વરદાન કે અભિશાપ (ભાગ-૧૨)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે કરવામાં આવે તેમ હતું. આથી નરેશ અને સુશીલાની સગાઇ ઘરના વાસ્તાની દિવસે જ કરવામાં આવી. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. જે તેમની જીંદગી જ બદલી દેવાનું હતું. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. હવે પલક એક વર્ષની થવા આવી. નરેશની ઇચ્છા હોય છે કે, હું મારો જન્મ દિવસ બહુ ધામધૂમથી ઉજવતો હતો. તો દીકરીનો જન્મ દિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવું. નરેશ તેના પિતા સાથે જરૂરી વાત કરવા માંગતો હતો. એટલે ધનરાજ અને નરેશ ઘરના ઉપરના રૂમમાં ગયા. તે દીકરીના જન્મદિવસ પર ભાનુપ્રસાદને બોલાવવા માંગતો હતો. ધનરાજ બે-ચાર મિનિટ તો ઉંડા વિચારમાં ખોવાઇ જાય છે. પછી તેને દીકરાએ કહેલી વાત યોગ્ય લાગે છે. આખરે ભાનુપ્રસાદને બોલાવવાની હા પાડી દે છે. નરેશ ભાનુપ્રસાદને થયેલ બધી વાતચીત જણાવે છે અને જન્મદિવસમાં આવવા માટે તૈયાર કરે છે. હવે આગળ...............)
સાંજના ૭.૦૦ વાગ્યે પલકની કેક આવી જાય છે. કેક પર સરસ મજાના સુંદર ફૂલો લગાવેલા હતા. જે કેકને વધારે આકર્ષક બનાવતી હતી. નરેશે કેક પર ગુલાબી અક્ષરોમાં પલકનું નામ દોરાવ્યું હતું અને ૫ કિલોની મોટી કેક તે લાવ્યો હતો. તે પછી કેક કટીંગનો પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી જ હતી ને ત્યાં ભાનુપ્રસાદ અને જયા ત્યાં આવી ગયા. મણિબેનતો દીકરાઅને તેની વહુને જોઇને બહુ જ ખુશ થઇ ગયા. કેમ કે, નરેશે કોઇને જણાવ્યું જ નહોતું કે ભાનુપ્રસાદ અહી આવે છે. બધા પરિવારજનો આશ્ચર્યમાં આવી જાય છે અને ખુશ પણ થાય છે. ધનરાજ પણ દીકરાને માફ કરીને તેને ગળે લગાડે છે. વહુ ઘરના બધા સભ્યોના આશીર્વાદ લઇ લે છે. તે પહેલી વાર આ ઘરમાં આવી હોવાથી તેની સારી રીતે આગતા-સ્વાગતા થાય છે.
તે પછી પલક નરેશને કાલી-કાલી ભાષમાં કહે છે કે, ‘‘પપ્પા મારી કેક તો આવી ગઇ...જલદીથી કાપો.’’ બધા હસી પડે છે. નરેશ દીકરીને તેડી લે છે ને કહે છે કે, ‘‘કાકા આવી ગયા એટલે કેક કપાશે.’’
નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. એ પછી વારાફરતી બધા પલકને આર્શીવાદ અને ગીફટ આપે છે. જેના સંભારણા તેઓએ કેમેરામાં કેદ કરી દીધા હોય છે. એ જમાનામાં લોકોને ફોટો પડાવવાનો પણ ખૂબ જ શોખ હતો. ત્યારપછી કેક કટીંગ અને પરિવારજનોના ફોટા પાડ્યા બાદ નરેશના માસીના દીકરાઓ અને કાકાના દીકરાઓ કેકના સરખા ભાગ કરીને પેપર ડીસ બનાવવા લાગ્યા. કેક સાથે ચોકલેટ અને ચવાણું આપવામાં આવ્યું. એ જમાનામાં આ રીતે જ કેક આપવામાં આવતી હતી અને આપણે પણ એ રીતે જ કેક લીધી જ છે. આથી જ હાલમાં પણ આપણે પણ એ રીતે કેકી વહેંચણી કરીએ છીએ.
કેકનો કાર્યક્રમ પત્યા બાદ પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બધાએ નરેશના પલકના જન્મદિવસ ઉજવવા માટે બહુ જ વખાણ પણ કર્યા અને સાથે-સાથે તેમને નરેશે કરેલ વ્યવસ્થા પણ ખૂબ જ ગમી. કેમ કે, જન્મદિવસમાં પરિવારજનો અને મિત્રો-પડોશીઓમાંથી કોઇ રહી જ જાય તેની પૂરેપૂરી તકેદારી નરેશે રાખી હતી. આમ પણ તે કોઇને મનભેદ ન થાય એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખતો હતો. મહેમાનોની આગતા-સ્વાગતા પણ ખૂબ જ સારી રીતે થઇ હતી. નરેશને તેનો દીકરીનું જન્મદિવસ ઉજવવાનો ઉમંગ ખરેખરમાં બહુ જ જબરજસ્ત હતો. તેનો હરખ જ સમાતો ન હતો. મણિબા મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઇ જાય.
(ધનરાજની ત્રણ વહુ ઘરમાં આવી ચૂકી હતી. હવે ચોથી આવવાની તૈયારી હતી જે વિશ્વરાજના કુટુંબનો પાયો જ હલાવી નાખવાની હતી. તેની પરિવારમાં શું અસર થશે?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૩ માં)
- પાયલ ચાવડા પાલોદરા