ગઈ કાલનો આખો દિવસ સૂઈ રહ્યા પછી પણ શિખા રાત આખી ઘસઘસાટ ઉંઘી રહી, સવારના 5 વાગતા જ તેની ઊંઘ ઉડે છે ..
બેડ પર સુતા સુતા જ આળસ મરડતા ઘડિયાળ તરફ નજર કરે છે..
"ઓહ 5 જ વાગ્યા છે હજુ ..આટલું જલ્દી ઉઠી શું કરીશ"
તેને હાથ ઉપર તરફ કરી ફરી ડાબી બાજુ ફરી ને હાથ ગાદલા પર પટકાવ્યા, થોડીવાર પછી જમણી બાજુ ફરીને સુવે છે પણ ચેન ના પડતા પોતાનો ફોન હાથમાં લઈ કંઇક જોવા લાગે છે...થોડીવાર માં ફોન ગાદલા પર ફેંકી બાલ્કનીમાં જઈ ઊભી રહી જાય છે ...
બહાર બાલ્કની માં ઉભા રહી ઉપર આકાશ તરફ નજર કરે છે અને વિચારે છે ...
"શું માહોલ છે યાર સવારનું !! કેટલી ઠંડી હવા અને આસપાસ નિરવ શાંતિ છે, આડોશી પાડોશી કેવા મસ્ત જપેલા પડ્યા છે ...આવું પહેલી વાર જોયું કે મારા ઘરની આસપાસનું વાતાવરણ આટલું નિરવ પણ હોઈ શકે ...
આ ઠંડી હવા અને ઘાટો અંધકાર અને સૂક્ષ્મ ભીનાશ કેટલું આહલાદક છે આ બધું ..અને અને આ નિરવ શાંતિ માં આસપાસ નો મીઠો શોર કેવો સંગીત જેવું લાગે છે ને !
એમ થાય કે આ વાતાવરણ જ થંભી રહે અને હું નિહાળ્યા જ કરું આ બધું ...
કેટલું સુકુન છે આ પ્રહરતી હવામાં ....
આ સુકુન શબ્દ સાંભળતા જ શિખાનો સૂર્યમુખીના ફૂલ જેવા ખીલેલા અને હસતા ચહેરે તે આદિત્યના ઘર તરફ નજર કરે છે...
મારું સુકુન તો આતરફ છે એમ કહી આદિત્ય ના ઘર તરફ જ જોઈ રહે છે ...સારો છોકરો છે કોઈ જ જાત નો દેખાવ નહીં જેવો છે તેવો જ દેખાઈ આવે , જેવું હોય તેવું મોઢા પર જ બોલી દેનાર અને એ પણ કહી દેનાર કે પ્રેમ કરતો જ નથી હું કોઈને
પણ .....મને ખબર છે કે તું ક્યારેક તો પ્રેમ કરવાનું વિચારતો જ હોઈશ અને જ્યારે તને પ્રેમ થશે ને આદિ....ચલો એ બધું તો તને મળી ને જ રૂબરૂ કહેવું છે કે પ્રેમ થાય તો ક્યું એક મોસ્ટ ઇફેક્ટિવ સિમટમ્સ જોવા મળે ...
ચલો ..આજે તો તારી સાથે જોગિંગ પર પણ આવવું છે કઈક વાત તો થાય ...
ઓહ કપડાં ચેંજ કરવા પડશે આટલા શોર્ટ્સ કપડાં પહેરી બહાર જઈશ તો નીલકંઠ નગરમાં ભૂકંપ આવી જશે ,શિખા કપડાં ચેન્જ કરી બહાર ગેટ પાસે ઊભી રહી જાય છે ..
આદિત્ય પણ 6 વાગતા ઘરની બહાર આવી ગયો છે તે ત્યાં તેના ઘરના ગેટ પાસે ઊભો રહી એક્સરસાઇઝ કરી રહ્યો છે તો થોડી વાર માં ઘર પાસે જ રનિંગ કરવા માંડે છે..
વાહ મહાશય તો સમયનાં પાક્કા લાગે છે 6 વાગતા જ ઘરની બહાર આવી ગયા ..કાળા પોશાક માં સજ્જ થઈને
શિખા આદિત્યને જોઈ હસે છે પછી મનમાં કહી દે છે " આ જુઓ ફિટનેસ ની દુકાન જવાનું જ છે જોગિંગ પર તો ઘર પાસે શું ફુદરડી ફરે છે ....
શિખા એ તરફ જોઈ બોલી ઉઠે છે, ચલ હવે કેટલી વાર હું રાહ જોઈ ઊભી છું"
જાણે સાંભળી લીધું હોય તેમ આદિત્ય સ્લો રનીંગ કરતા કરતા શિખા ના ઘર તરફ આવે છે ...શિખા પણ તેની સાથે જોડાઈ જાય છે
શિખા પોતાની સાથે જોગિંગ પર આવે છે એ વાત ના ગમી હોય તેમ તે એક નજર તેના તરફ કરી નજર ફેરવી થોડો દૂર હટવા લાગે છે.
શિખા ને તો થોડીવારમાં જ થાક લાગે છે અને ભૂખ પણ બહુ લાગી જાય છે તે મનમાં વિચારે છે ઘરે જઈએ તો સારું હવે,પણ આ કેમ કંઈ બોલ્યો નથી 15 મિનીટ થી ચૂપચાપ દોડ્યા કરે છે મારા પગ દુઃખી ગયા પણ શું થાય ,
હેડફોન કાઢે તો હું કઈક વાત કરું ને...
અને અચાનક જ શિખા આદિત્યનો હાથ પકડી રોકે છે
આદિત્ય ઊભો રહી જાય છે અને અકડાઈ ને બોલે છે " શું ...છે ?"
શિખા માસૂમિયત થી બોલે છે " આવું કેમ કરે છે આદિત્ય ? તું આમ હેડફોન લગાવી દોડ્યા કરે છે હું પણ તારી સાથે છું મારાથી વાત તો કર તું "
આ સાંભળી આદિત્ય અકડાઈ ઉઠે છે અને શિખા નો હાથ પકડી રોડથી એક બાજુ સાઈડમાં ઉભી રાખી સ્પષ્ટ શબ્દોમાં કહે છે "દેખ શિખા હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તું મારી આસપાસ હોયને એ પણ મને નથી ગમતું, હું આવ્યો ત્યારથી તું મારી જાન ખાય છે ,
અચાનક જ આદિત્ય શિખા નો હાથ વધારે જોરથી દબાવતા કહે છે " દેખ, પ્રેમ બ્રેમ માં હું માનતો જ નથી એટલે મારા તરફ આશા ના રાખીશ અને મને જોઈ ઘેલી ના થઈશ તારા જેવી કેટલીક છોકરીઓ ચંદીગઢ માં ત્રાજવે તોલાય છે સમજી ..."
"આ વખતે પ્રેમથી સમજાવું છું બીજી વાર જો મને જોઈશ કે મારી પાછળ આવવાની કોશિશ કરી ને તો બધા ની વચ્ચે બદનામી કરીશ....સમજી !"
શિખા ને જાણે આ વાત કઈ સમજાણી જ ના હોય તેમ તે આદિત્યના હાથમાંથી હાથ છોડાવી ઘરે જાય છે,ઘર પાસે આવતા જ શિખા ના માસી તેને રોકતા કહે છે
"શિખા, આજે તું આટલી વહેલી ઉઠી ગઈ ?ઊઠીને ક્યાં ગઈ હતી ? હું સવારે દૂધ લેવા ગઈ ત્યારે તો તું આદિત્ય સાથે ફરતી હતી સવાર સવાર માં તેની સાથે કેમ ગઈ હતી? ક્યાંક ગમતો તો નથી ને એ કે ખાલી મિત્ર છે તારો ? આમ પણ તારે છોકરાઓ થી મિત્રતા ઘણી હો ! એવા ના વિશ્વાસ ના કરાય મારું માન તો ભેગુ નઈ ફરવાનું ....
"અરે બસ.... બસ માસી શું તમે તમારી પંચાયતની ટ્રેન લઈ ને નીકળી જ પડ્યા છો , હું કહું એ તો સાંભળો....હું એની સાથે ફરવા ગઈ હતી મે કહ્યું થોડા દિવસ સાથે ફરું જો સારો લાગે તો મમ્મી ને વાત કરું"...
સાચે ? જો શિખા આવા બહારના વ્યક્તિનો જરાય વિશ્વાસ નો કરાય હો હું સાચું કહું ક્યારેય ક્યાંય વયા જાય કંઈ ખબર નો પડવા દેય..
થોડી વાર ચૂપ રહી પછી થોડા કર્કશ અવાજ માં હસતા કહે છે...
જો ભલે હું તારી સગી માસી નથી પણ તારું હિત જ ઈચ્છતી હોવ ને એટલે જો બેટા મારું માન ને તો હર્ષદ થી એકવાર મળી લે ....
હર્ષદ નહિ .... ડોક્ટર હર્ષદ, અરે એની તો શું વાત કરું સર્વગુણ સંપન્ન છોકરો છે, દેખાવ માં સારો લાગે, કમાઉ છે અને એટલો જ સંસ્કારી....અને મુખ્ય વાત કે એ તારા મમ્મી ને પણ ગમ્યો છે તારા મમ્મી કહે શિખા હા પાડે એટલે સગાઈનું નક્કી કરી લઈએ
શિખા અકળાઈને બોલી ઊઠે છે "દેખો માસી હર્ષદને હું સારી રીતે ઓળખું છું ભલે એ સારો છે મને ખબર છે,પણ એનો મતલબ એ થયો કે મને ના ગમે છતાં હું એનાથી સગાઈ કરું, હું સગાઈ એ છોકરા થી જ કરીશ જે મને ગમશે એટલે તમે ચિંતા છોડો...
શિખા આટલું બોલી ઘર માં જતી રહે છે ઘરમાં જઈ સોફા પર પડે છે ...
અને સાથે જ બોલી ઊઠે છે
"આ વર્ષે લગ્ન નઈ કરું ને તો મમ્મીની આવી મહાન બહેનો અને સોસાયટી ની અમુક હિતેચ્છુ બહેનો... મને ઉઠાવી ને ક્યાંક મૂકી આવશે એટલી ઉતાવળ છે આ બધા ને મારા લગ્નની..."
શિખા ના મમ્મી તેની પાસે આવી કહે છે "મારી રાજકુમારી આજે વહેલી ઉઠી ક્યાં ગઈ હતી ?,અને નવાઈની વાત કે તું આટલી વહેલી ઉઠી ગઈ? સરસ બેટા...
રાજકુમાર શોધવા ગઈ હતી તારી રાજકુમારી પણ પછી ખબર પડી મને કે મારા માટે રાજકુમાર શોધવાની મને કોઈ જરૂર નથી ઘણા બધા લોકો એ કામમાં જોડાયેલા છે...
એટલે ?? હું કઈ સમજી નહિ ...
શિખા ના મમ્મી સોફા પર બેસતા કહે છે..
અરે મમ્મા દેખ મને જે છોકરો ગમશે તેની સાથે જ લગ્ન કરવાની છું હું એટલે આ હર્ષદ કે કોઈ થી મળવાનું મને ના કહીશ પ્લીઝ...
અરે હા બેટા કોણે કહ્યું આ બધું તને ...હંશા માસીએ ને ?
હા મમ્માં...તે ઉદાસ ચહેરા સાથે કહે છે...
"અરે તને કોઈનું નહિ સાંભળવાનું તને જે છોકરો ગમશે ને તેની સાથે જ તારા લગ્ન થશે , બાકી જે વાતો કરતા હોય તેમને હા પડવાની વધારે વિચારી દુઃખી નહીં થવાનું .."
શિખા તેના મમ્મી ને વહાલથી ભેટી પડે છે ..." થેંક યુ મમ્માં....
શિખાને પોતાના થી પ્રેમથી અડગી કરતા રિદ્ધિ બહેને કહ્યું
"ચલ તું ફ્રેશ થઈ આદિત્યને અને તેના દાદુ ને નાસ્તો આપી આવ ...હું નાસ્તો બનાવી ને રાખું છું"
રિદ્ધિબહેન નાસ્તો બનાવવા કિચન માં જાય છે અને શિખા આ વાક્ય સાંભળી ખુશ થાય છે ...
આદિત્યને ફરી મળી શકીશ....બીજી જ ક્ષણે ઉદાસ થતાં ફરી અપમાન કરશે તો મારું ??
કેટલી નફરત છે તેની અંદર મારા માટે...તો હવે તેની સામે જવું કે નહિ.....
ક્રમશઃ