Premni Anukampa - 15 in Gujarati Thriller by Jeet Gajjar books and stories PDF | પ્રેમની અનુકંપા - ભાગ ૧૫

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમની અનુકંપા - ભાગ ૧૫

પ્રકૃતિ અને વીર ઘરે પહોંચે ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે. બન્નેને મોડા આવતા જોઈને વિશ્ર્વાસભાઈ બોલ્યો. આજનો દિવસ કેવો રહ્યો. કેમ થોડું મોડું થયું.?

વીર ની સામે જોઈને પ્રકૃતિ એ ઈશારો કર્યો કે તું ચૂપ રહેજે હું પપ્પા ને સંભાળી લઈશ.
અરે ... બહાર ગયા હોય એટલે સમયનું ક્યાં ભાન હોય. ઉપરથી અમદાવાદનાં ટ્રાફિકની વાત જ શું કરવી.!

સારું સારું. બંને ફ્રેશ થઈ ને જમી લો. પપ્પા નું આટલું કહેતા જ પ્રકૃતિ ને હાશકારો થયો. આજ સુધી ક્યારેય તે ખોટું બોલી હતી નહિ પણ આજે અધૂરું સત્ય બોલી ને થોડીક રાહત અનુભવી.

આખો દિવસ ટ્રાવેલિંગ કરીને વીર થાક્યો હતો. એટલે કોઈ સાથે વાત કર્યાં વીના તે વહેલો સૂઈ ગયો. સવાર થતાં જ તે તૈયાર થઈને વિશ્ર્વાસભાઈ પાસે આવીને વીર બોલ્યો.

બે દિવસ તમારી સાથે રહીને ખુબ માઝા આવી જાણે આ પણ મારું ઘર હોય એવું લાગ્યું. હવે તમે રજા આપો તો હું સુરત જવા રવાના થાવ.

ભલે બેટા વીર. આરામ થી સુરત પહોચી જજો. અને સુરત પહોંચતા ની સાથે મને કે પ્રકૃતિ ને જાણ જરૂર થી કરજો.
બેટા.. પ્રકૃતિ વીર ને બસમાં બેસાડી આવ.

પ્રકૃતિ ને ખબર હતી કે વીર સવારે નીકળી જવાનો છે. એટલે તે પણ તૈયાર થઈને બેઠી હતી. પપ્પાએ કહ્યું એટલે રૂમમાંથી બહાર આવી. વીર ને કહ્યું. ચાલો.. હું તમને બસમાં બેસાડી દવ.

વિશ્વાસભાઈને પગે લાગીને વીર પ્રકૃતિ સાથે ઘરેથી નીકળી ગયો. રસ્તામાં વીર કહેવા લાગ્યો.
પ્રકૃતિ હું તને ખુબ જ મિસ કરીશ. મને એમ હતું કે અમદાવાદ માં મારા દિવસો ખરાબ અને બોરિંગ જેવા લાગશે પણ તારી સાથે રહીને મને ખૂબ જ મઝા આવી. આપણે ફરી મળીશું.

વીર સાથે ભલે પ્રકૃતિ નાં દિલમાં થોડી જગ્યા બની હતી પણ તે હજુ એવું ઈચ્છતી ન હતી કે હું વીર સાથે મેરેજ કરુ. તેના દિલમાં હજુ ગૌરવ જ હતો એટલે ફરી વીર ને કહ્યું.
વીર તારી સાથે મને પણ ખુબ મઝા આવી પણ આપણા બંનેના રસ્તા અલગ છે એટલે તું આપણા બન્નેનાં લગ્ન નાં થાય તે માટે રસ્તો શોધી કાઢીશ તો મે ગૌરવ ને વચન આપ્યું છે તેમાં હું સફળ થઈશ. તારી સાથે રહેવું મને પસંદ છે પણ હું બીજાને પ્રેમ કરું છું.

બસ સ્ટોપ ઘણું નજીક હતું તો પણ પ્રકૃતિ ધીમી ગતિએ પોતાની સ્કુટી ચલાવી રહી હતી કેમકે વીર સાથે થોડી વાતો કરવી હતી. વીર જાણે વિદાય લઈ રહ્યો હોય અને દરેક પળને માણી લેવા માંગતી હોય. પણ આખરે બસ સ્ટોપ આવી ગયું ને વીર બસમાં બેસીને સુરત જવા રવાના થયો.

બસમાં બેસતાની સાથે તે પલ્લવીને ફોન કરે છે પણ પલ્લવી ફોન રીસિવ કરતી નથી એટલે વીર મેસેજ કરીને જણાવે છે.
હું અમદાવાદ થી નીકળી ગયો છું. તું મળવા આવી શકે તેમ હોય તો હું વડોદરા ઉતરી જાવ.

મેસેજ નાં રિપ્લે ની ઘણી રાહ જોઈ પણ કોઈ જવાબ આવ્યો નહિ. વીર થોડો નર્વસ જરૂરથી થયો. થોડો સમય બસની બારી માંથી ડોકિયું કરીને બહાર જોવા લાગ્યો. જ્યારે તેનું મન હળવું થયું એટલે તે મોબાઈલમાં બુક વાંચવા લાગ્યો. અને વાંચતા વાંચતા ખબર પડી નહિ કે સુરત કેમ આવી ગયું.

ધીરજલાલ ને વિશ્ર્વાસભાઇ એ ફોન કરીને કહી દીધું હતું કે વીર અહીથી નીકળી ગયો છે એટલે ધીરજલાલ તેમના દિકરાની રાહ જોવા લાગ્યો. દીકરો વીર ઘરે આવ્યો એટલે તરત પૂછ્યું.
અમદાવાદમાં મઝા આવીને બેટા..?

હા પપ્પા.. પ્રકૃતિ ના પરિવારે મને બહુ માન સન્માન આપ્યું. ખરેખર તે સંસ્કારી કુટુંબ છે.

હું કહેતો હતો ને બેટા કે વિશ્વાસભાઈ નો પરિવાર બહુ સંસ્કારી અને સીધો સાદો છે. એટલે તો તારી એ ઘરે સગાઈ કરી. બસ હવે તારા લગ્ન પ્રકૃતિ સાથે થઈ જાય એની રાહ જોવ છું.

ખબર રહી નહિ કે વીર તેના પપ્પા આગળ આવું કેમ બોલ્યો. તે તો આ સગાઈ તોડવાનું વિચારી રહ્યો હતો. અને આજે પપ્પા સામે તે પરિવાર ના વખાણ કરી રહ્યો હતો. નક્કી તે પણ જાણે પ્રકૃતિ સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હોય.

વીર અમદાવાદ થી પાછો ફર્યો એટલે બધા વિચારોને ભૂલીને વાંચન પર ધ્યાન આપવા લાગ્યો. તેને ખબર હતી જો હું પ્રેમમાં રચ્યો પચ્યો રહીશ તો મારી કારકિર્દી બનશે નહિ એટલે પોતાનો મોબાઈલ હમેશા બંધ રાખીને તે વાંચન પર વધુ સમય આપવા લાગ્યો. આમ દિવસ પછી દિવસો વીતવા લાગ્યા ને વેકેશન પૂરું થઈ ગયું તે વીર ખ્યાલ પણ રહ્યો નહિ.

વીર ઘણાં દિવસો પછી સવારમાં મોબાઈલ ઓન કરે છે તો પ્રકૃતિ સાથે પલ્લવી નાં અઢળક મેસેજો પડ્યા હોય છે. મેસેજ જો વાંચવા બેસે તો સમય ઘણો નીકળી જાય અને તેને મેસેજ વાંચવામાં રસ રહ્યો ન હતો કેમકે આટલા દિવસ થી સતત તેના વાંચનના કારણે મગજ અને મન એકદમ ફ્રેશ હતું. કોઈ જાતના બીજા વિચારો ને ઘર કરવા દીધા હતા નહિ. જે હશે તે જોવાય જશે એ વિચારથી તે તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો.

કોલેજ પહોંચતા જ પલ્લવી જાણે કાગ ડોળે વીર ની રાહ જોઈ રહી હોય તેમ કોલેજના ગેટ પાસે ઊભી હતી. વીર પાસે આવ્યો એટલે પલ્લવીએ કહ્યું. આપણે કોલેજના લેક્ચર પછી બહાર મળીશું.

પલ્લવી ગુસ્સે તો નહિ હોય ને. મારાથી નારાજ તો નહિ હોય ને..! આવા વિચારો વીર ને કોલેજના લેક્ચર વખતે આવી રહ્યા હતા. પણ અભ્યાસમાં હોશિયાર હોવાના કારણે વીરે તે વિચારો ને ભૂલીને અભ્યાસ પર ધ્યાન આપવા લાગ્યો.

કોલેજના લેચકર પૂરા થતા જ વીર પોતાની બાઇક લઇને કોલેજના ગેટ પાસે ઊભો રહીને પલ્લવી ની રાહ જોવા લાગ્યો. ત્યાં પલ્લવી પોતાની સ્કુટી લઈને કોલેજના ગેટ પાસે આવીને વીર ને કહ્યું.
મારી પાછળ પાછળ તારી બાઈક આવવા દે.

પલ્લવીએ સ્કુટી આગળ ચલાવી ને વીર તેની પાછળ પાછળ જવા લાગ્યો. કૉલેજથી થોડે દૂર ડુમસ રોડ પર એક જગ્યાએ સ્કુટી ઊભી રાખી. વાહનો ની અવર જવર ઘણી હતી અને પલ્લવી એક શાંત જગ્યાએ વીર સાથે વાત કરવા માંગતી હતી એટલે સ્કુટી ત્યાં રોડ પર એક સાઈડ માં મૂકીને ઝાડી તરફ ચાલવા લાગી અને એક ઝાડ નીચે પલ્લવી બેસી ગઈ.

વીર જે મનમાં વિચારી રહ્યો હતો કે પલ્લવી મારી પર ગુસ્સે થશે પણ આવી જગ્યાએ લઈ જઈને સમજ્યો કે પલ્લવી આજે ગુસ્સામાં નહિ પણ રોમાંન્ટિક મૂડમાં લાગે છે. વીર તેમની પાસે બેસી ગયો અને પલ્લવી ને નિહાળવા લાગ્યો.

શાંત બેસી રહેલી પલ્લવી અચાનક ગુસ્સે થઈને વીર ને કહેવા લાગી.
જો વીર પ્રેમ બન્ને તરફ સરખો હોય તો પ્રેમ કહેવાય. હું તને પ્રેમ કરું છું અને કરતી રહીશ પણ જો તને મારા તરફ પ્રેમ હોય તો તારે થોડા દિવસો ની અંદર પ્રકૃતિ સાથે સગાઈ તોડવી પડશે નહિ તો હું તારી લાઇફ માંથી હંમેશા માટે જતી રહીશ. નિર્ણય તારે કરવાનો છે. કા ફક્ત તું મારી જ સાથે કા તો લગ્ન કરીને પ્રકૃતિ સાથે રહે.

પલ્લવી શા માટે આટલી ગુસ્સે થઈ.? વીર શું જવાબ આપશે.? શું વીર હવે પ્રકૃતિ ની સાથે થયેલી સગાઈ તોડી નાખશે.? વીર કેવી રીતે સગાઈ તોડી શકશે.? સગાઈ તૂટશે નહિ તો પલ્લવી વીર નાં જીવન માંથી હંમેશા માટે જતી રહેશે.? જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ...