DHULO TO HARKHPADUDO (DTH) - 41 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 41

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 41

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૧


આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠક બાદ સપરિવાર ગાયબ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર આખરે મૂકલા મુસળધારને જાણ કરે છે કે તેઓ એક સ્પેશિયલ મિશન પર છે અને બે દિવસમાં વિગતવાર હકીકત સાથે હાજર થઈ જશે. પણ ત્યાં મૂકલા મુસળધારના ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે થાય છે. હવે આગળ...


અહીં પરિસ્થિતિ ગંભીર હતી. ફક્ત ચંપકકાકાની જ નહીં પણ એમના પરિવારની સુધ્ધાં.


"આ હોસ્પિટલવાળા." હતપ્રભ કિશોર, મૂકલા મુસળધારને જણાવતો હતો, "હું પપ્પાને લઈને અહીં પહોંચ્યો કે તરત તારો ફોન વાગ્યો. હું તો આપણી વાતચીતમાં પરોવાયો ત્યાં સુધી તો એમણે પપ્પાને અંદર લઈ જઈ, એક બેડ પર સૂવડાવી કપાળ ઉપર એક પાટો બાંધી દીધો. હવે હું પપ્પાને બીજી હોસ્પિટલમાં લઈ જવા ગયો તો કહે કે પપ્પાનું એડમિશન થઈ ગયુ છે અને એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે રજા નહીં મળે." એ એક શ્વાસે બોલી ગયો. મૂકલો મુસળધાર મૂંઝવણમાં મૂકાઈ ગયો. એણે ટૂંકમાં જવાબ આપ્યો, "બે મિનિટ આપ."


એણે તરત વિનીયા વિસ્તારીને ફોન કરી પરિસ્થિતિ જણાવી. એ પણ અવાક થઈ ગયો. એણે પણ અદલોઅદલ એ જ જવાબ આપ્યો, "બે મિનિટ આપ. પણ એને ત્યાં એડમિશન ફોર્મ પર સહી કરવાની ના પાડી દે."


મૂકલા મુસળધારએ કિશોરને ફોન કર્યો, "કિશોર, હું કાંઈક કરૂ છું. તું ફક્ત એમને એડમિશન ફોર્મ પર સહી કરવાની ના પાડી દેજે, ભૂલથી સહી કરતો નહીં."


ભડકેલો કિશોર આક્રમક થઈ ગયો હતો, "ભાઈ, એમણે પપ્પાની સહી પહેલાં જ લઈ લીધી છે."


આ બધું એટલી ઝડપથી ઘટી રહ્યુ હતું કે ઠરેલ, પાકટ મૂકલો મુસળધાર મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. એને માટે હવે વિનીયો વિસ્તારી જ તારણહાર હતો.


વિનીયાએ તરત, સમય બગાડ્યા વગર, એ વાજાવાળા હાડ હોસ્પિટલમાં ફોન કર્યો. ડોક્ટર વાજાવાળા તો આંતરરાષ્ટ્રીય પ્રવાસે ઊપડી ગયા હતા પણ એમની વાજાવાળી ત્યાં હાજર હતી. ડોક્ટર સાહેબની ગેરહાજરીમાં આ વાજાવાળી જ બધો કારભાર સંભાળતી હતી. એ ડોક્ટર નહોતી પણ એના સ્માર્ટ પતિએ એને આવી પરિસ્થિતિ માટે કામચલાઉ તૈયાર કરી રાખી હતી. વળી એમની હાડ હોસ્પિટલમાં કોઈ જીવન મરણની કટોકટી હોય એવા કેસ આવતા નહીં. જે આવે એ લાંબા સમય સુધી ઇલાજ હેઠળ રહે, એટલે એમના માટે કોઈ પણ પડકાર જનક બાબત નહોતી. વળી ડોક્ટર વાજાવાળાએ બે સક્ષમ નર્સને ઉચ્ચ પગારે રાખી હતી એટલે તેઓ જ બધા કેસ સિફતથી સંભાળી લેતી હતી.


જોકે ડોક્ટર વાજાવાળાની તાકીદ હતી કે મારી ગેરહાજરીમાં સુધ્ધાં એક પણ કેસ પાછો નહીં જવો જોઈએ એટલે એણે આ સિસ્ટમ સેટ કરી હતી કે જેવો કોઈ પેશન્ટ એમની હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લેન્ડ થાય એટલે એને હાઈજેક કરી એક ખાટલા પર સૂવાડી એની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે એવો દેખાવ કરવાનો અને પેશન્ટ એડવાન્સ પૈસા જમા કરાવે ત્યારબાદ સાચી ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. હકીકતમાં મોટાભાગના પેશન્ટ આ પિંજરમાં સપડાઈ જતાં.


જોકે આ વખતે એમણે વિનીયા વિસ્તારીના પેશન્ટને જાળમાં સપડાવ્યો હતો. સદભાગ્યે આ વાજાવાળા હાડ હોસ્પિટલની એ સમયે હાજર નર્સ મારિયા મિરાન્ડા વિનીયા વિસ્તારીને ઓળખતી હતી. એને ખબર હતી કે વિનીયા વિસ્તારીને ડોક્ટર વાજાવાળા સાહેબ સાથે સારુ બનતુ. એ જાણતી હતી કે આ વિનીયો વિસ્તારી પરોપકાર તરીકે એમની હોસ્પિટલ માટે ઘણા પેશન્ટ મોકલાવતો. એ, એ પણ જાણતી હતી કે ડોક્ટર વાજાવાળા સાહેબ આ પરોપકારી વિનીયા વિસ્તારીને આ સેવા માટે અંદરખાનેથી કેશ કમિશન પણ આપતા હતા. જોકે એ એક વાત જાણતી નહોતી કે તેઓ જેને વિનય પાઠક તરીકે ઓળખતાં હતાં એ એનુ ફક્ત આ કમિશન એજન્ટ તરીકે ભૂતિયું નામ હતુ.


એણે સમય બગાડ્યા વગર સીધો ડોક્ટર સાહેબની કેબિનમાં ડાયરેક્ટ ટેલીફોન લાઈન પર ફોન કર્યો. જે સ્વાભાવિક રીતે વાજાવાળીને ઊપાડ્યો.


"હલો વાજાવાળા મેડમ, હું વિનય પાઠક બોલુ છું. આપની હોસ્પિટલમાં એક પેશન્ટ આવ્યા છે, ચંપકલાલ. એમને રજા આપી દો એવી વિનંતી છે."


વાજાવાળીએ વ્યવ્હારીક વાજુ વગાડ્યું, "સર, ચંપકલાલજીનું એડમિશન થઈ ગયુ છે અને એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે એટલે હવે એમને અડધી ટ્રીટમેન્ટ સાથે રજા આપવી શક્ય નથી."


વિનીયા વિસ્તારીએ વિસ્તારપૂર્વક વાતનું વાજુ વગાડ્યુ, "ભાભીજી, હું હોસ્પિટલનો જૂનો અસોસિએટ છું. ડોક્ટર સાહેબ સાથે મારે ઘનિષ્ઠ સંબંધ છે. એમની સાથે મારે સતત સંપર્ક હોય છે. પણ આપશ્રી સાથે વાત કરવાનો આ પ્રથમ પ્રસંગ છે. આપ સુનિશ્ચિત કરી લો, હું કોલ ચાલુ રાખુ છું."


આ 'ભાભીજી' સંબોધને ચમત્કાર કર્યો. એણે એના ટેબલ પર મૂકેલી સીટર હાથ ઘંટી વગાડી. તરત સિસ્ટર મારિયા મિરાન્ડા આવી ગઈ. એણે લેન્ડ લાઇન ફોનના ભૂંગળાના સ્પીકરને હથેળીથી ઢાંકીને હળવેથી પૂછપરછ કરી, "મારિયા, આ વિનય પાઠક કોણ છે?"


એણે બેફિકરાઈથી જવાબ આપ્યો, "આપણી હોસ્પિટલનો કમિશન એજન્ટ છે."


વાજાવાળીએ ફરી કનફર્મ કરવા બીજો સવાલ પૂછ્યો, "પણ આ તો આવેલા પેશન્ટને એડમિશન, ટ્રીટમેન્ટ વગર રજા આપવા કહે છે."


મારિયા મિરાન્ડા મરકી, "એનો પર્સનલ રીલેટીવ હશે. બાકી એ આપણી હોસ્પિટલ માટે પેશન્ટ લઈ આવે છે. કદાચ ડોક્ટર સાહેબ નથી એટલે એ પેશન્ટને લઈ જવા માંગતો હોય. બાકી એ પેશન્ટ મોકલાવતો હોય છે. નો ઇશ્યૂઝ."


વાજાવાળી હજી ખચકાટનો અનુભવ કરતી હતી, "સિસ્ટર યુ મીન, એના પેશન્ટને રજા આપી દેવાય?"


મારિયા મિરાન્ડા મક્કમ હતી, "યસ, મેમ. આ એક્ઝેટલી મીન ધ સેમ."


"ઓકે." એણે સિસ્ટર મારિયા મિરાન્ડાને જવા ઇશારો કર્યો અને એના ગયા બાદ એણે લેન્ડ લાઇન ફોનના ભૂંગળાના સ્પીકરને જે એણે હથેળીથી ઢાંક્યો હતો એને હળવેથી હટાવી બોલી, "ઓકે, વિનયભાઈ. ડોક્ટર સાહેબ તો હમણાં અવેલેબલ નથી પણ હું તમારી વાત પર અડગ વિશ્વાસ મૂકી ચંપકલાલને રિલિવ કરી આપું છું."


વિનીયાએ વિસ્તારપૂર્વક એનો આભાર માની મૂકલાને વાત જણાવી દીધી.


મૂકલા મુસળધારએ તરત કિશોરને ફોન લગાડ્યો, "કિશોર, તું ત્યાંથી ચંપકકાકાને લઈને નીકળી જા. અને તને મેં થોડીવાર પહેલાં વોટ્સએપ પર બીજી હોસ્પિટલનું એડ્રેસ તથા લોકેશન મેપ મોકલાવી દીધા છે. ફટાફટ ત્યાં પહોંચીને મને ફોન કરાવ કામ થઈ જશે."


કિશોર સાવ સ્તબ્ધ થઈ ગયો, "ભાઈ, આ લોકો પપ્પાને રજા આપશે?"


મૂકલો મુસળધાર વરસ્યો, "એમના પરમ પૂજ્ય પિતાશ્રી પણ રજા આપશે. કોઈ તકલીફ થાય તો મને ફોન કર. બાકી હું બેઠો છું બાર વર્ષનો, એ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. ફટાફટ જા અને રજા લે."


કિશોર સાવ દિગ્મૂઢ થઈ ગયો. એ સ્તંભિત થઈ ગયો ત્યાં સિસ્ટર મારિયા મિરાન્ડા આવી, "સર, આર યુ ટેકિંગ યોર પેશન્ટ અવે?"


એણે ઉત્સાહપૂર્વક ચીસ પાડીને હા કહી અને મૂકલાને ફોન પર જણાવ્યું, "તારા સિક્કા તો બધે ચાલે છે, ભાઈ."


મૂકલા મુસળધારએ મલકાટ કર્યો, "છોડ એ વાત. ચંપકકાકાનું મેડિકલેમ તો છે ને?"


"હા." મૂકલાના આભાર તળે કચડાયેલો કિશોર માંડ માંડ એટલુ બોલી શક્યો.


"સરસ." મૂકલા મુસળધારએ રાજકીય ફેંકનારની જેમ ખંધાઈથી લાંબી લાંબી ફેંકી, "ઠીક છે. બાકી મેડિકલેમ ના હોત તો પણ એમની સારવાર એકવાર વીઆઇપી રીતે જ થશે. બસ તું ત્યાં પહોંચ. ચંપકલાલના નામથી ખાટલો પણ બુક થઈ ગયો છે. ઓકે!" એણે કોઈ જવાબની અપેક્ષા વગર કોલ કાપી લીધો.


કિશોરના ગળામાં ડૂમો, લાગણીના ઊભરાથી ભરાતો ડચૂરો બાઝી ગયો. એ એકદમ ગળગળો થઈ ગયો.


શું ચંપકકાકા આ અકસ્માતમાંથી સાંગોપાંગ પાર ઊતરી જશે? શું હશે વિનીયા વિસ્તારી અને કેતલા કીમિયાગારનું સહિયારૂ મિશન? શું એમણે આ મિશનની સિક્રસી લિક ના થઈ જાય માટે સોનકી સણસણાટ અને પિતલી પલટવાર પણ સંપૂર્ણ સંપર્ક પ્રતિબંધ જાહેર કર્યો હતો? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૨' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).