પ્રકરણ 26 સ્પર્શ...!!
"અવનીશ , રક્ષાસુત્ર માટે ભાભી ઘરે આવે પછી જ થશે...!! "
"મતલબ 2 દિવસ પછી.."
" હા...ઓકે..."
" અને એક વાત ધ્યાનમાં રાખજે કે , જ્યાં સુધી ભાભી ઠીક ના થાય ત્યાં સુધી ભાભી સાથે નજીકના સંબંધો બિલકુલ ઓછા રાખજે કારણ કે એક જોતા અત્યારે ભાભી જ તારા જીવના દુશ્મન છે ....."
" સુરેશ ... શું બોલે છે તું...? "
" હા... એની અંદર જે છે એ..."
"હમ્મ..."
"કંઈ નહિ... ચિંતા ના કરીશ ...હું છું તારી સાથે.."
" હા... સુરેશ..."
" હોસ્પિટલ જઈએ હર્ષા ભાભી રાહ જોતા હશે..."
"હમ્મ"
સુરેશ બાઇક સ્ટાર્ટ કરે છે અને બંને હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે....
અવનીશ અને સુરેશ બંને હોસ્પિટલ પહોંચે છે હર્ષા સુતી છે અને તુલસી બાજુમાં બેઠી બેઠી ફોન જુએ છે એટલામાં અવનીશ અને સુરેશ એ રૂમમાં પ્રવેશે છે.... સુરેશ અને અવનીશ ને જોઈ તુલસી ઊભી થઈ જાય છે એટલે અવનીશ હર્ષા પાસે જઈ એના કપાળ પર વહાલ ભર્યો હાથ ફેરવે છે અને એ ટેબલ પર બેસી જાય છે...
" ચિંતા ના કરો .... અવનીશભાઈ ..... ડોક્ટરે કહ્યુ છે કે જલ્દી સારું થઈ જશે અને રિકવરી આવી જશે તો જલ્દી રજા આપી દેશે...."
" હા , ભાભી ... "
એટલામાં હર્ષા અવનીશનો સ્પર્શ અનુભવી જાગી જાય છે...
" અવનીશ ... આવી ગયા તમે.... હા ક્યાં જતા રહ્યા હતા....આટલી બધી કેમ વાર લાગી ...? "
" કઈ નહિ ...બહાર જ હતાં...."
" હવે મારી સાથે બેસો ને થોડીવાર ... "
" હા ... હર્ષા અહીંયા જ છું....હવે ક્યાંય નહીં જવું ..... "
" ઓકે ...અવનીશ ..અમે લોકો જઈએ ...."
"હા , ભલે... "
" સારું ચલ ધ્યાન રાખજો બંને અને ભાભી જલ્દી સાજા થઈ જાવ ...પછી અમારા ઘરે આવજો. .... "
" હા , સુરેશભાઈ ....ચોક્કસ ..."
" અવનીશભાઈ આવજો અને હર્ષા ધ્યાન રાખજો તમારુ... "
" હા ... ભાભી ..."
સુરેશ અને તુલસી બંને નીકળે છે અને અવનીશ હર્ષાની સામે જોઈ રહે છે....
" હર્ષા ... તે આવું શું કામ કર્યું? "
" મને કશું જ યાદ નથી ....અવનીશ કે મારી સાથે આવું કેમ થયું કે હું કેવી રીતે સુસાઇડનો પ્રયત્ન કરી શકું .... અવનીશ મને બહુ ડર લાગે છે હું તમારાથી દૂર તો નહીં થઈ જવું ને...? "
" ના , હર્ષા ..... ના , એવું કશું જ નહીં થાય.... બી પોઝીટીવ હું તને કંઈ જ નહીં થવા દઉં..... તું ચિંતા ના કરીશ ....અત્યારે આરામ કર..."
અવનીશ હર્ષાના કપાળ પર એક વહાલ ભર્યું ચુંબન આપે છે અને હર્ષા પોતાની આંખો બંધ કરી દે છે...
અને ફરીથી અવનીશનો હાથ એ કપાળ પર ફર્યા કરે છે અને હર્ષા નિંદ્રાધિન બની જાય છે ... જાણે કેટલાય દિવસ પછી સૂકુનની ઊંઘ લઇ રહી હોય છે... અવનીશ વિચાર વશ એને જોયા કરે છે .... નથી એ કશું હર્ષા ને કહી શકતો કે પછી નથી હર્ષા પાસેથી કંઈ જાણી શકતો .....એને હર્ષાની ચિંતા સતાવ્યા કરે છે.... આમને આમ હોસ્પિટલનો દોઢ દિવસ વીતી જાય છે .... અવનીશ પોતાના ઓફિસમાંથી એક અઠવાડિયાની રજા મૂકે છે અને વિચાર કરે છે કે મમ્મી પપ્પાને જાણ કરવી કે ના કરવી... એમને તેડાવવા કે ના તેડાવવા...!! પણ પછી આ આફત એમને નુકસાન પહોંચાડશે તો હું શું કરીશ...!!! પછી વિચાર બદલી પોતે જાણ ન કરવાનો નિર્ણય કરે છે.....
" મિસ્ટર દવે ..? "
" જી ડોક્ટર ....તમે હોસ્પિટલનું બિલ પે કરી દો ...અને આ દવા છે આ દવા લઈ આવો... હું તમને પછી સમજાવી દઉં.. અને હવે તમે મિસિસ દવેને ઘરે લઈ જઈ શકો છો.... એ બિલકુલ ઠીક છે...'
" ઓકે ડોક્ટર..."
અવનીશ હોસ્પિટલના રિસેપ્શન પર જઈ હોસ્પિટલ નું બિલ પે કરે છે અને ત્યાંથી બાજુના કાઉન્ટર પરથી હર્ષા માટે દવાઓ લે છે થોડી ક્ષણમાં અવનીશ ડોક્ટર પાસે પહોંચે છે....
#Hemali gohil "Ruh"
@Rashu
શું અવનિશ અને હર્ષાના જીવનમાં ફરી સુખના દિવસો આવશે કે પછી એમના દાંપત્ય જીવનનો અંત આવશે...?? શું સુરેશ અને તુલસી અવનીશ અને હર્ષાનાં જીવનની ઘટનાઓનું રહસ્ય ઉકેલી શકશે કે પછી આ રહસ્ય વધારે ને વધારે રહસ્યમય બની જશે...? જુઓ આવતા અંકે....