Shikhar - 10 in Gujarati Classic Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શિખર - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શિખર - 10

પ્રકરણ - ૧૦

પલ્લવીને અકસ્માત થયો એટલે એણે ન છૂટકે તુલસીના ઘરે જ રહેવા ફરી પાછું આવી જવું પડ્યું જે માટે એ બિલકુલ રાજી ન હતી. પરંતુ એ મજબૂર હતી. એ કંઈ પણ કરી શકે એમ જ ક્યાં હતી? કારણ કે, પોતાની તો હવે કામ કરવાની ત્રેવડ રહી ન હતી અને શિખરનો ઉછેર પણ એ કરી શકે તેમ હાલ એની પરિસ્થિતિ ન હતી. એટલે એણે ફરજિયાત તુલસી પાસે જ રહેવું પડ્યું.

ઓપરેશન પછી તુલસી પલ્લવી, નીરવ અને શિખરને લઈને પોતાના ઘરે આવી. છ મહિનાનો શિખર એની મમ્મીનાં પગમાં પાટો બાંધેલો જોતો એટલે એ એની મમ્મીથી ડરવા લાગ્યો હતો અને એ એની મમ્મી પાસે જવાની હિંમત જ નહોતો કરતો. પલ્લવી એને બોલાવતી તો પણ એ એની પાસે જતો નહીં અને એ તુલસીની પાછળ લપાઈ જતો. નાનકડા શિખરને પલ્લવીના પગમાં બાંધેલા પાટાથી ખૂબ ડર લાગતો હતો.

એમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો હતો. પલ્લવી પથારીમાં હતી એ દરમિયાન તુલસીએ એની ખૂબ જ સેવા કરી અને શિખરને પણ એણે ખૂબ જ સારી રીતે સાચવી લીધો. પલ્લવીના મનમાં અત્યાર સુધી તુલસી માટે જે કંઈ પણ ડર હતો કે પલ્લવી એના દીકરાને એનાથી દૂર કરી દેશે એ ખોટો સાબિત થઈ રહ્યો હતો. શિખર જ્યારે પલ્લવી પાસે જતો રહે ત્યારે તુલસી એને એની પાસે જાય એ માટે સમજાવતી અને કહેતી કે, શિખર બેટા! એ તો તારી મમ્મીને વાગ્યું હતું ને એટલે એના પગમાં પાટો બાંધેલો છે. એનાથી કંઈ ડરાય નહીં. મારો શિખર તો બહુ બહાદુર દીકરો છે. એ કંઈ ડરે નહીં. હમણાં થોડો સમય થશે એટલે પાટો છૂટી જશે પછી તારી મમ્મી પણ તારી જેમ દોડતી થઈ જશે.

તુલસી આવું સમજાવતી એટલે શિખર થોડીવાર પલ્લવી પાસે રહેતો. પરંતુ વધુ સમય એ એની પાસે રહી શકતો નહીં. જેવી એની નજર પલ્લવીના પગના પાટા પર પડતી ને એને ડર લાગવા માંડતો. જો તુલસી બાજુમાં સાથે બેઠી હોય તો એ ડરતો નહીં પરંતુ જો તુલસી ક્યાંય આડી અવળી થાય તો શિખર એકલી પલ્લવી પાસે રહેતો નહીં. એને ડર લાગતો.

એમ કરતાં કરતાં લગભગ બીજા છ મહિના જેટલો સમય પસાર થઈ ગયો. શિખર પણ એક વર્ષનો થઈ ગયો. આજે પલ્લવીનો પાટો છૂટવાનો હતો.

નીરવ અને પલ્લવી બંને એ માટે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે પલ્લવીનો પાટો છોડ્યો અને હવે એમણે જે કંઈ પણ ફિઝિયોથેરાપી લેવાની હતી એ થોડું સમજાવ્યું અને કહ્યું કે, "હવે તમારો પગ તો બરોબર થઈ ગયો છે પરંતુ હજુ ધીમે ધીમે ચાલવાનું શરૂ કરવું પડશે અને થોડીક કસરત પણ કરવી પડશે અને એ માટે તમારે ફિઝીયોથેરાપીસ્ટને પણ બોલાવવા પડશે કે, જે તમને તમારા ઘરે આવીને થોડી કસરત શીખવાડશે અને એ કહે એ પ્રમાણે કરશો તો તમને જલ્દી સારું થઈ જશે. હું તમને એમનો નંબર આપી દઉં છું."

"ઠીક છે ડોકટર. અમે એમને ઘરે બોલાવી લઈશું."

ડોક્ટરના ક્લિનિકથી પાટો છોડાવીને નીરવ અને પલ્લવી બંને ઘરે આવ્યા ત્યારે તુલસીએ બંને માટે નાસ્તો બનાવી રાખ્યો હતો. બધાં નાસ્તાના ટેબલ પર ગોઠવાયા.

તુલસીને પોતાના માટે આટલું બધું કરતા જોઈને આજે હવે પલ્લવીથી ના રહેવાયું અને એ બોલી ઉઠી, "મમ્મી! પ્લીઝ મને તમે માફ કરી દો. હું કદાચ તમને સમજી જ ન શકી. મેં તમને ઘણાં ખોટાં સમજ્યા. મને એવું લાગતું હતું કે, કદાચ તમારા હોવાથી હું શિખરનો ઉછેર મારી રીતે નહીં કરી શકું અને શિખરને તમે કયારેય મારો નહીં થવા દો. જે ખરેખર તો મારી ભૂલ જ હતી. જ્યારે તમે શિખરનું નામ પાડ્યું ત્યારે તમે મારી ઈચ્છા પૂછી નહીં એટલે મને એ વાતનું ખૂબ જ દુઃખ થયું હતું. આ છ મહિના દરમિયાન તમે મારા અને શિખર માટે જે કંઈ પણ કર્યું એ મેં મારી નજરે જોયું છે અને એટલે જ આજે મને મારી હરકત પર ખરેખર પસ્તાવો છે એટલે બની શકે તો પોતાની દીકરી સમજીને મને માફ કરી દેજો. મારે એક દીકરાને એની મા થી જુદો નહોતો જ કરવો જોઈતો પણ મેં આ ભૂલ કરી એ બદલ હું ખૂબ દિલગીર છું. આજે હું આ વાત ખુલ્લા મને તમારી સાથે વાત કરવા ઈચ્છું છું."

એટલે આ સાંભળીને તુલસીએ એને પ્રત્યુત્તરમાં કહ્યું, "જો પલ્લવી! એક હાથે ક્યારેય તાળી પડતી નથી. જેમ તને તારી ભૂલ સમજાઈ એ રીતે મને પણ મારી ભૂલ સમજાઈ છે. શિખરનું નામકરણ કરતાં પહેલાં મારે એમાં તારી મરજી પણ ભેળવવી જોઈતી હતી પરંતુ હું એ વાત સમજી ન શકી એ મારી પણ ભૂલ હતી. નીરવ હવે માત્ર મારો દીકરો જ નથી પરંતુ તારો પતિ પણ છે એ વાત પણ મારે સમજવી જોઈતી હતી જે મને હવે આજે સમજાય છે. હું તારા મનની પરિસ્થિતિ પણ સમજું છું. એ વખતે હું ઈચ્છતી હતી કે, બધી જવાબદારીઓ તમારાં બંનેની માથે પડશે એટલે તમને સમજાશે કે, ઘર ચલાવવું સહેલું નથી એટલે તને રીયલાઈઝ કરાવવા માટે જ મેં નીરવને સમજાવ્યું હતું કે, એ તારી સાથે જુદા ઘરમાં રહેવા જતો રહે. પરંતુ તમને સમજાયું કે નહીં એ તો ખબર નહીં પરંતુ મને જરૂર સમજાઈ ગયું કે ઘર તો સાથે રહેવાથી જ બને છે. એકબીજા સાથે સંવાદ સાધવો કેટલો જરૂરી હોય છે એ મને આજે સમજાયું. એટલે હવે આજે તો જાગ્યા ત્યારથી સવાર"

"હા મમ્મી! તમે ઠીક કહો છો. આજથી હવે આપણે બંને એકબીજાને જે કંઈ પણ તકલીફ કે પરેશાની હશે એ વાતો કરીશું. એકબીજા પ્રત્યે મનમાં કશું જ નહીં રાખીએ અને મનમાં અને મનમાં મૂંઝાયા નહીં કરીએ. તમારા મનમાં જે વિચાર આવે એ તમે મને કહી દેજો અને મને જે લાગશે એ હું પણ કહી દઈશ. આજથી આપણે સાસુ વહુ નહીં પરંતુ મા દીકરી બનીને રહેશું."

આ બંને સાસુ વહુની વાત સાંભળીને અત્યાર સુધી ચૂપ બેઠેલો નીરવ બોલ્યો, "થેંક ગોડ! આખરે તમારા બંને વચ્ચે સમાધાન તો થયું નહીં તો હું બહુ પીસાઈ રહ્યો હતો તમારા બંનેની વચ્ચે."

બધાં ત્યાં વાતો કરતા હતા ત્યાં જ એક વર્ષનો શિખર પોતાના પગેથી દોડતો દોડતો મામા પાપા પાપા કરતો ત્યાં આવ્યો. આજે શિખર પહેલીવાર પોતાના પગ પર ઉભો રહીને ચાલવા લાગ્યો હતો આ જોઈ ત્રણેય જણા ખૂબ જ ખુશ થઈ ગયા.

(ક્રમશ:)