ઝંખના @ પ્રકરણ 73
મીતા ના જીવનમાં જાણે અંધકાર છવાઈ ગયો ને કામીની નુ જીવન રોશન થયુ
મીતા ને આધાત લાગ્યો હતો એ અંદરો અંદર હીજરાયા કરતી હતી ,એના મનમાં ચાલી રહેલા ઘમાસણ નુ કારણ મયંક હતો ,ને એ કામીની નો પતિ છે એ જાણ્યા પછી એ બેચેન થયી ગયી હતી ,ના કહેવાય કે ના સહેવાય એવી પરિસ્થિતિ હતી ,...મંજુલા બેન ,કમલેશભાઈ ને વંશ બધા એને ખુશ રાખવાની કોશિશમાં રહેતા ,ને કમલેશભાઈ ને વંશ વિચારી રહ્યા હતાં કે મીતા ને ઘરમાં કોઈ વાત નુ દુખ નહોતુ ,સુખ ,સાહ્યબી ભર્યુ જીવન હતુ તો પછી મીતા ને કયી વાત નુ ટેન્શન હશે ???
મીતા ના મીસકેરેજ નુ કારણ ડોક્ટર એ તણાવ જ કહયુ હતુ , ને વંશ પણ જોઈ રહ્યો હતો કે મીતા છેલ્લા બે મહિના થી ટેન્શન મા જણાતી , વંશ પુછતો તો કહેતી કે ના ના હુ બહુ ખુશ છું, મને વડી શુ ચિંતા ? ને ઉપરથી હંમેશા ખુશ થવાનો દેખાવ કરતી ,મીતા આમ પણ પહેલે થી જ બહુ સેન્સેટીવ હતી ....માયાળુ પણ હતી ને એટલે જ પોતાના મમ્મી પપ્પા એ આરામ કરવા માટે ઘરે લયી જવાનુ કહયુ તો પણ મીતા એ ના પાડી દીધી .....મીતા હીજરાયા કરતી હતી ....જો નથી કહેતી તો કામીની ની જીંદગી ખરાબ થયી રહી છે ને જો આ વાત એ પોલીસ સટેશન એ જણાવી દે તો પોતાની જીંદગી બરબાદ થવાની હતી.....શુ કરવુ એની વિમાસણમાં હતિ ને ભગવાન ને પ્રાથના કરી રહી હતી કે કામીની ની જીંદગી ખરાબ ના થાય ,એની સાથે દગો કર્યો મયંક એ એવુ એ બસ કામીની સાથે ના કરે ...
કામીની પણ મા બનવાની છે
એનુ જીવન બરબાદ ના થાય ,ગીતા માસી નુ એક માત્ર સંતાન છે કામીની ને જો કામીની ને કયી પણ થશે તો ગીતા માસી સહન નહી કરી શકૈ ,પપ્પા જી અને ગીતા માસી કે કામીની ને કયાં ખબર છે કે મયંક એક ક્રીમીનલ છે.... મીતા બસ આખો દિવશ આ જ વિચારો માં ખોવાયેલી રહેતી હતી ....ને ઘરમાં કમલેશભાઈ ને વંશ બધા મીતા ની હાલત જોઈ ને ચિંતા કરતાં ને સમજાવતા કે જે બની ગયુ એ ભુલી જા ને ચિંતા છોડી શરીર પર તબિયત પર ધ્યાન આપે....આમ દિવશો પસાર થયી રહ્યા હતાં આ બાજુ શહેરમાં કામીની પોતાના બયુટીક સંભાળવા ની સાથે એની તબિયત નો પણ પુરો ખ્યાલ રાખી રહી હતી....કામીની ને આઠમો મહીનો પણ બેસી ગયો હતો
કામીની ખાલી બયુટીક મા જતી પણ કામ બધુ એનો સ્ટાફ સંભાળી લેતો હતો...
ગંગા બા એ આખા ઘરનુ કામ અને રસોડું સંભાળી લીધુ હતુ ,કામીની ને ટીફીન પણ સમયસર બયુટીક પર પહોંચાડી દેતા ,મયંક પણ બહૂ ખુશ હતો ,....એની સેલેરી કરતા પાંચ ઘણી આવક બયુટીક ની થયી ગયી હતી ને આવી કમાઉ પત્ની મડી એનો આનંદ મનાવતો હતો ને હવે ટુંક સમયમાં જ બે બાળકો નો પિતા પણ બનવાનો હતો....
કામીની બિલ્કુલ અજાણ હતી એના પતિ મયંક ના કરતુત થી....મયંક ને કયાં ખબર હતી કે એની આ ખુશીઓ બસ થોડા દિવશ ની જ મહેમાન છે ,ભૂતકાળમાં કરેલી એની ભુલો હજી એનો પીછો છોડવાની નથી અને એણે કરેલા પાપ અને ગુનાઓ ની સજા તો એને મડવાની જ છે....કામીની પણ અજાણ હતી કે આગળ શુ થવાનુ છે
એને તો એમ જ કે એ હવે એ એની જીંદગી મા સારી રીતે સેટ થયી ગયી છે ,પોતે પતિ મયંક ની લીધે બિઝનેશ વુમન પણ બની ગયી હતી, કેટલો સારો પ્રેમાડ પતિ મડયો છે ને હવે પોતે ટુંક સમયમાં મા પણ બનવાની છે,....જીવનમાં જે સપના જોયા પણ નહોતા એ ય પુરા થયા બસ હવે હેમખેમ ડિલીવરી પણ પાર પડી જાય અને આવનારા બન્ને બાળકો પણ સવસથ રીતે આ દુનિયામાં આવી જાય ,બસ એટલે શાંતિ....આમ કામીની એના ઉજડા ભવિષ્ય ના સપનાં જોઈ રહી હતી પણ એ કયાં જાણતી હતી કે એની જીંદગી કેવી હશે આગળ....કામીની અને મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ પ્રકરણ 74
ઝંખના......
લેખક @ નયના બા વાઘેલા