કસક -૪૬
તારિકા ખુશ હતી કે કવનને આટલા સરસ સ્વભાવની પત્ની મળી રહી હતી, જે તેનું આટલું બધુ ધ્યાન રાખતી હતી.
તે બંને કોફી પીતા પીતા વાતો કરતાં હતા.
આકાંક્ષા એ કહ્યું “મને કવનની સાથે પહેલી મુલાકાત માંજ ખબર પડી ગઈ હતી કે કવન એક વાર પ્રેમમાં નિષ્ફળ રહી ચૂક્યો છે.”
“તને કેવી રીતે ખબર પડી હતી?”
“હું એક મનોવિજ્ઞાન ની ડૉક્ટર બનવાની છું. હું ત્યારબાદ તેને મળી ત્યારે મે તેના વિશે ઘણું જાણવાની કોશિષ કરી. તે ઘણી વસ્તુ મારાથી ના છુપાવા માંગતો હોવા છતાં પણ કઇંક છુપાવતો હોય તેવું મને હમેશાં લાગતું.હું ચાહત તો તેની પાસેથી બધુ જાણી શકતી હતી પણ તેવું કરીને હું કવનને દુખી કરવા નહોતી માંગતી.”
આમ પણ જે માણસ ખરેખર કઇંક છુપાવવા માંગતો હોય તે અજાણતા જ ઘણું ખરું કહી દે છે.
“હા, જે પણ થયું તેમાં કવનનો કઈં વાંક જ નથી.તેના જીવનમાં સંજોગ જ એવા ઊભા થઈ ગયા હતા.”
“હું તારી વાતથી સહેમત છું.”
“ચાલ આપણે કવને મળવા જઈએ.” તારિકા એ કહ્યું
“શું અત્યારે જ?” આકાંક્ષા એ આશ્ચર્ય સાથે તે પ્રશ્ન પૂછ્યો.
“આ સવાલ તો મારે પૂછવો જોઈએ કારણકે મારે તો વડોદરા પાછું પણ આવવાનું છે. તું તો આમ પણ અહિયાથી પાછી અમદાવાદ તારા ઘરે તો જવાની જ હતી ને.” તારિકા એ હસીને કહ્યું.
“તને નથી લાગતું કે તે આપણને સાથે જોઈને હેરાન થઈ જસે.” આકાંક્ષા એ તારિકા ને કહ્યું.
“તે હું સાંભળી લઇશ.તું ચાલ આપણે તેના ઘરે જ જઈએ.કદાચ તે ત્યાં જ હશે.”
“હું તેને ફોન કરીને પૂછી લઉં.”
“ના કોઈ જરૂર નથી આપણે બંને સાથે જઈને તેને ચોંકાવી દેશું.”
બંને હસવા લાગ્યા.તે બંને વડોદરા થી અમદાવાદ કવનના ઘરે આવવા નીકળી ગયા.
આરોહી નો આજે અમદાવાદમાં પહેલો દિવસ હતો.તેને અહિયાં આવી ને પહેલી ઈચ્છા તો કવનને મળવાની હતી પણ હવે તે તેની સામે જતાં થોડુંક અચકાતી હતી.તે વિચારતી હતી તેમ કવનને વિશ્વાસ દ્વારા ખબર તો પડી ગઈ હશે કે હું અહિયાં આવવાની છું પણ છતાંય હું તેને પહેલા મળવા નહીં જાઉ.
કોને ખબર કે તે આ શહેરમાં છે કે નહિ હું ત્રણ વર્ષથી તો તેને મળી નથી અને ના તો તેના વિશે કઈં સાંભળ્યું છે. આરોહી ના મનમાં આ બધા વિચારો સવારે ૧૦ એક વાગ્યે ઉઠયા બાદ ચાલતા હતા.
કવન બપોર પછી ના તેના પ્રેસ ઇંટરવ્યૂ માટે તૈયાર હતો. જો કે તારિકા અને આકાંક્ષા ને તે ખબર નહોતી કે તે ઘરે છે કે નહિ.કવન જાણતો હતો કે આજે તેને ઘરે પહોંચતા મોડું થઈ જશે.
આરોહી અને આરતી બહેન પોતાના ઘરની સાફ સફાઇ કરી રહ્યા હતા.આટલા દિવસ પછી ઘર ખોલ્યું હોવાથી ઘરની ઘણી જગ્યાએ ધૂળ બાજી ગઈ હતી.આરતી બહેન રસોડામાં સાફ સફાઇ કરી રહ્યા હતા.જ્યારે આરોહી રૂમની અંદરની સાફ સફાઇ કરી રહી હતી.
આરોહી તે રૂમની સાફ સફાઇ કરતાં કરતાં તે તેના પુસ્તકો મૂકવાની જગ્યા એ પહોંચી.તે પુસ્તકો જે તેના હતા.ત્રણ વર્ષથી તે પુસ્તકો ધૂળ ખાતા હતા.જો કે આટલા બધા પુસ્તકો ને હવે અહિયાં રાખવાનું કઈં કારણ પણ નહોતું.કારણકે તે હવે અહિયાં આવવાની જ નહોતી.તથા આટલા બધા પુસ્તકો કોઈક ને દઈ દેતા તેનું મન પણ નહોતું માનતું.તે એક એક પુસ્તક પોતાના હાથમાં લઈને સાફ કરી રહી હતી અને જોઈ રહી હતી.તે એક પુસ્તક મૂકી ને બીજું પુસ્તક કાઢવા જતી હતી ત્યારે તેની બાજુમાં અડીને રહેલું તે પુસ્તક પડ્યું.તે પુસ્તક ઊંધું પડી જતાં તે આખું ખૂલી ગયું હતું.આરોહીએ તે પુસ્તક તરત જ હાથમાં લીધું અને તેને હાથમાં લેતા તેમાંથી એક સરખી રીતે વાળીને મૂકેલી કાગળની ચિઠ્ઠી પડી.
આરોહી એ તરત જ તે પુસ્તક ને માથા સાથે લગાવ્યું અને તેને નમન કરતી હોય તેમ કર્યું.જેમ કોઈ લોકો માણસ ને પગ અડકી જતાં તેને પગે લાગે છે.શું માણસ ને પગ અડી જતાં પાપ લાગે છે તો પછી તેને કોઈ વખત અપશબ્દ બોલી જતાં કે તેનું હ્રદય દુભાવવાથી પાપ નહીં લાગતું હોય? આ પ્રશ્ન વિચારવા જેવો છે.
આરોહીનું ધ્યાન તે ચિઠ્ઠી ઉપર ગયું. આરોહી એ તે ચિઠ્ઠી ઉઠાવી લીધી અને તેણે તે પુસ્તક ની ઉપર નજર કરી. તેને સારી રીતે યાદ હતું કે આ પુસ્તક તેને કવને આપ્યું હતું. જ્યારે તે અમેરિકા જઈ રહી હતી.પણ આ પુસ્તકમાં એક ચિઠ્ઠી પણ હતી તે તેને અત્યારેજ ખબર પડી.તે ચિઠ્ઠી માં તેવું શું હશે જે કવન તેને બહુ પહેલા કહેવા માંગતો હતો.?
આરોહી ના મનમાં સવાલો હતા અને તેના જવાબ કદાચ તે ચિઠ્ઠી માં હતા.આરોહી એ તે પુસ્તક ફરીથી ખોલીને જોયું કે તેમાં તે ચિઠ્ઠી ઉપરાંત કાંઈ બીજું તો નથી ને.તેમાં બીજું કાંઈ નહોતું.
તે પુસ્તક તેણે ત્યાંજ રાખ્યું અને તે ચિઠ્ઠી લઈને તે સોફા પર બેસી ગઈ. બહુજ ઉત્સુકતા સાથે મન અને હ્રદય ની જિજ્ઞાસા ને સાથે લઈને તેણે તે ચિઠ્ઠી ખોલી.
ક્રમશ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો
મો નંબર ૭૬૭૭૩૫૨૫૦
આપનો આભાર...