Prem - Nafrat - 89 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૮૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૮૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૯

આરવનું મન આમથી તેમ ગોથા ખાઈ રહ્યું હતું. શું કરવું એ સમજાતું ન હતું. ભાઈઓ સાથે એવો સંબંધ જરૂર હતો કે એ અડધી રાત્રે મદદ માટે આવીને ઊભા રહે એમ હતા. પણ ન જાણે કેમ એમનાથી અલગ મોબાઈલ કંપની શરૂ કર્યા પછી ઘરમાં એકસાથે રહેવા છતાં એક દૂરીનો અનુભવ થઈ રહ્યો હતો. એમની વચ્ચે જ નહીં પિતા લખમલભાઈ વચ્ચે પણ એક અંતર ઊભું થયું હોય એવો ભાસ થતો હતો. પિતા હવે નિવૃત્તિનું જીવન ગાળી રહ્યા હતા પણ એ જાણે એમને અકારું લાગતું હોય એમ લાગતું હતું. બધાં મળતા હતા પણ પહેલાં જેવી લાગણીથી નહીં. ખુદ રચના પણ કહેતી હતી કે બંને ભાભીઓ એની સાથે સરખી વાત કરતી ન હતી. બંને પહેલાંથી જ એને અલગ નજરે જોતી રહી હતી. આરવને થયું કે મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી સંધાતા નથી એવું જ થઈ રહ્યું છે. સ્થિતિ વધારે બગડે એ પહેલાં કોઈ ઉપાય જરૂર કરવો જોઈએ.

આરવને ફરી એક વખત પિતા યાદ આવ્યા. એને થયું કે પિતા બહુ અનુભવી છે. પોતે મોટો થઈ ગયો છે પણ એમની સામે કંઇ જ નથી. એ કોઈ માર્ગ બતાવી શકે છે. પોતાને ધંધાની આવડત નથી એવું સાબિત થશે પણ કંપની બચી જશે અને પોતાની સાથે એમનું નામ પણ ખરાબ થતું અટકશે.

આરવ રચનાને કહ્યા વગર ફરી એક વખત લખમલભાઈની શરણમાં પહોંચી ગયો. એ રીતસર એમના પગમાં જ પડી ગયો:પપ્પા, તમારા માર્ગદર્શન અને મદદની જરૂર છે...

કેમ? શું થયું?’ લખમલભાઈના કપાળ પર ચિંતાના સળ પડ્યા.

અમારી કંપની ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે... આરવે આખી હકીકત કહી દીધી અને ભાઈઓ પાસે ઉધાર લેવું કે નહીં એ માટે માર્ગદર્શન માગ્યું.

આરવની વાત સાંભળીને લખમલભાઈ વિચારમાં પડી ગયા:બેટા, આમ કેમ બન્યું? તમે તો મોબાઈલ સારો બનાવ્યો હતો. વેચાણ પણ થવા લાગ્યું હતું.

આરવે નિરાશાજનક સૂરે કહ્યું:પપ્પા, એમાં નકલી પાર્ટસનો ઇસ્યુ આવ્યો છે. પણ એ ઇસ્યુ હમણાં ભૂલી જઈને અમે જે ઉધાર લીધા છે એને ચૂકવવાની ડેડલાઇન આવી ગઈ છે એની ચિંતા છે.

રચનાવહુ શું કહે છે?’ લખમલભાઈએ સવાલ કર્યો.

એ કહે છે કે બીજી કોઈ વ્યવસ્થા થાય ત્યાં સુધી ભાઈઓ પાસેથી ઉછીના લઈ અત્યારનું દેવું ચૂકવી દઈએ... આરવે એમની પાસેનો એકમાત્ર ઉપાય બતાવ્યો પછી પોતાનો વિચાર રજૂ કરતા કહ્યું:આમપણ હવે બીજા કોઈની પાસે હાથ લંબાવવો એ યોગ્ય નથી.

બહુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે એમને?’ લખમલભાઈ પણ વિચારમાં પડી ગયા હતા.

હા, મને વિશ્વાસ છે કે તમે એમાંથી અમને ઉગારવા માર્ગદર્શન આપશો. આરવ કરગરી રહ્યો.

તારી સ્થિતિ સમજી શકું છું. હું વિચાર કરું છું. પણ આવતીકાલે તને ઉપાય બતાવીશ... લખમલભાઈએ સહાનુભૂતિ દર્શાવી.

હવે એક રાત પણ અમારી પાસે નથી. આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં રૂપિયા નહીં ચૂકવીએ તો કંપની એમની થઈ જશે... આરવના સ્વરમાં ગભરાટ હતો.

તારી કંપની કોઈ ખૂંચવી નહીં શકે. હું બેઠો છું ને?’ લખમલભાઈએ એને હૈયાધારણા આપતા કહ્યું.

આરવ લખમલભાઈને મળી રચના સાથે ચર્ચા કરવા પાછો કંપનીની ઓફિસ પર આવ્યો ત્યારે ખબર પડી કે રચના ક્યાંક નીકળી ગઈ છે. એણે ફોન લગાવ્યો. ફોન સ્વીચ ઓફ આવતો હતો. આરવ ગભરાયો. રચનાએ કોઈ અંતિમ પગલું નહીં ભરી લીધું હોય ને? આ સ્થિતિમાં હું જ મૂંઝાઇ ગયો છું ત્યારે એની સ્થિતિ કેવી હશે?

આરવે રચના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. કંપનીના ગેટ પર ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડે કહ્યું કે એના આવવાના અડધો કલાક પહેલાં એ કાર લઈને જાતે જ ક્યાંક નીકળ્યાં હતાં. આરવને થયું કે પોતે પિતા પાસેથી નીકળીને ઓફિસ પર આવતા પહેલાં એને ફોન કર્યો હોત તો સારું થાત. એના ફોનની બેટરી ખલાસ થઈ ગઈ હશે? પણ એ શક્ય નથી. તો પછી એ ક્યાં ગઈ હશે અને એનો ફોન કેમ બંધ આવે છે?

ક્રમશ: