Zankhna - 65 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 65

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 65

ઝંખના @ પ્રકરણ 65

જયા બેન તો એટલા ખુશ હતાં કે જેવા સંસ્થા મા આવ્યા એવા તરતજ કમલેશભાઈ ને ફોન કર્યો...
કમલેશભાઈ ઘરે જ હતાં, એટલે તરતજ ફોન રીસીવ કર્યો, જય શ્રી કૃષ્ણ બેન....
જય શ્રી કૃષ્ણ ભાઈ ,..કેમ છો ? બસ મજામાં....તમે કેમ છો....ને કામીની? બસ બધા મજામાં છીએ ,તમને એક ખુશખબરી આપવા જ ફોન કર્યો છે ,....કમલેશભાઈ ફોન ચાલુ રાખી પાછળ વાડા મા ગયા ,બપોરનો સમય હતો એટલે ગીતા પણ ત્યા વાડા મા જ હતી....હા બોલો બેન શુ સમાચાર છે ખુશી ના ??
ગીતા બેન પણ બહાર હતા એ પણ સાભંડવા ઉતાવળા
થયાં,....કમલેશભાઈ કામીની માટે સરસ મુરતીયો મડી ગયો છે ,ઘર ને વર બન્ને સારા છે ,અમે સવારે જ જોઈ આવ્યા....ને કામીની એ પણ હા પાડી દીધી છે ...
બોલો છે ને ખુશી ના સમાચાર???...હા હા જયા બેન બહુ આનંદ ના સમાચાર આપ્યા તમે તો ,....આભાર ,...છોકરો કરે છે શું? એ સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે ,ને શહેરમાં પોતાનો સરસ ફલેટ છે ,ગાડી છે ,ને
દેખાવે પણ સુંદર છે....ઓહહહો....લ્યો આતો બહુ સરસ અમારી કામુ ના તો નસીબ જ ખુલી ગયાં....હા ભાઈ કામીની ની જીંદગી બની જશે હવે ,.....
એ પ્રોપર કયાં ના છે ? એ છે તો યુ.પી.ના ,પરિવાર ત્યા જ રહે છે ,એ એકલો જ અંહી શહેરમાં રહે છે , ભણ્યો પણ અંહી જ છે ....
હવે તમે કાલે જ સમય લયી ને આવો તો ઘરબાર જોઈ લો ,ને કામીની ની મમ્મી ને પણ લેતા આવો ,એટલે એને
પણ શાંતિ થાય .... ને એ લગ્ન કરવા પણ ઉતાવળા થયા છે ,કોર્ટ મેરેજ કરાવી દયીએ તો સારુ રહેશે ,....
પણ મારી ઈરછા તો કામીની ને દીકરી ની જેમ ધામધુમથી લગ્ન કરાવવાની છે , તમારી એ વાત હુ સમજુ છું, ભાઈ પણ એવી રીતે લગ્ન કરવામાં જોખમ છે , કામીની ના ભુતકાળ ની વાત પેલા છોકરા ને ખબર નથી ,....ધામધુમથી કરીએ લગ્ન ને જાન તેડાવીએ તો એમના મા ,બાપ ને સગા વહાલા પણ આવે ,ને ના કરે નારાયણ ને સંસ્થા મા તો બધાને કામીની ની વાત ખબર છે , કોઈ ના મોઢે થી કયી નીકડી જાય તો પ્રોબલેમ થયી જાય , તમારા ત્યા ગામડે પણ લગ્ન થાય એવા નથી તો પછી કોર્ટ મેરેજ જ યોગ્ય રહેશે ,તમારે કામીની ને જે આપવુ હોય એ અંહી થી ખરીદી ને જ આપી દૈજો ....હમમમમ....
સાચી વાત છે આપની પણ તમે લાંબુ વિચાર્યું એ સારુ કર્યુ, મારા મગજમાં તો આવો વિચાર આવ્યો જ નહી ,....ને કોર્ટ મેરેજ મા કામીની ની આખી જીંદગી ની શેફટી ,કાનુની લગ્ન હોય એટલે એ ઘરબાર ની કાયદેસર ની માલિક પણ થયી જાય....ભવિષ્યમાં કોઈ તકલીફ પણ ના થાય
તો બસ તમે કહોછો એમ જ રાખીએ ,કાલ હુ મંજુ ને ગીતા બેન ત્રણેય આવીએ છીએ .....સવાર વહેલા નીકડી જયીશુ ,....ચલો જય શ્રી કૃષ્ણ.....કહી કમલેશભાઈ એ ફોન મુક્યો
ગીતા બેન કયાર ના ફોન મા થતી વાતચીત સાંભળી રહ્યા હતાં, એટલે ઉતાવળા થયી બોલ્યા, જયા બેન નો ફોન હતો ભાઈ મોટા શેઠ ? હા
ગીતા બહુ ખુશી ના સમાચાર છે ,તુ સાભંડીશ તો ખુશ થયી જયીશ.....પણ શુ થયુ એ તો કહો ....શેના સમાચાર ? કામીની માટે મુરતીયો મડી ગયો છે ,ને એ પણ શહેરમાં રહેતો, ને કામીની એ પણ હા પાડી દીધી છે, લગ્ન પણ બસ પહેલા શુભ મહુરત મા કરવાના છે ,.....ગીતા તો જાણે ખુશી ની મારી પાગલ થયી ઉછડી પડી ને આખં મા થી ખુશી ના આશુ આવી ગયાં.....સાચુ મોટા શેઠ ? કામીની લગ્ન માટે તૈયાર થયી ગયી ? હા હા ગીતા બધુ નકકી થયી ગયુ ,આજે સવારે જ કામીની ને લયી જયા બેન એનુ સાસરુ જોઈ આવ્યા, ઘરનુ ઘર છે ,ગાડી છે ને છોકરો સારી નોકરી પણ કરે છે ,.... ઘરમાં કમલેશભાઈ ને ના જોતા મંજુલા બેન પણ પાછળ આવ્યા ને બોલ્યા, શુ થયુ કોનો ફોન હતો ? તમે અંહી આવ્યા? ને કયાર ના વાતો કરતાં હતા , શુ થયુ ? અરે મંજુ તુ સાભંડીશ તો તુ પણ
ખુશ થયી જયીશ....સમાચાર જ એવા છે ,....જયા બેન નો ફોન હતો ,કામીની માટે મુરતીયો મડી ગયો છે ને ઘડીયા લગ્ન લેવાના છે ,...આપણે ત્રણેય કાલ સવાર વહેલા શહેરમાં જવા નીકળ્વાનુ છે ,. ...ઝટ ઊઠી તૈયાર થયી જજો ,હુ બા ,બાપુજી ને પણ આનંદ ના સમાચાર આપી દવ,એમ
કહી કમલેશભાઈ ઘરે આવ્યા ને બા ,બાપુજી ને પણ બધી વાત કરી ,એ સાંભળી ને બા બાપુજી પણ ખુશ થયાં ને ભગવાન એને બહુ સુખી કરે એવા આશીર્વાદ પણ આપી દીધા
ઘરમાં બીજા કોઈ ને કામીની ના લગ્ન ની વાત જણાવવાની હતી નહી ,....
મીતા પ્રગનેટ હતી ને વંશ માડં કામીની ને ભૂલ્યો હતો એટલે હવે કામીની ના લગ્ન ની વાત કાઢી ઘરમાં કોઈ ને
ડીસ્ટર્બ કરવા નહોતાં, કમલેશભાઈ બહુ ખુશ હતાં એમના મનમાં જે રંજ હતો ,દુખ હતુ કે પોતાના દીકરા વંશ ના કારણે કામીની
ની જીંદગી બરબાદ થયી ગયી એવુ જ વિચારતાં હતાં
ને કામીની નુ શુ થશે ? આખી જીંદગી કયિ રીતે જશે એ બધી ચિંતા મા રહેતા હતાં ને હવે એમના મગઝ પર થી જાણે મોટો બોઝો ઉતરી ગયો ,....કમલેશભાઈ એ કામીની ના લગ્ન માટે ઘરેણાં તો કયાર ના કરાવી રાખ્યા હતાં, સોનાનો નેકલેશ, કંગન
બાજુબંધ , કંદોરો ને પાયલ
ગીતા એ વીસ વરસ થી આ ઘર નુ કામ કર્યુ હતુ ને બદલામા કદી એક રુપિયો ય લીધો નહોતો, એટલે બા ,બાપુજી એ જ વિચારી રાખ્યુ હતુ કે કામીની ના લગ્ન મા સારો એવો કરીયાવર આપીશુ ,...એટલે પહેલે થી જ ઘરેણાં તૈયાર કરાવી મુક્યા હતાં ને એને મનગમતા કપડા ને બીજુ જે જોઈએ એ બધુ આપીશુ ,
બીજા દિવશે સવારે કમલેશભાઈ ને મંજુલા બેન ગીતા સાથે ગાડી લયી ને શહેરમાં જવા નીકળ્યા.....
બા ,બાપુજી ને સમજાવી દીધા કે માસી ના ઘરે હવન પૂજાં છે તો ત્યા ગયા છે ,એવુ છોકરાઓ ને કહેવુ
ગીતા ની ખુશી નો પાર નહોતો ,એ વિચારી રહી હતી કે હુ દીકરી ને શુકન મા શું આપીશ ? મારી પાસે તો કયી જ નથી ,.....ને પછી યાદ આવ્યુ કે એની પાસે સોનાની એક જોડી બુટી પડી છે એ આપી દયીશ ,કાન મા પહેરેલી હતી એજ.....ગીતા ના આનંદ નો પાર નહોતો બસ ક્યારે સંસ્થા મા પહોંચે ને કામીની ને ગડે વળગાડી ને વહાલ કરે ,....સવારે દશ વાગતાં મા તો કમલેશભાઈ સંસ્થા મા પહોંચી ગયા ,ત્યા ચા પાણી કર્યા ને પછી જયા બેન અને કામીની સાથે સંસ્થા ની ગાડી માં મયંક ના ઘરે જવા નીકળ્યા,....માયા ને ધવલ ,મયંચ નો મિત્ર પણ હાજર હતાં,....મયંક એ મહેમાનો નુ ભાવ ભીનુ સ્વાગત કરયુ ને પગે લાગી આશીર્વાદ લીધા ,કામીની બીજા રૂમમાં ચાલી ગયી ,કમલેશભાઈ એ મયંક સાથે વાતચીત મકરી ,પરિવારમાં કોણ કોણ છે એ બધુ પુછયુ ,ને પછી આખા ઘરનાં ફરી ને ઘર જોયુ , કમલેશભાઈ ખુશ થયી ગયા ઘર પણ સરસ હતુ ,બધી જ સુવિધાઓ વાડુ, ને છોકરો પણ દેખાવડો ને સ્વભાવ એ સરસ,....ગીતા તો આભી જ બની ગયી, પોતાની દીકરી કામીની ના નસીબ જ ખુલી ગયાં કે શહેરમાં આટલો સરસ છોકરો ને ઘર મડયુ,...માયા એ બધા ને ચા નાસ્તો કરાવ્યો ને પછી મીઠાઈ લાવી મો મીઠું કરાવ્યું,....ને પછી જયા બેન બોલ્યા, બોલો કમલેશભાઈ તમને ગમયુ ને ? તો પછી લગ્ન ની તારીખ નકકી કરીએ
હા હા બેન કયી કહેવા જેવુ છે જ નહી , કામીની ની હા હોય તો અમને કોઈ વાંધો નથી ,માયા એ બુમ પાડી કામીની ને બહાર બોલાવી ..
કમલેશભાઈ એ કામીની ને પુછ્યુ, કામુ તને પસંદ છે ને ? કામીની શરમાઈ ને અંદર ચાલી ગયી....જોયુ કમલેશભાઈ કામીની પણ આ સબંધ થી બહુ ખુશ છે
બે દિવશ પછી નુ મુહરત શુભ છે ,મે ખાલી અઅંજો કઢાવ્યો છે, જો તમે બધા તૈયાર હોય તો જ ? કોર્ટ મેરેજ કરવાના છે એટલે એમા વધુ સમય વેસ્ટ કરવાની જરુર નથી ......
ને મયંક ને પણ ઉતાવળ છે એને પણ એનુ ઘર ને રસોડું સંભાળી લે એવી પત્ની ને જલદીથી ઘરે લયી આવવી છે ,...હા હા શુભ કામ મા મોડુ શુ કરવા કરવુ ,......
કોર્ટ મેરેજ મા કોઈ ખર્ચો પણ ના હોય ને કોઈ મહેમાન પણ ના હોય ,....તોય તમે ત્રણ તો આવી જજો .... બે દિવસ પછી જ કોર્ટ મેરેજ નુ નક્કી કરી ને બધા સંસ્થા મા આવ્યા,...કમલેશભાઈ એ બે હાથ જોડી જયા બેન નો ખુબ આભાર માન્યો,...ગીતા બેન એ પણ કહયુ કે બેન તમે ખરેખર કામીની ની મા ની ફરજ બજાવી છે ,હુ એની સગી મા છું એ છતાં એના માટે કશુ જ કરી શકી નથી ,એના દુખ મા ને સુખ મા તમે જ એનો આધાર બન્યા છો ,...
ગીતા એ કાન મા થી બુટી કાઢી કામીની ના હાથ મા આપતા બોલી ,લે બેટા કામુ આ તારી ગરીબ મા પાસે તને આપવા સિવાય બીજુ કયી નથી ... ને કમલેશભાઈ બોલ્યા ગીતા તુ આ શું બોલે છે ? ? કોણે કહયુ કે તુ ગરીબ છે ,એ બુટી પાછી ગીતા ને આપી દે કામુ ,...એમ કહી કમલેશભાઈ એ હાથમાં રહેલી સુટકેશ મા થી કામીની માટે ઘડાવેલા દાગીના કાઢ્યા ને ગીતા ના હાથ માં આપતા બોલ્યા, લે આ કામીની ને આપ ,...જયા બેન ની ગીતા ની આંખો આટલા કીમંતી ઘરેણાં જોઈ ખુલ્લી જ રહી ગયી ,... કામીની પણ જોતી જ રહી ગયી ને બોલી ,ના કાકા આટલુ બધુ હુ ના લયી
શકુ ,....કેમ ? તારો હક છે આ ઘરેણાં પર ,ગીતા ની વરસો ની મહેનત નુ ફડ છે આ,...ગીતા વચ્ચે જ બોલી ઉઠી ના ના મોટા શેઠ આવુ ના કહો ,મારી શેની મહેનત ? તમે આશરો આપી વીસ વરસ ની કરી મારી દીકરી ને ઘર આપ્યુ, રોટલો આપ્યો ને ઘણુ બધુ આપ્યુ છે ,હવે આટલા કીંમતી ઘરેણાં હુ ના લયી શકુ ,.....પણ હુ કયાં તને આપુ છું, આ તો હુ મારી દીકરી કામીની ને આપુ છું
કામુ તારી એકલા ની થોડી છે એ મારા પરિવાર ની દીકરી છે....બા ,બાપુજી ને પણ આ ઘરેણાં વિશે ખબર છે ,આતો કયાર ના ઘડાવી રાખ્યા છે, કામુ ના લગ્ન માટે જ,...એમ કહી કમલેશભાઈ એ ઘરેણાં નો બોક્સ કામીની ના હાથ મા મુકયા ને બે લાખ રોકડા આપતા બોલ્યા લે બેટા તને જેટલા કપડાં જોઈએ એટલા ખરીદી લેજે તારે જે લેવુ હોય એ ખરીદી લેજે.....બહુ ના કરવા છતા એ કમલેશભાઈ પરાણે જયા બેન ને બધુ આપ્યુ ને કહ્યુ લો આ જવાબદારી સાચવીને મુકી દો....લગ્ન ના દિવશે મારી દીકરી ને પહેરાવજો ,ને હા કોઈ ખરીદી કરવામાં કંજુસાઈ ના કરતાં....પૈસા ખૂટે તો ફોન કરજો હુ એકાઉન્ટ મા નાખી દયીશ....કામીની બોલી ના ના કાકા આટલા ની પણ જરુર નથી ,તમે ખોટો ખર્ચ ના કરો ,....સાંજ પડવા આવી એટલે કમલેશભાઈ એ જયા બેન ની રજા લીધી ને ઘરે જવા નીકળ્યા ને કહ્યુ બે દિવશ પછી લગ્ન ના દિવશે વહેલા આવી જયીશુ ,....કામીની ના જીવન માં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @66 ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા