Zankhna - 76 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 76

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 76

ઝંખના @પ્રકરણ 76

કમલેશભાઈ એ ટીવી મા ન્યુઝ જોયા અને પછી પેપર વાચયુ,....આખા વડાલી મા કામીની નો પતિ ચોર નીકળયો એ વાત ફેલાઈ ગયી ,.....કમલેશભાઈ એ ગીતા ને બોલાવી ને વાત કરી વંશ પણ ઓશરી મા જ બેઠો હતો એ પણ સાંભળી ને દુખી થયો,....હે ભગવાન બીચારી કામીની ની જીંદગી બરબાદ થયી ગયી, એનો શું વાકં ? શુ એના નસીબ મા પતિ નો પ્રેમ ને સુખ લખાયુ જ નથી ,અત્યારે પાછી એ પ્રગનેટ છે .....ત્યા શહેરમાં એકલી છે પારકા લોકો ના સહારે છે ,હુ ચાહુ તો પણ ના જયી શકુ ,....મમ્મી પપ્પા જાય તો સારુ એને અત્યારે સહારા ની જરુર છે....વંશ ઉપર ગયો ને ન્યૂઝ પેપર મા મયંક ના સમાચાર ને ફોટો બતાવ્યો, મીતા જાણે કયીજ જાણતી ના હોય એમ ખાલી ખાલી ચોંકી ગયી ને બોલી .... ઓહહહ....તો મારો શક સાચો પડ્યો એ આ પેપર મા ફોટો છે એ હુ કહેતી હતી એ જ છોકરો છે એ બહુ નીચ,નાલાયક ને એક નંબર નો લફંગો હતો ,એણે કેટલીય છોકરીયો ની જીંદગી બરબાદ કરી હતી ને કામીની ને લગ્ન માટે આ જ મડયો? વંશ આ છોકરો કામીની ને કોણે બતાવ્યો ? ખબર નથી મીતા પણ શહેરમાં કોઈ સંસ્થા છે ત્યા કામીની ના લગ્ન માટે બાયોડેટા આપ્યા હતાં, હમમમમમ, વંશ કામીની તો હાલ પ્રગનેટ છેને ઝુડવા બાળકો ની મા બનવાની છે ,હવે ત્યા કામીની એકલી છે એનુ ત્યા કોણ ? તમે પપ્પા ને અને ગીતા માસી ને કહો ને એને અંહી ડીલીવરી માટે લયી આવે , અત્યારે એનો છેલ્લો મહીનો ચાલી રહ્યો છે.......
પણ મારા થી એમ ના કહેવાય ,સારુ ના લાગે ....મીતા જા તુ જ નીચે જા ને પપ્પા ને વાત કર ,નીચે બધા અત્યારે બહુ દુખી થયી બેઠા છે ,ટીવી મા ન્યુઝ મા પણ બતાવ્યુ કે એ મયંક કે કોલેજમાં ગામડાની એક છોકરી ને પોતાની પ્રેમ જાડ મા ફસાવી ને પછી એના ઘરેથી કરોડો રૂપિયા નુ ઝવેરાત ને રોકડા લયિ એ છોકરી ને ટ્રેન મા મુકી ને ભાગી ગયો હતો ,એની પર ત્રણ કેશ થયેલા છે ,....ઓહહહો એવુ હતુ ,હા મીતા ....ગીતા માસી બહુ રડે છે ને કામીની ની ચિંતા કરે છે તુ નીચે જા ને કામીની ને અંહી લયી આવવા માટે બધા ને સમજાવ ,દાદા દાદી કદાચ નહી માને પણ તુ કહીશ તો માની જાય ,....વંશ ને તો સપનેય ખ્યાલ નહોતો કે કામીની ને દગો આપનાર ,કામીની નુ જીવન
બરબાદ કરનાર મયંક એની પત્ની મીતા નો જ પ્રેમી છે...મીતા એ વાત છુપાવવી પડી ....મીતા વંશ સાથે નીચે આવી કમલેશભાઈ ચિંતાતુર વદને બેઠા હતાં ને ગીતા માસી રડતાં હતાં એ જોઈ ને મીતા ગીતા માસી પાસે આવી ને એમને દિલાસો આપવા લાગી ,માસી તમે ચિંતા ના કરો કામીની ને કયી નહી થાય ,સુનિતા પાણી લાવ તો ને મીતા એ ગીતા ને પાણી પીવડાવ્યું ને શાંત પાડ્યા ને પછી કમલેશભાઈ સામે જોઈ બોલી ,પપ્પાજી એક વાત કવ ? હા બોલ ને બેટા, પપ્પા જી ત્યા શહેરમાં કામીની એકલી છે ને એના છેલ્લા દિવશો ચાલી રહ્યા છે એવી પરિસ્થિતિ મા ત્યા એને એકલી ના મુકાય ,ગીતા માસી ની દીકરી એટલે આપણી એ દીકરી જ થયી ને તો શુ એને તમે ડીલીવરી માટે અંહી લયી આવો તો સારુ ,....આપણે એના પોતાના કહેવાઈ એ ને ત્યા બધા પારકાં વચ્ચે એ આવા કપરા સમયે આધાત સહન ના કરી શકે ને ના થવાનુ થયી જાય તો ??? મીતા ની વાત સાંભળી ને ગીતા બેન પાછા રડવા લાગ્યા , બા ,બાપુજી બોલ્યા હા ભાઈ કમલેશ મીતા વહુ ની વાત સાચી છે ,ગીતા અને કામીની નુ આ દુનિયામાં બીજુ કોઈ નથી તો આપણી ફરજ છે કે એને અંહી તેડી લાવીએ ડીવીવરી માટે ,ને આમ પણ હવે ત્યા એનુ ધ્યાન રાખવા વાડા બધા પારકાં જ છે ,હા કામીની નુ ત્યા ઘરનુ ઘર છે ને હવે તો એ ઢગલો કમાઈ પણ લે છે
એ બહુ સમજુ ને ડાહી છોકરી છે હાલ એને આપણી જરુર છે,આ પણ એનુ પિયર જ છે એનુ જ ઘર છે તો ડિલીવરી માટે તુ ને મંજુ શહેરમાં જયી કામીની ને લયી આવો ,ના માને તો મને ફોન કરજે ,હુ સમજાવી લયીશ, ભલે બા એમ જ કરીએ .....આ બાજુ સરથાણા મા પરેશભાઈ એ પણ સવાર સવાર માં ચા પીતાં પીતાં ન્યૂઝ પેપર વાચયુ ને આખો કિસ્સો વાંચ્યો ત્યારે ચોંકી ગયા ને પછી ટીવી ચાલુ કરી તો બ્રેકીંગ ન્યુઝ મા મયંક ના ન્યુઝ આવતા હતાં, પરેશભાઈ વિચારી રહ્યા હતા કે નવાણુ ટકા તો આ એજ છોકરો હોવો જોઈએ
એમણે ધ્યાન થી સાંભળયુ કે ન્યૂઝ મા કયાય એ યુવતી નુ નામ નહોતુ બતાવતાં એક ગામડાં ની યુવતી ,, બસ આટલો જ ઉલ્લેખ થતો હતો ને પેપર મા પણ કયાંય નામ નહોતુ ,...ને એટલા મા જ પરેશભાઈ ના ફોન મા એક મેસેજ ને વીડીયો આવ્યો જે વિશાલ એ મોકલ્યો હતો ,પરેશભાઈ એ ધડકતા રદયે આખો વિડીયો જોયો ને મેસેજ વાંચ્યા,...કાકા પેલો નાલાયક લફંગો પકડાઈ ગયો છે ને જેલભેગો કરાવી દીધો છે ને હા તમે ચિંતા ના કરતાં અમે પોલીશ મિત્ર ને કહ્યુ હતુ કે ભલે આખી ઘટના ને નરાધમ ની પોલ ટીવી મા આવે પણ મીતા નુ નામ કયાંય ના આવવુ જોઈએ ,એ છોકરી ના લગ્ન થયી ગયા છે ઐટલે એની બદનામી કયાય ના થવી જોઈએ ,એટલે તમે નિશ્ચિત રહેજો , ને તમારે એક વાર પોલીશ સટેશન મા આવવુ પડશે , તમે પણ ફરીયાદ લખાવી હતી એટલે ,એ નાલાયક મયંક ને બને એટલાં વધારે વરસો ની સજા થાય એવુ તમે કહી શકો ,....વિશાલ ના મેસેજ વાંચી ને પરેશભાઈ ને કપાળે પરસેવો છૂટી ગયો, એમને ડર હતો કે વહેલા મોડાં જો મીતા નુ નામ બહાર આવશે તો એનુ લગ્ન જીવન તુટી જશે , પરેશભાઈ એ પેપર સાઈડ મા મૂકયું ને મીના બેન ને કહયુ , બીના ની મમ્મી એક અરજન્ટ કામ છે મારી સાથે ચાલ ને તબેલે જયી આવીએ,....આમ અચાનક તબેલે જવાનુ કહયુ એટલે મીના બેન ને નવાઈ લાગી ,આજ સુધી રુખી મા ને પુછ્યા વિના પરેશભાઈ ને મીના કયાંય બહાર નીકળયા જ નહોતા ,....રુખી મા બોલ્યા, કેમ ભાઈ શુ થયુ ? કોનો ફોન હતો ,...મીના વહુ ને સવાર મા અઢાર કામ હોય એ નવરી નથી તુ એકલો જયી આવ ,.....ના બા જરુર છે એટલે તો લયી જવ છું, ત્યા પાયલ બોલી હું પણ આવુ કે સાથે ??? ના ના પાયલ તુ ઘરે સંભાળી લે જે એમ કહી પરેશભાઈ એ ગાડી કાઢી ને મીના બેન ને લયી સીધા ખેતરે આવ્યા,
સાથે ન્યૂઝ પેપર પણ લયી ને આવ્યા હતાં,....સીધી ગાડી તબેલે લીધી ,મીના બેન પરેશભાઈ ને ચિંતા મા જોઈ ગભરાઈ ગયા ને બોલ્યા, હવે તો કહો શુ થયુ ? .... અરે મીના હમણા જ શહેરમાં થી વિશાલ એ એક વીડીયો મોકલ્યો લે આ જો એમ કહી ફોન મા વીડીયો ચાલુ કરી મીના બેન ને આપ્યો, મીના બેન એ વિડિયો જોયો પછી બોલ્યા તે પણ આ છે કોણ ,કોની ધરપકડ થયી ? આ એજ નાલાયક ઠગ છે જેણે આપણી દીકરી મીતા ની જીંદગી બરબાદ કરી હતી ,આતો સારુ થયુ આ વાત મા કયાય મીતા નુ નામ નથી આવ્યુ,...સમાચાર મા અને જો આ પેપર મા પણ પેલા નો ફોટો ને આખી ઘટના છપાઈ છે ,ભગવાન નો પાડ માન કે આમા કયાય મીતા નુ નામ નથી છપાયુ ,...
નહીતર આપણી દીકરી નુ શું થાત ,એનુ તો બન્યુ બનાવેલો ઘરસંસાર તુટી જાત ને આપણી બદનામી આખા ગામમાં ને વડાલી મા પણ થાત ,આવુ થયુ હોત તો આપણે તો જેર પીવાનો વારો આવત ,....ભલુ થજો એ રવિ ને વિશાલ નુ કે પોલીસ સ્ટેશન જયી વિનંતી કરી કે આ ઘટનાં કાલે ટીવી અને પેપર મા આવે તો એમા એ યુવતી નુ નામ કયાંય ના આપવુ ,એના લગ્ન થયી ગયા છે ,ખોટુ આ મયંક એ એની જીંદગી બરબાદ કરી રહ્યો હતો ને હવે માડં સાસરે સેટ થયી છે એટલે એનુ લગ્ન જીવન તુટી જશે, માટે પ્લીઝ યુવતી નુ નામ કોઈ પૂછે તો પણ ના જણાવવું.....મીનાબેન ને પણ પરેશભાઈ ની વાત સાંભળી ને ઘડીભર ગભરામણ થવા લાગી ને ચિંતા મા બોલ્યા, એક કામ કરો ને મીતા ને મારા ફોન મા થી ફોન કરો ને હુ વાત વાત મા પુછી લવ ,કે ત્યા બધુ બરાબર છે ને ? મને મીતા ની ચિંતા થાય છે ,હજી હમણાં તો એણે એનુ બાળક પણ ગુમાવ્યું છે, મને લાગે કદાચ મીતા આ વાત થી જ ટેન્શન મા રહેતિ હશે
એને મયંક શહેરમાં પાછો આવ્યો એ સમાચાર જાણ્યા હશે ને એટલે જ તણાવ મા રહેતી હતી ને એટલે જ એનુ મીસકેરેજ થયી ગયુ , ને મીના બેન એ એમના ફોન મા થી મીતા ને ફોન કર્યો,....
એક ,બે રીંગ વાગ્યા પછી વંશ એ મીતા ને એનો ફોન આપ્યો ને કહ્યુ, મીતા તારી મમ્મી નો ફોન છે ,....મીતા ફોન લયી ઉપર એના રુમમાં ગયી ને બોલી ,જય શ્રી કૃષ્ણ મમ્મી, હા બેટા જય શ્રી કૃષ્ણ....મીતા આજનુ પેપર વાચયુ ,ટીવી મા ન્યુઝ જોયા ???? હા મમ્મી, વિશાલ એ વિડીયો પણ મોકલ્યો,....ઓહહહ,ત્યા કોઈ ને તારી કયી ખબર તો નથી પડી ને ?? જમાઈ ને કે તારા સસરા ને જરા પણ ખ્યાલ નથી આવ્યો ને ???
ના ના મમ્મી તમે ને પપ્પા બિલકુલ ચિંતા ના કરો એ નાલાયક પકડાઈ ગયો ને જેલ માં ગયો મને તો હૈયે ટાઢક વડી ને જીવન નુ ટેનશન ગયુ ,એ હરામખોર ને તો બહુ લાંબી સજા થવી જોઈએ ,....મીતા તુ હવે ચિંતા ના કરતી ને આ વાત કોઈની સાથે ના કરતી ,હા હા મમ્મી, મમ્મી જે છોકરી સાથે એ નાલાયક એ લગ્ન કર્યા છે એ બીજી કોઈ નહી પણ અમારા ઘરે જે ગીતા માસી રહે છે એની દીકરી કામીની જ છે ,ને એ પણ પ્રગનેટ છે.... એ નરાધમ એ એનો બીજો શિકાર કામીની ને બનાવી છે ,....ને આપણા રુપિયે તો એણે શહેરમાં ફલેટ ,શૉપ ,ને ગાડી બધુ ખરીદી ને આરામ ની જીંદગી જીવતો હતો ને હુ અંહી ચિંતા મા મરી રહી હતી ,પણ એના પાપ નો ઘડો ભરાઈ ગયો ને એ પકડાઈ ગયો ,પણ બીચારી કામીની નુ જીવન બરબાદ થયી ગયુ ,.....મમ્મી પપ્પા ને કહેજો પોલીશ સટેશન જાય તો આપણાં ઘરેણાં ને રુપિયા ની માંગણી કરે એ ચોર પાસે થી ,...ના ના તેલ પીવા ગયા એ ઘરેણાં ને રુપિયા તુ એની ચિંતા છોડ ,
બસ તારી બદનામી ના થાય એ જ જરુરી છે .....લે તારા પપ્પા સાથે વાત કર ,એમ કહી મીના બેન એ ફોન પરેશભાઈ ને આપ્યો, બોલ બેટા ત્યા બધુ બરાબર છે ને
? આ ન્યુઝ ને પેપર ની વાત સાંભળી ને બધા ને તારી કયી ખબર તો નથી પડી ને ?
ના પપ્પા, પણ આ જ ન્યુઝ ના લીધે અત્યારે ઘરમાં માતમ જેવુ વાતાવરણ છવાયું છે બધા ઊદાશ થયી ને બેઠા છે નીચે ,....પણ કેમ ? એમને કયાં તારી આ વાત ની ખબર છે ? પરેશભાઈ ચિંતાતુર વદને પુછ્યુ, પપ્પા એ લફંગા ની પત્ની અમારા ગીતા માસી ની દીકરી કામીની છે ,એ નાલાયક એ એનો આગળ નો શિકાર એ માસુમ કામીની ને બનાવી છે ને એનુ જીવન બરબાદ કરનાર એ જ ચોર છે ,....ઓહહહ, બીચારા ગીતા બેન ની દીકરી ? હા પપ્પા એજ ચિંતા મા છે બધા હુ ફોન લયી ઉપર આવી છુ મારા રુમમાં......
તમે પોલીસ સ્ટેશન જાઓ તો એ બદમાસ ને વધુ મા વધુ સજા થાય એવો વકીલ કરજો ને બસ એ આખી જીંદગી જેલ માં સડે એવુ કહેજો ,.....હા એવુ જ કરવાનુ છે ,ને હા આપણા ઘરેણાં ને લાખો રુપિયા ની માંગણી કરજો ,....એ બધુ ભુલી જા ,ને હવે આ વાત પણ ભુલી જા ,તારા વર્તન વ્યવહાર થી કોઈને પણ ગંધ ના આવવી જોઈએ , ને તુ હવે ચિંતા છોડી દે એ પકડાઈ ગયો છે તો હવે એને હુ બહુ લાંબી સજા અપાવીશ, તુ તારી તબિયત સાચવજે ,જો કામીની ત્યા આવી જાય તો, ભુલ થી પણ મયંક નુ નામ તારા મોંઢે ના આવવુ જોઈએ એટલુ ધ્યાન રાખજે , કામીની પર અમને પણ હમદરદી છે પણ
તુ ભુલ થી ય આ ઘટના મા તારુ નામ કયાંય ના આવવું જોઈએ, તુ સમજે છે ને બેટા આપણી ઈજ્જત નો સવાલ છે ને હવે તારા લગ્ન જીવન નો ને તારા સસરા કમલેશભાઈ ની ઈજ્જત નો પણ ,....મે તો આ ન્યૂઝ વાંચ્યા ને વિશાલ એ વિડીયો પણ મોકલ્યો એવો હુ તારી મમ્મી ને લયી તારી સાથે વાત કરવા માટે જ અંહી તબેલે આવ્યો છુ ,બસ એજ ચિંતા હતી કે તારી ખબર તો
કોઈને નથી પડી ને ,....ના પપ્પા તમે ચિંતા ના કરો ,હુ અંહી બધુ સંભાળી લયીશ,
બસ બેટા ,હવે ફોન મૂકું છું ને શહેરમાં જવ છું, એમ કહી પરેશભાઈ એ ફોન મુક્યો, બન્ને પતિ પત્ની ને હાશ થયી ,કે પોતાની દીકરી મીતા ની સાસરી મા કયીજ ખબર નથી પડી ,.....મીતા ફોન લયી નીચે આવી ને પાછી એ જ વાત લયી ને બેઠી ,પપ્પા જી પ્લીઝ તમે બહુ લાંબુ ના વિચારો ,ને કામીની લયી આવો ,....કમલેશભાઈ ને મંજુલા બેન એકબીજાની સામે જોઈ વિચારી રહ્યા હતાં કે જો કામીની ને અંહી તેડી લાવશુ ને પાછડ થી કામીની ના વંશ સાથે ના પ્રેમ પ્રકરણ ની ખબર પડી જશે તો ?? ને બીજી બાજુ કામીની ની પણ ચિંતા થતી હતી ,એકવાર તો કામીની પોતાનુ બાડક ગુમાવી ચુકી છે ને એના નિશાશા લાગવાથી મીતા નુ બાડક પણ ગુમાવવુ પડયુ ,.....આ વખતે કામીની ના નિશાશા નથી લેવા ,આમ પણ બિચારી છતાં પતિ એ વિધવા થયી ગયી ,પેલો નાલાયક તો સડશે જેલમાં હવે ને ત્યા બધા પારકાં વચ્ચે એ આવા કપરા સમયે આધાત સહન ના કરી શકે ને ના થવાનુ થયી જાય ને એનુ પાપ પણ મને ને મારા પરિવાર ને જ લાગે ,મે જ કામીની ને વંશ થી દુર કરવા માટે સંસ્થા મા મુકી ને જયા બેન એ એના લગ્ન કરાવી દીધા ,મે લાંબી તપાશ પણ ના કરી કે એ છોકરો કયાં થી છે ને એનો પરિવાર કોણ છે ,બસ એમ જ એના લગ્ન કરાવી નાખ્યા,....ગીતા અને કામીની નુ આ દુનિયામાં બીજુ કોઈ નથી અમારા સિવાય, મીતા વહુ ની વાત સાચી છે, મારે આજે જ શહેરમાં જયી કામીની ને લયી આવવી છે ,....વંશ ને મીતા હવે પતિ પત્ની બની ગયા છે ને એક બીજા ને પ્રેમ પણ કરે છે ,ને વંશ પણ હવે સમજી ગયો છે એટલે કયી વાંધો નહી આવે , એમ વિચારી ને કમલેશભાઈ એ કામીની ને લેવા જવાની તૈયારીઓ કરવા માંડી, કામીની ની હાલત ખરાબ હતી , બહુ આધાત લાગ્યો હતો ,એણે સપના માં એ વિચાર્યું પણ નહોત કે એનુ સ્વર્ગ જેવુ સુંદર જીવન આમ અચાનક વેર વિખેર થયી ગયુ ,એક મોટુ તોફાન આવ્યુ ને બધુ પોતાની સાથે ઉડાવી ને લયી ગયુ ,ગંગા બા ને જયા મા સતત કામીની ને આશ્વાસન આપી સમજાવી રહ્યા હતાં,.......
હવે કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 77
ઝંખના..........

લેખક @ નયના બા વાઘેલા