Sailab - 9 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સૈલાબ - 9

Featured Books
Categories
Share

સૈલાબ - 9

૯ : નિષ્ફળ વાકુપટૂતા... !

ગણપત પાટિલ ફરીથી એક વાર શેરેટોન હોટલમાં જઈ અનવર હુસેનને મળ્યો.

અનવર અને રૂખસાના થોડી વાર પહેલાં જ બહારથી પાછા ફર્યા હતા.

બંને ખૂબ જ ખુશ હતાં.

પરંત ગણપતને જોતાં જ એમનાં ચહેરાં પરથી આનંદ અદૃશ્ય થઈ ગયો.

‘શું રિપોર્ટ છે?' અનવરે ઉત્સુક અવાજે પૂછ્યું.

'રિપોર્ટ તો જોરદાર છે બોસ.' ગણપત ખુરશી ખેંચીને તેમની સામે બેસતા ખુશખુશાલ અવાજે બોલ્યો, 'આજે સવારે જ પતાંબર સાથે મારે વાત થઈ હતી. એણે બહ સારા સમાચાર આપ્યા છે.'

'કેવા સમાચાર?'

'પીતાંબરના કહેવા મુજબ શંકરે જેલમાંથી ફરાર થવાની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વાતના અનુસંધાનમાં એણે ગઈ. કાલે આખી જેલનું નિરીક્ષણ પણ કર્યું છે!'

'જેલનું નિરીક્ષણ?' અનવર તથા રૂખસાના, બંનેની આંખોમાં અચરજ છવાયું.

'હા, બૉસ... જેલનું નિરીક્ષણ...' ગણપત બોલ્યો, ‘પીતાંબર કહેતો હતો જેલનું નિરીક્ષણ કરવા માટે શંકરે ગઈ કાલે બેલાપુર જેલની સૌથી વધુ ખતરનાક ગણાતી સજા ભોગવી છે. એણે પથ્થરનું વજનદાર બેલું ઊંચકીને આખી જેલનાં બે ચક્કર માર્યા છે. પીતાંબરનાં કહેવા મુજબ આજ સુધીમાં કોઈ કેદી વજનદાર પથ્થર ઊંચકીને જેલનાં બે ચક્કર પૂરાં નથી કરી શક્યો. પરંતુ શંકરે જેલના ઇતિહાસમાં પહેલી વાર આ કામ કરી બતાવ્યું છે.'

અનવર તથા રૂખસાનાના ચહેરા પરથી ઊંડેલી ચમક પાછી ફરી.

'આનો અર્થ એ થયો કે શંકર જોર શોરથી પોતાની યોજના પાર પાડવાનો પ્રયાસ કરે છે ખરું ને?' અનવરે ખુશખુશાલ અવાજે પૂછ્યું..

'હા, બોસ. અત્યારે મને મારી પસંદગી પર ગર્વ થાય છે.' ગણપત બોલ્યો, 'કામ પાર પાડવા માટે મેં એક દિલેર. ઉત્સાહી અને કાબેલ માણસને પસંદ કર્યો છે, એનો મને આનંદ છે. તમે જોઈ લેજો બૉસ. શંકરે ગઈકાલે બે ચક્કર પૂરા કરીને બેલાપુર જેલમાં એક વિક્રમ સ્થાપ્યો છે. આગામી દિવસોમાં તે પ્રભાત રાઠોડ સાથે જેલમાંથી ફરાર થઈને એક નવો જ ઈતિહાસ સર્જશે. આ દનિયામાં કોઈ કામ અશક્ય નથી, એ વાત તે પુરવાર કરી બતાવશે. આ ઉપરાંત મારો એક બીજો દાવો પણ છે.'

'શું ?'

'તે આપણી ધારણાં કરતાં પણ વહેલો જેલમાંથી ફરાર થઈને બતાવશે. તમે જોઈ લેજો. થોડા દિવસોમાં જ તે પ્રભાતને લઈને સહી સલામત જેલમાંથી રફચક્કર ન થઈ જાય તો મારું નામ ગણપત નહીં. શંકર ખરેખર બાહોશ, ચાલાક અને ગણતરીબાજ છે. એ દરેક પગલું બરાબર સમજી-વિચારીને જ ભરે છે.'

'તું સાચું કહે છે. અનવર સહમતિ સૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, 'હવે મને પણ એવું લાગે છે કે એ કોઈ સાધારણ માણસ નથી ?'

દિલીપની વાત સાંભળીને પીતાંબરનાં ચહેરા પર દુનિયાભરનું અચરજ ઉતરી આવ્યું. તે મૂરખની જેમ આંખો પટપટાવતો ક્યારેક દિલીપ સામે તો ક્યારેક પ્રભાત સામે જોવાં લાગ્યો. અત્યારે ત્રણેય પાંચ નંબરની બેરેકનાં ખણામાં બેઠા હતા. તેમની આજુબાજુમાં કોઈ નહોતું.

આમ અમારી સામે શું જુએ છે? દિલીપ ધીમા અવાજે ગણગણ્યો, ‘શું તને જેલની બહાર નીકળવાનાં કોઈ માર્ગની ખબર નથી ? કોઈક એવો માર્ગ કે જે અમને નદીના મોં સુધી પહોંચાડી શકે.'

‘શંકર.' પીતાંબર વ્યાકુળ અવાજે બોલ્યો, ‘બેલાપુરની આ જેલ એક અભેદ જેલ છે. અહીંથી નાસી શકાય એવો કોઈ માર્ગ નથી.'

'તારી આ વાત મારે ગળે નથી ઉતરતી.' દિલીપે નકારમાં માથું હલાવતાં કહ્યું, ‘ દરેક અભેદ જગ્યામાં કોઈક ને કોઈક છેદ... કોઈક ને કોઈક માર્ગ જરૂર હોય છે, એની મને પૂરી ખાતરી છે. અલબત્ત, આ છેદ કે માર્ગ જોવા માટે વેધક નજર હોવી જરૂરી છે.'

‘બેલાપુર જેવી અભેદ જેલમાંથી પણ બહાર નીકળવા માટેનો કોઈકને કોઈક માર્ગ ચોક્કસ હશે, એવો દાવો તું કરે છે ?' પીતાંબરે નર્યા અચરજથી પૂછ્યું.

‘હા...’

‘ભાઈ શંકર. બેલાપુરની જેલ વિશે આ જાતનો દાવો કરનારો તું પહેલો જ માણસ છો.'

‘તારી વાત સાચી છે કે હું પહેલો માણસ હોઈશ. દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, ‘અને આ અભેદ જેલમાંથી સહી સલામત ફરાર થનાર પહેલો માણસ પણ હું જ હોઈશ.’

‘જુઓ...’ પ્રભાતે વચ્ચેથી જ તેમને ટોકતાં કહ્યું, ‘આ રીતે અંદરો અંદર દલીલબાજી કરવાથી કંઈ નહીં વળે. આપણે નદી સુધી પહોંચવાનો કોઈક માર્ગ શોધવાનો છે, એટલું જ યાદ રાખો.' તમે લોકો સાત જન્મ સુધી પણ એવો કોઈ માર્ગ શોધી શકશો એવું મને તો નથી લાગતું.' પીતાંબર આદત મુજબ પોતાની મૂંછ પર હાથ ફેરવતાં બોલ્યો,

‘સારું... મારા એક સવાલનો જવાબ આપ.' દિલીપે વાતચીતની દિશા બદલતાં કહ્યું, ‘આ જેલની નીચે કોઈ સુરંગ તો નથી ને?

'સુરંગ?'

'હા, કોઈક એવી સુરંગ કે જે અગાઉ હોય પણ પછી સલામતીની દૃષિ્ટએ બંધ કરી દેવામાં આવી હોય.'

'ના... પીતાંબરે નકારમાં માથું હલાવ્યું, 'આ જેલની નીચે એવી કોઈ સુરંગ નથી.'

'તને પાકી ખબર છે?'

'હા...'

પીતાંબર ભારપૂર્વક બોલ્યો, 'આવી વાતોની તો હું ખાસ ખબર રાખું છું. આવી બાબતોમાં હું ક્યારેય શંકાને કોઈ સ્થાન નથી આપતો.'

'બેલાપુરની આ જેલમાંથી બહાર નીકળી શકાય એવી કોઈ બારી? કોઈ દરવાજો?'

'ના, કોઈ નથી...' કહેતાં કહેતાં અચાનક પીતાંબર આગળ બોલતો અટકી ગયો.

પળભરમાં એનાં ચહેરા પર કેટલાય રંગો બદલાઈ ગયા. એનાં ચહેરા પર આવેલું આ પરિવર્તન દિલીપની ચકોર દૃષિ્ટથી છૂપું નહોતું રહ્યું.

'શું વાત છે?' એણે પીતાંબરની આંખોમાં પોતાની આંખો પરોવતાં પૂછ્યું, ‘તું અટકી શા માટે ગયો?'

'શંકર...' પીતાંબર ધડાકો કરતાં બોલ્યો, 'એક બારી છે... અને એવી જગ્યાએ છે કે જ્યાંથી તમે કૂદશો, તો સીધાં નદીમાં જઈને પડશો.'

'ક્યાં છે એ બારી?' દિલીપે અધીરાઈથી પૂછ્યું, 'જલ્દી બોલ.' પીતાંબરનો બધો ઉત્સાહ સોડા વોટરના ઉભરાની જેમ શમી ગયો.

એના ચહેરા પર અનાયાસે જે ચમક પથરાઈ હતી તે અચાનક અદૃશ્ય થઈ ગઈ.

'શું થયું? તારા ચહેરાનો ફયુઝ શા માટે ઊડી ગયો?'

'રહેવા દે ભાઈ.' પીતાંબર એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો. આપણામાંથી કોઈ એ બારીનો ઉપયોગ કરી શકે તેમ નથી?

'કેમ? શા માટે?'

'એટલા માટે કે એ બારી જેલરનાં બેડરૂમમાં છે.'

પીતાંબર પૂર્વવત્ અવાજે બોલ્યો, 'એક વાર હું જેલરનાં બેડરૂમમાં ગયો હતો, ત્યારે મેં એ બારી જોઈ હતી. એ બારી નદી તરફ ઉઘડે છે. બારીની બરાબર નીચેથી જ નદી વહે છે. જો ત્યાંથી કોઈ છલાંગ લગાવે તો સીધો જઈને નદીમાં જ પડે. પરંતુ એનાં વિશે ચર્ચા કરવાથી શું લાભ? એ બારીનો ઉપયોગ તો થઈ શકે તેમ નથી કારણ કે તે જેલરના રૂમમાં છે. અને જેલર કેવો ખતરનાક છે, એ જણાવવાની મને જરૂર નથી લાગતી. એ તો મારી મારીને માણસનું કચુંબર બનાવી નાંખે એવો જલ્લાદ છે.'

'હું.' કહીને દિલીપે પ્રભાત સામે જોયું.

એના ચહેરા પર પણ નિરાશા ફરી વળી હતી.

'નદીથી બારીની ઊંચાઈ અંદાજે કેટલી હશે?' કશંક વિચારીને દિલીપે પીતાંબર સામે જોતાં પૂછ્યું.

‘લગભગ પંદર-વીસ ફૂટ.'

‘બારીમાં લોખંડની ગ્રીલ ફીટ કરેલી છે કે પછી ફક્ત લાકડાનાં પટ જ છે?'

'બંને છે. લોખંડની ગ્રીલ પણ છે અને પટ પણ છે. જેલરને તાજી હવા ખાવાનું મન થાય ત્યારે લાકડાનાં પટ ઉઘાડે છે. બાકી તો મોટે ભાગે પટ બંધ જ રહે છે.' 'આ જાતની બારી જેલર સિવાય બીજા કોઈ માણસના રૂમમાં નથી ?'

'ના... આખી જેલમાં આ એક જ બારી એવી છે કે જ્યાંથી બહારનું દૃશ્ય જોઈ શકાય છે. બાકી તો આખી જેલ પેટીની જેમ સીલપેક છે.'

'જેલરનો બેડરૂમ કઈ જગ્યાએ છે?'

'તું આ બધું ખોદી ખોદીને શા માટે પૂછે છે?' પીતાંબરે હેબતાઈને દિલીપ સામે જોતાં આશ્ચર્યથી પૂછ્યું.

'એટલા માટે કે આ જેલમાંથી કેવી રીતે બહાર નીકળવું, એ મેં હવે નક્કી કરી લીધું છે. જેલરનાં રૂમની એ બારી જ અમારા બંનેની આઝાદીનું માધ્યમ બનવાની છે.'

દિલીપની વાત પ્રભાત તથા પીતાંબર માટે બૉબ વિસ્કોટની ગરજ સારી ગઈ!

બંને જડવતુ થઈ ગયા.

'આ... આ તું શું કહે છે?' સૌથી પહેલાં પ્રભાત આશ્ચર્યાધાતમાંથી બહાર આવ્યો, 'એ બારી જેલરના બેડરૂમમાં છે, તે તારા મગજમાંથી નીકળી ગયું લાગે છે.'

દિલીપે એક સિગારેટ પેટાવીને આરામથી તેનો કશ ખેંચ્યા બાદ કહ્યું, ‘કશું ય નથી નીકળ્યું. એ બારી જેલરના રૂમમાં છે, ને મને બરાબર યાદ છે.'

'પણ એક વાતની તને ખબર નહીં હોય.' પીતાંબર મનોમન ધ્રુજારી અનુભવતાં બોલ્યો, 'આ જેલર કોઈ મામૂલી જેલર નથી. જે શખસ ભારતની સૌથી વધુ સુરક્ષિત જેલનો જેલર હોય. તે કોઈ સાધારણ કે મામૂલી હોઈ શકે પણ નહીં. અને તું એ જ જેલરના બેડ૩મમાંથી... એની સામે જ ફરાર થઈ જવાની વાત કરે છે?'

‘હા.’ દિલીપે સિગારેટનો એક લાંબો કશ ખેંચ્યો, 'હું એમ જ કહેવા માંગુ છું.'

પીતાંબર અને પ્રભાત નર્યા અચરજથી મોં વકાસીને એકબીજાની સામે જોવા લાગ્યા.

'જુઓ.' દિલીપ ગંભીર અવાજે બોલ્યો, 'આમાં આટલા નવાઈ પામવાની જરૂર નથી. જેલરને કેવી રીતે હેન્ડલ કરવો, એ તમે મારા પર છોડી દો. પીતાંબર, તું મને માત્ર એટલું જ જણાવ કે જેલમાં જેલરનો બેડરૂમ કઈ જગ્યાએ છે?'

'જેલનું નિરીક્ષણ કરતી વખતે તે ચાર નંબરની બેરેક તો જેત| જ હશે?’

'હા, જોઈ છે.'

'આ ચાર નંબરની બેરેકની બાજુમાં થોડા ક્વાર્ટર્સની એક કોલોની છે જેનું નામ 'જેલ કોલોની છે.' પીતાંબર બોલ્યો, 'આ કોલોનીમાં જેલનાં ઓફિસરો તથા અન્ય કર્મચારીઓ રહે છે. ત્યાં ત્રેવીસ નંબરના એક મોટા ક્વાર્ટરમાં જેલર રહે છે.'

'જેલરની સાથે બીજું કોણ કોણ રહે છે?'

'કોઈ નથી રહેતું ? એની પત્ની તથા બાળકો ભરતપુર રહે છે. જેલર દર પંદર દિવસે એક વાર ભરતપુર જઈને તેમને મળી આવે છે.'

'છેલ્લે એ ક્યારે ભરતપુર ગયો હતો?'

'ત્રણ દિવસ પહેલાં જ.'

આનો અર્થ એ થયો કે જેલર દસ-બાર દિવસ સુધી તો ભરતપુર નહીં જ જાય. ખરું ને?'

‘હા...'

દિલીપ ધીમે ધીમે સિગારેટનાં કશ ખેંચવા લાગ્યો. એના કપાળ પર ત્રણ-ચાર કરચલીઓ ઉપસી આવી હતી.

'બીજું કંઈ કામ છે?' પીતાંબર વ્યાકુળ અવાજે બોલ્યો, 'મારું અહીં તમારી સાથે વધુ વખત રોકાવું જોખમકારક છે.'

'તું એક કામ કરજે પીતાંબર.'

‘બોલ...'

'જેલ કોલોનીનો એક નકશો મને બનાવી આપજે. એ નકશામાં જેલરનું ત્રેવીસ નંબરનું ક્વાર્ટર છે, ત્યાં ખાસ નિશાની કરજે.

'ભલે થઈ જશે.' પીતાંબર સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોવ્યો. ‘હું કાલે જ જેલ કોલોનીનો નકશો બનાવીને તને આપી દઈશ.'

‘આ ઉપરાંત તારે બીજું એક કામ અને એ પણ આજે જ કરવાનું છે.'

'એ પણ કહી નાંખ...'

'ગણપત સાહેબને મારો સંદેશો આપી દેજે કે તે અહીં આવીને મને મળે. મારે તાત્કાલિક તેમની સાથે બહુ જરૂરી વાત કરવાની છે.'

'ભલે... આજે જ તારો સંદેશો હું તેમને પહોંચાડી દઈશ.હવે હું જઉં?

'હા...' પીતાંબર ત્યાંથી ચાલ્યો ગયો.

પરંતુ એના વિદાય થયા પછી પણ પ્રભાત કેટલોગે વાર સુધી બશ્ચર્યથી દિલીપ સામે તાકી રહ્યો હતો.

દિલીપનું મગજ ચસકી ગયું છે, એવું તેને લાગતું હતું. દિલીપ જરૂર કરતાં વધુ ઉત્સાહમાં આવી ગયો છે, એવો ભાસ એને થતો હતો.

*******

— એ જ દિવસે જેલનાં ટૉયલેટમાં પહોંચીને ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો.

'બોલ, દિલીપ.' સામે છેડેથી નાગપાલનો ઉત્સુક અવાજ એના કાને અથડાયો, 'શું ચાલે છે?'

'અત્યાર સુધી તો બધું બરાબર જ ચાલે છે અંકલ.' દિલીપ ઉત્સાહભેર બોલ્યો, 'મેં જેલમાંથી ફરાર થવાની યોજના ઘડી કાઢી છે. હવે માત્ર તેને અંતિમ રૂપ આપવાનું જ બાકી છે.’

'શું છે તારી યોજના?'

જવાબમાં દિલીપે તેને પોતાની યોજના વિશે ટૂંકમાં જણાવી દીધું. યોજના સાંભળીને સામે છેડે થોડી પળો માટે ભેંકાર ચપકીદી છવાઈ ગઈ.

'શું થયું અંકલ ?' દિલીપે ચમકીને પૂછ્યું,

'તમે ચૂપ શા માટે થઈ ગયા?

'તું... તું નદીનાં માર્ગેથી ફરાર થવા માંગે છે? નાગપાલના અવાજમાં આશ્ચર્યનો સુર હતો.'

'હા, અંકલ.'

'તારું માથું તો નથી ભમી ગયું ને? નદીમાં ભયંકર નરભક્ષી જળચરો વસવાટ કરે છે, અને ત્યાંથી નાસવાનો પ્રયાસ કરવો હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું છે, એની તને ખબર નથી?

'તમે બિલફલ બેફિકર રહો અંકલ. એવું કશુંય નહીં મેં બધી વ્યવસ્થા કરી લીધી છે.'

'શું વ્યવસ્થા કરી છે તે?'

જવાબમાં દિલીપે તેને મોટરબોટ તથા હથિયારોની વ્યવસ્થા વિશે જણાવ્યું.

અને જેલરનાં બેડરૂમની બારીમાંથી તું કેવી રીતે ફરાર થઈ શકીશ?' સામે છેડેથી ગુંજતાં નાગપાલનાં અવાજમાંથી ભારોભાર વ્યાકુળતા નિતરતી હતી, 'તુ એ જેલરને નથી ઓળખતો દિલીપ. એ ખૂબ જ ખતરનાક માણસ છે. એ સહેલાઈથી કોઈના કાબૂમાં આવે તેમ નથી.

'એને કેવી રીતે કાબૂમાં લેવો, તે હું બહ સારી રીતે જાણું છું અંકલ ! મારા પર ભરોસો રાખો. એવી કોઈ ગરબડ નહીં થાય. હવે મારી એક વાતનો જવાબ આપો.'

‘બોલ.'

'રૂખસાના વિશે કંઈ જાણવા મળ્યું? શું શેરેટોન હૉટલમાં રૂખસાના નામની જે પાકિસ્તાની જાસસ ઉતરી છે. એ જ પ્રભાતની કથિત પ્રેમિકા છે?'

'હા... આ વાતનો રિપોર્ટ મને મળી ગયો છે. માઈક્રોફોન દ્વારા અનવર હુસેન તથા રૂખસાનાની વાતચીત ટેપ કરવામાં આવી હતી. આ વાતચીત પરથી સ્પષ્ટ રૂપે પુરવાર થાય છે કે આ એ જ રૂખસાના છે કે જેણે પાકિસ્તાનમાં પ્રભાત સાથે પ્રેમનું નાટક ભજવ્યું હતું.'

'ઓહ...' દિલીપનો ચહેરો ઝંખવાણો પડી ગયો.

'એટલું જ નહીં, દિલીપ. એ બંનેની વાતચીત દરમિયાન એક બીજો ભેદ પરથી પણ પડદો ઊંચકાયો છે.'

'કેવો ભેદ?'

'શેરેટોન હૉટલમાં અનવર હસેન નામનો જે પાકિસ્તાની ઉતર્યાં છે, એણે જ પાકિસ્તાનમાં પ્રભાત સમક્ષ, રૂખસાનાનાં નપુંસક પતિ તરીકેની ભૂમિકા ભજવી હતી. વાસ્તવમાં એ બંનેએ વિનાયક બેનરજી તથા પ્રભાતની વાસ્તવિકતા જાણવા માટે આ જાતનું નાટક ભજવ્યું હતું. આઈ.એસ.આઈ. ને વિનાયક તથા પ્રભાત પર શંકા ઉપજી હતી એટલે તેમની અસલિયતનો પત્તો લગાવવાની કામગીરી અનવર હુસેન તથા રૂખસાનાને સોંપવામાં આવી હતી.'

'અંકલ... તો તો આનાં પરથી એક બીજી વાત પણ સ્પષ્ટ થઈ જાય છે.'

'કઈ વાત?'

'એ જ કે રૂખસાનાએ અનવર હુસેન સાથે ભળીને પતિ-પત્નીનું જે નાટક ભજવ્યું. એ માત્ર નાટક જ હતું. વાસ્તવમાં એ બંને પણ પતિ-પત્ની નથી.'

'તું સાચું કહે છે. એ બંને સાથે કામ કરે છે અને એક જ મિશન સાથે જોડાયેલાં છે એટલં જ. બંનેની જિંદગીનો મકસદ એક જ છે. આ ઉપરાંત વિજાતિય આકર્ષણને કારણે તેમની વચ્ચે શારીરિક સંબંધ છે. રૂખસાનાએ અનવરને પ્રભાત સમક્ષ પોતાનાં નપુસંક પતિ તરીકે ચિતર્યો – ઓળખાવ્યો હતો. આ વાત બિલકુલ ખોટી છે. વાસ્તવમાં અનવર એક જબરદસ્ત કામપિપાસ માણસ છે.'

'આનો અર્થ એ થયો કે પ્રભાત એક જબરદસ્ત દગાનો ભોગ બન્યો છે ખરું ને?'

'હા... અને આ રહસ્યોદઘાટન પછી મારા મગજમાં એક બીજી યોજના આવી છે.’

'કેવી યોજના.'

‘સાંભળ... પ્રભાત ફાઈલ તથા પેઈનિ્ટંગનાં સોદા દ્વારા રૂખસાનાને... પોતાનાં નપુંસક પતિની જાળમાં ફસાયેલી પોતાની પ્રેમિકાને મદદ કરવાના હેતુથી ભારત સરકારને આ બંને વસ્તુઓ વિશે કશુંય નહોતો જણાવતો. સરકાર સાથે સોદો કરીને મળવાની રકમમાંથી એ પોતાની પ્રેમિકાને તેનાં પતિની નાગચૂડમાંથી છૂટકારો અપાવવા માંગતો હતો. અને એટલા માટે જ તે અસહ્ય યાતનાઓ પણ સહન કરી ગયો. કારણ કે રૂખસાનાનો કથિત પ્રેમ, પછી ભલે એ બનાવટી હોય, પણ એની તાકાત બની ગયો હતો. હવે જરા વિચારી જો... જ્યારે પ્રભાતને ખબર પડશે કે જે છોકરીને પોતે દિલોજાનથી ચાહે છે, તે વાસ્તવમાં બેવફા, ફરેબીને દગાબાજ છે, ત્યારે એના પર શું વિતશે? એની હાલત કેવી થશે?'

'તમે કહેવા શું માંગો છો અંકલ?'

'હું એમ કહેવા માંગુ છું દિલીપ, કે તું રૂખસાનાની અસલિયત પ્રભાત સમક્ષ ઉજાગર કરી નાંખ. એને જણાવી દે કે તેની સાથે પ્રેમ નહીં, પણ પ્રેમનું નાટક ભજવવામાં આવ્યું હતું.' '

એમ કરવાથી આપણને શું લાભ થશે?'

‘બહું મોટો લાભ થાય તેમ છે. પણ એ પહેલાં એક વાત તું બરાબર સમજી લે. અત્યાર સુધી પ્રભાતે ભારત સરકારને ફાઈલ તથા પેઈનિ્ટંગ વિશે નથી જણાવ્યું તો માત્ર અને માત્ર રૂખસાનાને કારણે જ નથી જણાવ્યું. એને મદદ કરવા માટે નથી જણાવ્યું. પરંતુ રૂખસાનાની વાસ્તવિકતા જાણ્યા પછી પ્રભાતની આંખો પરથી આપોઆપ જ પ્રેમનો પડદો ઊંચકાઈ જશે. એને વાસ્તવિકતાનું ભાન થઈ જશે. એની સાન ઠેકાણે આવી જશે. અને આવું થયા પછી તે 5આપણને ફાઈલ તથા પેઈન્ટિંગ પોતે ક્યાં છૂપાવ્યા છે. એ બાબતમાં જણાવી દે, તે બનાવજોગ છે. એ સંગોજોમાં તારે પ્રભાતને જેલમાંથી કરાર કરવાનું જોખમ પણ નહીં ખેડવું પડે. આપણું મિશન એમ નિષ્ફળ ને એમ પાર પડી જશે.'

નાગપાલની વાત સાંભળીને દિલીપની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ.

ખરેખર નાગપાલે ખૂબ જ દીર્ઘદૃષ્ટિથી વિચાર્યું હતું. ‘ભલે, અંકલ.’ દિલીપ પ્રસન્ન અવાજે બોલ્યો, ‘હું આ બાબતમાં પ્રભાત સાથે વાત કરી જોઉં છું.'

'ગુડ. જો તે ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે જણાવશે તો તું બધી મુશ્કેલીઓથી બચી જઈશ.'

'ઓ.કે. અંકલ. ગુડ બાય.'

દિલીપે પ્રસન્ન ચિત્તે ટ્રાન્સમીટર બંધ કરીને યથા સ્થાને મૂક્યું અને ટૉયલેટમાંથી બહાર નીકળ્યો. પરંતુ એ દિવસે ઘણા પ્રયાસો પછી પણ તેને પ્રભાત સાથે એકાંતમાં વાત કરવાની તક ન મળી. રાત્રે પણ પ્રભાત વહેલો સૂઈ ગયો હતો.

એને મીઠી ઊંધમાંથી જગાડવાનું દિલીપને યોગ્ય ન લાગ્યું. બીજે દિવસે સવારના પહોરમાં એક કૉન્સ્ટેબલે આવીને દિલીપને જણાવ્યું કે કોઈક તેને મળવા આવ્યું છે. એની વાત સાંભળીને દિલીપ ચમક્યો.

તે જેલનાં મુલાકાતી ખંડમાં પહોંચ્યો તો એનું આશ્ચર્ય બેવડાયું.

ત્યાં એક સાવ અજાણ્યો માણસ ઊભો હતો. એની દાઢી તથા માથાંના વાળ એકદમ વધેલા હતા. એના જમણા પગમાં કદાચ કંઈક ખોડ હતી એટલા માટે એણે જમણી બગલમાં બગલઘોડી પણ દબાવી રાખી હતી.

‘કોણ છો તું ?’ દિલીપે આશ્ચર્ય તથા પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહેતાં પૂછ્યું.

‘પાટિલ. ગણપત પાટિલ છું.' એ શખસ, કે જે વાસ્તવમાં ગણપત પાટિલ જ હતો, તે ઘોડી ટેકવતો સ્ટેજ નજીક આવીને ધીમેથી બોલ્યો, ‘રાત્રે પીતાંબરનો મેસેજ મને મળ્યો હતો. તું મને મળવા માંગે છે. એમ એણે કહ્યું હતું એટલે હું અત્યારે સવારનાં પહોરમાં જ ચાલ્યો આવ્યો.'

'પણ આ વેશ?' દિલીપે ફરીથી ચમકીને ગણપત સામે જે 'આ વેશ ધારણ કરવો મારે માટે જરૂરી હતો.’ ગણપત પૂર્વવત અવાજે બોલ્યો.

'કેમ?'

'એક વાત તું ભૂલી ગયો લાગે છે શંકર.”

'કઈ વાત?'

'મેં જ તને ગિરફતાર કરાવ્યો હતો.' ગણપત એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, 'વિશાળગઢની પોલીસ આજે પણ એવા ભ્રમમાં છે કે મારે કારણે જ તું પકડાયો છે. આ સંજોગોમાં હું તને મારા અસલી રૂપમાં કેવી રીતે મળી શકું? તો તે પોલીસને તરત જ આપણાં બંને પર શંકા ઊપજી જાય.'

'ઓહ...' દિલીપે ધીમેથી માથું હલાવતાં કહ્યું, 'તમે રૂપ બદલીને આવ્યા, એ સારું જ કર્યું છે.

'હવે એ બધી વાતોને પડતી મૂક. મુલાકાતનો સમય ઘણો ઓછો છે. બોલ, એવું તે શું કામ હતું, કે મને અરજન્ટ બોલાવવો પડ્યો?

'મેં અહીંથી ફરાર થવાની યોજના ઘડી કાઢી છે. એ તો પીતાંબરે તમને કહ્યું જ હશે?

'હા કહ્યું છે. તારી યોજના ખતરનાક છે.' ગણપતના અવાજનાં સહેજ ગભરાટ હતો, 'તને આ યોજનામાં સફળતા મળશે એવું મને તો નથી લાગતું.'

'યોજનાને કેવી રીતે સફળ બનાવવી, એ મારા માથાનો દુખાવો છે મિસ્ટર ગણપત.' દિલીપ સહેજ રૂક્ષ અવાજે બોલ્યો. 'અને આ દખાવાની દવા પણ હું પોતે જ કરીશ. એ બધી ચિંતા તમે છોડી દો. અને જોખમ ખેડવાનો તો મને ખાસ શોખ છે.' 'તું ઈચ્છે છે શું?'

'યોજનાના અમલ માટે મને તમારી મદદની જરૂર છે.'

'કઈ જાતની મદદ?'

'નરભક્ષી જળચરોનો શિકાર થઈ શકે એવા થોડા હથિયારો તથા એક મોટરબોટની મને જરૂર પડશે.'

‘મોટરબોટ?’

‘હા...’

'મોટરબોટનું વળી શું કામ છે?'

'એટલા માટે કે હું મોટરબોટ દ્વારા જ પ્રભાતને લઈને નદીનાં માર્ગેથી ફરાર થવાનો છું. મારે મોટરબોટ પણ એક ખાસ પ્રકારની જોઈશે. થોડાં વર્ષ પહેલાં જાપાનની એક કંપનીએ 'એમ.એક્સ.સેવન્ટીન' નામની મોટરબોટ બનાવી છે. આ મોટરબોટની ખાસિયત એ છે કે જ્યારે તે પાણીની સપાટીને કાપીને દોડે છે, ત્યારે એનાં એન્જિનનો અવાજ બિલકુલ નથી થતો. બાકી અન્ય મોટરબોટોમાં આ ખાસિયત નથી હોતી. તેનાં એન્જિનો ખૂબ જ ગાજે છે અને એનો અવાજ આસપાસના વાતાવરણમાં દૂર દૂર સુધી સંભળાય છે. એટલે મારે 'એમ.એક્સ. સેવન્ટીન' મોટરબોટ જ જોઈએ જેથી જેલની બહાર તથા અંદર ચોકી કરતાં ગાર્ડસને ગંધ ન આવે કે નદીમાં કોઈક મોટરબોટ મોજૂદ છે. દિલીપની વાત સાંભળીને ગણપતના ચહેરા પર મૂંઝવણ ફરી વળી.

‘તારી વાત મુદ્દાની છે, શંકર પણ...'

‘પણ, શું ?' એને અટકી ગયેલો જોઈને દિલીપે પૂછ્યું.

'તું કહે છે, એવી મોટરબોટની વ્યવસ્થા મારે ક્યાંથી કરવી ?’

‘આ કોઈ મુશ્કેલ કામ નથી.'

‘કેમ ?'

'એટલા માટે કે વિશાળગઢની ‘બોટક્લબ'માં ગયા વરસે જ છ 'એમ.એક્સ. સેવન્ટીન' મોટરોટ મંગાવવામાં આવી છે. જે લોકો પોતાની મનપસંદ જગ્યાએ જઈને બૉટિંગ કરવા માંગતા હોય તેઓને ક્લબવાળા 'એમ.એક્સ. સેવન્ટીન' મોટરબોટ ભાડે પણ આપે છે. અલબત્ત, આ માટે મોટરબોટ ભાડે રાખનારે 'બોટ ક્લબ’માં એક નક્કી કરેલી રકમ ડિપોઝીટ તરીકે જમા કરાવવી પડતી હોય છે. તેઓ બોટ પાછી સોંપે ત્યારે ભાડુ બાદ કરીને બાકીની રકમ તેમને પાછી મળી જાય છે.'

'ઠીક છે. જો આટલેથી જ પતી જતું હોય તો 'એમ.એક્સ. સેવન્ટીન' બોટની વ્યવસ્થા થઈ જશે. તું કહે છે એવા નરભક્ષી જળચરોનો સામનો કરી શકાય એવા હથિયારોનો બંદોબસ્ત પણ થઈ જશે. આ મામલામાં હવે મને એક જ મુશ્કેલી દેખાય છે.

'કઈ મુશ્કેલી?'

'એમ.એક્સ. સેવન્ટીન મોટરબોટ લઈને આ ખતરનાક નદીમાં આવે, એવાં કોઈ માણસની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. આવી ખતરનાક| નદીમાં આવીને પોતાનો જીવ કોણ જોખમમાં મૂકે?'

'તમે સાચુ કહો છો.' દિલીપ ધીમા અવાજે બોલ્યો, 'આ નબળી કડી પણ મારા મગજમાં હતી જ. પરંતુ આજના જમાનામાં પૈસો ખૂબ જ શક્તિશાળી ચીજ છે. ઘણાં બધા અશક્ય કે મુશ્કેલ જણાતાં કામ પૈસાનાં જોરે ચપટી વગાડતાં જ થઈ જાય છે. જો. તમારે પ્રભાતને આ જેલમાંથી નસાડવો હોય તો મોટરબોટ અહીં| સુધી લાવી શકે, એવાં કોઈ સાહસિક અને દિલેર મોટરબોટ ચાલકની વ્યવસ્થા કરવી જ પડશે.”

'ઓ.કે. હું પ્રયત્ન કરી જોઉં છું.'

'પ્રયત્ન નહીં, મારે પરિણામ જોઈએ.' દિલીપે સહેજ કઠોર અવાજે કહ્યું, તમારે કોઈ પણ કિંમતે... કોઈ પણ સંજોગોમાં આવા કોઈક માણસની વ્યવસ્થા કરવી જ પડશે. નહીં તો મારી યોજના અંતિમ ચરણમાં પહોંચ્યા પછી પણ નિષ્ફળ જશે. એ સંજોગોમાં પ્રભાત તો ઠીક, હું પણ બહારની દુનિયામાં પગ નહીં મૂકી શકું. તમે જે કામ માટે પ્રભાતને અહીંથી ફરાર કરાવવા માંગો છો. એ પણ અધૂરું જ રહી જશે.'

'ઠીક છે... હું આવા કોઈ મોટરબોટ ચાલકની વ્યવસ્થા કરું છે બસ ને?'

'સાથે સાથે હથિયારોની વ્યવસ્થા પણ તમારે કરવાની છે.’

‘ભલે થઈ જશે. મારે કોઈ દિવસે મોટરબોટ નદીમાં| પહોંચાડવાની છે?'

'મેં દિવસ તથા સમય હજુ સુધી નક્કી નથી કર્યો. કદાચ સાંજ સુધીમાં બધું નક્કી થઈ જશે. આ બાબતમાં જે કંઈ પોઝિશન હશે તે હું પીતાંબર મારફત કહેવડાવી દઈશ. અલબત્ત, એટલું જરૂર કહીશ કે હું ત્રણ-ચાર દિવસમાં જ પ્રભાતને લઈને અહીંથી ઉચાળા ભરી જઈશ.'

'ઠીક છે... હું તારી સૂચનાની રાહ જોઈશ. એ જ વખતે મુલાકાત ખંડની બહાર ઊભેલો સિપાહી દરવાજો ઉઘાડીને અંદર આવ્યો.'

‘ટાઈમ પુરો થઈ ગયો છે. મિસ્ટર...' આવતાવેંત એણે કહ્યું. ગણપતે દિલીપ પર અંતિમ દૃષિ્ટપાત કર્યો. ત્યાર બાદ તે ધીમે ધીમે બગલધોડીના ટેકે આગળ વધીને ખંડમાંથી બહાર નીકળી ગયો.

ગણપતની મુલાકાત પછી દિલીપ હવે મનોમન થોડી રાહત અનુભવતો હતો.

******