LOVE OR ATTRACTION - 6 in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ કે આકર્ષણ - ભાગ 6

Featured Books
Categories
Share

પ્રેમ કે આકર્ષણ - ભાગ 6

ધ્રુવલ : તું વાત કરી રહી છે..એ તો બરોબર પણ તારા સમ નું શું થયું ?

રોઝ : હા ! તને કહું છું...થોડી ધીરજ તો રાખ.
ધ્રુવલ : ધીરજ રખાય એમ જ નથી...જ્યા સુધી તું મને કહીશ નહિ ત્યાં સુધી.
રોઝ : બાપ રે....તો સાંભળ..કાલે આપણે બંને ફોન પર વાત કરી રહ્યા હતા....તું બોલી ને અને હું સાઇલેન્ટ માં...ત્યારે મારા ભાઈ ને ખબર પડી ગયી. થોડી વાર રહી ને એ મારા રૂમ માં આવ્યો...


(રોઝ નો ભાઈ : રોઝ....તું સાચ્ચે પેલા ને વાત નથી કરતી ને ?
રોઝ : હા ભાઈ હું સાચ્ચે વાત નથી કરતી..!
રોઝ નો ભાઈ : એને ફોન પણ નથી કરતી ને ?
રોઝ : ના !
રોઝ નો ભાઈ : મારા સમ ?
રોઝ : ભાઈ બધા માં કેમ સમ આપો છો તમે.....?
રોઝ નો ભાઈ : હમ્મ...એટલે તમે બંને ફોન પર વાત કરો છો એમ જ ને !
રોઝ : હું એને ફોન કરું છું. પણ હું એની જોડે સાઇલેન્ટ વાત કરું છું. પપ્પા અને તમારા સમ ના તૂટી જાય એટલે.
રોઝ નો ભાઈ : તો મારા આપેલા સમ નો મતલબ જ શું ? આતો તમે બંને એ વચ્ચે નો રસ્તો શોધી કાઢ્યો...વાત કરવા માટે.
રોઝ : એવું નથી પણ અમે બંને એક બીજા વગર નથી રહી શકતા ભાઈ...તમે સમજો. હું વાત નથી કરતી પણ એ તો નથી જ રહી શકતો. હું તમારી અને એની બંને ની ખુશી નું ધ્યાન રાખું છું.
રોઝ નો ભાઈ : મારો નિર્ણય હજુ બદલાયો નથી...મારુ મન એને અપનાવા માટે બિલકુલ તૈયાર નથી. પણ હા તારી ખુશી માટે તને હજુ એક તક આપું છું. ચલ માની લે..તમારા બંને માટે હું સહમત છું. આજે પેહલી તારીખ છે. તારી જોડે ૧૯ તારીખ સુધી નો સમય છે...એટલે કે તારા જન્મદિવસ સુધી નો સમય છે. ત્યાં સુધી પપ્પા ને હવે વાત તું જ કરીશ. ત્યાં સુધી હું તારી ને એની વચ્ચે નહિ આવું. તું પપ્પા ને કેવી રીતે મનાવે છે ? એ હવે બધું તું જ વિચાર ત્યાં સુધી તું મારા કસમ થી મુક્ત છું.. પણ પપ્પા નહિ માન્યા તો પછી પપ્પા જે કહેશે એ તારે કરવું પડશે....
રોઝ : વાંધો નહિ પપ્પા ને હું માનવી લઈશ. તમારો ખુબ ખુબ આભાર ભાઈ...)

આ કારણ થી અત્યારે હું તારી સાથે વાત કરી રહી છું.
ધ્રુવલ : ઓહ્હ...તારો ભાઈ એટલો સરળતા થી છટકી ગયો...મને થોડું હજમ નથી થતું..
રોઝ : વાત તો કરતી થયી ગયી ને તારી જોડે....હવે તું એ બધું ટેન્સન મૂકી દે.
ધ્રુવલ : કઈ નહિ ચલ આપણી જોડે હવે ૧૯ દિવસ નો સમય તો છે. કે તારા પપ્પા ને હવે કેમના મનાવા.

રોઝ : એમને હું વાત કરીશ. કે હું એની જોડે ખુશ છું. બીજા નું આપણે શું જોવાનું..અને એમ પણ કહીશ કે તમે એવું હોય તો એની ફેમિલી ને મળો ધ્રુવલ ને મળો વાત કરો. તો જ તમને એમની પર વિશ્વાસ આવશે ને..એમ.

ધ્રુવલ : તો પણ તારા પપ્પા આપણા બંને માટે ના માન્યા તો શું કરીશ ?
રોઝ : પોઝિટિવ વિચાર ને....પાગલ !
ધ્રુવલ : સિક્કા ની ૨ બાજુ હોય છે. બંને બાજુ નું વિચારવું પડે છે...કેમ કે આપણા બંને ના કિસ્મત એટલા ખરાબ ચાલે છે એટલે મને આપણા બંને ના કિસ્મત પર વિશ્વાસ નથી આવતો.
રોઝ : તો કઈ નહિ છેલ્લી વાર મળી ને બંને જણા અલગ થઇ જઈશું. કદાચ એ જ આપણું કિસ્મત હોય. પછી તો મારા પપ્પા કહેશે એમ જ મારે કરવું પડશે.
ધ્રુવલ : એવું ના બોલ...યાર. તારા વગર હું રહી જ નહિ શકું. એવું હોય તો આપણે બંને જણા કોર્ટ મેરેજ કરી લઈએ.
રોઝ : ના ! હો...મારા ઘર ની મરજી હશે તો જ આપણે મેરેજ કરીશું. એમને મને આટલી મોટી કરી હોય..અને હું આવું પગલું ભરું...એવું હું કરું જ નહિ.
ધ્રુવલ : હા ! એ વાત પણ છે. ખબર નહિ મગજ જ કામ નથી કરતું. મારા મન માં વિચારો જ એવા આવી જાય છે.
રોઝ : કહી નહિ જે પણ થશે આપણા બંને ના સારા માટે જ થશે.
ધ્રુવલ : આપણા બંને ના મિલન સિવાય મને તો આપણા બંને માટે સારું બીજું કઈ લાગતું જ નથી.

(રોઝ ના જન્મદિવસ ના ૪ દિવસ બાકી હતા.. ત્યારે હું અને રોઝ બંને જણા વાત કરી રહ્યા હતા.)

ધ્રુવલ : તારો જન્મદિવસ આવી રહ્યો છે...આપણે બંને એ મળી ને એની ઉજવણી કરવી જોઈએ. શું કેવું છે તારું ?
રોઝ : ઓહ્હ...હવે એમાં શું ઉજવણી કરવાની ? અને જન્મદિવસ તો હું મારા પરિવાર સાથે જ મનાવું છું. તો મને માફ કરી દે જે.
ધ્રુવલ : તો પછી મારે અહીંયા શું કરવાનું....?? મારી માટે તું પણ કૈક છે...મને પણ તારા જન્મદિવસ નો ઉત્સાહ છે. એનું શું ? 
રોઝ : હા તો તું ટેન્સન ના લે....એ દિવસે સાંજે પપ્પા ને વાત કરી ને...પપ્પા માની ગયા તો બીજે દિવસે આપણે મળી ને ઉજવણી કરીશું. ત્યારે આપણી જોડે ૨ કારણ હશે...એક તો મારા જન્મદિવસ નો અને એક મારો પરિવાર માની જશે એનો...
ધ્રુવલ : હા ! બસ ભગવાન કરે તારા પપ્પા માની જાય...!
રોઝ : મને વિશ્વાસ છે પપ્પા માની જ જશે. 

(૨ દિવસ પછી....રોઝ નો ભાઈ અને એના મમ્મી પપ્પા સાથે)

રોઝ નો ભાઈ : મમ્મી પપ્પા મારે તમને એક વાત કરવી છે.
રોઝ ના પપ્પા : શું વાત કરવી છે ?
રોઝ નો ભાઈ : ૨ દિવસ પછી રોઝ નો જન્મદિવસ છે.
રોઝ ના પપ્પા : હા ! મારી ઢીંગલી નો જન્મદિવસ છે. આપણે એને સરસ મજા નો સરપ્રાઈઝ આપીશું.
રોઝ નો ભાઈ : એ બધું તો ઠીક છે. પણ મેં તમને બંને ને સરપ્રાઈઝ માટે વાત કરવા માટે નથી ભેગા કર્યા. તમારી ઢીંગલી જે તમને સરપ્રાઈઝ આપવાની છે એ વાત કરવા માટે ભેગા કર્યા છે. 
રોઝ ની મમ્મી : એ શું સરપ્રાઈઝ આપવાની છે ?
રોઝ નો ભાઈ : વાત એમ છે કે થોડા ટાઈમ પહેલા પપ્પા ને રોઝ એ આપણા સગા માં એક છોકરો છે. એની સાથે લગ્ન માટે ની વાત કરી હતી..
રોઝ ના પપ્પા : હા બરોબર....પણ એ સગા તો એ લોકો ની કોઈ જવાબદારી લેવા માંગતા નથી. તો એ વાત તો ત્યારે જ પુરી થઈ ગયી.
રોઝ નો ભાઈ : હા ! તો હવે સાંભળો આપણી રોઝ અને એ છોકરો બંને એક બીજા ને પસંદ કરે છે. અને આ વાત એ એના જન્મદિવસ ના દિવસે તમને કરવાની છે.
રોઝ ના પપ્પા : હમ્મ...બરોબર રોઝ ને ગમે છે એ ? તો આપણે એક વાર એની ફેમિલી માં કે એ છોકરા ને મળી ને વાત કરી લેવી જોઈએ.
રોઝ ની મમ્મી : મળી ને શું વાત કરશો તમે ? તમે જ વિચારો એમના જ સગાવાળા જે લોકો એમને વધારે ઓળખે છે એ પોતે જ એમની જવાબદારી લેવા માટે સક્ષમ નથી. તો એમના પરિવાર માં કૈક ખામી હશે તો જ ને. એ લોકો એટલા જ સારા હોત તો હા પણ પાડે કોઈ.
રોઝ નો ભાઈ : ખામી તો છે જ રોઝ ના માં બુદ્ધિ નથી અને એનો ફાયદો પેલો છોકરો ઉઠાવે છે.
રોઝ ના પપ્પા : એટલે...?
રોઝ નો ભાઈ : હજુ...એમને ૭ મહિના તો થયા છે બંને ને મળે...છોકરો ડિપ્લોમા કરી ને નોકરી લાગેલો છે. અને બંને જણા ને એવું છે કે અમે બંને એક બીજા ને પ્રેમ કરીએ છીએ. મેં રોઝ ને કીધું કે આ તમારું આકર્ષણ છે પણ સમજતી જ નથી. આપણી છોકરી ડિગ્રી કરેલી છે. કોઈ ડિપ્લોમેટિક માણસ ના હાથ માં થોડી આપી દેવાય. જેના ઘર પરિવાર વિષે આપણે જાણતા જ નથી.
રોઝ ના પપ્પા : વાત તો સાચી છે તારી...કે આપણી છોકરી એટલું ભણેલી હોય ને છોકરો ડિપ્લોમા વાળો ઉપર થી આપણી રોઝ ને તો સારો છોકરો મળે એમ છે.
રોઝ નો ભાઈ : હું એ જ તો કહું છું...એટલે તમે એને ના પાડી દે જો...અને એની જોડે વાત ના કરે એમ પણ કહી દે જો. મેં મારી રીતે પ્રયત્ન કર્યો પણ એને કઈ પડી જ નથી...રોઝ તમારી વાત તો માનશે.
રોઝ ના પપ્પા : પણ હું એને એ રીતે ના પાડી દઈશ...તો એને એમ થશે કે પપ્પા ને મારી પસંદ પર વિશ્વાસ નથી.
રોઝ નો ભાઈ : પપ્પા...ત્યારે ભલે એને એવું થશે પણ આગળ જતા એને એના ભૂલ નો એહસાસ થશે. ત્યારે એને આપણે જ સાચા લાગીશુ કે આપણે એની માટે જે વિચાર્યું એ બરોબર છે.
રોઝ ના પપ્પા : હમ્મ. સારું એને સામે થી વાત કરવા દે....પહેલા હું એની બધી વાત સાંભળીશ પછી કોઈ કારણ થી એને એ છોકરા જોડે વાત કરવાની ના પાડી દઈશ...

(મારા અને રોઝ ના બંને ના પ્રેમ પર સંકટ ના વાદળ પહેલા થી જ આવી ગયા હતા જેની જાણ અમને મને અને રોઝ ને બિલકુલ નથી. જેને અમને તક આપી હતી એને જ અમારો રસ્તો બંધ કરી દીધો.)

 ભાગ ૬ - સમાપ્ત