Hakikatnu Swapn - 21 in Gujarati Horror Stories by Hemali Gohil Rashu books and stories PDF | હકીકતનું સ્વપ્ન..!! - 21

Featured Books
Categories
Share

હકીકતનું સ્વપ્ન..!! - 21

પ્રકરણ 21 સારો સમય....!!

અવનીશ અને હર્ષા બંને ઑફિસ પર પહોંચે છે અને રોજની જેમ આ દિવસ પણ કામની વ્યસતામાં જ પસાર થઈ જાય છે... હર્ષા પોતે અનેક વિચારો સાથે પોતાના કામમાં વ્યસ્ત રહે છે .... પણ એનું મન હજુ પણ ઘણા વિચારોને વળગી રહ્યું છે કે શું ખરેખર આ સાચું છે ? કે શું ખરેખર આ આકૃતિ જતી રહેશે અમારા જીવનમાંથી... ? કે પછી અમારું જીવન હજી પણ જોખમમાં છે ...? છેવટે આ બધું છોડી અને ભુલવા પ્રયત્ન કરે છે અને અવનીશ પણ ધીમે ધીમે કામની વ્યસ્તતામાં આ બધું ભૂલવા લાગે છે ....


****


જીવનના રોજના ઉતાર ચઢાવની સાથે અવનિશ અને હર્ષા આ બંનેના જીવનની સફર વિતવા લાગે છે ... એક અઠવાડિયું રોજના આ ક્રમ પ્રમાણે નીકળી જાય છે... રોજ સવારે ઓફિસે જવાનું કામમાં વ્યસ્ત રહેવાનું ... આવીને ઘરકામ અને આ યુગલનો સાથે વિતાવેલો સારો સમય... બસ આમ જ પસાર થઈ જાય છે ... આ એક અઠવાડિયું ....હા અવનીશ આ બધું ભૂલી ચૂક્યો છે..... પરંતુ હર્ષાના મનના કોઈ ખૂણામાં કંઈક ને કંઈક એવું છુપાયેલું છે ... એવો કોઈ પ્રશ્ન છે કે જે ક્યારેક આ ક્ષણોને ફરી ફરીને યાદ કરે છે...


*****

( 1 મહિના પછી )


ધીમે ધીમે પસાર થતો આ સમય આ યુગલ માટે સારો તો છે પણ અવનીશના મનમાં ધીમે ધીમે શંકાઓ જાગે છે ... હા , શંકાઓ.. ! કેમ કે એની જે પરફેક્ટ હર્ષા હતી ...આજે એમાં એને થોડા બદલાવો દેખાય આવે છે.... પ્રશ્ન થાય છે ને તે કેવા બદલાવો.. ?? હા , તો જે રોજ સવારે મોડા ઉઠવા છતાં પણ ટિફિન બનાવતી હતી ...એ આજે ક્યારેક જ ટિફિન બનાવે છે મોટાભાગે બહાર જમવું પડે છે ...ઘરમાં પણ ક્યારેક જ પરફેક્ટ થતું કામ આજે થોડું અસ્તવ્યસ્ત દેખાય છે.... અને આ આળસ આ બદલાવો ધીમે ધીમે ઝઘડા ની અંદર પરિણમતા હતા અને હંમેશા બોલતી હર્ષા આજે ધીમે ધીમે શાંત થવા લાગી છે બસ શાંતિથી એક ખૂણામાં બેસી રહેવું અને ઘરમાં ધ્યાન ન આપવું... છતાં પણ અવનીશ ઇગ્નોર કરી હર્ષાને પ્રેમ આપવા માટે પ્રયત્ન કરતો હતો ... અને એ પ્રયત્નમાં અને પ્રયત્નમાં ઝઘડો પણ થઈ જતો...

અવનીશના આવા પ્રયત્નો અને હર્ષાના બદલાવો સાથે બીજો એક મહિનો પસાર થઈ ગયો ... પણ હવે હર્ષા મોટા ભાગે બીમાર રહેતી અને અવનીશ હંમેશા હર્ષા ને લઈને ચિંતામાં કોણ જાણે આ યુગલને હવે કોની નજર લાગી...?


*******


એ દિવસની આ વાત છે જે દિવસે અવનીશ ને શુક્રવારની નાઈટ શિફ્ટ અને શનિવારની ડે શિફ્ટ બંને ફિનિશ થઈ હતી અવનીશ થાક વશ જમ્યા વગર જ સૂઈ જાય છે... અને હર્ષા બસ એ શાંત બની અને પોતાના એ ખૂણામાં બેસી રહે છે... થોડી ક્ષણો પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ અવનીશ જાગી જાય છે અને હર્ષા ને એ ખૂણામાં બેઠેલી જુએ છે અને નિરાશ બની ઊભા થઈ હર્ષા ને ત્યાંથી લઈ અને બેડ પર સુવડાવી દે છે અને પોતે લાઈટ ઓફ કરી સુઈ જાય છે....

"હર્ષુ... શું થાય છે તને...? કે' ને પ્લીઝ..."

જવાબ ન મળતાં અવનીશ પડખું ફરીને સુઈ જાય છે...

એ રાત્રે અચાનક 12 વાગ્યે અવનીશ જાગી જાય છે.. અને એ ઘડિયાળના કાંટાનો ટક ટક ધીમો અવાજ અને એ સુનકાર જોઈ અવનીશ અજુગતું અનુભવે છે ... પોતે પાણી પીવા માટે હાથ લંબાવે છે ... પણ જગ ખાલી જોવા મળે છે.. એટલે ઊભા થઈ અને કિચનમાં જાય છે... અવનીશ જેવો કિચનમાં જાય છે... તેવું એને પ્લેટફોર્મ નજીક હર્ષા ઉભેલી દેખાય છે...

" હર્ષા... તું શું કરે છે અહીંયા ..?"

અવનીશ ધીમે ધીમે હર્ષા તરફ આગળ વધે છે પણ એને એ રીતે ઉભેલી જોતા થોડી ગભરાટ પણ અનુભવે છે... અવનીશ નજીક પહોંચીને ધીમે ધીમે હાથ આગળ કરે છે હર્ષાના ખભા પર મુકવા માટે .... અવનીશ જેવો એના ખભા પર હાથ મૂકે છે... હર્ષા અવનીશની સામે ફરીને એક ધારદાર ચપ્પુ અવનીશના પેટમાં ખોપી દે છે... અને અવનીશ એ કાળો અને ડરામણો હર્ષનો ચહેરો જોઈ તથા દર્દ થી બૂમ પાડી ઊઠે છે...


*****


To be continue..


#hemali gohil "Ruh"

@Rashu


શું હર્ષા અવનીશના પ્રાણ લેશે ..? શું હર્ષા પોતે જ પોતાના જીવનનો વિનાશ કરશે..? જુઓ આવતા અંકે...