પ્રકરણ 28 રક્ષાસૂત્ર...!!
થોડી ક્ષણમાં ફરીથી દરવાજા પર ટકોરાનો અવાજ સંભળાય છે.... અવનીશ ફરીથી દરવાજા પાસે જાય છે અને દરવાજો ખોલે છે....
" સુરેશ....? ભાભી...? આવો આવો...."
" હા..કેવું છે હવે ભાભી ને....? "
" સારું છે... "
" શું કરે છે...? "
" સૂતી છે ... ભાભી... "
સુરેશ અને તુલસી ઘરમાં પ્રવેશે છે ....
અવનીશ ફરી વખત હર્ષા ને જગાડવાનો પ્રયત્ન કરે છે પણ હર્ષા તરફથી કોઈ જવાબ જ મળતો નથી .....
"હર્ષા.... હર્ષા.... કોણ આવ્યું છે....? આ તરફથી હજુ પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી .... "
" અવનીશ રહેવા દે.... સુવા દે .... "
" હા અવનીશભાઈ.... રહેવા દો ...ચાલશે..."
તુલસી આખા ઘરમાં ફરી વળે છે અને ઘરના મંદિરની સામે તુલસી અને સુરેશ બેસી રક્ષાસુત્ર મૂકે છે તેની પૂજા કરવા લાગે છે.... થોડી ક્ષણમાં પૂજા પૂર્ણ થાય છે ....અને સુરેશ અવનીશને એ રક્ષા સૂત્ર બાંધે છે
"અવનીશ , જ્યાં સુધી હું ના બોલાવું ત્યાં સુધી મંદિરની આ જગ્યા પરથી ઉભો ના થતો..."
"હા... સુરેશ..."
તુલસી અને સુરેશ હર્ષા પાસે જાય છે... તુલસી હર્ષને રક્ષાસુત્ર બાંધવા માટે જેવી આગળ વધે છે તરત જ હર્ષાનું શરીર ઉપર તરફ ઉડવા લાગે છે અને એ આકૃતિ રક્ષાસુત્ર ન બાંધી શકાય એવા પ્રયત્ન કરે છે.... અને સુરેશ પોતાના હાથમાં લીધેલી એ રાખ હર્ષાનાં શરીર પર ફેંકે છે કે તરત જ એ શરીર નીચે બેડ પર પડી જાય છે અને તુલસી તરત જ એ રક્ષા સુત્ર બાંધી દે છે અને હર્ષાના શરીરમાંથી તરત જ એ કાળો ધુમાડો બહાર નીકળી જાય છે.... પણ એ જ સમયે એ ધીમો અને તીણો અવાજ સંભળાય છે ....
" અવનીશ..... હું તને લેવા આવીશ..... હું તને લેવા આવીશ..... "
સુરેશ અને તુલસી બંને અવનીશને બોલાવે છે.. અવનીશ તરત જ હર્ષા પાસે આવે છે....
" હર્ષા .... હર્ષા .…... આંખો ખોલ .... હર્ષા..."
" સુરેશ .... શું થયું છે હર્ષા ને...? એ કેમ હજુ સુધી જાગતી નથી....."
" અવનીશભાઈ .....પણ હવે તમે સાંભળો ...."
"અવનીશ .. જાગી જશે હર્ષા...ચિંતા ન કર....તારા ભાભી ની વાત બિલકુલ ધ્યાનથી સાંભળ..... નહીં તો ફરીથી હર્ષા મુશ્કેલીમાં મુકાઈ જશે... અને તું પણ....."
"હમ્મ"
" અવનીષભાઈ.... હર્ષાનાં શરીર એક આત્માના વશમાં હતું અને હજુ પણ છે ...થોડા સમય માટે આ રક્ષા સૂત્રની મદદથી આપણે એનું વશીકરણ તોડી નાખ્યું છે પણ એ ફરી આવવા પ્રયત્ન કરશે અને તમને નુકસાન પહોંચાડશે..... અને તમારી પાસે સમય ખૂબ ઓછો છે.... હવે તમારે એ કાળી વસ્તુ શોધવાની છે.. જેનાથી એ આત્માને તમારા જીવનમાં પ્રવેશ કર્યો છે..... અને એ વસ્તુનો જ્યારે પણ તમે સ્પર્શ કરશો ત્યારે તમારું રક્ષા સૂત્ર કાળું પડી જશે.... પણ એ વસ્તુ મળ્યા પછી તમારે તેને તોડવાની કે નુકસાન પહોંચાડવાની નથી.... કારણ કે આમ કરવાથી તે આત્મા અહીંયા જ રહી જશે..... એટલા માટે એ વસ્તુ મળે તરત જ તમારે અમને જાણ કરવાની છે..... જેથી એનો યોગ્ય નિકાલ થઈ શકે ....."
" હા... ભાભી.... ભલે ...."
"પણ... અવનીશ.... આમાં જીવનું જોખમ છે તો તારું ધ્યાન રાખજે અને ભાભીનું પણ..."
"હા... સુરેશ...તારો આભાર કઈ રીતે માનું યાર...."
" અવનીશ ...હું તારો મિત્ર છું ... એમાં આભાર માનવાનો ના આવે .... અને હા , અહીંયા આ વાત પૂર્ણ નથી થતી હજુ તો આ શરૂઆત છે અને હા... હિંમત તો બિલકુલ નહીં હારવાની.... હું અને તુલસી તારી સાથે જ છીએ....અમે તને અને હર્ષા ભાભી ને કહી જ નહીં થવા દઈએ...."
" હા... સુરેશ... "
" કઈ નહિ...અવનીશ ભાઈ અમે નીકળીએ પણ કંઈ પણ તકલીફ પડે તો એની time..... રાતે પણ તમારા ભાઈને ફોન કરી દેજો.. "
" હા..ભાભી..."
સુરેશ અને તુલસી બંને નીકળી જાય છે અને અવનીશ હર્ષાની બાજુમાં બેસી જાય છે.... અને રાહ જુએ છે કે હર્ષા ક્યારે ખોલે અને એની સાથે વાત કરે.... અવનીશ એકધારું પ્રેમાળ અને દુઃખી નજરે હર્ષાને જોયા કરે છે...