Chamatkarna Name Thagaai - 2 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચમત્કારના નામે ઠગાઈ... ! - 2

Featured Books
Categories
Share

ચમત્કારના નામે ઠગાઈ... ! - 2

(2)

આટલું કહ્યા બાદ બાપુના સંકેતથી સેવકે અભેરાઈ પરથી માટીનું એક માટલું લાવીને તેમની પાસે મૂક્યું. પછી બાપુના કહેવાથી દિલાવર બહાર જઈને એક અન્ય ગ્લાસમાં પાણી ભરી લાવ્યો અને તેમની સૂચનાથી એ ગ્લાસ પુષ્પાના હાથમાં મૂકી દીધો.

‘દીકરી... !' બાપુએ કહ્યું, ‘તું આ ગ્લાસમાંથી પાણીનો એક મોટો ઘૂંટડો ભરી લે અને થોડી પળો સુધી તેને મોંમાં આમતેમ ફેરવીને આ માટલામાં એનો કોગળો કરી નાખ... !'

પુષ્પાએ કંપતાં કંપતાં બાપુની સૂચના મુજબ પાણીનો ઘૂંટડો ભરીને માટલામાં કોગળો કર્યો. માટલામાં કોગળો પડતાં જ પળભર માટે તેમાંથી આગની પ્રચંડ જવાળા બહાર નીકળીને અદશ્ય થઈ ગઈ અને ત્યાર બાદ માટલામાંથી ધુમાડો નીકળવા લાગ્યો.

પુષ્પા બેબાકળી બનીને ચીસ પાડી ઊઠી અને માટલાથી પાછળ ખસી ગઈ.

મૅનેજર સપરિવાર થરથર ધ્રૂજતો હતો.

બાપુએ લાલચોળ નજરે ધુમાડા સામે જોયું. પછી આંખો મીંચીને કંઈક મંત્રોચ્ચાર કરવા લાગ્યા. વાતાવરણ એકદમ ભયજનક અને બિહામણું બની ગયું હતું.

દિલારામ મનોમન એક જાતની અકળામણ અનુભવી રહ્યો.

થોડી વાર પછી બાપુનાં નેત્રો ઊપડ્યાં. હવે એમના ચહેરા પર સ્હેજ ચિંતાનાં લક્ષણો તરવરતાં હતાં. ‘સેવક... !' સહસા યાદ આવ્યું હોય એમ બાપુ બોલી ઊઠ્યા, ‘લાઇટ જવાની તૈયારીમાં છે, મીણબત્તી ખલાસ થઈ ગઈ હોય તો લઈ આવ !'

‘એક મિનિટ,,, એક મિનિટ... !' દિલારામ વચ્ચેથી બોલી ઊઠ્યો,

-તમારે તકલીફ લેવાની જરૂર નથી, હું જ મીણબત્તી લઈ આવું છું.' કહીને સેવકને તક આપ્યા વગર જ તે બહાર નીકળીને પાનની કેબિને પહોંચ્યો અને તેની પાસે મીણબત્તીનું નાનું પેકેટ માગ્યું.

'આ લાઇટની તો રોજેરોજની હોળી છે... !' કેબિનવાળાએ તેનાં હાથમાં મીણબત્તીનું પેકેટ મૂકતાં કહ્યું, ‘અત્યારે પણ લાઇટ જવાની તૈયારીમાં જ છે. આમ તો હું મીણબત્તી નહોતો વેચતો પણ આ જી.ઈ.બી.વાળાઓએ મને પાનની સાથે સાથે મીણબત્તી વેચતો પણ કરી દીધો છે.'

દિલારામ નાની મીણબત્તીનું પેકેટ લઈને બાપુના રૂમમાં પાછો ફર્યો, ‘બેટા... !' બાપુ દિલારામ સામે જાઈને મધુર અવાજે બોલ્યા, પેકેટમાંથી બે મીણબત્તી કાઢીને આ દીકરીના બન્ને હાથમાં એક એક મૂકી દે.’

દિલારામે એની સૂચનાનું પાલન કર્યું.

પુષ્પા બંને હાથમાં એક એક મીણબત્તી રાખીને બેસી ગઈ. અને સાચે જ બે મિનિટ પછી લાઇટ ચાલી ગઈ.

બાપુ કોઈ હાથચાલાકી ન કરી શકે એટલા માટે દિલારામે માચીસ કાઢવા માટે ગજવામાં હાથ નાખ્યો ત્યાં જ બાપુના ગળામાંથી જોરદાર અવાજ નીકળ્યો. પુષ્પાને ઉદ્દેશીને એમણે કહ્યું : ‘બેટા... સ્હેજેય ગભરાયા વગર બંને મીણબત્તીની વાટ ભેગી કર એટલે મારા મંત્રબળથી તે આપમેળે પ્રગટી ઊઠશે.’

પુષ્પાઅણે ધ્રૂજતા હાથે બંને વાટ એકબીજી સાથે ભેગી કરી.

બે-પાંચ પળોમાં જ મીણબત્તી પ્રગટી ઊઠી અને રૂમમાં તેનો આછો પીળો પ્રકાશ પથરાઈ ગયો. સેવકે એના હાથમાંથી મીણબત્તીઓ લઈને બાપુના ભાગ તરફ ગોઠવી દીધી.

બાપુનો આ ચમત્કાર સાચે જ સૌને સ્તબ્ધ બનાવી ગયો.

'હરિ ૐ... હરિ ૐ... ૐ... ! બમ બમ ગિરનારી ! જય ભોલેબાબાની... !' થોડી પળો ચૂપ રહ્યા બાદ મૅનેજરને ઉદ્દેશીને બાપુએ કહ્યું, ‘આ ચુડેલ ગયા જન્મમાં તમારી કોઈક દુશ્મન હતી. એક એક કરીને તમારા સમગ્ર પરિવારનું લોહી ચૂસી લેશે. આ ચુડેલ બહુ વેર પિપાસુ છે... | વેરની આગમાં તે સળગે છે... ! પરિવારના લોહી સિવાય એને કશુંય જોઈતું નથી.’

‘દયા કરો... દયા કરો... !' મૅનેજરની પત્ની આંસુ સારતી બોલી ઊઠી, ‘ગમે તે ઉપાયે આ ચુડેલને દૂર કરો... !'

તમે શાંત થાઓ બહેન ! મારાથી બનતું હું બધું જ કરી છૂટીશ. પરંતુ મને લાગે છે કે આમાં મારે મારા ગુરુદેવની મદદ લેવી પડશે. મારાથી દૂર થશે કે કેમ, એ જાણવા માટે એક છેલ્લો પ્રયોગ બાકી છે, તે કરી જોઉં છું. પછી તમને ચોક્કસ જવાબ આપી શકીશ.'

રૂમના પ્રવેશદ્વાર પાસે એક કોડિયું પડ્યું હતું જેમાં નાનકડો દીવો સળગતો હતો. વાત પૂરી કર્યા બાદ બાપુની નજર થોડી પળો માટે એ કોડિયા પર સ્થિર થઈ ગઈ.

પછી સૌના ભારે આશ્ચર્ય વચ્ચે પ્રવેશદ્વાર પાસે પડેલું એ કોડિયું આપમેળે જ આગળ વધીને બાપુની સામે ઓટલા પાસે ઊભું રહી ગયું. આ દશ્ય જોઈને દિલાવર સહિત સૌ કોઈ ધાક ખાઈ ગયા. જ્યારે બાપુના ચહેરા પર ગંભીરતા ફરી વળી હતી.

‘બોલ... !' અચાનક તેમણે માથું ઊંચું કરીને ઘુવડ સામે જોતાં પૂછ્યું, આ કામમાં ગુરુદેવની મદદની જરૂર પડશે... ?’ જવાબમાં વડે જોરથી ચિચિયારી પાડીને હકારમાં માથું હલાવ્યું.

‘સાંભળો... !' બાપુએ મૅનેજર સામે જોતાં કહ્યું, ‘ગુરુદેવની મદદ લેવી પડશે, પરંતુ સાથે સાથે અમુક વિધિઓ પણ કરાવવી પડશે. જેમકે મારે અલ્લાહાબાદના ત્રિવેણી સંગમ પર જઈને અનુષ્ઠાન કરવું પડશે. એક સો એક બ્રાહ્મણોને ભોજન કરાવવું પડસે... બટુક ભોજન કરાવવું પડશે... જપ-તપ વિગેરે કરવાં પડશે... ! હવન-હોમ વિગેરે ઘણી બધી વિધિઓ કરવી પડશે...!'

‘વાંધો નહીં બાપુ... કેટલો ખર્ચ આવશે... ?' મૅનેજરે પૂછ્યું. ‘અંદાજે પચાસેક હજાર રૂપિયા..!' બાપુએ જવાબ આપ્યો.

‘વાંધો નહીં... !' થોડી વાર વિચાર્યા પછી મૅનેજરે જવાબ આપતાં કહ્યું.

‘આજે સોમવાર છે. આવતા સોમવારે હું આ જ સમયે આવીને આપને રકમ આપી જઈશ.'

બાપુ સ્મિતસહ માથું હલાવીને રહી ગયાં. સેવકજીએ આવીને બાપુને સમય પૂરો થઈ ગયો છે એવું જણાવતાં મૅનેજર સહિત સૌ કોઈ બાપુને નમન કરીને ત્યાંથી વિદાય થઈ ગયા. પોતાની નજર સામે બાપુના ચમત્કારો જોઈને દિલારામને નવાઈ લાગી હતી. એણે આ બનાવો રાજકુમાર તથા સોરાબજીને કહી સંભળાવ્યા. એણે આખીયે વાતનું ચલચિત્રનાં દશ્યોની જેમ આબેહૂબ વર્ણન કર્યું. એ બંને પણ હકીકત જાણીને થોડી પળો માટે વિચારમાં ડૂબી ગયા. ‘સાચા સંતો અને લોકોનું ભલું કરનારા જ્ઞાનીઓને ધન-દોલતની કોઈ જ ઇચ્છા હોતી નથી.' રાજકુમારે થોડી વાર વિચાર્યા પછી કહ્યું.

‘પણ સર... !' સોરાબજી બોલ્યો, ‘આ ચમત્કારોનું શું... ? દીપકનું કોડિયું મંત્રોચ્ચારથી એની મેળે જ જમીન પર સરકીને બાપુ પાસે પહોંચ્યું. મીણબત્તી આપોઆપ પ્રગટી ઊઠી... માટીના હાંડલામાં કોગળો કરતાં જ આગની જ્વાળા ઝબકીને પછી ધુમાડો નીકળવો વિગેરેને આપ શું કહેશો..? દિલારામ પોતે જ મીણબત્તીનું નવું પેકેટ ખરીદી લાવ્યો હતો. લવિંગ પણ એ જ લાવ્યો હતો. લાઇટનો પ્રોબ્લેમ તો છે જ... શહેરી વિસ્તારોમાં પણ લાઇટ ચાલી જાય છે. આમાં ઠગાઈ કેવી રીતે હોઈ શકે...?'

‘ચમત્કારની વાત તો ભૂલી જ જાઓ... વારુ, દિલારામ... તમે મને તમારા દામોદરનું સરનામું લખાવો... આ તપાસ હાલતુરત હું હવે મારા હાથમાં લઉં છું. જે કંઈ હશે એની ખબર બે-ત્રણ દિવસમાં જ પડશે...’

‘જી, સર... !' દિલારામે તેને સ૨નામું લખાવી દીધું.

બીજે દિવસે સવારના પહોરમાં જ રાજકુમાર દામોદરને ત્યાં જઈ પહોંચ્યો, દિલારામની દોસ્તી હોવાથી તે રાજકુમારને ઓળખતો હતો એટલે એણે ઉષ્માભેર તેને આવકાર આપ્યો.

રાજકુમારે પોતાનો પરિચય આપ્યા પછી પોતાના આગમનનું કારણ જગ઼ાવ્યું, સાથે જ તમામ વાતચીત તદ્દન ખાનગી રાખવાની સૂચના આપી દીધી.

‘બેફિકર રહો સાહેબ... !' દામોદરે કહ્યું.

રાજકુમારે તેની પાસેથી એના મૅનેજરના પરિવાર અંગે જરૂરી માહિતી મેળવી. પુષ્પાએ કયા ડૉક્ટર પાસેથી સારવાર લીધી હતી... ? તે કઈ કૉલેજમાં અભ્યાસ કરે છે... ? એની ખાસ બહેનપણીઓ કોણ કોણ છે... ? વિગેરે વિસ્તારથી જાણ્યા બાદ તમામનાં સરનામાં મેળવ્યાં, દામોદરને ફક્ત બે જ બહેનપણીની ખબર હતી. બે-એક ડૉક્ટરનાં સરનામાં એણે રાજકુમારને આપ્યાં. ત્યાર બાદ એનો આભાર માનીને રાજકુમારે રજા લીધી.

બે દિવસ પછી તે ઑફિસે ગયો. આ દરમિયાન એણે પોતાની રીતે સંપૂર્ણ તપાસ કરી લીધી હતી. ત્રીજે દિવસે એ બંને સબઇન્સ્પેક્ટરો દિલારામ તથા સોરાબજીને કહેતો હતોઃ

‘દિલારામની શંકા સાચી ઠરી છે. એ બાપુ મંત્ર-તંત્રના ઓઠા નીચે ભલા-ભોળાં માણસોને છેતરીને જેવી જેની હેસિયત હોય એ પ્રમાણે પોતાના પ્રભાવ અને વિશ્વાસમાં લઈને નાની-મોટી રકમ પડાવે છે... ! મેનેજરની પુત્રીની સારવાર કરનારા બંને ડૉક્ટરોમાંથી એક મનોચિકિત્સક છે. એ ડૉક્ટરના કહેવા પ્રમાણે પુષ્પા અત્યંત શરમાળ સ્વભાવની છે. મનની વાત તેપરિવારને કહેતી નથી. એની હિંમત જ નથી ચાલતી. એની એક બહેનપણીના કહેવા પ્રમાણે તે કૉલેજના એક સીધાં-સાદા, સરળ યુવાન રાકેશને ખૂબ જ ચાહે છે. પુષ્પાના મૅનેજર પિતા રૂઢિચુસ્ત છે... ! પોતાનાં મા-બાપ કોઈ જ રીતે બીજી જ્ઞાતિના યુવાન રાકેશ સાથે લગ્ન કરવાની મંજૂરી નહીં જ આપે એ વાત પુષ્પા જાણતી હતી. એણે આ વાત પ્રત્યે રાકેશનું ધ્યાન દોરીને તેની સાથે નાસી જવાની તૈયારી પણ બતાવી, પરંતુ રાકેશે આ વાતનો ઇન્કાર કર્યો હતો. એ બંનેમાંથી એકેય પરિવાર પર બદનામીનો ડાઘ લાગે એવું કોઈ જ પગલું ભરવા તૈયાર નહોતો. બીજી તરફ વાત મનમાં જ ધરબી રાખવાથી ચિંતામાં જ પુષ્પા બીમાર પડી ગઈ.' કહીને રાજકુમાર સ્હેજ અટક્યો. થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ ચલાવી:

‘રાત-દિવસ પોતે રાકેશને નહીં પામી શકે એવા વિચારોથી પુષ્પા ઘેરી હતાશા અનુભવતી હતી એટલે ડૉક્ટરોની સારવાર વ્યર્થ ગઈ. પુષ્પાની એક ખાસ બહેનપણીને મળીને મેં તેને વિશ્વાસમાં લીધી. એણે પણ ડૉક્ટરની વાતોને સમર્થન આપ્યું. એટલે પુષ્પાને કોઈ જ ચુડેલ ડોક્ટનો વળમા નથી. મૅનેજર પાસેથી પચાસ હજાર પડાવવા માટે આ ઠગ બાપુએ વળગાડના બહાના હેઠળ આ કારસ્તો કર્યો છે એ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે રહી વાત બાપુએ કરેલા ચમત્કારોની... ! એ તો 'ઊકલ્યો કોયડો કોડીનો' પુરવાર થઈ ગયો છે. એક પૈસાદાર ગર્ભશ્રીમંત સાથે મેં ગઈ કાલે જ બાપુની મુલાકાત લીધી હતી. એ શ્રીમંત મારો મિત્ર છે અને રેશનાલિસ્ટ છે... ! ભૂત-પ્રેત કે ચમત્કારમાં માનતો નથી. હું તેને વિશ્વાસમાં લઈને બાપુને ત્યાં લઈ ગયો હતો. હું એના નાના ભાઈ તરીકે સાદા વેશમાં જ ગયો હતો. મેં તેને સંપૂર્ણ યોજના સમજાવી દીધી હતી. ઉપરાંત અમારી સાથે સાદા વેશમાં એક મહિલા પોલીસ સબઇન્સ્પેક્ટર પણ હતી. તેને પણ તેની ભૂમિકા સમજાવી દેવામાં આવી હતી. અમે બાપુને ત્યાં પહોંચ્યા ત્યારે જોગાનુજોગ જ બાપુ મકાનની બહાર દરવાજા પાસે ઊભા રહીને ગાયને ઘાસચારો આપતા હતા. મારા મિત્રની મોંઘીદાટ એરકંડિશન્ડ કાર બ્રેઈને બાપુ મનોમન ચકિત થયા છે એ હું તરત જ તેમના ચહેરા પર થયેલા ફેરફાર પરથી સમજી ગયો. મારા સંકેતથી ડ્રાઇવરે ગાડી સ્ટાર્ટ કરીને બાપુના મકાનથી બસોએક વાર દૂર લઈ જઈને ઊભી રાખી દીધી. એ પહેલા અમે બંને મિત્રો ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા. પેલી મહિલા ઑફિસર ગાડીમાં પાછલી સીટ પર જ બેસી રહી હતી. બાપુ અમને અંદર લઈ ગયા. મેં બાપુને મારા મિત્રનો પરિચય આપતાં જણાવ્યું કે - 'આ મારા બૉસ છે. બહુ મોટી ફેક્ટરીના માલિક છે. છ મહિનાથી તેમની પુત્રી કોઈક અજ્ઞાત બીમારીનો ભોગ બની ગઈ છે. દવા-દારૂમાં કોઈ જ કચાશ નથી રાખી. આપની ખ્યાતિ સાંભળીને અમે આવ્યા છીએ. આપના મકાનની બહાર આપને બ્રેઈને તે ગભરાઈ ગઈ... એકદમ ડેરી ગઈ... આથી તેને ગાડીમાં જ થોડે દૂર લઈ જઈને બેસાડી રાખવાની સૂચના અમે ડ્રાઇવરને આપી છે. કોણ જાણે કેમ તે આપનાં દર્શન માત્રથી જ થરથર ધ્રૂજી ઊઠી હતી. એ અહીં આવવા તૈયાર હોય એવું નથી લાગતું.' મારી વાત સાંભળીને બાપુએ સ્મિતસહ કહ્યું કે - 'વાંધો નહીં... ચાલો, હું પોતે ત્યાં આવું છું... ઇલાજ કરતાં પહેલાં મારે તમારી પુત્રીના હાવભાવ જોવા પડશે. જોયા વગર હું કંઈ જ નહીં કરી શકું !' અમારે માટે તો ‘ભાવતું હતું ને વૈધે બતાવ્યા' જેવો ઘાટ થયો હતો.' રાજકુમાર કહેતો ગયો, ‘બાપુ અને મારો મિત્ર ઓરડામાંથી બહાર નીકળી ગયા. સેવક પણ તેમની સાથે ગયો હોવાથી ઓરડામાં હું એકલો જ રહી ગયો. બાપુ મારી પાછળ બારણું બંધ કરતા ગયા હતા. મેં ઝડપભેર તલાશી લેવા માંડી. મારા અપાર આશ્ચર્ય વચ્ચે આપમેળે ચાલતાં કોડીયાની નીચે કાળા રંગનો પાતળો પણ મજબૂત રીતે લાંબો દોરો બંધાયેલો હતો, જેનો બીજો છેડો બાપુની બેઠક પાછળ એક પાયા સાથે ગાંઠ વાળેલો હતો. જમીન કાળી હતી... દોરો કાળો હતો... મીણબત્તીનો પ્રકાશ પૂરતો નહોતો. સૌની આંખો બાપુ સામે મંડાયેલી હતી. આ તક ઝડપીને સૌને પોતાના પ્રભાવમાં જકડવા બાપુ દોરાને ધીમે ધીમે પોતાની તરફ ખેંચતા હતા. જેથી કોડિયું એમની તરફ સરકતું હતું. આ દેખાવ જોઈને સૌ કોઈ ચમત્કાર માની લેતાં હતાં. ત્યાર બાદ મેં માટીનું હાંડલું તપાસ્યું તો તેના તળિયે મને સફેદ-પીળો પાવડર દેખાયો. મેં એક કાગળમાં થોડો પાવડર બાંધી દીધો. બાપુની બેઠક નીચેના ખાનામાં થોડાં લવિંગ પડ્યાં હતાં તે પણ ગજવામાં મૂકી દીધાં. કામ પૂરું કરીને હું ચૂપચાપ મારા સ્થાને બેસી ગયો,