Zankhna - 78 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 78

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 78

ઝંખના @પ્રકરણ 78

ગીતા બેસબરીથી કામીની ની રાહ જોઈ રહી હતી ,મીતા પણ દાદી પાસે બેઠી ને કયારે કામીની આવે ને એને બધી વાત જાણવાં મડે .....ને થોડી જ વાર માં કમલેશભાઈ ની ગાડી આવી ને ઊભી રહી ,ને મંજુલા બેન એ કામીની ને હાથ નો ટેકો આપી બહાર કાઢી ,દાદા દાદી ઓશરી મા બેઠા અધીરાઈથી કામીની ની રાહ જોતા હતાં, કેટલા લાંબા સમય પછી આજે કામીની જોવા મડી હતી ,.કામીની ઘરમાં આવી ,નીચા વડાય એવી પોઝિશન હતી નહી એટલે દાદા દાદી ને બૈ હાથ જોડી ને જય શ્રી કૃષ્ણ કર્યા,
ને મીતા તો જાણે કામીની ને વરસો થી ઓળખતી ના હોય એમ એને ગડે વળગાડી ને વહાલ કર્યા, વંશ એ પણ કામીની ના ખબર અંતર પુછ્યા ને તબિયત પણ પુછી ...સુનીતા બધા માટે પાણી લાવી ,ને કામીની એ પાણી પીધુ ને દાદી પાસે પાટ પર બેસી ગયી ,દાદી બોલ્યા અલી કામુ તુ તો સાવ બદલાઈ ગયી છે , ગામડાં ની ગોરી માંથી શહેર ની મેડમ બની ગયી છે ....એમ કરી મજાક કરી ,કમલેશભાઈ એ બધા ને ઈસારો કરી સમજાવી દીધુ કે કોઈએ એના પતિ વિશે કયી પુછયુ જ નહી ,ગીતા પાછળ વાડા મા ભેંસો દોહવા ગયી હતી એ ફટાફટ દોહી ને આવી ને દીકરી કામીની ને વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને ને કમલેશભાઈ બોલ્યા, ગીતા હવે કેમ રડે છે ,તને ના નહોતી પાડી ? દીકરી ને અંહી આરામ કરવા બોલાવી છે કે દુખી કરવા ? જો આવૂ કરી એને દુખી કરવી હોય તો એને પાછી એના ઘરે મોકલી દયીશ ,કમલેશભાઈ એ ગીતા બેન ને હક થી ધમકાવ્યા ત્યારે ગીતા બેન ચુપ થયા , મંજુલા બેન એ આશ્વાસન આપ્યુ, ને કામીની પણ બોલી મમ્મી મારી ચિંતા છોડ હુ એકદમ બરાબર છું....તુ મજામાં છે ને હા બેટા એકદમ સરસ ,તુ બેસ બધા સાથે વાતો કર હુ ડેરી એ જયી દુધ ભરી આવુ
મંજુલા બેન બોલ્યા ગીતા આજથી લીટર દુધ વધારે રહેવા દેજે ,કામીની માટે એનુ ધ્યાન બરાબર રાખવાનુ છે ,હુ તો બસ કામીની ની સાર સંભાળ જ રાખીશ બીજુ કયી કામ નહી કરુ ,મંજુલા બેન ની વાત સાંભળી ને બધા હસી પડ્યા
ને વાતાવરણ હડવુ થયુ ,....કમલેશભાઈ એ કહયુ વંશ ની મમ્મી આ આપણા બાજુ વાડો રૂમ છે ને એમા કામીની નો સામાન મુકાવી દે , ને પલંગ ની ચાદરો બદલી નાખો ,.....ને હા કામુ તારે અંહી જ રોકાવાનુ છે , તારે કયી પણ કામ હોય તો તારી કાકી ને બોલાવી લેજે ,ને મીતા ને સુનિતા ફ્રી પડી તારી પાસે બૈસસે , તારે સીડીયો તો બિલકુલ ચઢવા ની નથી...કમલેશભાઈ એ ડોકટર ની જેમ સલાહ સુચનો આપી દીધી ,ઓમ એ પપ્પા ની ગાડી માંથી કામીની નો સામાન કાઢી ને નીચે કામીની ના રુમમાં મુક્યો,....કામીની એ બેગ મા થી બ્લાઉઝ ને ડ્રેસ કાઢી ને મીતા અને સુનિતા ને આપ્યા ને કહયુ આ બન્ને મારી ભાભી ઓ માટે, મે જાતે જ ડીઝાઇન કર્યા છે ને બનાવ્યા છે ,....વાહહહ બહુ સરસ આટલુ સરસ આવડે છે કામીની તને તો ?
હા ભાભી હુ શહેરમાં જયી ને શીખી ,મીતા બોલી કામીની આજથી તુ મને મીતા ને નાની ને સુનિતા કહીને જ બોલાવ જે આપણે બધા ઉંમર મા સરખા જ છીએ ,........
પણ એવુ સારુ લાગશે ? હા હવે આપણે બન્ને તો બહેન ગણો તો ય ને ફ્રેન્ડસ ગણો તો ય સરખુ જ છે ,....ને કામુ એ મીતા ની વાત માની લીધી ....કામીની એ મંજુલા બેન ને બે સાડી આપી ,મંજુલા બેન બોલ્યા કેમ તુ લાવી મારા માટે ? કાકી આ મે જાતે જ ડીઝાઇન કરી બનાવી છે એટલે લાવી છું,...વાહહહ બહુ સરસ છે ,મંજુલા બેન તો સાડી નુ વર્ક જોઈ આભા બની ગયા ને ખુશ થયી એ સાડી દાદી ને બતાવી, જુઓ બા આ સાડી કામુ એ તૈયાર કરી છે .....દાદી એ આખો પર ચશ્મા લગાવ્યા ને સાડી જોઈ ને બોલ્યા, મને તો ખબર જ હતી કે કામુ એટલી હોંશિયાર છે ને કે શહેરમાં જયી કયીક તો બનશે જ.....કામુ પણ ખુશ થયી ગયી કે બધા એ એને આટલો મીઠો આવકાર આપ્યો, ને એના આટલા વખાણ કર્યા,....બિલકુલ પહેલા રાખતાં હતાં એક દીકરી ની જેમ એમ જ રાખતા હતાં, કામીની એનુ દુખ જ ભુલી ગયી ,કામીની ને ખુશ રાખવા માટે ઘરમાં બધા એની આસપાસ રહેતાં
કમલેશભાઈ એ મંજુલા બેન ને કહી દીધુ કે કામીની ને એની સાથે જે બની ગયુ છે એ બધુ ભુલાવી દેવાનુ છે એને ખુશ રાખવાની છે ,એકલી તો મુકવી જ નહી ,ટેનશન તો બિલકુલ ના
લેવા દેવુ ,....મંજુ આપણી મીતા વહુ સાથે જે બન્યુ એવુ કામીની સાથે ના જ બનવુ જ જોઈએ ,...એકવાર એ બીચારી એનુ બાળક ખોઈ ચુકી છે ને હવે આ વખતે તો આપણે એની પુરી કાળજી રાખવાની છે ......ને હેમખેમ એની ડિલીવરી પાર પાડવાની છે ,.....હા ઓમ ના પપ્પા હુ પુરેપુરુ ધ્યાન રાખીશ ,ગીતા આખા ઘરનુ કામકાજ સંભાળે છે તો હુ કામુ નુ ધ્યાન રાખીશ તમે ચિંતા ના કરો ,....એકવાર ભુલ થયી ગયી હવે નહી થવા દવ , કામીની ગીતા માટે બહુ બધી સાડી ઓ અને સોનાની બે બંગડી લાવી હતી ,ગીતા કામ મા થી નવરી પડી ને માને એ ગિફટ આપી ,ગીતા એ લેવા માટે આનાકાની કરી કે દીકરી ના ઘરનું ના લેવાય , અરે મા આ મારી પોતાની મહેનત ની કમાણી નુ છે ,તે મને જન્મ આપી મોટી કરી છે ,એનુ રુણ હું કયા જનમ મા ચુકવી શકીશ ? હવે તારી આ દીકરી કમાય છે તો એના પર તારો જ હક છે ,મા તારે દીકરો હોત ને એ તને આપત તો લયી લેત ને ? તો હુ શુ તારા દીકરા જેવી નથી ? ?? ..ના ના બેટા કામુ તુ તો મારા દીકરા કરતા પણ સવાઈ છે ,ને ગીતા એ બંગડી હાથ માં પહેરી ને ખુશ થયી ગયા ને બોલ્યા જીંદગી મા પહેલી વાર દીકરા સમાન દીકરી લાગી રહી હતી ,....કામીની નુ મનોબળ આટલુ મજબુત છે એ જોઈ ને ઘરમાં બધા ખુશ થતાં, આજે કામીની વરસો પછી ઘરે આવી હતી એટલે મંજુલા બેન એ કામુ ને ભાવતી રસોઈ બનાવી હતી , ખીર ,પુરી ને માલપુવા ને ચણા નુ શાક બનાવ્યું હતુ
રોજ તો મીતા ને સુનિતા જ જમવાનુ બનાવતાં હતાં પણ આજે એમણે પોતાના હાથે કામીની માટે રસોઈ બનાવી ને બધા સાથે બેસી ને પ્રેમ થી જમ્યા,...કમલેશભાઈ એ માર્ક કરયુ કે વંશ પણ હવે પહેલા જેવો નથી રહયો ,ઊંચી આખં કરીને પણ કામીની સામે જોતો નથી એટલે એમને હાશ થયી
કે કામીની ને વંશ એક બીજા ને ભુલી ચુક્યા છે, ને એમની નાદાનીયત થી થયેલી ભુલ થી એ ખુબ પછતાઈ પણ રહ્યા છે, ને શરમીદા પણ છે
જમતાં જમતાં બધા મજાક મસ્તી કરતા હતાં, કામીની ના આવવા થી ઘરનુ વાતાવરણ પહેલા જૈવુ જ થયી ગયુ હતુ , ભલે કામીની ને સુનિતા ઘરમાં આવ્યા ત્યારે પણ ઘરમાં બધા ખુશ હતાં જ ,પણ કામીની ની તો વાત જ કયીક અલગ હતી એ તો નાનપણથી જ આ ઘરમાં હસતી ખેલતી મોટી થયી હતી ને એના થી જ આ ઘરમાં રોનક હતી ,.....
ને બસ હવે પણ ઘરમાં એવીજ રોનક પાછી આવી ગયી હતી ,..... કામીની આખો દિવશ બા ,બાપુજી ની પાસે જ બેસી શહેર ની ને બધી વાતો કર્યા કરતી,...
ને દિવશ મા એકવાર જયા મા નો ફોન આવી જ જતો ખબર અંતર પુછી લેતા ,ને કામીની બયુટીક મા સુમન બેન ને રોજ ફોન કરી કામ સમજાવ્તા ને જરુર પડે ઘેર બેઠા ડીઝાઈન બનાવી એના ફોટો પાડી ને સુમન
બેન ને મોકલી દેતી ,..... આમ એના બયુટીક નુ કામ પણ સારી રીતે ચાલી રહ્યુ હતુ, કામીની બહુ ખુશ હતી
એના પિયર મા , મીતા ને કામીની તો જાણે એક બીજા ની મિત્ર બની ગયી હતી ,મીતા ઘરનુ કામકાજ આટોપી ને કામીની ના રુમમાં બેસવા જતી ને કામીની ને બધી વાતો પુછતી કે ,કામુ આ મયંક તારી જીંદગી મા કેવી રીતે આવ્યો? લવ મેરેજ હતાં કે પછી એરેન્જ મેરેજ ? ......
એરેન્જ મેરેજ હતાં મીતા ,હુ જયાં સિવણ ના વર્ગો શીખવા જતી હતી એ સંસ્થા મા જયા મા કરીને એક મેડમ હતા એમણે જ મને આ મયંક સાથે લગ્ન કરાવી આપ્યા હતાં,.....કામીની એ મીતા થી એ વાત છુપાવી કે પોતે કયા કારણોસર આ ઘર છોડી ને સંસ્થા મા ગયી હતી ને વંશ સાથે એના શુ સંબધો હતાં.....ને મીતા એ પણ બિલકુલ નહોતુ વિચાર્યું કે કામીની અને વંશ ભુતકાળમાં એક બીજા ને પ્રેમ કરતાં હતાં....ને મીતા એ પણ એ વાત છુપાવી રાખી હતી કે કામીની ના પતિ એ જ એનુ જીવન બરબાદ કરી નાખયુ હતુ ,ને હાલ જે બયુટીક ને ફ્લેટ મા
રહે છે એ મીતા ના પૈસા નુ જ છે ,.....કામીની ને એ વાત ની ખબર તો પડી ગયી હતી કે જે છોકરી સાથે મયંક એ ફ્રોડ કર્યુ એ છોકરી નુ નામ મીતા હતુ ને એ આ જ મીતા હતી ,.....પણ કામીની સારી રીતે જાણતી હતી એ મીતા ને હુ જાણુ છું એ વાત છુપાવવાની હતી ,એ બિચારી માડં આ દુખ મા થી ઉગરી છે ને હવે એને મયંક ની વાતો કરી દુખી નથી કરવી , મીતા રોજ ફ્રી થયી કામીની સાથે બેસતી ને કામીની પણ એના જીવનમાં મયંક કેવી રીતે આવ્યો ને લગ્ન કેવી રીતે ગોઠવાયા ને લગ્ન જીવન કેવુ ચાલી રહ્યુ હતું એ બધી વાતો શેર કરતી ,....મીતા એ કામીની ને પુછ્યુ,..કામીની આ મયંક સાથે લગ્ન પછી એના વ્યવહાર પર થી એની પર તને કોઈ શક ના ગયો ?
ના યાર એ આખો દિવશ એની ઓફિસમાં ને હું મારા બયુટીક મા બીઝી રહેતી ,ને ઘરે આવીને જમતી વખતે ખાલી વાત થતી ,ને સગાવહાલા તો કોઈ પેલાએ બતાવ્યા જ નહોતાં....ને હુ પણ સાવ બુધ્ધુ કે કદી એમ પણ ના કહ્યુ કે ચલ ગામડે જયી તારા મમ્મી પપ્પા ને મડી આવીએ ,....મડવાનુ તો બહુ દુર મીતા પણ એ નાલાયકે એના મમ્મી પપ્પા સાથે ફોન મા પણ વાત ન્હોતી કરાવી ને એ પણ કદાચ વાત નહોતો કરતો ,...
ને મારા લગ્ન ની જવાબદારી જયા મા ને કમલેશકાકા આપી ને ગયા હતાં એટલે મારે તો એમનુ માન રાખવા માટે જ આ લગ્ન કરવા પડયા હતાં,....મીતા મારો જનમ જ આ ઘરમાં થયો હતો અને મોટી પણ અંહી થયી હતી , મારી મમ્મી એ તો ખાલી જન્મ જ આપ્યો હતો પણ મને જીવન તો કાકા કાકી એ ને આ ઘરે જ આપ્યુ છે , ને આમ પણ આપણે દીકરીયો નુ કયાં કયી ચાલે છે ? એ કહે ત્યા લગ્ન કરી ને બેસી જવાનું બસ એ જ આપણું જીવન ,
કમલેશકાકા ને કયાં ખબર હતી કે મોટુ ઘર ને ગાડી, સારી નોકરી જોઈ ને હુ સુખી થયીશ એમ વિચારી પરણાવી દીધી ,....લગ્ન કરી મે મારી ફરજ બજાવી પણ મયંક ને દીલ થી પ્રેમ તો ના જ કરી શકી .... બસ નોર્મલ પતિ પત્ની ની જેમ જીવન વ્યથિત કરતાં હતાં, બસ મયંક એ મારુ પોતાનુ બયુટીક બનાવવાનુ સપનુ પુરુ કર્યુ ,બસ મારા જીવનનુ સોથી મોટુ સપનુ એણે પુરુ કરયુ એટલે હું તો એને ભગવાન માની બેઠી હતી ને એનો પડ્યો બોલ ઝીલતી હતી ,....મને ઘણી વખત એની પર શક જતો ,કેમકે આખો દિવશ એનો ફોન બીઝી જ રહેતો હતો ,પણ
મે આજ સુધી કયારેય પુછયુ નહોતુ , એને મારા સિવાય કદાચ બીજી ઘણી છોકરીઓ સાથે અફેર હશે જ એ હવે સમજાય છે .....
આ બધુ બની ગયુ એ છતાં મને બહુ આધાત નહોતો લાગ્યો, કેમકે મે એને દિલ થિ ચાહયો જ નહોતો .......
બસ બધા ના કહેવાથી લગ્ન કરી લીધા હતાં ને મારુ પોતાનુ કહી શકાય એવુ એક ઠેકાણુ મડી ગયુ ,મારુ ઘર ,ને હુ પગભર તો થયી જ ગયી હતી ને હવે હુ મારા બાળકો ની મા બનવાની છું ને એ આવનાર બાળક માત્ર ને માત્ર મારુ એકલી નુ હશે ,એની પાછળ બાપ નુ નહી પણ મારુ નામ લાગશે ,
કામીની ની વાતો સાંભળી ને મીતા ને નવાઈ લાગી કે ખરેખર કામીની ને જેટલી સાભંડી હતી એનાથી પણ વધારે મજબુત મનોબળ વાડી નીકળી.... ને પોતે સાવ ફોફલી નીકળી, મયંક જેવા લફંગા ની ચિંતા મા પોતાની તબિયત બગાડી ને પોતાનુ બાળક પણ ગુમાવ્યું....ને જીવન મા આવનારી ખુશી ઓ ગુમાવી, ને બીજી બાજુ આ કામીની કેટલી મજબુત નીકળી....કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
79 ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા