HADO DANGAR LATHI in Gujarati Adventure Stories by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ books and stories PDF | હાદો ડાંગર (લાઠી)

Featured Books
Categories
Share

હાદો ડાંગર (લાઠી)

હાદો ડાંગર (લાઠી)

લાઠીમાં ગોહિલ કુળ અમરસિંહજીનું રાજ તપે છે. એવા લાઠી નગરમાં
ખોખા ડાંગર નામનો એક વાત ડાહ્યો સમજુ શુરવીર રહે છે તેને ચોવીસેય
કલાક ડાયરો જમાવી બેસવાની ટેવ ડાયરા વગર તો તેને કહુ તૂટે છે.જેને
એક નાનો ભાઈ છે તેનું નામ છે હાદો ડાંગર. જે હાદાએ ગાયો માટે
પોતાના જીવનું બલિદાન દીધું હતું.

જેના નામ પરથી જે પુરાણ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ પડી ગયું એવી જોરાવર અને બળુકી કાઠી કોમ સાથે લાઠીને અનાદીકાળ થી વેર ચાલ્યું આવે છે એ માટે એક કહેવત કહેવાય છે કે “ ચારે કોર કાઠી અને વચ્ચે લાખાની લાઠી “ તેનો એક દુહો કહેવાય છે કે

લાઠી કાઠીને લીંબડા,ભડ થાશે ભેળા,
સુધડો જે ડી રમત માંડશે,તે ડી કૈક ખપશે ખેળા.

લાઠીને ધમરોળવા કાઠી નવજુવાનો આવી ચડ્યા અને લાઠીના પાદરેથી ગાયો હાંકીને ગોવાળને કાઢી મુક્યો એ બિચારો તો રડતો રડતો આવ્યો લાઠીના રાજમહેલમાં ગોહિલ રાજ દાજીરાજ (અમરસિંહજી) પાસે કે બાપુ આપડી ગાયો કાઠીઓ વાળી ગયા છે.ત્યારે રાજવીએ કાઠીઓ સામે થવા બુંગીયો ઢોલ વગડાવ્યો કે હાલો રણે ચડવા,આ બુંગીયો ઢોલ સાંભળી અનેક નરબંકા શુરવીરો લડવા તૈયાર થઇ ગયા પણ હાદા ડાંગરને ખબર નોતી તેણે સુતા સુતા ઢોલ ન સાંભળ્યો હોય એવું ન બને અને તે જાગ્યો.

હાદાના લગ્ન હજુ હમણાં જ થયા હતા,તેની આંખમાં હજુ ઊંઘ ભરી હતી પણ નવોઢા પાસેથી નીકળ્યો અને હથિયારો ભેગા કરવા માંડ્યો. ઓરડામાં હાદો અને એની વહુ સિવાય કોઈ નથી. માં ઓરડાની સાંકળ ખોલતી નથી માં એ વાર્યો કે બેટા કઈ નથી પાછો સુઇ જા હજુ સવાર પડવામાં વાર છે પણ બુંગીયો ઢોલ સાંભળી શુરવીર થોડો સુતો રહે.

હાદો કહે માં આપણા ઠાકોર લાખાજીનું લાંબુ ગામતરું ને ઠાકોર દાજીરાજ બાળક ગણાય તો જવું જ પડે હો, માટે જલ્દી કમાડ ખોલો જવું છે.

માં દીકરાનો આ સંવાદ સાંભળતા તો નવોઢા આહીરાણી બોલી કે ફુઈ કમાડ જલ્દી ખોલો ને પછી બોલી કે,

મરવું ઉતમ મરદને,રણભૂમિ માંય
સેજે જાયે સ્વર્ગમાં ,કીર્ત કોટ કદાય.

નવોઢાનાં આવા શબ્દો સાંભળતા હાદાની માંએ બારણું ખોલ્યુંને ત્યાં તો હાદો સિંહની જેમ છલાંગ મારીને ઘોડા પર પલાણી ગયો. આ સમયે ઘોડાએ અપશુકનની એંધાણી આપી જમીન ખોતરવા ને સુંઘવા લાગ્યો, માં એ જોઈ કહે બેટા ન જતો સારું હો ઘોડો જમીન ખોતરે છે પાછી વળી છીંક આવી છે.

હાદો કહે અરે એવું શું બોલો છો માં આપણો ધણી તો ઠાકર છે તેને શુકન અપશુકન જોવાના ન હોય હો. આટલું કહી હાદો માને પગે લાગી ચાલી નીકળ્યો.

જ્યાં કાઠીઓ અને હાદો ડાંગર ભેગા થયા ત્યાં અને તેણે ગાયો છોડાવી પણ હાદો કહે તમે પાછા જાવ હું આને આઘા તગડી આવું.

મુછ મરડે દંત કરડે, કરી બહુ કિકયારીને
મોઢ કુવા પાસ મળીયા, હોમ હૈયે ધારીને
સામસામા સુરા મળિયા, ઉગ્ર યુધ્ધ તહી
નાળ જંજાળ ગજબ ગગડ્યા, અરી દળ સહારેલુ.

આખરે હાદાએ કાઠીઓને નસાડ્યા પણ તેના નસીબમાં શહીદી લખાયેલી હતી તે તેની જાતવંત ઘોડી સભર હોવાને લીધે ન લઈ ગયો અને ટારડો ઘોડો લઈ ગયો હતો તેણે દગો દીધોને ભાગીને હાથમાં ન રહ્યોને કાઠીની છાવણીમાં એ જઈ ચડ્યો ત્યાં તો ફરીવાર કાઠી અને હાદાની વચ્ચે ઝપાઝપી બોલી ગઈ, ત્યારે અચાનક માણસુરવાળાનું ભાલું હાડી ડાંગરને વીંધી ને નીકળી ગયું. હાદો ડાંગર પોતાની નવોઢા પરણિતાને એકલી મૂકી સ્વર્ગની વાટે ચાલી નીકળ્યો. આજે પણ હાદા ડાંગરની તલવાર પૂજાય છે તેના વારસોને લાઠી રાજ્ય તરફથી પસાયતી જમીન આપવામાં આવી હતી. આ ઘટના આસોદરને પાદર સંવંત ૧૮૪૦ ભાદરવા વદી ૧૧ ને સોમવારે બની હતી. આજે પણ લાઠીમાં આહીરવાસમાં ખોખા ડાંગરનો ચોરો કહેવાય છે. લાઠીના કલાપી મંદિરમાં હાદા ડાંગરનો પાળિયો છે અને તેને ડાંગરના આહીરો પૂજે છે.



- આભાર મિત્રો.

ભરતસિંહ ગોહિલ ગાંગડા (ગાંગડગઢ)