(૧) દિવાસળી
ડગલી માંડી જ્યારે એ લાડકી એ,
પગલી સમજી મારી એને લાકડીએ!
કુતુહલ એને અવનવું જાણે કંઈક,
સમાજને ક્યા મંજૂર આંખલડી એ!
મરે કુખમાં અને મરે જીવતી જાગતી,
દયાને તો જાણે છોડી પાલવડી એ !
શું ખબર કેવા મુકદ્દર થી જન્મી ?
જરૂર જ નથી તો શાની વાતલડી એ!
સુશોભિત હોય ત્યારે ચુંથાય જાય,
ન હોય તો કદરૂપી અભાગણ સમી એ!
રંગ ને બેરંગ કરી મૂક્યો જાત નો,
સ્ત્રીની વાત! મૂકો "દિવાસળી" એ?
શું છે આ ન્યાય? કહેજો જરા મને,
શરમ નથી? તમારી નજરવાણી એ!
સકળ આવશે પરીવર્તન ખરું ને,
સળગતા ના, ચાપેલી "દિવાસળી" એ!
***
(૨) સમજણ
દર્દ નથી જેમાં હું લપેટાયો છું,
ભયંકર જ્વાળામાં હું દટાયો છું!
આખરે ધિક્કાર જ મળ્યો જગતનો,
પરિવારનેય ક્યાં ખરો પરવડ્યો છું !
દુ:ખ અર્થે સ્થાન નથી લગીરેય હવે,
ખરા અર્થમાં કહું તો હું ગભરાયો છું!
શોધવા નીકળું કારણ, કોને હું નડ્યો?
તો કોને નથી? એમાં જ ગુંચવાયો છું!
હ્દય ક્યારેક કહું તો છોડીય દે કદાચ કંપન,
એવી એવી કંપનીઓના હાથે રમાડાયો છું!
સમજણ દરેકને છે જ, સાલુ ! પણ !
મારે જ દાખવવાની ? એમાં જ મુંજાયો છું!
***
(૩) પ્રેમગાથા
પ્રેમથી નથી કોઈ અહીંયા પાંખા,
ઝાંખા પડ્યા બસ થોડા એના છાંટા!
રૂહ કે જીસ્મ, લાગે એક ખેલ કે,
વણાયેલા એકમેકનાં વાંટા ઘાંટા !
સમીપ કે દુર, ના જાણે હેમખેમ ,
બદનસીબીનાય કેવા આ પાટા ?
દરખાસ્ત એવી કે મળે "એ" પણ,
ખૂંચ્યા એનેય તીક્ષ્ણ એવા કાંટા !
એ તો તોય રૂજાય જાય ખરું ને?
નો રૂજે એવા જ કાયમના ડાટા !
થર થર ધૃજી ઉઠ્યો હું ''બિચ્છું'',
જાણીને એની જૂની પ્રેમગાથા !
***
(૪) સ્ત્રી
જન્મી હું અહીં અવતરણે તારા,
કેમ નથી અહીંયા કોઈ જ મારા?
છોકરો કે છોકરી નથી ભેદ તોય,
દુનિયા ને સમાજ છેડે નાદ ખારા!
એ કુળનો દિવો ના નથી કોઈની,
પણ હું જલતી રોશની એ સારા!
ઘર ફરી ગયા ને માણસોયે બધા,
તોયે બેબાકળી ન બની હું યારા!
લાજ ને ઘુંઘટ કેમ બન્યા અહીંયા ?
ફક્ત છોકરીઓ માટેના નિયમ ધારા!
આંગણુ મેં મૂકી અપનાવ્યું બીજું,
તોયે માત્ર મેણાં ટોણાં નાજ મારા?
સહજતા થઈ દોડતી મારી રગોમાં,
અપેક્ષાઓ ન થઈ પુરી તો શું ડારા?
સીમાઓ બધી જ આવે મારે આડે,
પેલાને ક્યાં કોઈ બંધન કે તાળા !
દુઃખ ક્યાં સહન નથી કર્યું મેં કહો?
ચુપચાપ રહીને ચાલી પંથે તમારા !
તોય ધરાતી નથી દુનિયા શું ખબર?
કે સ્વતંત્રતાને મારી દઈનેય તાળા !
બસ ! બવ થયું આ અત્યાચાર,
નરસાં સારા નહીં સમજું હું તારા!
તોડીને તારી દરેક, સીમાઓને હા,
ઉડીશ હું રંગીન આસમાનમાં મારા!
કોઈએ જ્યારે ફરક ન કર્યો તો,
તું કોણ? એ કહે મારા વ્હાલા!
નક્કર છું અડીખમ ઊભી અહીંયા,
નહીં પળાય ખોટા એકેય રીવાજ તારા!
સંબંધો મને બધા સાચવતા આવડે,
નહીં પવાય આવા બેબૂનીયાદ ક્યારા!
નીકળી પડી છું મારી ન્યાયિક દુનિયામાં,
રસ્તો નહીં છૂટે મરવાદ દમતક મારા !
***
(૫) ડંખના ઝેર
એક ગુસ્સો ! એક પ્રેમ ! ભાવ છે મારો,
નફરતને વળગું એવો અવતાર છે મારો!
તુચ્છતાથી તુચ્છ થઈને આવે એવો,
ધમધમ ધોખાર બરતાવ છે મારો!
લાગણીવશ હોવ ત્યારે, હા છું સ્નેહી,
કટુતા ને કાપે એવો, નરમાવ છે મારો!
દિલચસ્પી ની વાત, તો અળગી રહી,
તને ના હોય ને, તો ના મનેય નાકારો!
દિલ મારું કદી એમ જ ના ભરાય,
ખલેલોથી ઘસાઇ કરે ગરકાવ તમારો !
આશાનું કિરણ જગાવી મુજને અરે!
પાળો તમે તમતમાર ધરમ તમારો !
નથી જરૂર કોઈની "બિચ્છું" ને અંતે,
ડંખના ઝેર ! ઇજ જુલમ છે મારો !
***
(૬) દિલનો દરિયો
દિલના દરિયા ને ક્યાં રાહત છે?
મિલન જુદાઈની જ માત્ર આહટ છે!
કેમ સમજાવવું કે તું છે જરૂરી,
તારા વિણ અધૂરી ચાહત છે!
ધડકન મારી કોહવાટ લાગેલી કંઈક,
દર્દમાં લિપટાયેલી ચાદર છે!
કેટલા પાસાંઓ! કેટલી મહત્વકાંક્ષાઓ!
વચ્ચે ધરબાયેલી મારી દાસ્તાન છે!
મતવાલી દુનિયા ને મતભેદ ની રીત,
તારી જરૂર છે મને એક આદત છે!
દબાવ છે સર પર તારા કેટ કેટલા,
પણ મનેય ઓછા ક્યાં? એ કડવાટ છે!
જીવશું જરૂર સજોડે જ એકબીજાની,
જો કુદરતને મંજૂર એ કયામત છે!
લગભગ ઘણા સમય બાદ આજે ફરી નવી ગઝલો પ્રકાશિત કરવા જઈ રહી છું, આશા રાખું છું કે આપ સૌને ગમશે. આપ સૌનો ખુબ ખુબ આભાર. જય હિન્દ.