“ કિયા..... એ કિયા....ચાલ જલ્દી ઉભી થા. આજે કોલેજ નો પહેલો દિવસ છે અને મારે તારા કારણે મોડું નથી પડવું.ચાલ જલ્દી...” કહેતા જ રૂપલ એ તેને હચમચાવી નાખી.
“હા...પાંચ મિનિટ સુવા દે...”કહી કિયા પાછી ધાબળી ઓઢી સૂઈ ગઈ. રૂપલ જેમ ટેવાયેલી હોઈ તેમ પાછી ધાબળી ખેચી લીધી અને કિયા ને ઉઠાડવા લાગી. મહામહેનતે તેને ઉઠાડ્યા બાદ પોતે તૈયાર થવા લાગી અને કિયા નહાવા ગઈ.
***
“કિયા” આમ તો સ્વભાવે ખૂબ શાંત જ રહેતી પરંતુ ખોટું તેનાથી ક્યારેય સહન નહોતું થતું. જેના કારણે તેના અવારનવાર લોકો સાથે ઝગડા થઈ જતાં. પણ આ વાત થી તેને ક્યારેય કોઈ ફરક પડ્યો નહોતો.દેખાવે ખૂબ જ સુંદર હતી ચહેરા પરની નમણાશ થી તે કોઈને પણ મોહિત કરવા કાબેલ હતી. છતાં તેને આ બધી વાતોમાં કોઈ જાતનો રસ નહોતો. કિયા આમ ખૂબ સરળ હતી બસ એક જ વાત તેની પરેશાન કરે એવી હતી અને તે હતી તેની ઊંઘ. એક વાર સૂઈ ગયા પછી તેને ઉઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી.
હાલમાં તે અને તેની સખી રૂપલ હોસ્ટેલમાં રહેતા હતા.ઘર થી દુર કોલેજ માટે બંને એ હોસ્ટેલમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. બંનેને ફેશન ડિઝાઈનર બનવાનો શોખ હતો માટે બંને એ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું. બંને બહેનપણી બાળપણથી જ સાથે રહી હોવાથી બંને માટે અલગ રહેવું મુશ્કેલ હતું.રૂપલ પણ દેખાવે સુંદર હતી. કિયા માટે તે હંમેશા તેની ઢાલ બની ઉભી રહેતી. આજે કોલેજ નો પહેલો દિવસ હતો અને તેણે કિયાને ખૂબ મહેનત કરી ઉઠાડી.જાણે કોઈ જંગ જીતી ગયાનો એહસાસ તેને થઈ રહ્યો હતો. થોડી જ વારમાં બંને સખીઓ તૈયાર થઈ કોલેજ માટે નીકળી પડી.હોસ્ટેલની બહારથી જ એક ઓટો કરી તેઓ એમ.કે. કોલેજ જવા નીકળી ગયા.
***
કોલેજ ના ગેટ પાસે જ રિક્ષા ઉભી રહી. કિયા એ પૈસા આપ્યાં અને બંને કોલેજ માં પ્રવેશી. કોલેજ નો પ્રથમ દિવસ દરેક નવયુવકો માટે હંમેશા ખાસ જ હોય. નવો માહોલ,નવી જગ્યા, નવા લોકો, નવા અનુભવો અને અહેસાસો...કિયા અને રૂપલ નોટિસ બોર્ડ પાસે જઈ પોતાનો કલાસ નંબર શોધી રહ્યા હતાં. પોતાનો કલાસ જાણી લીધા બાદ બંને ક્લાસમાં જવા નીકળી ગયા.ક્લાસમાં પહોંચતાં જ બંને દંગ રહી ગઈ.ત્યાંનું વાતાવરણ હાલ મસ્તી નું હતું. અમુક છોકરા-છોકરીઓ પહેલી બે હરોળ માં ભણી રહ્યાં હતાં. પરંતુ પાછળ એક છોકરાઓનું ટોળું ધાંધલ ધમાલ કરી રહ્યું હતુ. કાગળ ના રોકેટો બનાવી આખા ક્લાસમાં ઉડાવી રહ્યા હતા.કિયા અને રૂપલ આ બધું અવગણી છેલ્લે થી બીજી બેન્ચ પર બેઠા. કારણ આજ જગ્યા તેમને ખાલી મળી હતી. તેમની બાજુમાં જ છેલ્લે તે છોકરાઓ નું ગ્રુપ હતું. બધાની મસ્તી જોઈ કિયા એ મોઢું મચકોડ્યું અને રૂપલ સાથે વાત કરવા લાગી. અચાનક જ એક રોકેટ કિયાને વાગ્યું. આ જોઈ તેણે ખૂબ ગુસ્સો આવ્યો.
“ઓય....પેલું રોકેટ આપને....” એક છોકરાનો અવાજ તેને સંભળાયો. બે પળ માટે તો કિયા તેને જોતી જ રહી. ગોરો વાન, 6 ફૂટ ઊંચાઈ, કસાયેલું શરીર, નીલી આંખો.કિયા બે ઘડી તેની આંખોમાં જ ખોવાઈ ગઈ.ત્યાજ પાછા પેલા એ રોકેટની માંગણી કરી.ભાન માં આવતા જ કિયા એ ગુસ્સામાં રોકેટ ફાડી નાખ્યું.અને કચરાનો ડૂચો ઉભી થઇ ફેકી આવી.
આ જોઈ પેલા છોકરાને પણ ગુસ્સો આવ્યો અને તે કિયા તરફ આગળ વધ્યો.તેને આગળ આવતા જોઈ તરત જ રૂપલ પણ કિયા ની બાજુમાં આવી ઉભી રહી ગઈ.આવતાં તે બોલ્યો, “મે ફક્ત રોકેટ માંગ્યું હતું..તે એને ફાડ્યું શું કામ?? તને ખબર પણ છે હું કોણ છું?”
“અરે...ક્યાંથી ખબર હશે અંશ, આ બંને જ નવા સ્ટુડન્ટ છે.” ગૃપમાંથી સંજય નામનો એક છોકરો બોલ્યો.
“ઓહ!!! તો તમે જ બંને નવા આવ્યા છો. પહેલી ગલતી છે એટલે માફ કરું છું.આજથી જાણી લેજો હું કોણ છું?અને મારી આસપાસ પણ ફરતા નઈ.”
“ઓ હેલ્લો...મને કોઈ જ શોખ નથી તારી આજુબાજુ ફરવાનો. અને તું કોણ છે એ તું પોતે જાણી લેજે મારે જાણવાની જરૂર નથી.અને જ્યાં સુધી રોકેટ નો સવાલ છે તો તમે લોકોએ રોકેટ ફેંક્યું હતું અને મને વાગ્યું હતું એટલે ફાડ્યું સમજ્યો. તું જે પણ હોય એક વાત ક્લિયર કરી દઉં, આજ પછી તું મારી આસપાસ નઈ ફરતો.” આટલું કહી કિયા બેન્ચ પર બેસી ગઈ. અંશ કંઈ બોલવા જાય તે પહેલાં જ ક્લાસમાં સર આવી ગયા અને બધા પોતાની જ્યાં પર બેસી ગયા. રૂપલ તો કિયાના આ સ્વરૂપ ને જોઇને દંગ રહી ગઈ હતી.
“કિયું...તે તો ગજબ કર્યું આજે યાર. મજા આવી ગઈ.” ખુશ થતી રૂપલ બોલી. જવાબમાં કિયા એ ફક્ત એક સ્માઈલ આપી. ત્યાંજ સરએ એક સૂચના આપી.
“આજે તામારો કોલેજ નો પહેલો દિવસ છે. જે પહેલીથી આહિયાં જ હતાં તેઓ કદાચ એકબીજા ને ઓળખતા હશે.પણ આ વર્ષે આપણી સાથે બે નવી વિદ્યાર્થી આવ્યાં છે. કિયા અને રૂપલ. જેમાં કિયાને ગયા વર્ષે 98% આવ્યા છે.”
આ સાંભળતા જ ક્લાસમાં બધા ચિચિયારી પાડવા લાગ્યા.“ શાંત!! આશા છે તમે બધા સહકાર પૂર્વક વર્તન કરશો અને નવા સ્ટુડન્ટ ને જરૂરિયાત પ્રમાણે મદદ કરશો.”
ત્યાર બાદ લેક્ચર શરૂ થયો અને બધા ભણવા લાગ્યા. લેક્ચર ખતમ થયા બાદ ઘણાં લોકો બહાર નીકળી ગયા.એક છોકરી કિયા અને રૂપલ પાસે આવી.
"હાય..મારું નામ વિધિ છે.”
“હાય!! હું રૂપલ અને આ મારી ફ્રેન્ડ કિયા.” રૂપલ એ સ્મિત સાથે જવાબ આપ્યો.
"સાચે તારી ફ્રેન્ડ ખૂબ હિમ્મત વાળી છે. બાકી આજ સુધી કોઇપણ ની હિમ્મત નથી કે અંશ સામે આમ બોલી શકે.ખાસ કરીને કોઈ છોકરી.” વિધિ બોલી.
"કેમ??? છોકરી થી તારો મતલબ શું છે??” કિયા એ પૂછ્યું.
"અંશ હંમેશા છોકરીઓ થી દુર જ રહે છે.એટલે કોલેજ માં લગભગ બધાને ખબર છે કે કોઈ છોકરી એ અંશની આસપાસ પણ નઈ ફરવાનું.અને અંશ કોલેજ ના ટ્રસ્ટી નો છોકરો છે.”
"તો આ વાત છે.પણ એ ખુદને સમજે શું છે. બધી છોકરીઓ થોડી મરતી હશે તેની આસપાસ ફરવા માટે?? બધાને શું નવરા સમજીને રાખ્યા છે? હુંહહ... અકડુ.” કહી કિયા એ પાછું મોઢું બગડ્યું.
“ના ના એવી વાત નથી.બસ એને છોકરીઓ થી પ્રોબ્લમ છે.એટલે એ છોકરીઓ થી દુર જ રહે છે.” વિધિ એ કહ્યું.
"જે હોઈ એ. આપડા કેટલા ટકા. ચાલો કેન્ટીન જઇએ. એકાદ ચા પીવાય તો મગજ થોડો શાંત થશે આ માતાજી નો.” કહી રૂપલ હસવા લાગી અને વિધિ એ પણ સાથ પૂરાવ્યો.ત્રણે કેન્ટીન પહોંચ્યાં અને ચાનો ઓર્ડર આપ્યો.
"તમે બેસો હું વોશરૂમ જઈ ને આવું” કહી કિયા વોશરૂમ તરફ ગઈ.પાછા ફરતા જ તેને એક જાણીતો અવાજ સંભળાયો. તેના પગ ત્યાંજ અટકી ગયા. તે છુપાઈને વાતો સાંભળવા લાગી.
“યાર અંશ...તને કેટલી વાર કેવાનું? કેમ આમ નવા સ્ટુડન્ટ સાથે ઝઘડા કરે છે?” તેનો એક મિત્ર તેને પૂછી રહ્યો હતો.
“અરે મારે નથી કરવા ઝઘડા પણ એને જ રોકેટ ફાડ્યું હતું એટલે બોલાચાલી થઈ ગઈ.તને તો ખબર છે ને ભવ્ય હું છોકરીઓ થી કેટલો દૂર રહુ છું? પછી કેમ આમ બોલે છે??”
"મને ખબર છે પણ મને હજી નથી સમજાતું, તારે બધાની નજરમાં ખરાબ જ કેમ બનવું છે?? એ છોકરીએ જાણ્યા વગર ગુસ્સો કર્યો છે એ પણ નાની બાબતમાં. એને તો ખબર પણ નથી કે તે જ આજે એની મદદ કરી હતી. મયંક આજે એને હેરાન કરવા જ જઈ રહ્યો હતો પણ તને જોતાં જ પાછો વળી ગયો હતો.” ભવ્ય ના આ વાક્યો એ કિયાને વિચારો માં મૂકી દીધી. અંશને સારો વ્યક્તિ સમજવો કે ખરાબ એ તેને સમજાઈ નહોતું રહ્યું. હજી એક પ્રશ્ન તેને મૂંઝવી રહ્યો હતો કે,અંશ ને છોકરીઓ થી આટલી નફરત કેમ છે?
***
બીજા દિવસે કોલેજ માં લેક્ચર પુરો કર્યા પછી વિધિ અને રૂપલ કેન્ટીન તરફ ગયા. કિયા એ પછી આવું છું કહી પોતાનું થોડું કામ કરવા લાગી. આખો કલાસ ખાલી હતો અને કિયા એકલી જ હતી. પોતાનું કામ કરી તે બહાર નીકળી જ રહી હતી કે સામે જ તેને મયંક મળી ગયો. તે દરવાજો રોકી ને ઉભો હતો.
“સાઇડ” કિયા એ કહ્યું.
"એટલી પણ શું જલ્દી છે?? નવા આવ્યા છો તો થોડી ઓળખાણ કેળવો.” કહી તે લુચ્ચું હસ્યો.
"મારે કોની સાથે ઓળખાણ કરવી એ હું જોઈ લઈશ.તું સાઈડમાં જા. મારે બહાર જવું છે.” કિયા એ વળતો જવાબ આપ્યો. આ સાંભળતા જ મયંક ને ગુસ્સો આવ્યો.
" કાલે તો તું બચી ગઈ હતી પેલા ના કારણે. પણ આજે કોણ બચાવશે તને??”
“ મે તારું બગડ્યું શું છે એ કહીશ? હું તો ઓળખતી પણ નથી તને.”
“તે મારું કંઈ નથી બગડ્યું.પણ નવા સ્ટુડન્ટ ની રેગિંગ કરવી એજ મારું કામ છે. હું તને હેરાન નહિ કરું પણ એક શરત છે.”
“હું તારી કોઈ પણ વાત માનવા બંધાયેલી નથી.આઘો ખસ મને મોડું થાય છે.” કિયા ગુસ્સામાં બોલી
“મને ખબર જ હતી તું નહિ માને. તો પણ છેલ્લી વખત કંઈ છું, મને ખાલી એક કિસ આપી દે એટલે તને હેરાન નહિ કરું અને હું શરત જીતી જઈશ.બસ આટલું સિમ્પલ જ કામ કરવાનું છે.” મયંકના આટલું બોલતાં જ કિયા એ એક જોરદાર લાફો તેના ગાલ પર માર્યો.
“તારી તો....” કહેતા જ મયંક એ કિયા ના બંને હાથ જોરથી પકડી લીધા. કિયા પોતાના હાથ છોડવા મથી રહી હતી પરંતુ મયંકની પકડ ખૂબ જ મજબૂત હતી. કિયાની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા.
"હાથ છોડ એનો....” પાછળથી એક અવાજ સંભળાયો.બંનેએ જોયું તો પાછળ અંશ ઊભો હતો.એક હાથમાં બાઈક ની ચાવી ફેરવતો તે રુવાબ થી ચાલી રહ્યો હતો.
“તું મારી મેટરમાં વચ્ચે નહિ આવ. આ અમારા બંનેની વાત છે.તારે વચ્ચે આવવાની કોઈ જરૂર નથી.”
“તારી વાત છે તો સાઈડમાં જઈ ને કર.આમ કલાસ ના દરવાજા વચ્ચે ઊભા રહેવાની જરૂર નથી.” કહી અંશ એ મયંક ને ધક્કો મારી સાઇડ કર્યો. ધક્કો વગતા જ તેની પકડ ઢીલી થઈ અને કિયા એ પોતાના હાથ છોડાવ્યા.અંશ કલાસ માં ગયો પણ પાછો મયંક પાસે આવ્યો અને એક જોરદાર તમાચો તેના ગાલ પર માર્યો.
“તારી હિંમત કંઈ રીતે થઈ મારા પર હાથ ઉપાડવાની?” મયંક અંશનો કોલર પકડતા બોલ્યો.અંશએ કંઈ પણ બોલ્યાં વગર પોતાનો કોલર છોડાવ્યો અને કિયા નો હાથ પકડી બહાર નીકળી ગયો. કિયા તો શું થઈ રહ્યું હતું એજ સમજવાની કોશિશ કરી રહી હતી. અંશ એ તેનો હાથ પકડેલો હતો અને કિયા તેની પાછળ પાછળ દોરાઈ રહી હતી.તેના ચહેરા પર એક હળવી મુસ્કાન પથરાઈ ગઈ.
“તને તો હું જોઈ લઈશ.” મયંક જોરથી ગુસ્સામાં ચિલ્લાયો. કંઈપણ મગજમાં ગણકાર્યા વગર અંશ કિયાને લઇ કેન્ટીન માં ગયો.“તારી ફ્રેન્ડ ને સાચવીને રાખ. ફક્ત મારી જ સામે બોલી શકે છે.જ્યાં બોલવાનું હોઈ ત્યાં ચૂપ થઈ જાય છે.” કહી અંશ જતો રહ્યો. કિયા બસ તેને જતાં જોઈ રહી.અંશ એ તેના પર એક નજર સુધ્ધા નહોતી નાખી , આ વાત કિયાને થોડી ખટકી.
“શું થયું કિયુ...??” રૂપલ એ અંશના આવા બોલવા નું કારણ પૂછ્યું.જ્યારે બીજી તરફ વિધિ કોઈ અચંભા માં હતી. કિયા એ બધી વાત કહી જે સંભાળી રૂપલ ને પણ ગુસ્સો આવ્યો.ત્યાજ બંને ની નજર વિધિ પર પડી. તે હજી પણ કોઈ સ્વપ્ન જોઈ રહી હોઈ તેમ અંશ ગયો તે દિશા તરફ જોઈ રહી હતી.
“ઓય...કયા ખોવાઈ ગઈ???” રૂપલ એ ચપટી વગાડી પૂછ્યું ત્યારે તે ભાનમાં આવી.
“આ અંશ જ હતો ને???”
“ના !! એનું ભૂત હતું. શું ગાંડા જેવા સવાલો કરે છે. તે અંશ જ હતો.” રૂપલ બોલી
“પણ આ કેવી રીતે શક્ય છે?? ના મારો કોઈ ભ્રમ થઈ છે.” વિધિ પોતાની જ સાથે વાતો કરવા લાગી.
“એ ડોબી..થોડું સમજાઈ એમ બોલને! ” રૂપલ એ કહ્યું.
“મને લાગે છે આ નક્કી કોઈ બીજું છે જે બિલકુલ અંશ જેવો દેખાઈ છે. બાકી અંશ કોઈ છોકરીની આસપાસ પણ નથી જતો કે નથી કોઈ છોકરીને પોતાની નજીક આવવા દેતો. તો પછી આજે કિયા નો હાથ પકડી અહીંયા સુધી આવ્યો!! ના ના!! આ અંશ ના જ હોઈ શકે.” તે અસમંજસ માં બોલી.
આ સાંભળતા જ બંને સખીઓ ખડખડાટ હસવા લાગી.બંને માંથી કોઈની પણ હસી રૂકવાનું નામ જ નહોતી લેતી અને વિધિ બિચારી હજી એજ વિચારી રહી હતી કે, શું આ ખરેખર અંશ જ હતો?
"વિધિ આ અંશ જ હતો.આ કોઈ એનો હમશકલ નથી.ખોટા વિચારો છોડી દે. એને ફક્ત મને મયંકથી બચાવી છે બીજું કંઈ નથી. એ હજી પણ છોકરીઓ થી દુર જ રહે છે.” કિયા સમજાવતાં બોલી.
" પણ આજસુધી અંશનો રેકોર્ડ છે; તેને કોઈ છોકરીને સ્પર્શ પણ નથી કરી.મને લાગે છે એને તુ ગમી ગઈ છે.” વિધિ હવે બીજી તરફ વિચારતા બોલી.ત્યાજ કિયા એ તેને માથા પર એક ટપલી મારી અને વધુ ના વિચારવા કહ્યું.
***
આમજ દિવસો પસાર થવા લાગ્યા. અંશ અને કિયા વચ્ચે મીઠી નોક-જોક ચાલતી જ હતી.અંશ જેટલો છોકરીઓ થી દુર રહેવાની પ્રયત્ન કરતો તેટલો જ તે કિયાની નજીક પહોંચી રહ્યો હતો.નજીક પહોંચવા નું કારણ ભલે ઝઘડો હોઈ પણ કોઈ ને કોઈ બહાને એ બંને સામે આવી જ જતા.આજ સમયગાળા દરમ્યાન કિયા અંશ ને ચાહવા લાગી હતી પરંતુ તે અંશને આ વાત કહેવાથી ડરતી હતી. અને એવીજ રીતે વર્તન કરતી જાણે તેને અંશ પસંદ ના હોય.પણ લાગણીઓ કેટલા સમય સુધી છૂપાયેલી રહે?? ક્યારેક તો બહાર આવી જ જાય.
થોડાં જ દિવસોમાં કોલેજ માં એક ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દરેક લોકો પોતાની આવડત મુજબ કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ શકે. જેમાં સિંગીગ, ડાન્સ , સ્ટેન્ડપ કોમેડી, ફેશન શો વગેરે સ્પર્ધાઓ આયોજવા માં આવી હતી. કલાસ શરૂ કરતાં પહેલાં જ આ સૂચના બધાને આપવામાં આવી. અને જેને પણ ઈચ્છા હોય તે તૈયારી કરાવવા જઈ શકે તેમ હતા.
“ચલો ને આપણે પણ જઈએ..આમ પણ હમણાં કંઈ ભણાવશે નઈ. બધા આ ફેસ્ટ ની જ તૈયારીઓ કરતાં હશે. આપણે પણ જઇએ. કારણ વગર ક્લાસમાં કંટાળો આવશે.” રૂપલ ઉત્સુકતાથી બોલી.
“હા, વાત તો તારી સાચી છે. આમપણ અડધા લોકો તો મદદ ના નામે બંક મારીને ફરવા જ જવાના છે એના કરતાં આપણે થોડી મદદ કરશું. કામ પણ થશે અને આપણને કંટાળો પણ નઈ આવે.” વિધિ એ સુર પુરાવ્યો.
“પણ જવું જરૂરી છે.” કિયા એ કાંટાળાજનક સ્વરે પૂછ્યું.
“ચાલને કિયા...નાટક નઈ કર.” રૂપલ બોલી
“પણ.....”
“અંશ પણ આવે છે.” કિયા કઈ બોલે તે પહેલાં જ વિધિ બોલી.આ વાત સાંભળતા જ કિયા વચ્ચે અટકી ગઈ.
“છોડ વિધિ; કિયા ને નથી આવવું તો એની મરજી. આપણે તો જશું.ચાલ...”કહી રૂપલ વિધિ સાથે બહાર જવા નીકળી.
“એ.....ઉભી રે..કોણે કીધું મારે નથી આવવું.હું પણ આવું છું” કહેતા તે રૂપલ અને વિધિ તરફ દોડી. રૂપલ અને વિધિ આ જોઈ હસવા લાગ્યા.
“કીયું....આજે સારો મોકો છે.પોતાના દિલની વાત અંશને કહી દે.”રૂપલ એ કહ્યું.
"ના, એ હંમેશા છોકરીઓ થી દુર જ ભાગે છે.આમપણ અમારો અવારનવાર ઝઘડો થતો રહે છે. એમાં હું કઈ રીતે એની સામે દિલની વાત કરું??”
“ભલે ઝઘડા રૂપે પણ એણે તારી સાથે જેટલી વાત કરી છે એટલી એણે કોઈ સાથે નથી કરી. તને ખબર છે??” વિધિ એ કહ્યું.
"પણ મને સાચે ડર લાગે છે એની સામે બોલવામાં.”
“ઝઘડો કરવામાં તો જીભ કાતર ની જેમ ચલાવે છે તો પછી આમાં શું છે?” વિધિ નારાજગીના સૂરમાં બોલી.
“તું સમજતી નથી. આ એટલું સરળ નથી.”
“પણ કોઈ બીજી એ મોકો જોઈ એની લાગણી કહી દીધી તો??” રૂપલ બોલી અને સામે અંશ તરફ જોવા ઈશારો કર્યો. વિધિ અને કિયા એ તે તરફ નજર કરી તો એક છોકરી અંશ સામે ગુલાબ લઈ જઈ રહી હતી. હજી તે આગળ વધે તે પહેલાં જ તેને એક ફોન આવ્યો અને તે ઉતાવળમાં પછી વળી ગઈ.આ જોઈ કિયા દંગ રહી ગઈ. તેને લાગવા લાગ્યું કે કદાચ કોઈ બીજું અંશને પોતાનાથી છીનવી લેશે. પ્યાર પણ અજીબ છે, જે આપણું હોતું જ નથી એ જ ખોવાઈ જવાનો ડર લાગવા લાગે છે. આજ ડર કદાચ કિયાને લાગી રહ્યો હતો. થોડું વિચાર્યા બાદ તેણે અંશ ને પોતાની લાગણી જણાવવા નો નિર્ણય કર્યો.
“ભલે અંશનો જવાબ કંઇપણ હોઈ; પણ મારે એક વખત મારી લાગણી એને જણાવવી જ જોવે. મારે પાછળ કોઈ પસ્તાવો નથી રાખવો.” કિયા મનમાં જ બોલી.ત્રણે સખીઓ કામમાં લાગી ગઈ. લંચ બ્રેક પડતાજ કિયા અંશને શોધવા નીકળી ગઈ. થોડી મહેનત કર્યા બાદ તેને અંશ લાઇબ્રેરી બહાર મળી ગયો.
“અંશ મારે બે મિનિટ તારી સાથે વાત કરવી છે.” કહેતા કિયા અંશને થોડે દૂર જ્યાં લોકો ની અવરજવર ઓછી હોઈ ત્યાં લઈ ગઈ.
“શું વાત કરવી છે?? અને મને અહીં આમ ખેંચીને લાવવા નો શું મતલબ છે?”
“કંઇપણ બોલ્યાં વગર ફક્ત મારી વાત સાંભળ. જો હું આજે નઈ બોલી શકું તો મારા થી ક્યારેય નઈ બોલાય.” આ સાંભળતા જ અંશ બે ઘડી કિયા ને જોતો રહી ગયો. બે ક્ષણ થોભ્યા બાદ કિયા એ ફરી બોલવાનું શરૂ કર્યું.
“મને ખબર છે અંશ તને છોકરીઓ ની આસપાસ રહેવું જરા પણ નથી ગમતું અને તું કોઈને તારી આસપાસ ફરવા પણ નથી દેતો.કોલેજ માં આવ્યાના પહેલાં જ દિવસે આપણો ઝઘડો થયો હતો ત્યારે તું મને થોડો અકડું લાગ્યો હતો. આમ જ આપણા નાનામોટા ઝઘડા કેટલી વાર થયા છે. પણ તે મારી ઘણી વખત મદદ પણ કરી છે. આજ સમયમાં મને ખબર નઈ ક્યારે અને કેવી રીતે પણ તું ગમવા લાગ્યો. તું જેટલો મારાથી દુર રહેતો તેટલુંજ આપણે કોઈને કોઈ બહાને નજીક આવી જતાં હતાં. મને ખબર છે તું હજી પણ છોકરીઓ થી દુર જ રહેવું પસંદ કરે છે.અને તેનું કારણ શું છે એ મને ખબર .પણ સાચે અંશ હું તને ખૂબ જ પ્રેમ કરું છું.મારા જીવનમાં હવે બીજા કોઈ માટે સ્થાન નથી.” કહેતા કિયા રૂકી ગઈ.તેણે અંશ સામે નજર કરી અને તેના હાવભાવ જાણવાની કોશિશ કરી પરંતુ બધું વ્યર્થ હતું. અંશના ચહેરા પર કોઈ ભાવ નહોતાં. થોડાં ક્ષણો ના મૌન બાદ અંશ બોલ્યો.
“જો કિયા મને તારી કે બીજી કોઇપણ છોકરીમાં રસ નથી. હું છોકરીઓ થી કેમ દુર રહું છું એ તારે જાણવાની જરૂર નથી.માટે જે પણ વિચાર તારા મનમાં હોઈ એ કાઢી નાખજે. એનો કોઈ મતલબ નથી.”અંશ એ ભારપૂર્વક કહ્યું.
“પણ અંશ..મારી વાત તો સાંભળ....”
“તને એક વખત કહ્યું સમજાતું નથી?? મને આ બાબતમાં કોઈ રસ નથી.અને આમપણ આજસુધી આપના વચ્ચે ફક્ત ઝઘડાનો જ સંબંધ છે તો આમાં પ્રેમ કઈ રીતે આવે? છેલ્લી વખત કહું છું દૂર રેજે મારાથી.” અંશ ગુસ્સામાં બોલ્યો. આ સાંભળતા જ કિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ઝડપથી ત્યાંથી જતી રહી. અંશ જેવો પાછળ ફર્યો કે તેને ભવ્ય સામે મળ્યો.તેણે બધી વાતો સાંભળી હતી.
“શું કર્યું તે આ?” ભવ્ય એ ગુસ્સામાં પૂછ્યું.
“શું કર્યું મે??”
“તું આટલો પત્થર દિલ કંઈ રીતે હોઈ શકે? કોઈ એક છોકરી માટે તું કિયા જેવી છોકરી ને કંઈ રીતે હર્ટ કરી શકે?”ભવ્ય ની વાત સાંભળતા જ અંશ ઢીલો પડી ગયો અને બાજુ માં રહેલી ખુરશી પર બેસી ગયો.
“તને ખબર છે ને ભવ્ય હું છોકરીઓથી કેમ દુર રહું છું? મારે પણ એની સાથે ગુસ્સામાં વાત નહોતી કરવી પણ હું જેટલો એનાથી દૂર જવાની કોશિશ કરું છું અમે બંને તેટલા જ નજીક આવી જઇએ છીએ.મને જે ડર હતો એજ થયું આજે. તેને દૂર રાખવાનો બીજો કોઈ રસ્તો નહોતો. એટલે મેં આવું વર્તન કર્યું.હવે એ દૂર રહેશે મારાથી. ભલે એની નજરમાં હું ખરાબ કેમ ન બની જાઉં મને ચાલશે.”
“મને ખબર છે તું છોકરીઓથી કેમ દુર રહે છે.પણ તું જ વિચાર કર જે છોકરી માટે તું આ બધું કરે છે તને એના વિશે કંઈ જ ખબર નથી. તને શું લાગે છે તું એને શોધી શકીશ.અને એના મળ્યા પછી પણ શું ગેરેંટી છે કે એ તને પ્રેમ કરશે? તું એના માટે કિયા જેવી સારી છોકરીને છોડી રહ્યો છે?”
“ભલે મે એને નથી જોઈ પણ મે એને જોયા વિના જ પ્રેમ કર્યો છે. મને ફક્ત તેનો અવાજ અને તેના હાથ પર વાયોલિન નું ટેટૂ એજ ખબર છે.પણ હું એને જરૂર શોધીશ.” કહેતા તે હોલ તરફ વળ્યો.હોલ માં પહોંચતાં જ તેની નજર કિયા ને શોધી રહી હતી પરંતુ તેને કિયા ક્યાંય ના મળી. નિરાશ થઈ તે પોતાના કામમાં પરોવાઈ ગયો.ત્યાજ હોલનો દરવાજો ‘ધડડ....’ કરતાં જોરથી ખુલ્યો.અંશ એ જોયું તો સામે રૂપલ ઉભી હતી. તેના ચહેરા પર ગુસ્સો સાફ ઝળકી રહ્યો હતો.તે અંશ પાસે આવી ઉભી રહી.“મને ખબર નથી તારી અને કિયા વચ્ચે શું વાત થઈ છે અને તે કિયાને શું કહ્યું છે પણ આજ પહેલી વખત મે તારા કારણે એની આંખમાં આંસું જોયા છે.આજ સુધી કિયા કોઈ માટે રોઈ નથી તું પહેલો એ વ્યક્તિ છે જેણે કિયાને રડાવી છે.એની ગલતી શું હતી? એણે ફક્ત એની લાગણી જ તને કહી હતી ને? તું શાંતિ થી પણ બોલી શક્યો હોત પણ ખબર નહિ તે એવું શું કહ્યું છે એ રડતી રડતી જતી રહી.આ પહેલો એવો દિવસ હશે જ્યારે કિયા એ મને કોઈ વાત નથી કહી.આ બધા નો જિમ્મેદાર ફક્ત તું છે. તમારી વચ્ચે શું થયું એની મને જાણ નથી પણ મારી એક વાત તું કાન ખોલીને સાંભળી લે.તને છોકરીઓ થી દુર રહેવાનો બોવ શોખ છે ને તો આજ પછી તું કિયા તો શું પણ એના પડછાયા ની આસપાસ પણ મને દેખાવો ના જોવે.અને દેખાયો તો મારા જેવું કોઈ નથી એ યાદ રાખજે.દુર જ રહેજે એનાથી એમાં જ તારી ભલાઈ છે.”કહેતા રૂપલ જેટલી ઝડપથી આવી હતી તેટલી જ ઝડપે ચાલી ગઈ અને અંશ ફક્ત દરવાજો તાકતો રહી ગયો.
આમ જ એક અઠવાડિયું વિતિ ગયું.આજે સ્પર્ધાનો દિવસ પણ આવી ગયો હતો. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી.પણ અંશની નજરો તો ફક્ત કિયા ને જ શોધી રહી હતી. આજે એ વાત ને એક અઠવાડિયું થઈ ગયું હતું. એ દિવસે કિયા ના ગયા બાદ તે કોલેજ આવી નહોતી.રોજ અંશ કોઈને કોઈ બહાને દૂરથી રૂપલ ની બાજુમાં કિયા ને શોધવાનો પ્રયત્ન કરતો પણ રૂપલ રોજ એકલી જ કોલેજ આવતી હતી.આજે પણ હજી કિયા આવી નહોતી.કિયા એ સીંગિંગ માં ભાગ લીધો હતો પણ હજી સુધી તેનો કે રૂપલ નો કોઈ પત્તો નહોતો.એક તરફ અંશ ને લાગી રહ્યું હતું કે કિયા આવશે પરંતુ આટલા દિવસથી તેના ગાયબ હોવાના કારણે તેને ખબર નહોતી કે કિયા આવશે કે નઈ?
થોડી જ વારમાં બધી સ્પર્ધા શરૂ થઈ ગઈ અને અંશ પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયો. સિંગિગ શરૂ થવાના થોડા સમય પહેલા જ રૂપલ અને કિયા પાછળ ના દરવાજા થી સ્ટેજ પાસે જતા હતાં.ત્યાજ અંશ બંને ને જોઈ ગયો. કિયા જોતાજ તેના ચહેરા પર મોટી સ્માઇલ આવી ગઈ હતી જેની નોંધ ભવ્ય એ લીધી. તે ઊભો થઈ કિયા પાસે જ જઈ રહ્યો હતો ત્યાં ભવ્ય એ પૂછ્યું, “ ક્યાં જઈ રહ્યો છે?”
“એક જરૂરી કામ છે.આવું છું હમણાં” કહી તે ઊભો થયો. ભવ્ય એ તેને ખેચી પાછો બેસાડી દીધો.
“મને ખબર છે તને કયું જરૂરી કામ છે.પણ તારે હમણાં કિયા ને મળવા નથી જવાનું.તને યાદ નથી રૂપલ એ તને શું કહ્યું હતું? અને આમ પણ કિયા આજે ઘણા દિવસે કોલેજ આવી છે તો તું એની સામે ના જાય એમાં જ તારી ભલાઈ છે.” ભવ્ય ના આવું બોલતા જ અંશ નિરાશ થઈ ગયો.તેને આજે કિયા સાથે વાત કરવી હતી પણ રૂપલ યાદ આવતા જ તે શાંત થઈ ગયો.
“મને ખબર છે તું કિયા ને પસંદ કરવા લાગ્યો છે પણ તને આ વાત નો અહેસાસ નથી. પણ આ વાત તને બોવ જલ્દી સમજાઈ જશે અંશ.” ભવ્ય એ અંશ તરફ જોયા વગર કહ્યું.અંશ એ પણ આ વાત સાંભળી પણ કંઈ બોલ્યો નહીં.
ધીરે ધીરે એક પછી એક બધા ગીત ગાવા આવી રહ્યા હતાં.થોડા સમયમાં અંશ ને જેનો ઇંતેજાર હતો એ વ્યક્તિ સ્ટેજ પર આવી. કિયા ના હાથમાં વાયોલિન હતું. અંશ શરૂઆતની બીજી જ હરોળમાં બેસ્યો હતો. આટલા દિવસથી કિયાને જોઈ નહોતી માટે આજે તેને મન ભરીને જોઈ રહ્યો હતો.કિયા એ ગાવાનું શરું કર્યું...
पिया तोसे नैना लागे रे नैना लागे रे
जाने क्या हो अब आगे रे नैना लागे रे
पिया तोसे नैना लागे रे
रात को जब चाँद चमके जल उठे तन मेरा(हम्म)
मैं कहूँ मत करो चंदा इस गली का फेरा(हम्म)
आना मोरा सैयाँ जब आए
चमकना उस रात को जब
मिलेंगे तनमन मिलेंगे तनमन
पिया तोसे नैना लागे रे नैना लागे रे
पिया हो हो पिया
हो हो पिया हा हा पिया
हो हो पिया तोसे नैना लागे रे
जाने क्या हो अब आगे रे नैना लागे रे
पिया तोसे नैना लागे रे
જેવું કિયા એ ગાવાનું પૂરું કર્યું આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો.બધા ‘વન્સ મોર... વન્સ મોર’ કરી રહ્યા હતા.પરંતુ અંશ તો કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલો હતો. અંશ ને આમ ખોવાયેલો જોઈ ભવ્ય એ તેને હલબલાવી નાખ્યો.
“શું થયું અંશ..?? ક્યાં ખોવાયેલો છે? ગીત ના ગમ્યું કે શું??”
“ભવ્ય આ એજ આવજ છે જેને હું શોધી રહ્યો હતો.” આ વાત સાંભળતા જ ભવ્ય ને આઘાત લાગ્યો.
“શું...?? તને પાક્કી ખાતરી છે કે આ એ જ અવાજ છે??”
“૧૦૦% આ એજ અવાજ છે જેને હું શોધી રહ્યો છું.” અંશ વિશ્વાસ સાથે બોલ્યો.
“મતલબ તું જેને પ્રેમ કરે છે એ કિયા છે. વાહ!! દોસ્ત શું નસીબ છે તારા.તો પણ એક વાર એના હાથ પરનું ટેટૂ જોઈ લઈએ તો પાક્કી ખાતરી થઈ જશે.” ભવ્ય હજી બોલવાનું પૂરું કરે તે પહેલાજ અંશ સ્ટેજ પાછળ પહોંચી ગયો.તે કિયા ને શોધી રહ્યો હતો પણ કિયા તેને ક્યાંય દેખાઈ નહિ.કઈક વિચારતા તે ચેંજીંગ રૂમ તરફ વળ્યો. ત્યા તેને રૂપલ મળી. રૂપલ ને જોતાજ તેના પગ અટકી ગયા.
“ક્યાં જઈ રહ્યો છે??” રૂપલ ગુસ્સામાં બોલી.
“રૂપલ..જો મારી વાત સાંભળ.મારે ખાલી એક વાર કિયા સાથે વાત કરવી છે.પ્લીઝ મને કિયા સાથે વાત કરવા દે..” અંશ આજીજી કરતાં બોલ્યો.
“જે છોકરીના પડછાયાથી પણ મે તમે દૂર રહેવા કહ્યું છે, તને શુ લાગે છે એની સાથે હું તને વાત કરવા દઈશ? કોઈ જરૂર નથી વાત કરવાની.” રૂપલ આગળ કંઈ બોલે એ પહેલાં કિયા કપડા ચેન્જ કરી બહાર આવી.અંશ પર આછડતી નજર નાખી તે કંઇપણ બોલ્યાં વગર આગળ નિકળી ગઈ અને અંશ ફક્ત તેને જતાં જોઈ રહ્યો. રૂપલ કિયા ને રોકાવ તેની પાછળ બહાર નીકળી.
“શું થયું અંશ...?” ભવ્ય બધાને શોધતો ત્યાં પહોંચ્યો અને તેણે રૂપલ ને જતાં જોઈ.અંશ કંઈ પણ બોલ્યાં વગર કિયા અને રૂપલ પાછળ ગયો.ભવ્ય પણ બહાર નીકળ્યો. બહાર રૂપલ હજી પણ કિયાના નામની બૂમો પાડી રહી હતી. કિયા આગળ ચાલી રહી હતી કે તેને સામે મયંક મળ્યો. મયંક ને અવગણી કિયા આગળ વધતી જ હતી ત્યારે મયંક એ તેનો એક પગ વચ્ચે નાખ્યો જેથી કિયા રોડ તરફ નમી.આજ સમય દરમ્યાન એક ગાડી કિયા સાથે અથડાયી અને કિયા જમીન પર પડી. સેકંડના છઠ્ઠા ભાગમાં શું થયું બધા હજી તેજ વિચારી રહ્યાં હતાં.મયંક પણ એક્સિડન્ટ થયેલું જોઈ ગભરાઈ ગયો.તેની એક મૂર્ખામી ના કારણે હાલ કિયા લોહી લુહાણ જમીન પર પડી હતી.
“કિયા....” અંશ જોરથી ચિલ્લયો અને કિયા પાસે ગયો. તેનું માથું પોતાના ખોળામાં રાખી કિયા ને ઉઠાડવા લાગ્યો.“કિયા...કિયા...પ્લીઝ આંખો ખોલ ને યાર...જો તારે મને જેટલું ખીજવું હોઈ ખિજાઈ લે, મારા પર ગુસ્સો કાઢી લે પણ પ્લીઝ કિયા આંખો ખોલ ને..કઈક તો બોલ...કિયા...” કહેતા અંશ રડી પડ્યો.
“દુર ખસ....આ બધું તારા જ કારણે થયું છે” રૂપલ ગુસ્સામાં આવી અને અંશને ધક્કો મરતા બોલી.રૂપલ એ કિયા ને પોતાના ખોળામાં સુવડાવી અને ઉઠાડવા લાગી.હજી અંશ કંઈ બોલવા જાય ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.ભવ્યએ કિયા ને જલ્દી હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવી હતી.બે વાર્ડબોય એ કિયાને સ્ટ્રેચર પર સુવડાવી એમ્બ્યુલન્સ માં નાખી.રૂપલ પણ તેની બાજુમાં બેસી ગઈ.અંશ એમ્બ્યુલન્સ માં ચઢવા જતો હતો પણ રૂપલ એ તેને ના પાડી અને દૂર રહેવા કહ્યું.વધારે તકરાર ના થાય તે માટે ભવ્ય રૂપલ સાથે હોસ્પિટલ જવા નીકળ્યો અને અંશને પાછળ આવવા કહ્યું.
કિયાની હાલત ખુબ ગંભીર હતી.હોસ્પિટલ પહોંચતાં જ તેનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.રૂપલ ચિંતામાં આમતેમ આંટા મારી રહી હતી.તેને બસ કિયાની જ ચિંતા હતી.ભવ્ય એ તેને એક જ્યાં પર બેસાડી અને પાણી પીવા આપ્યું.
“કિયા ઠીક તો થઈ જશે ને..?” રડસમ અવાજે રૂપલે પૂછ્યું.
“ બધું સારું થઈ જશે. તું ચિંતા નઈ કર.”ભવ્ય સાંત્વના આપતા બોલ્યો.તેણે અંશને સીટી હોસ્પિટલ આવવા કહી દીધું હતું.પણ અંશ હજી આવ્યો નહોતો.
“આ બધું અંશના કારણે થયું છે. એનાજ લીધે કિયાને આ બધું સહન કરવું પડી રહ્યું છે. હું તેને ક્યારે માફ નઈ કરું...” રૂપલ આઘાતના કારણે અંશને દોષી માની કંઇપણ બોલી રહી હતી. ભવ્ય એ તેને ઘણી સમજાવી પણ તે સમજવા તૈયાર નહોતી.આખરે ભવ્ય ને ગુસ્સો આવતા તે જોરથી ચિલ્લાયો,“ ચૂપ.....” અને રૂપલ ચૂપ થઈ ગઈ.
“તને ખબર પણ છે તું શું બોલી રહી છે? કોઈને પણ જાણ્યા વગર એના વિશે ધારણા બાંધી લેવી બોવ જ ખોટું છે.તું ઓળખે પણ છે અંશને? તો કંઈ રીતે તું એના વિશે આમ બોલી શકે? હવે હું જે બોલું એ ધ્યાનથી સાંભળજે. આજથી બે વર્ષ પહેલાં અંશ એ એક છોકરી જોઈ હતી. તેણે તેનો ચહેરો નહોતો જોયો ફક્ત તેનો અવાજ સાંભળ્યો હતો અને તેના હાથ પર વાયોલીન નું ટેટૂ છે એજ ખબર હતી અને અંશ તેને પ્રેમ કરી બેઠો.આજ સુધી અંશ તે છોકરીને શોધી રહ્યો હતો. અને બધી છોકરીઓ થી દુર રહેવાનું કારણ પણ આજ હતું. કોલેજ ના પ્રથમ દિવસ થી જ અંશ કિયા તરફ આકર્ષિત થયો હતો. કિયા ના કારણે તે ઓલી સાથે અન્યાય ન કરી બેસે એટલે તેને તે દિવસે કિયાને ગુસ્સામાં કહ્યું હતું.પણ આજે કિયાનો આવજ સંભાળી અંશને ખબર પાડી કે જેને તે બે વર્ષથી શોધી રહ્યો છે એ બીજું કોઈ નહીં પણ કિયા જ છે.” આ સાંભળતા જ રૂપલ ને પોતાની ગલતી નો અહેસાસ થયો.હવે તેને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો.કારણ જાણ્યા વગર જ તેણે અંશને ખૂબ સંભળાવ્યું હતું.
એટલામાં ત્યાં અંશ ભાગતો આવ્યો અને ભવ્ય ને કિયા વિષે પૂછ્યું. કિયાની હાલત ગંભીર સંભાળી તેને ચક્કર આવી ગયાં અને ત્યાજ બેસી ગયો.“આ બધું મારા જ કારણે થયું છે....હું જ કિયાની આ હાલત માટે જિમ્મેદાર છું.” કહી અંશ પોતાને જ મારવા લાગ્યો.રૂપલ દોડીને અંશ પાસે આવી.“તારો કોઈ વાંક નથી અંશ...” રૂપલ ના આમ શાંતિથી બોલતા જ અંશ રડી પડ્યો.રૂપલે તેને ગળે લગાવી સાંત્વના આપી.એટલામાં ડોકટર બહાર આવ્યા.
“ડોકટર...કિયા કેમ છે?” ભવ્ય એ પૂછ્યું.
“તે હવે ખતરાથી બહાર છે. ચોવીસ કલાક માં તેમને હોશ આવી જશે.” કહી ડોક્ટર જતાં રહ્યાં.રૂપલ અને અંશના ચહેરા પર ખુશી જોવા જેવી હતી.બધા કિયા હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતાં.આમ જ રાત પડી ગઈ હતી અને કોઈ એ કંઈ ખાધું નહોતું માટે ભવ્ય બધા માટે નાસ્તો લઈ આવ્યો. થોડી આનાકાની કર્યા બાદ રૂપલ અને અંશ ખાવા માટે માની ગયા.
“સોરી રૂપલ...”અંશ બોલ્યો
“સોરી તો મારે તને કહેવું જોવે. તારા વિશે જાણ્યા વગર જ તને કેટલું બધું સંભળાવી દીધું અને તું કંઈ ના બોલ્યો.મને ખબર પડી ગઈ છે જે છોકરી ને તું શોધી રહ્યો છે એ કિયા જ છે.”રૂપલ બોલી
“હા અંશ, મે કિયા ના હાથ પર ટેટૂ જોયું. કિયા જ તારો પહેલો પ્રેમ છે દોસ્ત!!” આ સાંભળ્યા બાદ અંશની ખુશી નું કોઈ ઠેકાણું નહોતું.આમજ વાતો કરતા કરતા બધાએ નાસ્તો કર્યો. ત્યારબાદ અંશ કિયા પાસે આવી બેસો ગયો અને તેના ઉઠવાની રાહ જોવા લાગ્યો.રૂપલ અને ભવ્ય બહાર જ બેઠા હતાં.
બીજા દિવસે સવારે કિયાને હોશ આવ્યો. આંખો ખોલતા જ તેને બાજુમાં અંશ દેખાયો જે હાલ કિયાનો હાથ પકડી બેસ્યો હતો અને બેઠા બેઠા જ જોકા ખાઈ રહ્યો હતો. કિયનો હાથ હાલતા જ તેની ઊંઘ ઉડી ગઈ. કિયા ને હોશમાં આવેલી જોઈએ ખુશ થઈ ગયો અને કિયાને કપાળે ચુંમી લીધું.
“બોવ વાર લગાવી હોશમાં આવવમાં.કિયા મને માફ કરજે મે તારી સાથે બોવ જ ખરાબ વર્તન કર્યું. આજ પછી મને છોડીને ક્યાંય નથી જવાનું.અને જો ગઈ છે તો તને ત્યાંથી ઉપાડી જઈશ.યાદ રાખજે. આય લવ યુ કિયા...પ્લીઝ હવે છોડી ને નઈ જતી.”આ સાંભળતા જ કિયા ના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ.
“આય લવ યુ ટુ અંશ..”
“વાહ..પ્રેમીપંખીડાઓ આ મિલનમાં અમને પણ શામેલ કરો..”કહેતા રૂપલ અને ભવ્ય અંદર આવ્યા. બંને કિયા ના હોશમાં આવવા બદલ ખુશ હતાં.પરંતુ તેમને બમણી ખુશી અંશ અને કિયા મિલન માટે હતી.
#કિયાંશ ( કિયા અંશ)
સમાપ્ત!!
***
આશા છે આપને મારી આ સ્ટોરી ગમી હશે. વાર્તા ફક્ત મનોરંજન માટે લખવામાં આવી છે અને કાલ્પનિક છે. વાર્તામાં વપરાયેલા ગીત પર લેખકનો કોઈ અધિકાર નથી.
વાર્તા વાંચી પ્રતિભાવ આપવા વિનંતી.
Insta ID - urvi_misty_