Shiddat - 4 in Gujarati Short Stories by Maya Gadhavi books and stories PDF | શિદ્દત..એક રોમાંચક નવલકથા - 4

Featured Books
Categories
Share

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 4




આગળ આપણે જોયું કે શિખા સુરત જવાની પ્લાનિંગ કરે છે પણ તે બધું નિષ્ફળ નીવડે છે તેથી તે ખુરશી પર જ માથું ટેકવી ને કઈક વિચાર કરતી હોય છે અને તેને ઊંઘ આવી જાય છે તે ખુરશી પર જ સૂઈ જાય છે...

બપોરના બે વાગતા તેની નીંદર ઉડે છે અને તે ઘડિયાળ તરફ એક નજર કરી ખુરશી પરથી ઉભા થઇ ફરી બેડ પર જઈ સૂઈ જાય છે

થોડા સમય બાદ શિખાના દાદી અને ફઈ તેના રૂમમાં શિખાને જમવા માટે બોલાવવા આવે છે ..
શિખાના ફોઈ ધરા બહેન શિખા ના રૂમનો દરવાજો ખોલે છે અને અંદર તરફ શિખા ને જોઈ પછી બા તરફ જોતા કહે છે

"લ્યો ...બા આ શિખા તો સૂતી છે , સુરત જવું સુરત જવું કરતી હતી સવારથી તેનું શું થયું "....

બા અને ધરા બહેન રૂમમાં આવે છે ..

બા મને લાગે છે ભાભી એ સુરત જવાની ના કહીને તેમાં જ રિસાઈ ને સૂઈ ગઈ છે ..

બા હસીને કહે છે

"ના ધરા ના , તને લાગે છે કે આપણી જિદ્દી શિખા આમ તેની મમ્મીની ના સાંભળી રિસાઈને સૂઈ જાય , આ તો એને જવું હોય ત્યાં જઈ ને જ રહે"...

ધરા બેન પણ હસીને શિખા સામે જોતા કહે છે
"હા ,બા તમારી વાત સાચી છે બહુ જિદ્દી છે આપણી લાડકી શિખા .."

"ધરા, ભલે સૂતી હોય શિખા નથી ઉઠાડવી તેને આમ પણ સવારથી ઉદાસ લાગી રહી છે તો એ ભલે આરામ કરે ભૂખ લાગશે ત્યારે જમી લેશે "

ધરા બેન એક નજર શિખા સામે કરી બા ને કહે છે
"હા,બા ભલે સૂતી હોય આપણે જમી લઈએ "

એટલું કહી બંને રૂમની બહાર નીકળી જાય છે

શિખા ભરપૂર ઊંઘ કર્યા બાદ છેક સાત વાગે ઉઠે છે ઉઠી બેડ પર જ બેસી રહે છે પછી ઘડિયાળ તરફ નજર કરતા બોલે છે
"અરે બાપ રેહ.. સાત વાગી ગયા , આજ તો દાદી ગુસ્સો કરશે કે સાંજના સમયે સૂઈ રહી સમજાતું નથી શિખા સાંજે ના સુવાનું ક્યારે...."

શિખા જડપથી બેડ પરથી ઉતરીને વોશરૂમ તરફ જાય છે થોડીવારમાં ફ્રેશ થઈ હોલમાં જાય છે ..

આર્યન તેના ઘરે આવેલો છે અને તે સોફા પર બેસી શિખા ના પપ્પા સાથે વાતો કરી રહ્યો છે ,શિખા ની આંખો લાલ થઈ ગઈ છે સૂઈ સૂઈ ને , આટલી ઊંઘ કર્યા બાદ પણ શિખા હજુ બગાસાં ખાતા ખાતા આર્યન પાસે જાય છે અને સોફા પર તેની બાજુમાં જઈ બેસે છે ...

આર્યન તુરંત શિખા સામે જોઈ કહે છે ...ઓહ મેડમ કેટલી ઊંઘ છે તમારી ? પૂરી જ નથી થતી...
શિખા ધીમા અવાજે કહે છે

"મને કોઈએ ઉઠાડી જ નહીંને , તો મને શું ખબર કે રાત થઈ ગઈ છે"

તેના દાદી તરત જ બોલી ઊઠે છે
બેટા હું આવી તો હતી તને ઉઠાડવા માટે પણ તું ઉઠી જ નહીં , તને કેટલી વાર સમજાવ્યું છે કે સાંજે નઈ સૂવાનું ..

સોરી દાદી હવે નઈ સૂવું બસ , હવે કંઈ ચા કે કોફી મળશે ?
એટલું કહી એ દોડીને કિચનમાં જાય છે અને રસોઈ બનાવાવમાં વ્યસ્ત તેના મમ્મી ના ખભા પર બંને હાથ રાખીને પ્રેમથી કહે છે

"મમ્મા બહુ ભૂખ લાગી છે બપોરે પણ કઈ નથી જમી ,તો કઈક સારું બનાવી આપને"

શિખા ના મમ્મી શિખા ના હાથ પર હાથ રાખતા કહે છે
"હા બોલ ને શું ખાવું છે મારી શીખું ને એ બનાવી આપુ"

શિખા પ્લેટફોર્મ પર બેસતા કહે છે "મમ્મી તું જે બનાવે એ ખાઈ લઈશ બસ જલ્દી બનાવ ભૂખ લાગી છે મને અને હા ..હાલ તો પહેલા એક કપ કોફી બનાવી આપ"

એટલું કહી શિખા કિચનની બહાર જાય છે અને તુરંત ફરી કિચનમાં આવી સાવ ધીમા અવાજે તેના મમ્મીને કહે છે..

"ઓ... મમ્મા બે કપ કોફી બનાવજે હાન આર્યન પણ છે ને એટલે .."

"ભલે દીકરા બે કપ કોફી બનાવીશ તું બેસ બહાર હું હમણાં કોફી બનાવી આવું છું" તેના મમ્મી કઈક વસ્તુ શોધતા જ જવાબ આપે છે

હે શિખા આવ અહીં ક્યારનો તારી રાહ જોઈને બેઠો છું હું .."આર્યન બૂમ પાડીને શિખાને બોલાવે છે"

"અરે હા" શિખા સોફા પર આર્યનની બાજુમાં આવી બેસે છે
શિખા કંઈ બોલ્યા વગર ચૂપચાપ બેસી રહે છે કઈક વિચારમાં ડૂબેલી છે
તેના પપ્પા તરત જ તેને પૂછે છે "શિખા શું થયું બેટા ? તબિયત તો ઠીક છે ને ?"

શિખા ઉદાસ ચહેરા સાથે કહે છે "પાપા તબિયત ઠીક નથી આટલું સૂતા પછી પણ નીંદ આવે છે, જમીને સૂઈ જવું છે"

"બેટા બહુ સૂવાથી પણ તબિયત ખરાબ થઈ જાય એટલે થોડીવાર બહાર ફરી આવ આયર્ન સાથે એટલે બરાબર થઈ જશે "

"નો પાપા મારે ક્યાંય નથી જવું , મમ્માં યાર કોફી ક્યાં અટકી છે હજુ? "

ત્યાં જ શિખા ના મમ્મી કોફી સાથે હોલમાં પ્રવેશે છે તે આર્યન અને શિખાને કોફી આપે છે...અને ધરા બહેનને દૂધનો ગ્લાસ આપતા કહે છે

"લ્યો દીદી ગરમ દૂધ"
શિખા ના ફોઈ ધરા બહેન જેઓ અપરિણીત છે અને તેમને ફક્ત કૃષ્ણ ભક્તિમાં જ રસ છે , તે રોજ આમ જ એક આસન પર બેસીને શ્લોક પઠન કરતા હોય ,

ફોઈ તમે રાત્રે ખાલી દૂધ જ કેમ પીવો છો ? જમતાં કેમ નથી ?
શિખા ને અચાનક કઈક યાદ આવતા હાથ કપાળ પર રાખતા કહે છે "અરે , હા હમણાં તો શ્લોક પઠન થાય છે એટલે બોલશે પણ નઈ "

આર્યન શિખા ને ધીરે થી પૂછે છે "સુરત જવાની હતી ને આજે ? તેનું શું થયું ?

શિખા વિચિત્ર ઉદાસી સાથે નકારમાં માથું ધુણાવે છે
"કેમ ?"
આર્યન અચંબામાં આવી પૂછે છે
"પછી કહીશ હાલ રહેવા દે એ બધું"

શિખા ના પપ્પા તેમની આ વાતો સાંભળતા હોય છે પણ વચ્ચે કંઈ જ બોલતા નથી

આર્યન સોફા પર થી ઉભા થતાં બોલે છે "ચલો અંકલ હવે હું જઉ"
"અરે બેટા જમીને જ જા ને હવે , જમવાનું તૈયાર જ છે"
શિખા ના મમ્મી શિખાની બાજુમાં ઊભા રહી બોલે છે

"ના આંટી ઘરે તૈયાર જ છે જમવાનું મમ્મી રાહ જોતા હશે"
"ચલ શિખા ધ્યાન રાખજે તારું"
"ઠીક છે કાલે મળીયે" શિખા સોફા પર જ બેસી રહેતા કહે છે

ડિનર કર્યા બાદ શિખા રૂમમાં જાય છે અને રૂમની બાલ્કની માં જઈ આર્યનના ઘર તરફ એક વાર જોઈ રૂમમાં આવી સૂઈ જાય છે ...

તેના ઘર તરફ વારંવાર જોવામાં પણ તેનો આદિત્ય પ્રત્યેનો પ્રેમ જણાઈ આવે છે .....


ક્રમશ....