Zankhna - 70 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 70

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 70

ઝંખના @પ્રકરણ 70

આજે સન્ડે હતો એટલે મયંક એ કામીની ના બયુટકી નુ ઓપનિંગ કામીની ના હાથે જ કરાવી ને સરપ્રાઈઝ આપવા નુ નકકી કર્યુ હતુ , ને આ કામ મા માયા, ધવલ ને ઓફીસ ના બધા મિત્રો એ સાથ આપ્યો હતો ,...બધા ખાશ મિત્રો ને આમંત્રણ આપ્યુ હતુ, બધી તૈયારી ઓ થયી ગયી એટલે માયા એ કહયુ ,જાઓ મયંક ભાઈ કામીની ભાભી ને લયી આવો ,બસ પંદર મિનિટ મા આવ્યો, વિવેક તુ પેલા નાસ્તા વાડા ને ઓડર આપ્યો છે એ એને સમયસય બોલાવી લેજે એટલે બધા નો સમય બગડે નહી ....એમ કહી મયંક ગાડી લયી કામીની ને લેવા નીકળ્યો ,ને કામીની ને ફોન કરી કહ્યુ કે ,કામીની જલદીથી સરસ ડ્રેસ પહેરી તૈયાર થયી જા એક અરજન્ટ પ્રસંગ મા જવુ પડે એમ છે ,હાલ ફોન આવ્યો...
અરે પણ અતયારે સવાર સવારમાં કેટલાય કામ છે ને ઘરમાં બધુ કામ એમના એમ પડયુ છે ને તમે આમ અચાનક પોગ્રામ બનાવો કેમ ચાલે ? અરે સોરી ડીયર ....પણ બસ બધુ એક બાજુ મુક ને જલદીથી સરસ રેડી થયી જા , હુ આવુ છું.... કામીની કિચન નુ કામ પડતુ મુકી બેડરૂમમાં આવી ને વોડરોબ ખોલયુ ,શું પહેરુ ? ને પછી એક સરસ ગ્રીન કલર નો ડ્રેસ સિલેક કર્યો જે એણે જાતે ડીજાઈન કરી ને બનાવ્યો હતો , કામીની એ એ ડ્રેસ જ પહેરી લીધો અને મેચિંગ ગ્રીન બંગડી પહેરી, કપાળે ગ્રીન ચાદંલો લગાવ્યો ને સેન્ડલ પહેરી ગોલ્ડન દુપટો લીધો ,ને હોઠ પર આજે ડાર્ક મરુન કલર ની લિપસ્ટીક લગાવી ને આંખો મા આઈલાઈનર લગાવ્યું....ને મંગલસૂત્ર સાથે મેચીંગ એરીગં પહેરી મસ્ત તૈયાર થયી ને પોતાની જાત ને આઈના મા નીહાળી રહી ને મનમાં જ બોલી મને મારી જ નજર ના લાગી જાય ,....
એ આઈના મા દેખાતી કામીની ને જોઈ વિચારી રહી હતી કે કયાં એ વડાવી ની કામુ ને કયાં આ શહેરમાં સેટ થયી ગયેલી નવી કામીની....આશમાન જમીન જેટલો તફાવત હતો ,.....એ રૂપાળી તો હતી જ પહેલે થી પણ એણે કદી સાજ શણગાર કદી કર્યા જ નહોતા , જીંદગી મા કયારેય
આટલા હેવી કપડા નહોતા પહેર્યા કે કદી મેકઅપ પણ નહોતો કર્યો,....ને લગ્ન પછી જાણે એની જીંદગી સાવ બદલાઈ ગયી હતી ,જોત જોતાં મા લગ્ન ને ચાર મહીના વીતી ગયા મયંક સાથે ખબર પણ ના પડી ....
લગ્ન પછી કામીની નુ રુપ ઓર નીખરી ગયુ હતુ ....એ ની સુંદરતા મા ચાર ચાદં લાગી ગયા હતા, ઘર ની ડોરબેલ વાગી ને કામીની એના વિચારો મા થી બહાર આવી ને ફટાફટ પર્સ લીધુ ને દરવાજો ખોલ્યો,....મયંક કામીની ને જોતો જ રહી ગયો ને બોલ્યો આજ તો ગજબ લાગો છો રાણી જી..
ચાલ જલદી લોક કર મોડુ થાય છે ને કામીની એ દરવાજો લોક કરી મયંક સાથે નીકળી, કયાં જવાનુ છે ? કોઈ મિત્ર ના ત્યા, શુ પ્રસંગ છે? તમે પ્રસંગ નુ નામ દીધુ એટલે હુ આટલી બધી તૈયાર થયી ....સારી તો લાગૂ છુ ને ? અરે ડાર્લીંગ કમાલ લાગે છે આજે તો ને આજે તુ જે કામ માટે તૈયાર થયી છે એ તારી માટે એક સરપ્રાઈઝ જ છે ....કોઈ મિત્ર ના ત્યા નથી જવાનુ ,...
હે ભગવાન તો તમે મને સરસ તૈયાર થવાનુ કેમ કહયુ ? ખોટી હુ વધારે પડતી તૈયાર થયી ને આટલો હેવી ડ્રેસ પહેર્યો, મને એમ કે કોઈ લગ્ન કે પાર્ટી મા જવાનુ હશે ,....લગ્ન કે પાર્ટી કરતાં પણ મોટી સરપ્રાઈઝ છે ,બસ થોડી ધીરજ રાખ હમણાં પહોંચી જયીશુ ,...
થોડી વારમાં મયંક એ એક કોમ્પલેક્સ મા ગાડી પાર્ક કરી ને કામીની ને ફુગ્ગા, ફુલો ને રેશમી પટ્ટી ઓ થી સજાવેલી દુકાન આગળ લયી આવ્યો ને એની પર બોર્ડ મારેલુ હતુ કે ,,કામીની બયુટીક,, ડીઝાઇનર ડ્રેસ બ્લાઉઝ એન્ડ ચણિયાચોળી
કામીની આ જોઈ ને અવાચક બની ગયી ને ખુશ થયી ગયી ને એ કયી બોલે એ પહેલા જ માયા ,ધવલ ને ઓફીસ ના બધા મિત્રો એકી સાથે બોલી ઊઠ્યા, કોગ્રેશયુલેશન ભાભી ફોર કામીની બયુટકી.....કહી બધા એ કામીની નુ તાળીઓ પાડી ને સ્વાગત કર્યુ....મયંક એ કામીની ના હાથમા કાતર આપીને રીબીન કટ કરવાનુ કહયુ ,. ....કામીની એ ની ખુશી નો કોઈ પાર નહોતો ,એણે સપનાં મા એ નહોતું વિચાર્યું કે એનુ પોતાનુ પણ એક બયુટીક હશે ....અને એ પણ શહેરમાં....કામીની એ મયંક નો આભાર માની ને થેનકસ કહ્યુ, બયુટીક નુ ઉદ્દઘાટન પતયુ ને મયંક એ ઓફિસ સ્ટાફ ને મિત્રો સાથે બધાની ઓડખાણ કરાવી ,બધા મિત્રો પોતાની વાઈફ સાથે આવ્યા હતાં, માયા ની ઓફીસ ફ્રેન્ડસ પણ ઈનવાઈટ કરી હતી, કામીની ને જોઈ ને બધા મયંક ને કહેવા લાગ્યા મયંક ભાઈ ખરેખર બહુ નસીબદાર છો..
કે આટલી સુદંર પત્ની મડી છે ને એ પણ હવે બિઝનેશ વુમન બની જશે ,....કામીની નો સ્વભાવ પણ બહુ સરસ લાગ્યો બધા ને ....ચા ,કોફી ઠંઠા પીણા ને ગરમ નાસ્તા ની વ્યવસ્થા કરી હતી ,બધા એ સાથે ચા નાસ્તો કર્યો, ને બધી લેડીઝો એ કામીની ના ડ્રેસ ના વખાણ કર્યા ને પુછયુ કયાં થી ખરીદ્યો છે બહુ જ સુંદર છે? આ મે જાતે તૈયાર કર્યો છે.....ઓહહહ,આટલો સરસ, મયંક ભાઈ સાચુ કહેતા હતા કે કામીની બહુ સરસ ડીજાઈનર છે, પણ આજે આ તમારો ડ્રેસ જોયો એટલે ખબર પડી ખરેખર ભાભી તમે તો બહુ સારા ડીઝાઈનર છો ,...હવે થી અમે તમારી પાસે જ ડ્રેસ ને બ્લાઉઝ બનાવડાવા આવીશું....હા ચોકકસ તમારા માટે તો આનાથી પણ સરસ બનાવી આપીશ....
મયંક એ કામીની બયુટીક નામના વીઝીટીંગ કાર્ડ પણ બનાવી રાખ્યા હતાં જેમા કામીની નો અને પોતાનો ફોન નંબર રાખ્યા હતાં....મયંક એ બધી લેડીઝ મિત્રો ને એ કાર્ડ આપ્યા ને શાંતિ થી બયુટીક નુ ઉદ્દઘાટન પતયુ ,ને બધા મિત્રો એ ફરીથી એકવાર કામીની ને અભિનંદન અને શુભેચ્છા ઓ આપતા કહ્યુ બસ આમજ પ્રગતી કરતા રહો ભાભી જી એ ઈરછા એમ કહી હસી પડ્યા....મયંક ને કામીની એ બધા નો આભાર માન્યો ને બધા મહેમાનો એ રજા લીધી , કામીની એ જોયુ તો બહુ મોટી શોપ મા સરસ કાચ નુ ફર્નીચર ,ને બે સિલાઈ મશીન ,એક એમ્બ્રોઇડરી મશીન એમ ત્રણ મશીન અને મોટુ વુડન નુ કોર્નર અને કામીની માટે સરસ ચેર , બયુટકી મા વપરાતી તમામ ચીજો મયંક એ ત્યા તૈયાર રાખી હતી ,કામીની મયંક ને ગડે વળગી ને વહાલ કરતા બોલી થેન્ક યુ માય હબી ,..
મે તો સગાઈ વખતે ખાલી મારી ઈરછા બયુટીક ખોલવાની છે એમ જ કહ્યુ હતુ અને તમે તો મને ખરેખર મારા જીવન ની સોથી મોટી સરપ્રાઈઝ આપી ,થેન્ક યુ સો મચ મયંક....અરે ગાડી એમા થેન્કસ ના હોય ,મે તને વચન આપ્યુ હતુ ,ને મને યાદ જ હતુ ,લગ્ન ના બીજા દિવશ થી જ શોપ શોધવાનુ ચાલુ કર્યુ હતુ ,ને એક બ્રોકરે આ બતાવી ને ફટાફટ ફર્નીચર બનાવી દીધુ ને એક બયુટીક મા જયી જોઈ લીધુ કે શુ શુ જોઈએ ને એ ભાઈ ની મદદ થી મશીન અને બીજી જોઈતી બધી વસ્તુ ઓ ખરીદી લીધી....અરે મયંક તમે જયા મા ને આમંત્રણ આપવાનુ ભુલી ગયા? ઓહહહ નો હા યાર કામુ તને સરપ્રાઈઝ આપવાની ખુશી મા ભુલાઈ ગયુ ,પણ વાંધો નહી હુ એમને હાલ ફોન કરી સરપ્રાઈઝ આપુ ,.....કામીની એ કહ્યુ હા ,જયા મા ની સાથે સુમન ,રાગીણી ,રંભા ,રેણુકા ને પણ લયી ને આવવાનુ કહો ,એમણે જ તો મને આ સિલાઈ કામ ને ડીઝાઈન બનાવતા શીખવાડ્યું છે,.....
હા ચોકકસ....મયંક એ જયા બેન ને ફોન કર્યો, સન્ડે હતો એટલે જયા બેન ફ્રી બેઠા પેપર વાંચી રહ્યા હતાં ને મયંક નો ફોન જોઈ તરતજ ઊપાડી લીધો ,હેલો
જય શ્રી કૃષ્ણ જયા બેન ,...
હા મયંક કુમાર કેમ છો ,આજે સન્ડે છે કામીની આવવાની છે અંહી ? ના જયા બેન એક ખાશ કામ છે તો તમે ને સુમન, રાગીણી, રંભા ,રેણુકા ને લયી , ...આદર્શ નગર ,યસ કોમ્પલેક્સ મા આવો ,અમે તમારી રાહ જોઈએ છીએ ,શોપ નંબર 12 ....પણ શુ થયુ ? ત્યા કેમ ,કામીની તો ઓકે છે ને ?
હા હા ,એક સરપ્રાઈઝ છે તમે ઝટ આવો ,અમે બન્ને તમારી રાહ જોઈએ છીએ ,.
મયંક એ વિવેક ને ફોન કરી બીજા ગરમ નાસ્તા ને ચા નો ઓડર આપ્યો, .....જયા બેન ડ્રાઈવર સાથે ચારેય ને લયી મયંક એ આપેલા એડ્રેસ પર પહોંચ્યા,....નીચે ના ગ્રાઉન્ડ ફ્લોર પર જ બાર નંબર ની શોપ આગળ આવી ને જોયુ તો ત્યા કામીની બયુટીક, નુ બોર્ડ જોઈ સમજી ગયાં કે ચોકકસ મયંક એ કામીની માટે જ બનાવ્યું છે, એ સુમન ને લયી અંદર આવ્યા ને આટલુ સરસ બયુટીક જોઈ ખુશ થયા ને કામીની ને અભિનંદન આપ્યા, મયંક ને કામીની જયા મા ને પગે લાગી ને આશીર્વાદ લીધા ને કામીની તો જયા બેન ને વળગી પડી ને બોલી મા આજે હુ જે પણ છુ એ તમારા કારણે જ છુ ,.....
સુમન ,રેણુકા ને રંભા ,રાગીણી બધા ખુશ થયા ને બોલ્યા, વાહહહ કામીની તુ તો ભારે નસીબદાર, મયંક જેવો પતિ મડયો ને આટલી જલદીથી તારી બયુટકી ની ઈરછા પુરી થયી ,તુ આટલા મોટા બયુટીક ની માલકિન બની ગયી, હા સુમન બેન હુ ખરૈખર નસીબદાર છું....
કે મને મયંક જેવો પતિ મડયો, ને હા જયા મા તમને વાંધો ના હોય તો મારા બયુટીક મા સુમન ,રાગીણી, રંભા ને કામ કરવા રાખી લવ તો? આમ પણ ત્યા સંસ્થા મા આ જ કામ કરે છે ત્યા બધી પુરતી સગવડ નથી ને હોલસેલ ના ભાવે કપડા સીવવા મા જોઈએ એટલુ વળતર મડતુ નથી ....એક ડ્રેસ બયુટકી મા તૈયાર કરી સેલ કરીશુ તો ત્રણ થી ચાર હજાર રૂપિયા મડશે ને હોલસેલ મા એક ડ્રેસ એ માડં સાતસો રૂપિયા નફો મડે
હા ,એ વાત તારી સાચી ,જો આ ત્રણેય રેડી હોય તો મને કયી વાંધો નથી , સુમન બેન હુ તમને ત્રણેય ને તમારા મહેનતાણા રુપે હાલ તો મહીને દશ હજાર રુપિયા આપીશ ને જેમ કામ વધશે તેમ આગળ સેલેરિ પણ વધારી આપીશ,...જયા બેન કામીની ને જોઈ જ રહ્યા કે ગામડે થી આવેલી એક ગરીબ ઘર ની દીકરી, આટલા દુખ ને તકલીફ મા થી ઉભરી ને આજે એક બિઝનેસ વુમન બની ગયી ને બીજી ત્રણ બહેનો ને પણ રોજી આપી શકે એટલી સકસમ બની ગયી ,.....એ ખુશ થયા ને કામીની ને અભિનંદન અને શુભેચ્છા આપી ....કામીની એ સંસ્થા મા જે ફેકટરીઓ મા થી કાચો માલ ને હોલસેલ નુ કામ મડતુ હતુ એ બધા ને પોતાના બયુટીક નુ સરનામુ આપ્યુ ને જથ્થાબંધ માલ નો ઓડર પણ આપી દીધો ...
સુમન ,રાગીણી ને રંભા પણ બહુ કાબેલ અને હોંશિયાર હતાં, સંસ્થા મા વર્ષો થી આ જ કામ કરતાં હતાં અને હવે કામીની ના બયુટીક મા સારુ મહેનતાણું મડશે એથી ખુશ થયા ને રોજ સવારે નવ થી રાત ના નવ સુધી બયુટીક મા કામ કરવાનુ નકકી કર્યુ, ને સંસ્થા મા બીજી ઘણી સ્ત્રીયો પણ આ કામ કરતી જ હતી ,ફેક્ટરી માં થી હોલસેલ નુ સિવવા નુ કામ લાવી બે પૈસા કમાતા હતાં
પણ કામીની ના તો નસીબ જ ખુલી ગયા ,....કામીની એ બયુટીક નો વીડીયો બનાવ્યો, એના નામના બોર્ડ નો ,વીઝીટીંગ કાર્ડ નો વીડીયો ફોટો લયી ,ખુશ થતા કમલેશભાઈ ને ગીતા ના ફોન મા મોકલ્યો,...કમલેશભાઈ એ ફોન ગેલેરી ખોલી ને જોયુ ને કોઈક બયુટીક ને જોઈ ને પછી કામીની બયુટીક, ને કામીની નુ વીઝીટીંગ કાર્ડ જોઈ ને ખુશ થયા , ને ઘરમાં બધા ને બતાવ્યું, મંજુલા જો તો ખરી આ આપણી કામીની એ તો કમાલ કરી નાખી શહેરમાં રહી કેટલી હોશિયાર બની ગયી , અંહી તો ઉછળકુદ કરતી રમત કરતી કામુ આજે પોતાની શોપ લયી બેસી ગયી ,લગ્ન પછી એની કોઈ ફરીયાદ પણ નથી આવી ,કેટલી સમજદાર થયી ગયી ,ગીતા જો આ તારી કામીની નુ બયુટીક ,,ગીતા બોલી એ વડી શુ ? એટલે કપડા ની દુકાન ,નવી ડીજાઈન ના કપડા સીવી ને તૈયાર થાય એવી દુકાન ને શહેરમાં બયુટીક કહેવાય ....આ દુકાન નુ નામ પણ કામીની એવુ રાખયુ છે જમાઈ એ ,
આપણી કામીની એ તો ખરેખર બહુ નસીબદાર છે કે આવો સરસ જમાઈ મડયો ને કામીની ને આટલો સપોર્ટ આપે છે ,.....આજકાલ કરતાં એના લગ્ન ને ચાર મહીના થયી ગયાં, એનુ લગ્ન જીવન સુખી ને સફળ છે એ વાત થી આપણે ખુશ ,દીકરી એના ઘરે ખુશ રહે બસ બીજુ શુ જોઈએ????
કમલેશભાઈ એ કામીની ને ફોન કરી અભિનંદન અને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા ને ગીતા સાથે પણ વાત કરાવી ,....કામીની એ ગીતા ને કહયુ મા સમય કાઢી કોક દિવશ આ દીકરી ના ઘરે થોડા દિવશ રહેવા આવો ,....હા બેટા ચોકકસ
બસ નવરાસ ના સમયે આવીશ....ઘરમાં બધા ના ખબર અંતર પુછી ને કામીની એ ફોન મુક્યો, કમલેશભાઈ ને હાશ થયી ,ને કામીની નુ ઘર વસી ગયુ ને એ સુખી છે એ જાણી આનંદ થયો.....
કામીની પુરા ખંત અને લગન થી બયુટીક નુ કામ ચાલુ કરી દીધુ ,સવારે નવ વાગે ઘરે થી પરવારી શોપ પર આવી જતી ને ત્રણ બહેનો પણ આવી જતી ,કામીની ને તો ખાલી સકરેચ ને ડીજાઈનો બનાવાની, ગાઈડન્સ આપવુ બાકી બધુ સુમન ,રાગીણી ને રંભા બેન કરી લેતા ,ધીરે ધીરે માર્કેટ મા કામીની બયુટીક નુ બહુ મોટુ નામ થયી ગયુ ,....મયંક સાથે લગ્ન જીવન પણ સારી રીતે ચાલતુ હતુ .... એ બહુ ખુશ હતી એની જીંદગી મા ......
એ તો મયંક ને ભગવાન જેવો માનતી હતી , પણ એને કયાં ખબર હતી કે એના એ ચહેરા પાછડ એક શૈતાન હતો,જે કેટલીય છોકરીયો ના જીવન બરબાદ કરી ચુક્યો હતો......ને હવે પોતાનુ જીવન સારી રીતે વ્યથિત કરી રહયો હતો ,એને એમ કે ભુતકાળ મા કરેલા ગુનાઓ હવે કયાંય આડા આવવા ના નથી ,બસ હવે તો જલસા જ છે ,પોતાની સારી જોબ ને કામીની ના બયુટીક ની તગડી કમાણી .....બીજુ શુ જોઈએ,એમ વિચારી ખુશ થતો હતો ....કામીની તો બિલકુલ અજાણ હતી કે એનો પતિ અસલ મા કેવો છે ,.....કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 71 ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા