Zankhna - 72 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 72

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 72

ઝંખના @પ્રકરણ 72

મયંક ની ખુશી નો પાર નહોતો એ ખુશ ખુશાલ થયી ગયા ને આખી ઓફિસમાં પેંડા વહેંચ્યા....મયંક એ વિચાર્યું પણ નહોતું કે મીતા ના પૈસા હાથ મા આવવા થી એની જીંદગી આખી બદલાઈ જશે ,....એણે કામીની નૈ સાચો પ્રેમ કર્યો ને એક પત્ની નો દરજ્જો આપ્યો,....મીતા ની સાથે મન માં થોડો પ્રેમ ને લાગણી તો હતી પણ એ નિભાવી ના શક્યો, એના માટે જવાબદાર એની ગરીબ પરિસ્થિતિ હતી ,મીતા ની સાથે લગ્ન તો એને પણ કરવા હતાં પણ, પાંચ છ વરસ પછી ભણી ગણી કયીક બન્યા પછી ....ને મીતા લગ્ન માટે ઉતાવળ કરતી હતી એટલે નાછુટકે મયંક ને મીતા સાથે દગો કરવો પડ્યો....મીતા પૈસાદાર બાપ ની દીકરી છે એ વાત એ સારી રીતે જાણતો હતો ને એટલે જ મીતા ને પ્રેમ અને લગ્ન માટે તૈયાર થયો હતો ,પણ મીતા ની જીદ ને ઉતાવળ ના કારણે મયંક એ એનો આખો પ્લાન બદલી નાખ્યો, પણ હવે કામીની જેવી સુંદર સુશીલ પત્ની મડવાથી બહુ ખુશ હતો અને હવે એ મીતા ને અને એના ખરાબ ભુતકાળ ને ભુલી ચૂક્યો હતો.... ને કામીની સાથે ખુશ હતો ,.....ત્યા વડાલી મા મીતા પણ એના ભુતકાળ ને ભુલી ગયી હતી ,વંશ ને પ્રેમ પણ કરતી હતી ,પણ અચાનક જ કામીની ના લગ્ન મયંક સાથે થયા છે એ વાત સાંભળી ત્યાર થી એ બેચેન રહેતી હતી ,ટેન્શન મા આવી ગયી હતી.....કામીની ને ઘરમાં બધા બહુ ચાહે છે ને ગીતા માસી ની એક ની એક દીકરી છે ને એની સાથે જ મયંક જેવા લુખ્ખા ને ચોર ના લગ્ન કામીની સાથે થયા છે ,ને હવે કામીની નુ ભવિષ્ય શુ હશે એ વાત થી ચિંતિત હતી ,એક મીતા જ મયંક ને સારી રીતે ઓળખતી હતી પણ એ મજબુર હતી કે કોઈ ને મયંક ની સચ્ચાઈ જણાવી શકે ,ત્યા શહેરમાં કોલેજના પ્રિન્સિપાલ અને હોસટેલ ના ગૃહમાતા ને એના મિત્રો એ એમ ત્રણ લોકો એ અલગ અલગ પોલિશ સટેશન મા મયંક વિશે , ફ્રોડ, છેતરપીંડી ની ફરીયાદ નોંધાવેલી હતી ....મીતા ધારે તો મયંક ને હાલ પકડાવી શકે એમ હતી ,સાથે કોલેજમાં ભણતા ફ્રેન્ડસરકલ માજો એ કહી દે તો ,મયંક ની ઘરપકડ તરતજ થયી જાય એવુ હતુ....પણ એની સાથે સાથે પોતાનો ભુતકાળ પણ છતો થયી જાય....ને લગ્ન જીવન ભાંગી પડે ,પપ્પા ની બદનામી થાય ,....પણ કામીની નુ જીવન મયંક બરબાદ કરી નાખશે ,મીતા સતત ટેન્શન મા રહેવા લાગી એના મગજમાં થી મયંક નુ ભુત નીકળવાનુ નામ જ નહોતુ લેતુ .....એક દિવશ સવારે ન્હાઈ ને બહાર નીકળી ને પગ લપસયો ને પેટ પર બધુ જોર આવ્યુ ને એ ચીસ પાડી ઉઠી ....વંશ હજી હાલ જ તૈયાર થયી ને નીચે ગયો હતો ,ને સુનિતા પણ નીચે હતી .....દાદી એ
મીતા ની ચીસ સાંભળી ને બોલ્યા, મંજુલા વહુ જલદી ઉપર જયી જુઓ મીતા વહુ એ ચીસ પાડી ....ને મંજુલા બેન ને સુનિતા દોડતા ઉપર ગયાં તો મીતા દર્દ થી કણસી રહી હતી ને એના કપડાં લોહી થી લથબથ થયી ગયા હતાં....મીતા રડી ને ચીસો પાડી રહી હતી ,.....વંશ ગાડી સાફ કરતો હતો એ પણ દોડતો ઉપર આવ્યો ને મીતા ની હાલત જોઈ ને ગામ ના ડોકટર ને ફોન કરી અરજન્ટ આવવા કહ્યુ ને કમલેશભાઈ ને પણ ફોન કરી બોલાવી લીધા ,....ગીતા પણ દોડતી ઉપર આવી...કમલેશભાઈ પણ ચોરે બેઠા હતાં એ પણ આવી ગયા ને ડોકટર પણ આવ્યા.....ગીતા અને મંજુલા બેન એ મીતા ને ઉંચી કરી પલંગમાં નાખી ,નીચે બા ને બાપુજી ચિંતિત હતા ,મીતા સાથે કયીક બની ગયુ એવો અંદાજો આવી ગયો બન્ને ને ઉપર જવુ હતુ પણ મજબુર હતાં....થોડી વાર મા જ કમલેશભાઈ ડોકટર ને લયી ને આવી ગયા ,....મીતા પીડા થી કણસી રહી હતી,...ડોકટર એની હાલત ને લોહી થી લથબથ સાડી જોઈ સમજી ગયાં કે મીતા નુ મીસકેરેજ થયી ગયુ છે...
ને અંહી ઘરે એનો કોઈ ઈલાજ થાય એમ નથી ,...જલદીથી મિતા બેન ને હોસ્પિટલ લયી જવા પડશે....વંશ અને કમલેશભાઈ એ મીતા ને ઉંચકી ને નીચે લયી આવ્યા ને ગાડી પાછળ ની સીટ મા સુવાડી ને મંજુલા બેન એ મીતા નુ માથુ ખોડા મા લયી બેસી ગયા, ડોક્ટર પણ કમલેશભાઈ ની ગાડી મા બેઠા ને વંશ ગીતા માસી ને લયી બાઈક પર નીકળ્યો, વીસ થી પચીસ મીનીટ ના અંતરે હોસ્પિટલ હતી....મીતા દર્દ ના કારણે બેભાન થયી ગયી ,મંજુલા બેન ને કમલેશભાઈ ટેન્શન મા આવી ગયા ,મીતા ની હાલત ગંભીર થયી રહી હતી.....હોસ્પિટલ પહોંચ્યા ને તરત જ ગાયનેક ડોકટર એ મીતા ને અંદર લીધી ને
પહેલા તો એને બ્લડીગં બંધ થાય એવુ ઈકજેશન આપ્યુ ને ગલુકોઝ ની બોટલ ચઢાવી
કીરીયેટન કરી નાખ્યુ,.....
બહાર કમલેશભાઈ ને મંજુલા બેન સાથે બહાર ચિંતિત વદને બેઠા હતાં...
ડોકટરે બહાર આવ્યા ને કહ્યુ, બેન નુ મીસકેરેજ થયી ગયુ એટલે એબોર્શન કરવુ પડયુ....વિટનેશ બહુ આવી છે એટલે બોટલો ચઢાવી છે ,હવે ચિંતા જેવુ કયી નથી .....ડોકટર ની વાત સાંભળી ને ઘડીભર તો કમલેશભાઈ સુનમુન થયી ગયાં ને મંજુલા બેન તો રડી જ પડ્યા.....છેક સુધી આવેલો કોળીયો હાથમાં થી છીનવાઈ ગયો એથી બહુ દુખી થયા ,ગીતા એ મંજુલા બેન ને પાણી પીવડાવી શાતં કર્યા....કમલેશભાઈ મનમાં વિચારી રહ્યા કે આ ભગવાન એ ફટકો આપ્યો, એક ગરીબ કુવાસી ની આતંરડી બાડી ને એણે એનુ બાળક મારા કારણેજ ગુમાવ્યું એટલે જ ભગવાન એ આ સજા મને આપી ,નિર્દોષ કામીની ને એવી નાજુક હાલત મા પારકા લોકો ના સહારે મોકલી દીધી હતી ,એ વખતે મે બસ મારી ઈજજત નો જ વિચાર કર્યો, ને એ પણ બીચારી છેક પહોંચેલી ને પુરતી દેખભાળ ના મડવાના કારણે કામીની એ પોતાનો બાબો ગુમાવ્યો, ને આજે ભગવાન એ પોતાની ભુલ ની સજા મીતા ને આપી
ને પોતે પણ આવનાર વારસદાર ગુમાવ્યો,...મીતા ની હાલત પણ ગંભીર હતી હજી ભાનમાં આવી નહોતી,
વંશ પણ મીતા નો હાથ પકડી ને બેસી રહ્યો હતો ,એ પણ બસ કમલેશભાઈ ના જેવુ જ વિચારી રહ્યો હતો કે કામીની સાથે અન્યાય કર્યો એટલે જ એણે પોતાનું બાળક ગુમાવ્યું....પહેલા પણ એક બાબો ખોઈ ચુક્યો હતો ને આ વખતે પણ આવનાર બાળક બાબો કે બેબી એની ખબર નહોતી પણ એ ખોઈ બેઠો હતો ,એ બે બે વાર આટલા મોટા જખ્મ ખાઈ ને મન થી સાવ ભાંગી પડ્યો હતો ,....ડોકટરે મીતા ને ફરીથી ચેક કરી ,મીતા નુ શરીર ફીકકુ પડી ગયુ હતુ એટલે તાત્કાલિક લોહી ચડાવવાનુ ચાલુ કર્યુ, ને કમલેશભાઈ ને પુછ્યુ પેશન્ટ ને કોઈ વાત નુ ટેન્શન હતું? કેમકે આ મીસકેરેજ થવા પાછળ નુ કારણ વિટનેશ ને પુરતો આહાર નહી લેવાના કારણે, સતત થણાવ મા હોય તો જ આવુ બને ,...પણ ડોક્ટર અમે તો મીતા નુ બહુ જ ધ્યાન રાખતાં હતાં ને તમે કહ્યુ હતુ ને એ પ્રમાણે સંપુર્ણ બેડરેસટ પણ કરાવ્યો છે, ને એની કાળજી પણ બહુ રાખી છે ,ને હુ જાણુ છુ ત્યા સુધી તો મીતા ને કોઈ વાત નુ ટેન્શન નહોતુ એ તો હમેશા ખુશ રહેતી હતી ,.....ડોકટર નવાઈ પામતાં બોલ્યા, ના ના કમલેશભાઈ મીતા કયીક તો ટેન્શન મા હશે જ....વંશ બોલ્યો ના સાહેબ એવુ તો કયી જ નથી ,....વંશ અને કમલેશભાઈ ને કયાં ખબર હતી કે છેલ્લા ત્રણ મહીના થી કામીની ના લગ્ન મયંક સાથે થયાં ત્યાર ની એ બહુ જ તણાવ મા હતી.....મીતા એ ખોટી ચિંતા ઓ ના કારણે પોતાનુ બાડક ગુમાવ્યું.....કમલેશભાઈ એ શરથાણા પરેશભાઈ ને ફોન કરી દુખદ સમાચાર આપ્યા..
રુખી બા ને આત્મા રામ દુખી દુખી થયી ગયા ,ઘર મા મીતા નુ નાનકડુ શીશુ ,ભાણેજ રમાડવાના બહુ ઓરતા હતાં એ અધુરા થયી ગયા ,પરેશભાઈ ને મીના બેન તરતજ મીતા ની ખબર કાઢવા હોસ્પિટલ પહોંચ્યા....મીતા ની તબિયત મા થોડો સુધારો થયો , એ ભાનમાં તો આવી ગયી પણ બિલકુલ સુનમુન થયી ગયી હતી ....ઘરમાં બધા આવનાર બાળક ની કેટલી બધી આશા રાખી ને બેઠા હતા ને પોતે એ પુરી ના કરી શકી ,....એ જાણતી હતી કે પોતાની બેદરકારી થી જ આ અણબનાવ બન્યો છે ,મીના બેન ને પરેશભાઈ ને જોઈને મીતા નુ દુખ બહાર છલકાઈ ગયુ ,મીતા મમ્મી ને ગડે વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ....મીતા નુ આકરંદ જોઈ ત્યા હાજર બધા ની આખં મા આશુ આવી ગયા.
કમલેશભાઈ પોતાને જશગુનેગાર માનવા લાગ્યા કે પોતે કામીની ને અન્યાય કર્યો એથી જ ભગવાને આ સજા આપી.....મંજુલા બેન પોતા ને દોષી માનવા લાગ્યા
કે મીતા ની સાર સંભાળ બરાબર ના રાખી શકયા ,મીતા ને ઉપર કરતા નીચે રૂમ આપ્યો હોત તો સારુ રહેત , હુ ધ્યાન રાખી શકી હોત ,....આ ઘટના જોઈ ગીતા પણ મનમાં પોતાની દીકરી કામીની ની ચિંતા કરવા લાગી ,કામીની એક વાર પોતાનુ બાડક ગુમાવી ચુકી છે ને આ વખતે પણ એ ત્યા એકલી છે એનુ ધ્યાન કોણ રાખશે ....કમલેશભાઈ ને ડોકટર એ કેબિનમાં બોલાવ્યા ને મીતા ને જે પણ તણાવ હોય એ દુર કરવા જણાવ્યું,...એની તબિયત હજી એક મહીનો સાચવવી પડશે એમ કહયુ ....શરીરમાં થી બ્લડીગં બહુ થયી ગયુ હતુ એટલે એનુ શરીર સાવ લેવાઈ ગયુ હતુ ,...હોસ્પિટલ મા થી રજા આપવાના હતા આજે એટલે પરેશભાઈ અને મીના બેન એ દીકરી ને પોતાના ઘરે આરામ કરવા લયી જવા માટે કહયુ ,....કમલેશભાઈ ને તો કયી વાંધો નહોતો પણ મીતા એ જ ના પાડી ,ના મમ્મી મને મારી સાસરી મા આરામ જ છે ને બધા મારી બહુ સાર સંભાળ રાખે છે ,..
આ તો મારી જ ભુલના કારણે આ ઘટના બની ,એટલે તમે કયી ચિંતા ના કરશો હુ મારા ઘેર જ જવા માગુ છું ને પછી સારી થયી જયીશ ત્યારે વંશ મુકવા આવશે ,....ભલે દીકરી જેવી તારી ઇરછા...
પરેશભાઈ ને મીના બેન સમજાયુ કે દીકરી ને ખરેખર બહુ સારુ સાસરુ મડયુ છે..
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 73 ઝંખના

લેખક @ નયના બા વાઘેલા