Zankhna - 67 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 67

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 67

ઝંખના @પ્રકરણ 67

આજે કામીની ના લગ્ન હતાં એટલે ગીતા ,કમલેશભાઈ ને મંજુલા બેન સાથે વડાલી થી સવારે ચાર વાગે નીકળી ગયા..... જયા બેન તો આખી રાત ઉગંયા જ નહોતા , કામીની ને આપવાની વસ્તુ ઓ પેક કરી ,ને પોતે કામીની ને પોતાની દીકરી માનતા હતાં એટલે પાચં જોડી કપડાં ને એક સોનાની ચૈન પોતાના તરફ થી કામીની ને આપી ,
કામીની ની મહેદી નો રંગ જોઈ સુમન એ મજાક કરી કામીની ને કહ્યુ, કામીની મયંક ના પ્રેમ નો કલર તારા હાથમાં ઉભરી આવ્યો છે ,તુ નસીબદાર છે ,કામુ કે તને આટલો સરસ ઘર ને વર મડયા,....કામીની મનમાં વિચારી રહી હતી કે આ પ્રેમ નો રંગ મયંક નો હોઈ જ ના શકે .....આ મહેદી નો કલર તો મારા વંશ ના પ્રેમ નો રંગ છે,....કાલે ફોન મા બીચારો કેટલો નરવશ થયી ગયો હતો....હુ પણ એને સમજી ના શકી ,....મને એણે દગો આપ્યો એવી ગેરસમજ થયી, જે થયુ એ બહુ ખોટુ થયુ ,પણ મને પ્રેમ ના બદલામા મા ,જુદાઈ મડી ઘર પરિવાર બધુ છોડવુ પડયું....જો ખબર હોત કે પ્રેમ નુ પરીણામ આવુ હોત તો હુ કયારેય પ્રેમ મા ના પડત.....કામીની ને આમ ખોવાયેલી જોઈ જયાબેન સમજી ગયા કે કામુ સો ટકા વંશ ના વિચારો મા જ ખોવાયેલી છે ....કામીની કયાં ખોવાઈ ગયી ,...ચલ ઉતાવળ કર ને ન્હાઈ ને તૈયાર થયી જા,હમણાં બ્યુટી પાર્લર વાડી આવતી જ હશે
હા ,જયા મા .....આ બાજુ વંશ આખી રાત ઉગ્યો જ નહોતો બાજુ મા મીતા પણ એ જોઈ ને ચિંતા મા પડી ગયી ને પુછ્યુ શું થયુ વંશ ?
તબિયત તો સારી છે ને કેમ ઉઘં નથી આવતી ? તબિયત તો ઠીક જ છે .....પણ હુ કામીની નુ વિચારી રહ્યો હતો
મીતા અચરજ પામતાં બોલી, કામીની, ગીતા માસી ની છોકરી ને ? હા ,એ શહેરમાં કોઈ સગાવહાલા ના ઘરે કામ માટે રહેવા ગયી હતી એ વાત ને વરસ ઉપર થયુ ને , કદાચ એના લગ્ન નકકી થયાં છે શહેરમાં......
મીતા ,હુ કામુ ને ઓમ ત્રણેય એક સાથે રમીને મોટા થયા છીએ....કામીની મોટી જ અમારા સાથે થયી છે ,આટલા વરસો થી અંહી આપણા ઘરે જ કામ કાજ કરતી હતી , એટલે સ્વાભાવિક છે એ મારી બેસ્ટ ફ્રેન્ડ જેવી જ છે ,ને એના લગ્ન થયા તો પણ મને જાણ પણ ના કરી, પપ્પા ને મમ્મી કે ગીતા માસી કોઈને મને જાણ કરવી યોગ્ય ના લાગી ,ખબર નહી મીતા પણ મને અંદર દિલ થિ કયીક અયોગ્ય થયી રહયુ છે ,એવુ લાગી રહયુ છે .... મીતા બોલી...ગીતા માસી તો ઘરના સભ્ય છે ને એમની દીકરી નો જન્મ પણ અંહી થયો ,મોટી એ અંહી થયી તો લગ્ન અંહી કેમ નહી રાખ્યા હોય ??? ને ત્યા શહેરમાં, સગાવહાલા ના ઘરે કેમ રાખ્યા હશે ,....વંશ ને મીતા ના સવાલ નો જવાબ ખબર જ હતી પણ કહી શકાય એવુ હતુ નહી.....એટલે એ વાત ને બદલી ....મીતા બોલી વંશ કામીની કેવી લાગે છે દેખાવે ? બહુ સુંદર, ઢીંગલી જેવી જ....હમમમ
તમને કામીની ના લગ્ન ની જાણ કયાં થી થયી ? મીતા કામુ ગયી ત્યાર થી મારે એનો સાથે કોન્ટેકટ નંબર જ નહોતો ,બસ બે દિવશ પહેલા જ એનો નંબર મડયો
તો મે વડી ખબર અંતર પુછવા ફોન કર્યો, ત્યારે એણે જ વાત કરી કે આજે એના લગ્ન છે ,કોઈક મયંક નામના છોકરા સાથે કોર્ટ મેરેજ કરી રહી છે ,.....વ્હોટ???? મીતા એકદમ બોલી ઉઠી...ને ગભરાઈ ગયી કપાળે પરસેવો છુટી ગયો
,એ જોઈ વંશ બોલ્યો શુ થયુ મીતા ? તને કેમ આટલુ ટેન્શન થયી ગયુ ? કયી નહી બસ એમજ ,એક વાત પૂછું? હા બોલ ,આ મયંક પ્રોપર કયાં નો છે ? ગામ નો શહેર નો ? ?? એ બધી કયી જ ખબર નથી મીતા ..બસ વાતો વાતો વાતો મા મીતા એ એટલું જ કહયુ કે મયંક નામ છે ,એના થનાર પતિ નુ ,ને એકલો જ શહેરમાં રહે છે ,કોમ્યુટર એનંજીરીગ નુ ભણેલો છેને એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે, ઘરનો ફલેટ છે ,....પરિવાર બધો એના વતન મા રહે છે ,ને એનુ વતન કયાં છે એ મે પુછ્યુ જ નહી ,ને આમપણ એના પતિ ના વતન થી આપણે શુ લેવા દેવા ? મારે
તો બસ એજ જાણવુ હતુ કે એના લગ્ન કોઈક સારી જગયાએ, સારા છોકરા સાથે થાય બસ,.....વંશ ની વાત સાંભળી ને મીતા નુ બી.પી.હાઈ થયી ગયુ .......
ને ચકકર આવવા લાગ્યા, એટલે વંશ એ મીતા ને પલંગમાં સુવાડી દીધી ને ગભરાઈ ગયો ને સુનિતા ને બુમ પાડી ઉપર બોલાવી ,ઘરે બીજુ તો કોઈ હતુ નહી , મીતા બોલી ટેન્શન ના લો મને કયી નથી થયુ ....સુનીતા લીંબુ નો સરબત બનાવી જગ મા લયી આવ ને મારા ફ્રીજ મા મુકી દે ,ને હા અંદર ગ્લુકોઝ નાખવાનુ ના ભુલતી ,રોજ તો મમ્મી જી સવારે સરબત બનાવી મીતા ના રૂમ મા મુકી જતા ,મીતા ના રુમમાં પણ નાનુ ફ્રીજ હતુ જેમા મીતા ની દવા ,ફ્રુટ જયુસ,દુધ બધુ રાખવા માટે ,મીતા પ્રગનેટ હતી એટલ એને સંપુર્ણ બેડરેસટ કરવાનો હતો.....વંશ મનમાં પછતાઈ રહ્યો કે એણે મીતા ને કામીની ની વાત ન્હોતી કરવી જોઇતી.... સુનીતા ફટોફટ લીંબુ સરબત બનાવી લાવી ને મીતા ને પીવડાવયો ને વંશ એ એને દવા આપી ,....મીતા
વંશ ની વાત સાંભળી ને ઘડીભર તો હોંશ ખોઈ બેઠી હતી પણ પછી ,પોતાની જાત ને સંભાળી લીધી, ને વિચારી રહી કે મયંક એ જ તો છોકરો નહી હોય ને ? જેમકે વંશ એ કહયુ એનો પરિવાર વતન મા રહે છે એ એકલો રહેછે, ને મયંક પણ કોમ્પ્યુટર એન્જીનિયર જ બનવા માંગતો હતો ને ,મારા લાખોના ઘરેણાં ને લાખો રુપિયા થી કદાચ શહેરમાં ફલેટ ખરીદી સેટ થયો હોય ,
ને પૈસા ના જોરે જ ગાડી લયી ફરતો હશે ,ને આમ પણ છોકરીયો પાછળ તો એ લટ્ટુ જ હતો ,....કદાચ કામીની જ મયંક નો આગલો શિકાર હોય શકે છે ? પણ કામીની તો ગરીબ ઘર ની છોકરી છે ,એના પાસે કોઈ પૈસો નથી તો??? હા પણ હવે એ નાલાયક ને પૈસા ની કયાં જરુર છે ,મારા કરોડો રુપિયા નુ તો કરી ગયો છે ,....વંશ એ કહયુ ને કે કામીની બહુ રૂપાળી છે ,એટલે કદાચ એની સાથે લગ્ન કરી એને પણ પાછળ થી છોડી દેશે....મીતા ને કામીની ની ચિંતા થવા લાગી હે ભગવાન બીચારી કામીની નુ શુ થશે ?? હુ તો એટલી મજબુર છું કે કામીની ના લગ્ન પણ રોકી શકતી નથી
હુ મયંક ને ઓડખુ છું, ને
એના સાથેના મારા અફેર ની વાત અંહી સાસરી મા બધા ને જાણ થાય તો મારે તો મરી જવુ પડે ,વંશ તો મને ઘરમાં થી કાઢી જ મુકે ,.....
ને હવે તો હુ મા બનવાની છું
મારા લગ્ન જીવન ની ગાડી પટરી પર સારી રીતે ચાલી રહી છે , ....ના ના મારે ભુલ થી પણ મયંક નુ નામ લેવાનુ નથી ,ને નોર્મલ રહેવુ પડશે ,જો ટેન્શન મા રહીશ તો વંશ મારી પર વહેમાય ને મારા આવનાર બાળક ની હેલ્થ પર માઠી અસર થાય,
મીતા ને વિચારો મા ખોવાયેલી જોઈ ને વંશ એ નવાઈ પામતાં પુછયુ ,મીતા કામીની ના લગ્ન અને એના પતિ નુ નામ સાંભળી ને તું એકદમ કેમ ચમકી ?????
તુ ઓડખે છે એ છોકરા ને ?
તું શહેરમાં કોલેજ કરતી હતી ને ? હા અમારી કોલેજમાં પણ એક મયંક નામનો છોકરો હતો ....ને એકદમ આવારા ,લોફર ને લફરાબાજ હતો ,...બધી છોકરીઓ ને પ્રેમ જાડ મા ફસાવી ને પછી છોડી દેતો ,
બસ એટલે જ,મને એમ થયુ કે કામીની ના લગ્ન એ મયંક સાથે થયી રહયા છે ,બસ આ વિચાર આવી ગયો, બસ કામીની તમારી બેસ્ટ ફ્રેન્ડ છે આ ઘર ની દીકરી જેવી છે એટલે ચિંતા થવી તો સ્વાભાવિક છે ને ???
ને એ જ મયંક સાથે લગ્ન થયી રહયા છે એ વુ થોડુ છે ? મયંક નામ તો કેટલાય છોકરાં ના હોય ,આ તો જસ્ટ મને વિચાર આવ્યો એટલે તમને કહ્યુ, બાકી...
તમે ચિંતા ના કરો ,....ભગવાન જે કરે એ સારુ જ કરશે ,ને ગીતા માસી ના સગાવહાલા એ એ જ ત્યા લગ્ન રાખવાનુ કહયુ હોય એટલે ત્યા રાખ્યા હશે.....એમ કહી મીતા એ વંશ ને સાંત્વના આપી......
મીતા ને ક્યા ખબર હતી કે કામીની વંશ નો જીવ હતી,
એનો પહેલો પ્રેમ હતી ,....
ને વંશ ને એ વાત થી અજાણ હતો કે મીતા પણ દુધ ની ધોયેલી નહોતી જ
એનો પહેલો પ્રેમ પણ કામીની નો પતિ હતો ...ને મીતા એ વંશ થી એનો ભુતકાળ છુપાવી રાખ્યો હતો ,...વંશ સાવ અજાણ હતો કે મીતા એ શહેરમાં ભણી ને શુ ગુલ ખીલાવયા હતાં....મીતા મનમાં વિચારી રહી હતી કે જો એ એજ મયંક હશે તો બીચારી કામીની ની જીંદગી સો ટકા બરબાદ છે ,....જો એનો ફોટો જોવા મડે તો ખબર પડે ,પણ એનો ફોટો વંશ પાસે કયાં થી હોય ?......
ને આ વંશ ને કામીની ની ચિંતા વધારે પડતી થયી રહી છે એવુ કેમ લાગે છે મને ? મીતા ના મનમાં જાત જાત ના વિચારો આવવા લાગ્યા,
આ બાજુ કમલેશભાઈ સમયસર સંસ્થા મા પહોંચી ગયા ,જયા બેન રાહ જોઈને બેઠા હતા ,કામીની ને બ્યુટી પાર્લર વાડી એ સરસ તૈયાર કરી હતી ,દુલહન ના જોડા મા એ સુદંર લાગી રહી હતી
ને કમલેશભાઈ એ આપેલા બધા ઘરેણાં પહેર્યા હતાં, લાલ કલર ના પાનેતર ને મેચીંગ લાલ ચૂડો ,ને હાથ મા લાલચટક મહેદી.....ગીતા પોતાની દીકરી ને જોઈને ખુશી થી રડી પડી ,ને મંજુલા બેન પણ કામીની ને દુલહન ના જોડા મા જોઈ ને ખુશ થયી ગયા ને એના ઓવારણા લીધા ને બોલ્યા, કેટલી સુંદર દેખાય છે મારી કામુ ,કોઈ ની નજર ના લાગે એમ કહી ,મેશ નુ ટીલુ કરયુ કાન પાછળ, માયા ને પતિ ધવલ ,ને મિત્ર વિવેક એ મયંક સાથે કોર્ટ મા પહોંચ્યા
ને જયાં બેન, કમલેશભાઈ કામીની ને લયી કોર્ટ મા પહોંચ્યા,....ગોલ્ડન કલરની જરદોસી વર્ક ની સેરવાણી ને પગમા મેચીંગ મોજડી મયંક સુંદર લાગી રહ્યો હતો ,......
લગ્ન નુ રજીસ્ટ્રેશન કરાવેલુ જ હતુ એટલે ફટોફટ કાયદેસર કાર્યવાહી કરી ને મયંક અને કામીની એ રજીસ્ટ્રેશન પેપર મા સાઈન કરી ને બન્ને પક્ષ ના સાક્ષી તરીકે માયા અને કમલેશભાઈ એ સહી કરી ને બન્ને વર વધુ એ એક બીજા ને ફુલહાર પહેરાવ્યા.......
મયંક કામીની ના ગડા મા મંગળસુત્ર પહેરાવાયુ ને સિંદૂર ભરી, લગ્ન ની વીધી પુરી કરી ને બધા ને પગે લાગી ને આશીર્વાદ લીધા ,..
મયંક ને કામીની હવે પતિ પત્ની બની ગયા ,લગ્ન સંપન્ન થયાં.....બધા સંસ્થા મા ગયા ને ત્યા સંસ્થા મા કામીની ના લગ્ન નીમીતે જમણવાર રાખ્યો હતો ,...
મહેમાન તો કોઈ હતુ નહી ,સિવાય કામીની નુ ફેમીલી, બધી સંસ્થા ની બહેનો ને બાળકો ,....
બધુ શાંતિ થી પતી ગયુ ને પછી કામીની ને વિદાઈ આપી ,ગીતા બેન દીકરી ને વળગી ને ખુબ રડ્યા, કમલેશભાઈ ને મંજુલા બેન પણ રડયા,....જયા બેન એ પણ કામીની ને આશીર્વાદ આપ્યા, આંખો મા આશુ હતાં, પણ ખુશી ના ,કામીની નુ લગ્ન જીવન સુખી થાય એવાત થી ખુશ હતા ,....એક ગાડી મા કામીની ને આપવાનો સામાન મોકલ્યો ને મયંક માયા સાથે એની ગાડી મા નીકળયો,....
ત્યા મયંક ના ઘરે પહોંચી પે માયા એ કામીની ના ગૃહપ્રવેશ કરાવ્યો....માયા કામીની ને ભાભી કહીને જ બોલાવા લાગી ,...લ્યો ભાભી આજ થી આ ઘર તમારુ ,હવે તમે જ સંભાળજો આ ઘર ને ને મયંક ભાઈ ને એમ કહી હસી પડી .....કમલેશભાઈ બે હાથ જોડી ને બોલ્યા જયાબેન તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે ,...તમે અમારી તકલીફ સમયે સાથ આપ્યો, કામીની ને સંભાળી લીધી ,એને સમજાવી લગ્ન પણ કરાવી આપ્યા.....ખરેખર તમારા માટે આભાર શબ્દ બહુ નાનો છે ,....એમ કહી બે લાખ નો ચેક આપ્યો સંસ્થા ની બહેનો માટે ,.....ના ભાઈ ના આતો મારી ફરજ હતી ,હવે એમા આ પૈસા હુ ના લયી શકુ ,....ના ના આ હુ સંસ્થા ની બહેનો માટે આપુછુ ,એમ પરાણે ચેક આપ્યો,....ને પછી પુછયુ બેન આ મયંક કુમાર ના મમ્મી પપ્પા કેમ ના આવ્યા?
ભાઈ અત્યારે એમને ત્યા વાવણી નો સમય ચાલે છે નૈ અંહી થી હજારો કીમી દુર છે એટલે ના આવ્યા, પણ તમે ચિંતા ના કરો ....હુ છુ ને દર અઠવાડિયે એકાદ આંટો કામીની ના ઘેર મારી આવીશ મે પણ એને મારી દીકરી માની છે એટલે એનુ ધ્યાન આખી જીંદગી રાખીશ.....તમે નિશ્ચિત થયી ને જાઓ ,તમારી દીકરી સારા સુખી પરિવાર મા પરણી ને ગયી છે ,....કમલેશભાઈ ને ગીતા બેન ને જયાબેન ની વાત થી સંતોષ થયો ને કમલેશભાઈ એ જયાબેન પાસે ઘરે જવાની રજા માંગી ને ત્રણેય ગાડી લયી વડાલી જવા નીકળ્યા....કામીની ના જીવન માં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
68...ઝંખના.....

લેખક @ નયના બા વાઘેલા