Gumraah - 8 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 8

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

ગુમરાહ - ભાગ 8

ગતાંકથી...

રાણીપમાં સર આકાશ ખુરાનાના ભવ્યાતિભવ્ય બંગલા પાસે પૃથ્વી જઈ પહોંચ્યો,ત્યારે મેઈન ગેટ પર જ ચોકીદારે તેને અંદર જતો રોક્યો.
'ન્યુઝ પેપર વાળાને સર ક્યારેય મળતા જ નથી ' આવું જ તેણે દ્રઢપણે કહ્યું.પૃથ્વીએ ધાર્યુ હોત તો ખોટું નામ આપીને અંદર જઈ શકતા.પરંતુ તે એક ન્યૂઝ પેપર વાળા તરીકે જ અંદર જવા માંગતો હતો.તે ચોકીદાર સાથે આ બાબતે રકઝક કરતો હતો,તે દરમિયાન એક યુવતી બંગલામાંથી મેઈનગેટ તરફ આવતી દેખાઈ.પૃથ્વીએ ચોકીદારને પુછીને જાણી લીધું કે તે સર આકાશ ખુરાના ની સેક્રેટરી છે.તેનુ નામ મિસ શાલીની છે.
શું તે યુવતી પૃથ્વી ને અંદર પ્રવેશવા દેશે ? પૃથ્વીને તેના કામ માં સફળતા મળશે?.... જાણવા માટે વાંચો આગળ નો........

હવે આગળ....

આ સતર આભાર યુવતી મેઈન ગેટ પાસે આવી એટલે પૃથ્વીને બે હાથ ભેગા કરીને 'નમસ્તે'કર્યા અને કહ્યું : "માફ કરજો મિસ શાલીની મારે આપને એક જરૂરી વાત કરવાની છે.
પૃથ્વીને સારા કપડામાં સજ્જ થયેલો અને વિનય વિવેક વાળો જોઈને મિસ શાલીનીએ જવાબ દીધો : "કેમ ,શું ? અને કઈ બાબતમાં પૂછવા માંગો છો ?"

"જાણે વાત એમ છે કે, સર આકાશ ખુરાનાને ન્યુઝ પેપર વાળાઓ ગમતા નથી એવું કબૂલ કરું છું ; પણ પ્રતિષ્ઠિત ન્યુઝ પેપરવાળાઓને પણ તેઓ સાહેબ અન્યાય કરે અને ગોળ અને ખોળ ની કિંમત એક સરખી ગણે એ શું વ્યાજબી છે ?"
"તમે ક્યાં ન્યૂઝ પેપર તરફથી આવો છો?"

"આઈ એમ વેરી સોરી ! મેડમ,હું અત્યારે નામ તમને કહી ન શકતો નથી; જાહેર કરી શકતો નથી .પણ હું આપને ખાતરી આપું છું કે જે ન્યુઝ પેપર તરફથી હું આવું છું તે સર આકાશ ખુરાનું હિતેચ્છુ છે અને તેમના માટે અત્યંત માન તેમજ સારી લાગણીઓ ધરાવે છે."

"સારું, પણ તેનું શું છે?"

"સર આકાશ ખુરાના માટે ફક્ત નજીવી અને અમારા માટે મહત્વની એક બાબત હું આપની મદદ માટે ચાહું છું. તે એ કે આવતીકાલે અમારું એક હરીફ ન્યૂઝ પેપર એવી હકીકત છાપનાર છે કે, સર આકાશ ખુરાનાએ હાલમાં જે શોધ કરી છે તે જગતના નાશ માટે કરી છે. વળી તે એવું પણ કહેવાય છે કે સર આકાશ ખુરાના એ આ શોધ કોઈ અરબોપતિને કરોડમાં વેચી દીધી છે .આ શોધ ખરીદનાર આપણા દેશનો દુશ્મન છે.સમાજ માટે નુકસાનકતૉ છે. આ શોધ વડે તે આપણા દેશમાં ઘણી જ ઉથલપાથલ કરનાર છે.હવે આપ જ વિચાર કરો કે, આવું લખાણ છાપનાર ન્યુઝ પેપર સરળ આકાશ ખુરાનાનું દુશ્મન ગણાય કે નહીં અને સમગ્ર દેશમાં આવી વાત ફેલાવે તો સર આકાશ ખુરાના ની કીર્તિ ને ઝાંખપ....."

"પણ સર આકાશ ખુરાના એવા નકામા ફરફરિયાંઓના લખાણની કશી જ દરકાર રાખતા નથી " અધવચ્ચે જ મિસ. શાલીની બોલી.

"હા ,એ વાત તો હું પણ સ્વીકારું છું પરંતુ આવી વાતો દબાવી દેવા માટે સર આકાશ ખુરાના ના શુભેચ્છક ન્યુઝ પેપર ને સાવ સાચી હકીકત પૂરી પાડીને સર આકાશ ખુરાના મદદ કરે નહીં અને તેની શુભ નિષ્ઠાને આઘાત પહોંચાડે એ શું વ્યાજબી છે ? પોતાને માટે નહીં પણ અમારે માટે, અમને લોકોને સાચી હકીકત રજૂ કરવા માટે સર આકાશ ખુરાના ને લગતા જૂઠાણાંને દાબી દેવા તૈયાર થવું જોઈએ. મિસ શાલીની, હું આપને શું કહું ? અમે સર આકાશ ખુરાના વિરુદ્ધ એક પણ અક્ષર નથી છાપતા તેમને ઉપયોગી થઈ પડવા ખુદ ઈચ્છા બતાવીએ છીએ. શું થોડીક મિનિટ માટે પણ આ સંબંધમાં 'ઇન્ટરવ્યૂ' આપવા સર આકાશ ખુરાના મહેરબાની નહીં કરે ?આપ તેમને સમજાવી અમને આભારી કરો."

"હું પ્રયત્ન કરી જોઉં છું...." એમ કહે મિસ શાલીની અંદર ગઈ. થોડીક વાર બાદ પાછી આવીને તેણે ચોકીદાર સાથે પૃથ્વીને અંદર જવા દીધો. પૃથ્વી એ મિસ શાલીની નો આભાર માનીને થેન્ક્યુ કહ્યું અને મિસ.શાલીની તે પછી બહાર ચાલી ગઈ.
ચોકીદાર સાથે પૃથ્વી બંગલામાં પ્રવેશ્યો .પહેલા તેને લાઇબ્રેરીમાં લઈ જવામાં આવ્યો. ચોકીદારે ત્યાં ટેબલ ઉપર પડેલ એક બેલ વગાડી ને તરત બાજુના રૂમમાંથી એક ઘોઘરો અને જાડો અવાજ સંભળાયો. :"અંદર આવો."

પૃથ્વી પેડ અને પેન તૈયાર કરીને અંદર દાખલ થયો. તેણે જોયું કે ,સર આકાશ ખુરાના જોકે જાડો અને ઘોઘરા અવાજ વાળો હતો, પણ તે ઉપરથી ધારી શકાય તેવી રીતે ઊંચા કદનો નહોતો પણ ઠીંગુજી હતો. પૃથ્વીને જોતા તેણે કહ્યું : બેશરમ !આવી ઉદ્ધત અને હઠીલી ચાલ વાપરી તેનું કારણ શું હતું? મોટી મોટી અફવાઓ શેની લાવ્યો છે? મારા સેક્રેટરીએ તારી ભલામણ ન કરી હોત તો હું તને ચોકીદાર પાસે ઊંચકાવીને દરવાજામાંથી રસ્તામાં જ ફેંકાવી દેત.? મારે તારા ન્યુઝ પેપર નું શું જોવાનું છે? તમે ન્યુઝપેપર વાળાઓ ધાંધલીયા, લુચ્ચા હોવાથી તમને લોકોને હું મળતો નથી. છતાં શું તમે લોકો જોર જુલમથી મને મળવા માંગી શકો? શરમ છે! જા તારા ન્યુઝ પેપર માટે મારે કાંઈ કહેવું નથી. અત્યારે જ મારું મકાન છોડીને ચાલ્યો જા."

અંગાળો નો વરસાદ ક્યાં સુધી વરસ્યા કરે તે કહી શકાય નહીં. પણ સર આકાશ ખુરાનાએ જોયું કે ,પૃથ્વી એકદમ શાંતિથી કાગળિયામાં કંઈક લખતો હતો આથી તેને મોટા અવાજે બૂમ પાડીને કહ્યું : "ઉભો રહે તુ , લુચ્ચા તું તારી જાતને શું સમજે છે? શું લખે છે ?"

પૃથ્વી એ કાંઈ જવાબ ન દેતા લખવું ચાલુ રાખ્યું.

સર આકાશ ખુરાના એ ફરીથી પૂછ્યું : "કેમ બહેરો છે? હું પૂછું છું એનો જવાબ કેમ દેતો નથી?"

ફરીથી પૃથ્વી એ જવાબ ન દેતા લખવામાં જ ધ્યાન આપ્યું. હવે સર આકાશ ખુરાના પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને પૃથ્વી પાસે આવવા લાગ્યા. જેવા તે છેક તેમની નજીક જઈને ઉભા કે તરત જ પૃથ્વીએ પોતાના બંને હાથ પીઠ પાછળ વાળી દીધા.

એ ચોક્કસ હતું કે જો તે હજુ પણ લખ્યે ગયો હોત તો સર આકાશ ખુરાના તેના હાથમાંથી કાગળિયાં ઝુંટવી લેત પણ પૃથ્વી વેળાસર ચેતી ગયો હતો.

સર આકાશ ખુરાનાએ તેમની પાસે આવી ,તેમના ખભા પર હાથ મૂકી કહ્યું : કેમ, સાંભળે છે કે? તું શું લખતો હતો?"
પૃથ્વીએ કહ્યું :" ખુદ આપની સાથે વાતચીત કરવી અને આપના મુખમાંથી જે ફૂલ ઝરે તે મારે જીલી લેવા, એ મારી મોટી ફરજ હતી !આપે જે સઘળું કહ્યું તે મેં લખી લીધું ! સાહેબ ,આપે અમારા વાચકોને રસ પડે તેવું પૂરતું કહ્યું છે તે માટે હું આપનો આભારી છું."

સર આકાશ કુમાર ખુરાના ચમક્યો ! "શું મેં જે બધી ગાળો દીધી તે આ છોકરો કાલે ન્યુઝ પેપરમાં છાપશે?" તે ગુસ્સે થયો. "એ છોકરા, શું મેં જે કહ્યું તે તું કાલે છાપવાનો છે?"

પૃથ્વી એ જવાબ દીધો : "અક્ષરે અક્ષર; સાહેબ! અમે કેમ લખીશું તે આપને કહી બતાવું :"અમારા ખાસ પ્રતિનિધિએ ગઈકાલે જાણીતા વિજ્ઞાનશાસ્ત્રી સર આકાશ ખુરાના ની મુલાકાત લીધી હતી. કેટલીક રકઝક બાદ અમારા પ્રતિનિધિને તેઓ સાહેબે પોતાની પાસે બોલાવ્યા હતો અને કહ્યું હતું કે- બદમાશ, આવી ઉદ્ધ તને હઠીલી ચાલ ચલાવવાનું તને કારણ શું હતું? મોટી મોટી_"
સર આકાશ ખુરાનાએ કહ્યું : ચૂપ ,કે આવું લખ્યું તો તારી વાત છે ,સમજ્યો ?"

પૃથ્વીએ કહ્યું : "સાહેબ મારે કંઈ આપની સાથે વેર નથી આપે જે શબ્દો કહ્યા છે તેથી એક પણ વધુ શબ્દ નહીં છાપુ ,અને જ્યારે આપ સાહેબ કચવાતા જણાઓ છો ત્યારે મને આપની તરફથી આ લખાણને બદલે કાંઈ બીજું છાપવાનું આપો તો હું આ નહીં છાપું !"

પૃથ્વીએ પોતાનો ઘા જબરી રીતે લગાવ્યો હતો, તેના કહેવાની સજ્જડ અસર આકાશ ખુરાના ઉપર થઈ તેણે કહ્યું :" બોલ, તારે મારી પાસેથી શું જાણવું છે?"


શું આકાશ ખુરાના તેમના વિશેની સાચી માહિતી આપશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ....