ગતાંકથી...
દિનકરરાય : "બસ હવે તારો શક મજબૂત થવાનું ખાસ કારણ છે . લાલચરણે પોતે કદાચ ચોરી કરી હોય અથવા કોઈપણ માણસને ખાસ રોકીને તેને એ ચાવી આપીને એ કાગળિયા પેટીમાંથી ચોરાવ્યા હોય. એ બધી માથાકૂટ કરવાનું લાલચરણ ને શું કારણ ! પણ ...ગઈકાલે જ્યારે તે આ રૂમમાં એકલો હતો ત્યારે શા માટે એ કાગળિયા તેણે કાઢ્યા નહીં હોય ?એ તે તેમ કરી શકત. ત્યારે મારું પાછું એમ માનવું થાય છે કે ,ચોર તો કોઈ સામાન્ય માણસ જ હોવો જોઈએ, અને પૈસાની પેટી ધારીને તે ખોલવા જતા તું આવી પહોંચ્યો એટલે તે નાસી ગયો હોવો જોઈએ .લાલ ચરણે અથવા તો તારા પપ્પાએ આ પેટીમાંથી કાગળિયા કાઢી લીધા હશે એમ હું માનું છું."
હવે આગળ...
હવે આ નવા તકૅ થી પૃથ્વી ગૂંચવાઈ ગયો. મિ. દિનકર રાય નું કહેવું તેને બરાબર ખુચ્યું નહીં તેમ પોતાનું માનવું પણ તેને ખોટું ન લાગ્યું .મિ.દિનકરરાયે આ બાબત ફેરવી નાખી અને તેઓ બીજી વાતો ઉપર ચઢ્યા. તેને પૃથ્વીને સારી શિખામણો આપી, હિંમત નહીં ખોવા અને દુનિયામાં એક મરદ માણસની માફક કામ કરવા ભલામણ કરી. થોડીવારમાં લાલચરણ આવી પહોંચતા દિનકરરાયે રજા લીધી.
લાલ ચરણને પૃથ્વીના પપ્પા ના ટેબલ ઉપર પડેલી પેટી જોઈને કહ્યું : "અરે આ પેટી ક્યાંથી આવી?"
પૃથ્વી :"ગઈકાલે એ પેટી ઓ અભેરાઈ ઉપર હતી."
"એ તો ગજબ જેવું !મેં એ પેટી કાલે ત્યાં જોઈ નહોતી!"
"મારા પપ્પાના ચાવીઓના ઝુડામાં તેની એક ચાવી રહેતી હતી. એ ઝુડો તમારી પાસે છે."
પૃથ્વી સારી રીતે જાણતો હતો કે તેનું ધારો ખોટું ન હતું. લાલચરણને અજીબ લાગ્યું પણ તરત જ પૂરેપૂરી શાંતિ ધારણ કરી પોતાના ખિસ્સામાંથી તેણે એક ચાવીનો ઝુડો બહાર કાઢ્યો. તેમાંથી એક પછી એક ચાવીઓ પેટીને લગાડી પણ એકેય ચાવી તેની કળમાં બેઠી નહીં ,તેથી તે બોલ્યો :
"આમાં તો આ પેટી ની એકય ચાવી નથી "
"બે દિવસ પહેલા તો તેમાં જ હતી. મારા પપ્પાએ ઝુડામાંથી એક ચાવી આ પેટીને લગાડી હતી. તે વખતે હું તેમની પાસે જ હતો."
"મને તો આશ્ચર્ય થાય છે કે, તે ચાવી આ ઝુડામાંથી જાય ક્યાં !"
શું લાલ ચરણ નાટક કરતો હતો ? પૃથ્વી એ તેના ચહેરા પર ઘણીવાર સુધી ટગર વગર જોયા કર્યુ; પણ તેની ઉપર તે કાંઈ પણ ફેરફાર જોઈ શક્યો નહીં. ત્યારે એ ચાવી જાય ક્યાં? આ પ્રશ્ન પૃથ્વીના મનમાં પણ ગૂંચવાઈ રહ્યો.
એટલામાં લાલ ચરણે કહ્યું : "આપણે કોઈ ચાવીવાળાને બોલાવીને આ પેટી ખોલાવવી જોઈએ." એ પછી તેણે પેટીને ઉપાડીને હલાવી જોઈ અને કહ્યું : "પણ એમાં કશું હોય એમ લાગતું નથી."
પૃથ્વીએ વિચાર કર્યો કે, લાલ ચરણ જો નાટક કરતો હોય તો ખરેખર તે એક હોંશિયાર માણસ છે, કારણ પહેલાં તે ચોંક્યો હતો તે સિવાય તેણે પોતાના ચહેરા ઉપર કોઈપણ જાતની લાગણી બતાવી નહીં. અને ત્યાર પછી બેગુનાહ હોય તે પ્રમાણે તે ઠંડે કાળજે વાતચીત કરતો હતો.
થોડી વારે લાલ ચરણે ફરી કહ્યું : "સારું, એ તો ગોઠવણ હું કરી લઈશ. પણ ... બીજું કહેવાનું એ કે હવે તું આપણી ઓફિસમાં સોમવારથી જોડાઈશ ને ? હું માનું છું કે તું આવા મોટા ઘરમાં રહી એકલો મૂંઝાયા કરે અને દુઃખી થાય એ ઠીક નહીં. મારા મત મુજબ તું એકાદ નાની રૂમ ભાડે લઈ લે તો ઠીક .આ મકાન આપણે થોડા સમયમાં વેચવાની ફરજ પડશે એટલે પુસ્તકો અથવા તો જે કોઈ ઉપયોગી રાચ રચીલું તારે જોઈતું હોય તે બધું તું નવી રૂમમાં મોકલી આપ. કેમ શો વિચાર કરે છે?"
પૃથ્વી એ લાલ ચરણની આ ગોઠવણમાં કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. આવડા મોટા મકાનમાં પોતાને એકલું રહેવું ગમે નહીં ,એ કુદરતી હતું. વળી અહીં પોતાના પપ્પાના મૃત્યુની યાદી તેના મગજમાં વારંવાર આવ્યા કરે અને તે સાથે પપ્પાની મિલકતનો લાલચરણ તરફથી થતો ગેર ઉપયોગ અને તેને લઈને 'લોક સેવક'ને લગતી ગડમથલ ભરી વાતો તેને હરેક ક્ષણ યાદ આવ્યાં કરે.
લાલચરણ ના ગયા પછી પૃથ્વી બહાર નીકળ્યો અને ભાડાના મકાનની તપાસ કરવા લાગ્યો.' લોકસેવક'ની ઓફિસ પાસેના એરિયામાં એક ચાલીમાં બે રૂમનું એક મકાન તેણે પસંદ કયુૅ. તેણે આ મકાનમાં પોતાને ઉપયોગી કેટલોક સામાન પોતાના ઘરેથી લીધો. જુના રસોઈઆને અને નોકરને રજા આપવી પડી અને પોતાને જમવાની ગોઠવણ તેણે એક લોજમાં કરી. એ જ રાત્રિથી તેણે આ નવા મકાનમાં સુવા જવાની શરૂઆત કરી તે રાત્રે તેને જરીક પણ ઊંઘ આવી નહીં .પોતાના ભવિષ્ય માટે તેણે ઘણા વિચારો આવ્યા .એક સમય એવો હતો કે જ્યારે તેના પપ્પાએ તેને 'લોક સેવક'માં જોડાવાનું કહ્યું હતું અને તે વખતે જો તે તેમાં જોડાયો હોત તો આજે કેટલીયે બાબતોથી તે માહિતી થઈ ચૂક્યો હોત ;અને લાલચરણના સઘળા કારસ્તાન સમજી ચૂક્યો હોત. પણ જે સમય વીતી ગયો તે તો પાછો ફરવાનો નથી અને તેથી હવે તે સઘળું નકામું હતું છેવટે કેટલીય ભાંજગડ પછી તેણે એવું નક્કી કર્યું કે પ્રેમ પ્રેસની ઓફિસમાં જોડાઈ જવું અને ઘણી જ કાળજીથી તેમજ ચપળતાથી લાલચરણ પર છુપી દેખરેખ રાખવી.
સોમવારે સાંજે તે 'લોક સેવક'ની ઓફિસમાં જઈ પહોંચ્યો. 'લોકસેવક'માં લાલ ચરણના હાથ નીચે મુખ્યમંત્રી ચીમનલાલ નામના સજ્જન હતા અને અધિપતિ ને લગતી બધી જ જવાબદારી તેને માથે હતી. ચીમનલાલ એક યુવાન અને કસાયેલા માણસ હતા. પત્રકારના માનવંતા બિઝનેસ માટે તેમજ એકદમ બંધબેસતા હતા. આ બિઝનેસ સિવાય દુનિયામાં તેને બીજું કાંઈ વહાલું નહોતું _ કહો કે સૌથી ઉત્તમ બિઝનેસ પત્રકારનો છે એમ તે માનતો હતો. તેના એવા ઉત્સાહને લઈને લોક સેવકમાં હંમેશા ઊંચી જાતના લખાણ આવતા. સમાચારોની પસંદગી તાજામાં તાજી અને સંપૂર્ણ રીતે સુંદર પ્રકારે થતી. ચીમનલાલના હાથ નીચે રહેવાનું અગાઉ પણ પૃથ્વીને મન થયું હતું, અને આજે પણ તે નિર્ણય એ જ વિચાર અમલમાં મુક્યો જેવો તે 'લોક સેવક'ની ઓફિસમાં ગયો કે તરત જ ચિમનલાલે તેને આવકાર આપ્યો; અને પાસે બેસાડી શિખામણ આપવી શરૂ કરી. તેણે કહ્યું : "પૃથ્વી, આ બિઝનેસમાં હંમેશા બહુ કાળજીથી કામ કરવાની જરૂર છે .કોઈ દિવસ કોઈ પણ નોંધ બેદરકારપણે લખવી નહીં. જે વિષય ઉપર નોંધ લખવાની હોય તેને માટે પૂરતી માહિતી મેળવવામાં અને તે માટે વિચાર કરવામાં પુષ્કળ સમય લેવો. અને લખાણ લખી નાખ્યા બાદ ફરી ફરી તે વાંચી જવું. ડાઘાડુઘી અને છેકછાક વાળો લખાણ કંપોઝમાં કદી પણ આપવું નહીં. એક પત્રકારનો ઉમદા મિત્ર પ્રેસના કાર્યકરો છે. તેને બનતા સુધી વધુ તકલીફ ન આપવી. લખાણમાં બહુ અલ્પવિરામ કે અર્ધ વિરામ કરવા નહીં. આ દિવસોમાં લોકોને દરેકે દરેક શબ્દ પાસે અટકવાનો સમય મેળવી શકતા નથી. ઉતાવળિયું અને અવ્યવસ્થિત લખાણ લખવું તેના કરતાં ચોકસાઈથી અને સારી રીતે ચોખ્ખું લખાણ કરવું જરૂરનું છે. છાપા વાળા નો સિદ્ધાંત શું હોવો જોઈએ ? 'બુદ્ધિ અને ચપળતા 'તે કેવી?- લોકોને અજાયબીમાં ગરકાવ કરે એવી. કલાકે પાંચ હજાર નકલો કાઢનારાં આપણાં 'લોક સેવક'ના યંત્રો 'ચપળતા' રાખવાનો પાઠ આપણને શીખવે છે એ ના ભૂલીશ." પૃથ્વીને ચીમનલાલ તરફ માન ઉપજ્યું. તેની શિખામણ તેને ગમી.
ચીમનલાલ સાથેની વાતચીત ઉપરથી પૃથ્વી એ જોઈ લીધું કે લાલ ચરણના અંદર ખાનાના સ્વભાવથી તે અજાણ્યો હતો. અને લાલચરણ માટે તેને કોઈ જાતનો શક નહોતો તેને ચીમનલાલ ભલો ભોળો વિદ્વાન લાગ્યો. પોતાનું અંતઃકરણ તેની આગળ ખુલ્લું કરવું પૃથ્વીને વ્યાજબી લાગ્યું નહીં .અને 'થોભવું અને જોવું' એ નિયમ મુજબ તે નવા કામમાં ગોઠવાયો.
એ જ સાંજે સાડા છ વાગે એક મોટી રાજદ્વારી મિટીંગ હતી.' લોક સેવક'ના ત્રણ 'રિપોર્ટરો' સાથે પૃથ્વી તે મિટિંગમાં ગયો અને તેઓ કેવી રીતે કામ કરતા હતા તે જોયું.
આખરે પૃથ્વી શું ઓફિસમાં જોડાશે કે નહીં તે જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ..........