Prem - Nafrat - 91 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૯૧

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૯૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૧

રચના મા મીતાબેન પાસે આવી ત્યારે એને આવી કલ્પના ન હતી કે મીતાબેને બીજા કોઈના કહેવાથી ઘરે મળવા બોલાવી હશે. મીતાબેને જે રીતે એને બોલાવી હતી એ પરથી લાગતું હતું કે એમના પરિવારની કોઈ ખાનગી અને અગત્યની વાત કરવા બોલાવી હશે. મીતાબેને એ અહીં આવી રહી છે એ વાત ખાનગી રાખવા પણ સૂચના આપી હતી. એ ત્યાં સુધી કે ફોન પણ બંધ રાખવા કહ્યું હતું. એનો અર્થ એ હતો કે એણે એકલીએ જ આવવાનું છે. આરવને સાથે લાવવાનો નથી. એટલું જ નહીં પોતે ક્યાં જઈ રહી છે એની આરવને ખબર પડવા દેવાની નથી. જો ફોન ચાલુ હોય તો એ પણ માના ઘરે આવવાની જીદ પકડી શકે એમ હતો.

રચનાને હજુ એની આંખ પર વિશ્વાસ આવતો ન હતો.તમે...?’ પૂછીને એ મીતાબેન તરફ જોવા લાગી અને જાણે પ્રશ્ન કરી રહી કે લખમલભાઈ આવ્યા હોવાની વાત એને કેમ જણાવી ન હતી?

રચના, મને જોઈને તને આટલી નવાઈ કેમ લાગી રહી છે? હું અહીં આવી ના શકું? તું મારી દીકરી જ છે. અને દીકરીના ઘરે આવવા માટે તારી પરવાનગીની જરૂર ના હોય ને બેટા?’ લખમલભાઈનો અવાજ એકદમ લાગણી નીતરતો હતો.

ના-ના પપ્પા, આ ઘર જ તમારું છે. તમે ગમે ત્યારે આવી શકો છો... કહી રચનાની જીભ પહેલાં સહેજ થોથવાઈ પછી એણે લખમલભાઈના આગમનને સ્વાભાવિકતાથી સ્વીકારી આગળ કહ્યું:પપ્પા, તમે આવ્યા એ ગમ્યું પણ માએ એવી રીતે મને બોલાવી હતી કે હું નવાઈ સાથે ડર અનુભવી રહી હતી. એવું તે શું થઈ ગયું હશે કે માએ મને ખાનગીમાં બોલાવી હશે... મેં ફોન પણ બંધ કરી દીધો છે.

તું તારી જગ્યાએ બરાબર જ છે. મેં જ વેવાણને કહ્યું હતું કે રચનાને સરપ્રાઈઝ આપીએ. મારે એની સાથે થોડી વાત કરવી છે એટલે આવ્યો છું. હા, ફોન ચાલુ કરી દે, કોઈ સંપર્ક કરશે તો અટવાશે. લખમલભાઈએ પોતાના આગમનનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરી દીધો.

પપ્પા, તમે આવ્યા એ અમને ગમ્યું જ છે પણ એવું કંઇ હતું તો મને ઘરે બોલાવી લેવી હતી. આજકાલ આરવ પણ થોડી ચિંતા અને દોડધામમાં છે એટલે આપણે ઘરે શાંતિથી બેસી શકતા નથી કે વાત કરી શકતા નથી. રચનાએ કંપની મુસીબતમાં હોવાનો આડકતરો ઈશારો કરી દીધો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી હું એ જોઈ જ રહ્યો છું કે તમે બંને પરેશાન લાગી રહ્યા છો. કંપની કેવી ચાલે છે?’ લખમલભાઈએ બંનેનું અવલોકન કર્યું હોય એ રીતે બોલ્યા.

કંપનીની શરૂઆત તો સારી જ થઈ છે. પણ નવો ધંધો હોય તો સેટ થતાં થોડો સમય લાગી જાય. આરવનો સ્વભાવ એવો છે કે એ વધારે ચિંતા કરી રહ્યો છે. મેં કહ્યું છે કે નવી કંપની હોય ત્યારે સ્થાન બનાવતા અને પ્રગતિ કરતાં સમય લાગી જાય છે... રચનાએ ગોળ ગોળ વાત કરતાં ખરી સમસ્યાની વાત કહેવાનું ટાળ્યું.

સસરા- વહુને કામની વાતો કરતાં જોઈ મીતાબેન બોલ્યાં:તમે વાતચીત કરો હું ચ્હા – નાસ્તાની વ્યવસ્થા કરું છું.

લખમલભાઈ સમજી ગયા કે કંપનીની કોઈ ખાનગી વાત કરવા જ પોતે આવ્યા છે એમ સમજી એ વચ્ચેથી ખસી રહ્યા છે એટલે કહ્યું:વેવાણ, અત્યારે હું ચ્હા – નાસ્તો કંઇ લેવાનો નથી. તમે અહીં જ બેસો...

રચનાનું દિલ થડકી ગયું. એને ખ્યાલ આવી ગયો કે એ જે વાત કહેવા આવ્યા છે એમાં માને પણ હાજર રાખવા માગે છે. નક્કી એ મારા વિશે કોઈ ફરિયાદ લઈને આવ્યા છે. હિરેન અને કિરણે અમારી કંપની વિશે કોઈ બાતમી આપી હશે અથવા એમની પત્નીઓએ એમના કાનમાં ઝેર ભર્યું હશે. પણ મને હવે એમની કોઇની ચિંતા નથી. હું સફળતાપૂર્વક મારા લક્ષ્ય તરફ આગળ વધી રહી છું અને છેલ્લા પડાવ પર આવી ગઈ છું.

ત્યાં ફોનની રિંગ વાગી. રચનાએ જોયું કે આરવનો ફોન છે એટલે લખમલભાઈને પ્રશ્નાર્થ નજરે લેવો કે નહીં એ પૂછવા કહ્યું:આરવ છે.

વાત કરી લે... પણ કહેતી નહીં કે હું અહીં આવ્યો છું... લખમલભાઈએ સૂચના આપી.

રચનાને લખમલભાઈ પોતાની હાજરી છુપાવી રહ્યા છે એ જાણી અનેક પ્રશ્ન થવા લાગ્યા હતા.

ક્રમશ: