોટરબોટ ચાલકની વ્યવસ્થા ન થઈ શકવાને કારણે આટલી માતબર રકમ તારે ગુમાવવી પડે, એવું તો તું પણ નહીં જ ઇચ્છતો હોય... !'

‘તમારી વાત સાચી છે... !' ગણપતે ઉત્સાહભેર કહ્યું, ‘હું ફરીથી પ્રયાસ કરી જોઉં છું. મારે કોઈ કુશળ મોટરબોટ ચાલકની વ્યવસ્થા કરવી જ પડશે અને એ પણ સોમવાર પહેલાં જ... !'

‘વેરી ગુડ... ! તારી વાત મને ગમી !' ત્યાર બાદ ગણપત થોડી ઔપચારિક વાતો કરીને ત્યાંથી વિદાય થઈ ગયો.

પીતાંબર ખરેખર ઉપયોગી માણસ પુરવાર થયો હતો. એણે ગણતરી કરતાં પણ વધુ કામ કરી બતાવ્યું હતું. એ ચોરી છૂપીથી દિલીપને મળ્યો.

એણે પોતાની વર્દીમાં છૂપાવેલું એક લાંબુ અને મજબૂત દોરડું કાઢીને દિલીપને આપી દીધું.

‘આ દોરડાની લંબાઈ ઓછી તો નથી ને... ?' દિલીપે દોરડું ચેક કરતાં પૂછ્યું, ‘આની મદદથી અમે નદીમાં ઊભેલી મોટરબોટ સુધી પહોંચી જશું ને...?'

‘ચોક્કસ પહોંચી જશો... !' પીતાંબરે રાબેતા મુજબ પોતાની મૂંછ પર હાથ ફેરવતાં જવાબ આપ્યો, ‘આ દોરડું જરૂર કરતાં ત્રણ- ચાર મીટર લાંબુ છે. પીતાંબર ક્યારેય કોઈ કામ અધૂરું નથી રાખતો.'

‘તું અધૂરું કામ નથી રાખતો એ તો હું જોઈ જ શકું છું... !' દિલીપ હસીને બોલ્યો. પીતાંબરને મૂંછ પર હાથ ફેરવતો જોઈને જ એને હસવું આવ્યું હતું. એના હાસ્યનો મર્મ પારખીને પીતાંબરના ચહેરા પર ભોંઠપ ફરી વળી.

‘ફરાર થવા માટે સોમવારની રાત નક્કી થઈ ગઈ છે, એ વાત તે ગણપત સાહેબને જણાવી દીધી છે?'

'હા...! '

'આ વાત સાંભળીને એમણે કશું ય જણાવ્યું છે.'

'એ જ કે તેમણે તમારી સૂચના મુજબ લગભગ બધી વ્યવસ્થા કરી લીધી છે. માત્ર એક મોટરબોટ ચાલકની વ્યવસ્થા જ હજુ નથી થઈ શકી.’

‘પ્રેમ...?’ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.

‘થોડી મુશ્કેલી છે. આ કામ માટે કોઈ તૈયાર નથી થતું. ગણપત સાહેબ દોડાદોડી તો ખૂબ જ કરે છે. તેઓ ચાલકની વ્યવસ્થા પણ કરી જ લેશે.’

હવે જો બીજું કંઈ કામ ન હોય તો હું જઉં.’

'હા, જા... દિલીપે કારમાં માથું હલાવ્યું. પીતાંબર પાંચ નંબરની બૅરેકમાંથી બહાર નીકળી ગયો.

***********