ગતાંકથી......
પૃથ્વી એકદમ ઝડપથી કાળા ઊંચા સજ્જન પાસે ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો : "પણ મિ. લાલ ચરણ એ તો કહો કે મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?"
હવે આગળ....
"અરેરે, શું વાત કરું દિકરા આમ સાવ અચાનક જ ખૂબ જ આઘાતજનક અને દુઃખદ ઘટના બની ગઈ. લાલ ચરણે એકદમ ગમગીની ભરેલા સ્વરે કહ્યું : "વહાલા પૃથ્વી, એમના અચાનક મોતથી મારા જેટલું દુઃખ તો તને પણ થતું નહીં હોય મેં તો મારો કદરદાન માયાળુ મોટાભાઈ ગુમાવ્યો છે .જીગરી મિત્ર ગુમાવ્યો છે એ મારા માટે મારા મોટા ભાઈ સમાન...."
"પરંતુ, મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?" એકદમ કડક સ્વરે પૃથ્વીએ બીજી વાર પુછ્યુ.
"ખરેખર ,એમના જેવા સજ્જન માણસ આખા મુંબઈ માં મળી આવશે નહીં."
"પણ એ તો કહો મારા પપ્પાને થયું હતું શું?"
પોલીસ અધિકારી હવે સહેજ હસ્યો :આ યુવાનની એક ધારી વારંવાર એક ની એક પ્રશ્નોત્તરીથી તેને સહેજ હસવું આવ્યું. તેમના સવાલનો જ્યાં સુધી જવાબ મળે નહીં ત્યાં સુધી તેનો તે જ સવાલ ફરીથી કર્યા જ કરતા રહેવું. પૃથ્વી ના આ વતૅનથી હર્ષવર્ધન તેની હાલત ને પારખી ગયા. તેણે લાલ ચરણને સંબોધીને કહ્યું : મિ. લાલચરણ આ યુવાન ખુબ જ તેજસ્વી છે .એક બાળકની માફક તડપતા આ દિકરાને વિગતવાર વાત કરીને શાંત કરો. એમના દુઃખી દિલને વધુ અકળાવો નહીં. મને ખાતરી છે કે તેના પપ્પાનું નામ તે જરૂર ઊજાળશે."
પોલીસ અધિકારીએ એ પછી, પૃથ્વી સાથે હાથ મેળવીને કહ્યું : " યુવાન ધીરજ રાખજે , હિમંતથી કામ લેજે ."
થોડીવારમાં જ જરૂરી સૂચનો બાદ પોલીસ અધિકારી પોલીસના જવાનો સાથે બંગલો જોડી ચાલ્યા ગયા.
પૃથ્વી ,લાલ ચરણ અને બીજો એક સજ્જન બંગલાની અંદર દાખલ થયા. લાલ ચરણે પૃથ્વીને કહ્યું: "તું તો હંમેશા જેવો ઉતાવળિયો જ રહ્યો. પૃથ્વી, તારે હવે ધીરજ રાખતા શીખવી જોઈએ. ભાઈ, હવે જ્યારે તારે માથે તારા પપ્પાનું શિરચ્છત્ર નથી...."
"પરંતુ શું આટલી આટલી વાર પૂછ્યા પછી પણ તમે મારા પપ્પાના મૃત્યુ ની વિગત પણ મને કહેતા નથી. મિ. લાલ ચરણ પોલીસને તમે શા માટે બોલાવી લાવ્યા ?આખરે ,આ બધું શું ચાલી રહ્યું છે એ મને જણાવશો??
" શું તું એમ માને છે કે મારા જીગરજાન મિત્ર સમાન, મારા શેઠ સાહેબ જેમના હાથ નીચે વીસ વર્ષથી હું જે નોકરી કરું છું તેમને રહસ્યમય રીતે મારી નાખનારાને શિક્ષા કરાવ્યા વિના જ મારે છોડી મૂકવો જોઈએ? શું હું એને જવા દઈશ? એમ તો ન જ બને.હુ એ ખુની ને જીવતો નહીં મુકુ.એ ભલે પછી આકાશમાં હોય કે પાતાળમાં છુપાયો હોય એ આ લાલચરણના હાથમાંથી છટકી ને જઈ જ નહીં શકે."
" પરંતુ, હું એ જ કહી રહ્યો છું કે તેમને કોણે મારી નાખ્યા ? મારા વારંવારના સવાલનો મને જવાબ કેમ મળી રહ્યો નથી ? તમે મારાથી શું છુપાવી રહ્યા છો?"
"બેટા, એ તો હું કેમ જાણું? એ રાત્રે સાડાનવ વાગે શેઠ સાહેબ પ્રેસ ઓફિસે આવ્યા નહીં ત્યારે એક અગત્યની બાબતમાં તેમની સલાહ પૂછવા હું અહીં આવ્યો .જોઉં તો શેઠ ખુરશી પર પડેલા! મેં તુરંત જ ડૉ. રામાણીને બોલાવ્યા. ડોક્ટરે મૃત્યુ શક પડતા સંજોગોમાં થયેલ કહ્યું. મને પણ તેમ લાગ્યું એટલે પોલીસને ખબર કરી."
" પોલીસે આવીને શું કર્યું?"
"મૃતક જે રૂમમાં માં હતા તેમની તપાસ પોલીસે કરી. આશરે બે કલાક થી એ તપાસ ચાલતી હતી પરંતુ આ તપાસમાં કંઈ જ માલુમ પડ્યું નહીં એટલે ફક્ત આ પોલીસ જવાનોનો પહેરો રખાયો . ફરીથી સવારના પાંચ વાગ્યામાં પોલીસ ઇન્સ્પેક્ટર મિ. હર્ષવર્ધને આવી તપાસ શરૂ કરી અને હમણાં જ તે જોયું તેમ તે પાછા નિરાશ થઈને ગયા. મેં માત્ર ડૉ.રામાણીને જ નહીં પણ તારા પપ્પના કુટુંબી મિ.નાણાવટી ને પણ બોલાવ્યા હતા .બંનેની સુચના ને અભિપ્રાય પછી જ મડૅર થયાનો શક લાગતા જ પોલીસ ને બોલાવી. છે જોકે મિ. નાણાવટી હજીએ ચોક્કસ નથી."
હરિવંશરાય ઉપર લાલ ચરણનો વિશેષ દાબ હતો એમ કહેવાતું હતું .પૃથ્વી એ વાત જાણતો હતો, તેથી તેને લાલ ચરણ ગમતો નહોતો. પૃથ્વી એ તેને પૂછ્યું : "હવે તમે શું કરશો ?"
"મારી ફરજ માં આવતું હશે તે બધું જ કરી છૂટીશ." લાલ ચરણે જવાબ આપ્યો . એ ફરજ મારા કરતાં કોઈ વધુ લાયક ઉપર નાખવામાં આવી હોત તો સારું થાત. છતાં મારા એ ઉપકારીના માનની ખાતર હું તેમની ઈચ્છા પ્રમાણે કરીશ અને તેમની ઈચ્છા ના માન ખાતર બધું જ કરી છૂટીશ.
લાલચરણે આમાં કોઈક સંદિગ્ધ બાબતનો ઈશારો કર્યો હોય તેમ પૃથ્વીને લાગ્યું એનો ચોખ્ખો ખુલાસો મેળવી લેવાના ઇરાદાથી તેણે પૂછ્યું :" તમારા પર કઈ ફરજ નાખવામાં આવી છે."
"તું એટવીસ વર્ષનો થાય ત્યાં સુધી તારા પપ્પાની મિલકતનો વહીવટ મારે કરવાનો છે."
"શું ?" પૃથ્વી અને બીજો સજ્જન કે જે ત્યાં બેસીને ચૂપકીદી દીધી બધી વાતો સાંભળતો હતો, તે બંનેએ ચમકીને એક સાથે જ પ્રશ્ન કર્યો.
"એ જ .એમાં આટલા ચોંકી કેમ જાઓ છો?" લાલ ચરણે એક કાગળ લઈ પૃથ્વી તરફ ધરીને કહ્યું :" જુઓ આ રહ્યું, મૃત્યુ પામેલા તમારા પિતાને -મારા શેઠનું વસિયતનામું. તેમણે એક મહિના પહેલાં જ તે કર્યું હતું. જુઓ મિસ્ટર દિનકર રાય...." પૃથ્વી સાથે બેઠેલા સજ્જનને સંબોધીને લાલચરણ બોલ્યો.
બંને જણાં પૃથ્વી અને દિનકરરાય તે વસિયતનામું વાંચતા હતા તે દરમિયાન લાલ ચરણે આગળ કહેવું ચાલુ રાખ્યું : મૃતકની પોતાની સહી અને સાક્ષીઓની સહી તમે તેમાં જોઈલો. મૃતક ને મારા પર પોતાનો સંપૂર્ણ વિશ્વાસ હોવાનું લખ્યું છે. એ પણ તમે જોઈ શકો છો.આ વસિયતનામું બનાવનાર લોયર મિ. રાયચુરાને પણ બોલાવ્યા છે,તેઓ થોડીવારમાં જ અહીં આવી પહોંચી ને તમામ બાબતોનો વિગતે ખુલાસો કરશે."
પરંતુ મારા પપ્પાના લોયર તો મિ.કાંતિલાલ અને કલ્યાણ રાય ની ઓફિસ વાળા છે !"પૃથ્વી એ કહ્યું
" હા, પેલા એ જ વકીલ બધુ કામ કરતા. "લાલ ચરણે ખુલાસો આપતા વાત કરતા કહ્યું .પરંતુ છ એક અઠવાડિયા થયા તમારા પપ્પાએ એ વકીલ અને તેની પેઢીની સાથે કામ કરવાનું છોડી દીધું હતું ."
પૃથ્વીને અકળામણ થઈ લાલ ચરણ હવેથી પોતાનો ટ્રસ્ટી થશે અને પોતે હજી સગીર વયનો ન હોવાથી કંઈ પણ કરી શકશે નહીં. આ વિચારે તેને મૂંઝવી નાખ્યો .પણ બીજા લોકો જેવો તે નહોતો પૃથ્વીને પોતાના પપ્પાની એક શિખામણ યાદ આવી હરિવંશરાય હંમેશા કહેતા કે "છાપાવાળા એ કદી રડવું જોઈએ નહીં . દુઃખમાં પણ છાપાવાળો તો હશે અને બીજાને હસાવે."
પૃથ્વી આ વિચારોમાં હતો એટલામાં મિ. રાયચુરા આવી પહોંચવાથી લાલ ચરણ સાથેની તેની વાત અધૂરી રહી.
મિ.રાયચુરા એકદમ સજ્જ થયેલો વકીલ એકદમ જ ધસી આવ્યો અને એકદમ ધબ્બ દઈને ખુરશી પર બેઠો. લગીર પણ દરકાર વગર તેને પોતાની સુટકેસ ટેબલ પર પડેલા કાગળ ઉપર મૂકી .તે ઠીંગણો હતો. તેની નાની આંખો તે વારંવાર પટ પટાવતો હતો. તેના ભવા ઉપર બહુ વાળ હતા તે એવી રીતે જોતો કે કઈ તરફ જુએ છે તે સમજી શકાય નહીં. તે ઉતાવળિયો હતો તેણે લાલચરણ ને કહેવા માંડ્યું : "ઓહ્, લાલચરણ કેમ છે વો? આજ મને બહુ દલગરી ભરેલા કામ માટે તમે બોલાવ્યો છ.,હા?" તરત તેણે બાજુમાં પૃથ્વી અને દિનકરરાય ને જોયા હોય એમ કહ્યું :" ઓ મહેરબાનો, માફ કરજો, હા? મેં તમુને દેખેલા નહી?. પૃથ્વીને તેણે કહ્યું : પૃથ્વીચંદર તમો જ કે ની઼ ? માનવંતા હરિવંશરાય ખુબ જ જેન્ટલમેન. તમો આબાદ જાણે તેવણની નકલ હો,એવા જ લાગો છો. ઘન્ન્નુ ખોટું થીંઉ કે ,મારા એ લાયક અસીલ સબબુચ ગુજર પામિયા."
પૃથ્વીને લાલદાસ કરતા મિ. રાયચુરા વધારે જ લુચ્ચો લાગ્યો. લાલદાસે તે બાદ મૃતકના એક મિત્ર તરીકે દિનકરરાયની ઓળખાણ કરાવી. મિ. રાયચુરાએ દિનકરરાય કહ્યું : "હેલ્લો જેન્ટલમેન મૃતક ના કોઈ ભી દોસ્ત ને દુઃખ થાય એવો જ આ બનાવ બનવા પામ્યો જ ખરું ની?"
મિ. રાયચુરા ને મિ.લાલ ચરણ ને શું કહેશે પૃથ્વી એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ.........