Geneal in Gujarati Motivational Stories by Bhanuben Prajapati books and stories PDF | જીનલ

Featured Books
Categories
Share

જીનલ

જીનલ આજે વર્ષો પછી પોતાના વતન આવી રહી હતી.ત્યારે ભૂતકાળ ની યાદો અને વાતો તેના મન ઉપર એક એક યાદ બનીને ઉભરી આવી જીનલ જેનું બાળપણ ગામડામાં ઉછેરેલું લોકોની સાથે ઘણી નજીકથી વાદવિવાદ સાંભળેલા એની મિત્ર સર્કલ પણ ત્યાં હતું પરંતુ ખૂબ જ સુંદર રીતે જીવન ગુજારતી ચેનલને અચાનક ગામડું છોડવું પડ્યું એને છોડવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ એના પિતાજીને મજૂરી કામ મળતું ન હતું એટલે શહેરમાં જવાનો વિચાર કર્યો ,એમની પાસે પૂરતા પૈસા પણ ન હતા. જીનલની મમ્મીના ઘરેણા વેચીને તેઓ શહેરમાં રહેવા આવ્યા હતા. ગામડામાં બે ટંકનું જમવા માટેનું પણ એમને મળતું ન હતું પરંતુ આજે જીનલ જે રીતે પોતાના ગામમાં આવી રહી હતી ત્યારે એને થયું કે ગામડામાં ભલે બે ટાઈમ નું જલ્દી જમવાનું નહોતું મળતું પરંતુ હૃદયમાં જે ખુશીઓ મળતી હતી તે શહેરમાં જઈને મળી નથી પૈસા તો ઘણા મળી ગયા પરંતુ હૃદયમાં રહેલી ઉર્મીઓની વેદના ને ઠંડક મળે એવું જીવન નહોતું જીનલ ને હજી પણ યાદ છે કે એ પ્રાથમિક શાળામાં ભણતી ત્યારે સહેલીઓ સાથે જે ગમ્મત કરતી રમતી ,હસતી ખેલતી એ આજે યાદ આવે ત્યારે આંસુ ભરાઈ જાય છે. નિખાલસ સખીઓ સાથે મળીને રમવાની,ફરવાની કેટલી મજા આવતી,દરેક મિત્રની સાથે એ હરી ભરીને રહેતી આજે એ ગામમાં તો જઈ રહી છે પરંતુ તેની જૂની સખીઓ તો છે નહીં ,પરંતુ જીનલ ને અચાનક યાદ આવ્યું કે હું મારા બાળપણના જ્યાં મારો જન્મ થયો છે એ જન્મભૂમિને વિકાસ તરફ લઈ જવામાં જીનલની ખુબ ઈચ્છા હતી કે એનું ગામ આગળ વધે કારણ કે જ્યાં સુધી હતી ત્યાં સુધી એને જોયું હતું કે ગામમાં એક પ્રાથમિક શાળા સિવાય બીજી કોઈ સુવિધા હતી નહિ, જીનલના સપના તો ખૂબ ઊંચા હતા આજે એક આઇ.એસ ઓફિસર પણ બની જઈ રહી હતી એને પ્રથમ જ પોતાના આઈએસ ઓફિસર બનીને ગામમાં જવાનો વિચાર કર્યો એને પોતાની પોસ્ટિંગ પણ પોતાના ગામની નજીક મળે એવા પ્રયત્નો કર્યા હતા અને એની ઈચ્છા પણ પૂરી થઈ હતી. જીનલ ના મમ્મી -પપ્પા એ જ્યારે ગામ છોડ્યું ત્યારે એમની પાસે કંઈ જ નહોતું. શહેરમાં આવીને એના પિતાજીએ ધંધો શરૂ કર્યો અને બંને બાળકોને ભણાવ્યા. જીનલ પણ ખૂબ મહેનતુ હતી એ પણ કામ કરતી અને આજે એ એક આઈ.એસ ઓફિસર બની ગઈ હતી અને એના બનવાનું કારણ એક જ હતું કે પોતાના વતનને આગળ વધારે એ તેનું સપનું હતું કે ગામની સ્ત્રીઓ જે રીતે જીવન જીવતી હતી એ જોઈને એનું હૃદય ભરી જતું હતું એમને આઝાદી મળે ગામમાં દવાખાનું બને લોકોને મજૂરી માટે કોઈ એવી સારો ઉદ્યોગ મળે એ બધું વિચારતી વિચારતી એ પોતાના વતને ઉતરી ગઈ. બસ કંઈ ફેરફાર ગામમાં જોવા મળ્યો ન હતો. પાછળથી એક અવાજ આવ્યો અરે જીનલ તું ક્યારે આવી જિનલે જોયું તો એનો બાળપણનો મિત્ર અશોક હતો એ તરત જ અશોકને ભેટી પડી .
અશોક કહે ;અરે જીનલ દૂર રહે આવી રીતે આપણે ન મળી શકીએ .
જીનલ કહે ;અરે એમાં શું થઈ ગયું? આપણે બંને સારા મિત્રો છે એમાં શું વાંધો છે, ત્યારે આજુબાજુની સ્ત્રીઓએ કહ્યું બેટા જીનલ આ ગામડું છે તો ગામડાના સંસ્કાર ને કેમ ભૂલી ગઈ! જીનલને કહ્યું !હું સંસ્કારને બિલકુલ ભૂલી નથી ગઈ પરંતુ અમે સારા મિત્રો છીએ,અમારી આંખોમાં પવિત્ર લાગણી છે અને અમે મળ્યા છીએ .
એક સ્ત્રીએ કહ્યું બેટા તને ખબર છે આ વાતની પુરુષોને ખબર પડશે તો એમને પસંદ નહીં આવે!

જીનલ એ કહ્યું ;હવે તમે કોઈ ચિંતા ના કરો. મારી પોસ્ટિંગ આઈએસ ઓફિસર તરીકે બાજુના શહેરમાં જ થઈ છે અને હું આપણા ગામની બધી જ રીતે વિકાસશીલ બનાવવા માગું છું . હું અવારનવાર આવતી રહીશ.

જીનલ પહેલા તો એના ઘરમાં જઈને જોઈ આવી એને એટલો બધો આનંદ થયો કે ના પૂછો વાત.ઘર માટી નું હતું પણ દિલમાં એને ઠંડક આપી હતી .
જીનલને થયું કે આ ઘરમાં મારી એટલી બધી યાદો છે જો ફરીથી જીવવા મળી જાય તો કેટલું સારું એટલામાં દૂરથી એની સખી રેખા આવી અરે.. જીનલ કેટલા દિવસે જોઈ એમ કરીને રેખા રડવા લાગી.
જીનલ એ કહ્યું; રેખા બધી સખીઓ સાસરે છે તું કેમ અહી આ રીતે સફેદ સાડી માં ? ત્યારે રેખા ખૂબ જ રડવા લાગી એને કહેવા લાગી જીનલ મારા લગ્ન તો થઈ ગયા પરંતુ થોડાક દિવસમાં હું વિધવા બની હવે મારે આખી જિંદગી આ રીતે જ રહેવાનું છે.

જિનલે કહ્યું ;રેખા જે થવાનું હતું તે થઈ ગયું પરંતુ તારી જિંદગી લાંબી છે એટલે તારે વિચારવું જોઈએ કે આપણી જિંદગી ઘણી લાંબી છે તો ફરીથી મેરેજ કરી લે
એક બાજુમાં સ્ત્રી હતી જેનું નામ રેવા હતું એ કહે અરે તું કેવા સંસ્કાર લઈને આવી છે!!! ફરીથી લગ્ન કરવાની વાતો કરી રહી છે ,ફરીથી લગ્ન થોડા થતા હશે?
જીનલ કહે; કેમ નહીં કાકી? એની આખી જિંદગી કેવી રીતે જશે એના ભાઈ -ભાભી છે ત્યાં સુધી એ તેને ખવડાવશે પીવડાવશે પરંતુ જ્યારે એને ભત્રીજા થશે ત્યારે કેટલું સાચવશે એની તમને ખાતરી છે શું તમે રેખાને સાચવી શકશો એના જીવન વિચારવું જોઈએ જે માણસ મરી ગયું છે એની પાછળ યાદો થી રડીને પસાર કરી લે પણ એવું કેમ? એને તો શરૂઆત છે તો ફરી લગ્ન કેમ નહિ!હકીકતમાં જીવન એકલે હાથે જતું નથી રેખા ફરીથી લગ્ન કરશે જ અને હું જ કરાવીશ એમાં કોઈની પણ દખલગીરી થવા નહીં ચાલે.

અશોક કહે; જીનલ તું ગામ લોકોની સામે ન પડે તો સારું નહિતર તારું રહેવાનું અસહ્ય થઈ પડશે.

જીનલ કહે; હું ગામને વિકાસના માર્ગે જવા માગું છું અહીંની સ્ત્રીઓ જે રીતે શોષણ રૂપે જીવન જીવી રહી છે એ જોઈને મારું મન દુભાઈ રહ્યું છે હું પણ આ ગામમાં રહી છું ,મને ખબર છે કે બધાએ કેટલું કેટલું સહન કર્યું છે પરંતુ હવે એવું નહીં થાય.
જિનલે પોતાની પોસ્ટિંગ ના આધારે તેના વતનને દત્તક લઈ લીધુ અને ગામમાં શરૂઆત દવાખાનું, રોજગારી માટે , હાઈસ્કૂલ આ બધાની મંજૂરી આપીને કામ શરૂ કર્યું .
સ્ત્રી પોતાના માટે જીવી શકે પોતાનો નિર્ણય લઈ શકે અને પોતે નોકરી પણ કરીને બહાર જઈ શકે એ રીતે દરેકને સમજાવામાં આવ્યા પુરુષને પણ સમજાવવા આવ્યા કે સ્ત્રીએ પુરુષ સમાન છે સ્ત્રીમાં ઘણી બધી તાકાત છે એને તમે ઉજાગર થવા દો એ તમને પણ સાથ આપશે.
આ જીવનમાં પતિ અને પત્નીનો સાથ સારું જીવન જીવવા માટે જરૂરી છે અને બંનેને કમાવા માટે પણ જરૂરી છે .
બધા પુરુષોને સમજાયું કે ખરેખર જીનલ સાચું જ કહે છે આખરે જીનલ એ ગામને વિકાસના પંથે લાવી દીધા,રેખાને પણ ફરીથી લગ્ન કરી આપવા માટે દરેકની પરવાનગી મળે તેમ પ્રયાસ કર્યા અને રેખાના લગ્ન પણ થયી ગયા. જીનલ જેવી દીકરીએ એના માતા-પિતાના સંસ્કારને ઉજાગર કરી દીધા અને આખા ગામે જીનલના માતા-પિતાને બોલાવીને જીનલ અને તેના માતા પિતાનો સ્વાગત કર્યું.
જીનલના માતા-પિતાને થયું કે ખરેખર મારી દીકરી આજે મારું અભિમાન છે જો મેં એને આજે ભણાવી ન હોત તો મારું નામ અત્યારે ગામે ગામ ગુંજી રહ્યું હોય તેના ગુંજ્યું ના હોત. મારી દીકરી મારા દીકરા સમાન છે માટે દરેક લોકોએ પોતાની દીકરીને ભણાવી જોઈએ અને સારા સંસ્કાર પણ આપવા જોઈએ.
જીનલ એ આજે ભણી આગળ વધીને પોતાના ઘરને,ગામને અને.સ્ત્રીઓને તમામ હક અપાવ્યા.
શિક્ષણના સથવારે દુનિયા જીતી શકાય છે.જે જીનલ જેવી દીકરીએ જીતી લીધી.