Zankhna - 64 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 64

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 64

ઝંખના @ પ્રકરણ 64

માયા એ બીજા જ દિવશે મયુર ને ખુશ ખબર આપ્યા કે લગ્ન માટે છોકરી મડી ગયી છે ,ને માયા ની વાત સાંભળી ને મયંક ખુશી નો માર્યો ઉછળી પડ્યો,....સાચુ માયા બેન ? કે મજાક કરો છો ? ના ના ભાઈ સાચે જ ,હુ કાલે જ નારી નિકેતન સંસ્થા મા જયી ને આવી ,જયા મા ને મડવા ને પુછવા....ને તારા નસીબ સારા કે એક સરસ છોકરી ના લગ્ન માટે એ મુરતીયો શોધતાં જ હતાં...
ને મે વાત કરી ને કામ થયી ગયુ .....ઓહહહહ,થેન્ક યુ વેરી મચ માયા બેન ,તમે તો બેસ્ટ છો ....હા હા હવે બહુ વાયડી નો થા મા...દેખાવે કેવી છે એતો કહો ? તમે તો જોઈ જ હશે ને ? હા હા ભાઈ જોઈ ને બહુ સુંદર છે
મે પણ પહેલી વાર જ જોઈ
ગામડા ની છે પણ બહુ હોશિયાર ને રૂપાળી ને સંસ્કારી છે....આજે સાંજે ઓફિસ થી વહેલા નીકળી ને સીધા સંસ્થા એ છોકરી જોવા જવાનુ છે .... ઓકે સિસ્ટર , ને માયા એ જયા મા ને ફોન કરી ને કહયુ કે સાંજે ઓફિસ થી છુટી ને મયંક ને લયી ત્યા આવુ છું તમે મયંક ને જોઈ લો ને કામીની ને થોડી સરસ તૈયાર કરી રાખજો ,બહુ સારુ છે આ સગુ ,હાથ મા થી જવા દેવુ નથી , કામીની નુ ગોઠવાઈ જાય તો બહુ સારુ એનુ જીવન સુધરી જશે....
માયા ની વાત સાંભળી ને જયા બેન ખુશ થયી ગયા ને તરતજ કામીની ના રુમમાં ગયા ને બોલ્યા, કામુ આજે સાંજે જ માયા પેલા છોકરા મયંક ની વાત કરી હતી ને એ આવી રહ્યો છે તને જોવા
બેટા સાંજે સરસ તૈયાર રહેજે,....પેલો ગુલાબી કલર નો બાંધણી વાડો ડ્રેસ છે ને એ પહેરી લેજે ,એમા તુ બહુ સુંદર લાગે છે ....કામીની એ હકાર મા માથુ હલાવ્યું......
કામીની મન થી તો લગ્ન માટે તૈયાર નહોતી ,એણે કોઈ બીજા છોકરા વિશે કદી વિચાર્યું જ નહોતુ ....પણ હવે કમલેશકાકા ને ગીતા મા નો વિચાર કરી રહી હતી ને એટલે જ લગ્ન કરવા માટે મજબુર હતી....ને પાછુ જયા બેન એ સમજાવ્યું કે આવનાર મુરતીયા ને વંશ ના વિષય મા કયી જ કહેવાનુ નથી ,પોતે પ્રેગનન્ટહતી એ વાત પણ બિલકુલ જણાવવા ની નથી ,એનાથી બધુ જ છુપાવવા નુ છે ,ભુલ થી પણ ભુતકાળ ની કોઈ વાત જણાવવા ની નથી.....
એ પુછે એનો જ જવાબ આપવાનો ને હા તારે જે પણ કયી પુછવુ હોય તો પૂછી લેવાનુ ,એની ના નથી..
કામીની જયા બેન ની વાત બરાબર સમજી ગયી ......
સાંજે પાંચ વાગે જ માયા મયંક ને લયી સંસ્થા મા હાજર થયી ગયી,....જયા બેન ની કેબિન મા જ બેઠા
જયા બેન એ મયંક ને પગ થી માથા સુધી નિહાળયો,...
આમ પણ મયંક હેન્ડસમ તો લાગતો જ હતો ને હાથ માં પૈસા આવ્યા પછી તો એ આખો ચેન્જ થયી ગયો હતો
ફિલ્મી સ્ટાઈલ ની દાઢી ને મુછ એના ચહેરા પર સરસ સુટ થતા હતાં....જીન્સ ને ટીશર્ટ મા સારો લાગી રહ્યો હતો ,હાથ પર મોંધી બ્રાન્ડેડ ઘડીયાળ ને આખો પર ચશ્મા ને પગ મા મોંધા સુઝ
મયંક ની ઈમપરેશન એક મોટા માણસ જેવી લાગી રહી હતી..... જયા બેન એ પુછ્યુ, તમારુ વતન કયાં? ને ફેમીલી મા કોણ કોણ છો ??
આમ હુ યુ.પી.ના એક નાનકડા ગામ નો રહેવાસી છું, મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ ને એક બહેન એમ પાંચ જણ નુ ફેમીલી છે ....ગામડે દશ વીધા જમીન છે ને ગાયો ભેંસો છે, પપ્પા ખેતીવાડી કરે છે .... હુ અંહી શહેરમાં હોસ્ટેલ મા રહી ને ભણ્યો છું
ને મારી જાત મહેનત થી આગળ આવ્યો છું, અંહી શહેરમાં એક પોતાનો ફલેટ,ગાડી ,બાઈક બધુ જ છે ....આમ તો ગામડે થી મારા માટે બહુ માગા આવ્યા પણ મારે અંહી શહેર ની છોકરી જોઈએ છે ,જે મારી સાથે સેટ થાય,....મયંક વાત કરવા મા ને લોકો ને બનાવવા મા તો હોંશિયાર હતો એટલે જયાં બેન ને પણ બાટલી મા ઉતારી દીધા
એની વાતો થી જયાબેન ખુશ થયી ગયા , એમને તો મયંક જોતા વેંત જ ગમી ગયો ,ને એમણે પણ કામીની વિશે એટલુ જ કહ્યુ કે બાપ વગર ની ગરીબ દીકરી છે પરિવાર મા એક મા સિવાય કોઈ નથી એ પણ કોઈ ના ઘરે કામ કરી ને ત્યા જ રહે છે ,...કામીની ના લગ્ન ની જવાબદારી આપી ને ગયા છે.....આ માયા ને પણ મે જ મોટી કરી છે ,....થોડી વાત ચીત પછી માયા ને મયંક ને લયી જયા બેન કામીની ના રુમમાં આવ્યા,..
કામીની તૈયાર થયી ને બેઠી હતી, ઉભી થયી એણે મહેમાનો ને ખુરશી આપી...
થોડી વાર વાતો કર્યા પછી જયા બેન ને માયા એ બન્ને ને વાતચીત કરવા માટે એકાંત આપ્યો ને એ કેબિન
મા આવી ને બેઠા ....જયા બેન એ માયા ને પુછ્યુ, માયા તુ મયંક ને સારી રીતે ઓડખે છે ને ? એને ઘરનુ ઘર છે ને ? હા હા જયા મા હુ ધણા સમય થી મયંક ને ઓડખુ છું એ મારી ઓફિસમાં જ જોબ કરે છે ને પગાર પણ સારો છે ને ઘર પણ પોતાનુ જ છે ,....ઓફિસમાં બધા સાથે એનુ વર્તન બહુ સરસ છૈ મને તો બેન જ માને છે ,....મયંક ની જવાબદારી મારી બસ....હવે શાંતી? હા માયા આ કામીની કોઈ ની અમાનત છે ને એની જવાબદારી મારી છે ,એટલે એનુ ખાશ ધ્યાન રાખવું પડે છે, તે તારા લગ્ન માટે મુરતિયો જાતે પસંદ કર્યો, પણ તારા નસીબ એ સાથ આપ્યો ને બધુ સારુ જ થયુ
બસ હવે કામીની ના લગ્ન જટ થયી જાય એટલે શાંતિ
મયંક એની કાતિલ નજરો થી કામીની ને નીહાળી રહ્યો હતો,ને કામીની નીચી નજર ઢાડી ને પલંગ ના ખુણે બેઠી હતી....મયંક બોલ્યો, તમારુ નામ સરસ છે ....ને તમે પણ સરસ લાગો છો....તમે તો મને પહેલી નજર મા જ ગમી ગયા છો ,મારા તરફ થી તો લગ્ન ની હા છે ....શુ હુ તમને ગમુ છું ? ને કામીની એ મયંક સામે નજર કરી ને જોયુ ને બોલી ,મારા માટે જયા મા જે નકકી કરે એ મને મંજુર છે ,.....હા એ તમારા સંસ્કાર કહેવાય ,
હુ એક સારી કંપનીમાં જોબ કરું છું ને પોતાનો ફ્લેટ છે,
ગાડી છે , સારી સેલેરી છે...
તમને કોઈ તકલીફ નહી પડે
મારા ઘરે ,....કામીની તમે કેટલુ ભણ્યા છો ? હુ દશ ધોરણ સુધી જ ભણી છું,
ને મને સિલાઈ કામ નો બહુ શોખ છે ,હુ ડીજાઈનર બ્લાઉઝ ને ડ્રેસ સરસ બનાવુ છું, ને મોટી ફેક્ટરી ઓ મા થી માલ લાવી તૈયાર કરી ને આપુ છું....મારી એક ઈરછા છે જો તમને ગમે તો ....કામીની અચકાતાં અચકાતા બોલી.....હા હા
બોલો ને શુ ? મારી ઈરછા છે કે હુ પોતાનુ બયુટીક ખોલુ ..
ઓહહહ,સરસ વિચાર છે ,
લગ્ન પછી તમારી બધી ઈરછા પુરી કરવાની જવાબદારી મારી છે....તમારી બયુટીક ખોલવાની જવાબદારી મારી
તમારી ઈરછા હુ પુરી કરીશ
બસ તમે ઘર ની નજીક મા ગમે ત્યા શોપ જોઈ લેજો ,
ને હા કાલે સન્ડે છે એટલે તમે ને જયાબેન માયા બેન સાથે મારુ ઘર જોવા આવો
લગ્ન થશે તો એ પછી એ ઘર
તમારુ છે...એટલે જોવુ જરુરી છે....મયંક એ એની મીઠી મીઠી વાતો થી કામીની ને પણ ભોડવી નાખી ,.....
કામીની ને મયંક નો સ્વભાવ ગમ્યો, મયંક એ એક જ વાર કહેવાથી બયુટીક ખોલવાની હા પાડી એ વાત થી કામીની ખુશ થયી ગયી....ને બન્ને એ એક બીજા નો ફોન નંબર ને વોટશપ નંબર શેર કર્યો....ને કામીની એ મયંક ને એનો ફોટો સેન્ડ કર્યો, ને મયંક એ કામીની ને એના પીક સેન્ડ કર્યા....વોર્ડન બેન ચા નાસ્તો આપી ગયાં ....થોડી વાર મા જયા બેન ને માયા કામીની ના રુમમાં આવ્યા ને પુછ્યુ..
બોલો બન્ને એ શુ વિચાર્યું??
એક બીજા ને પસંદ કર્યા કે નહી ? લગ્ન કરવા છે ને એમ કહી જયા બેન હસી પડ્યા,
મયંક એ ખુશ થયી ને કહયુ આપણા તરફથી તો લગ્ન ની હા છે ,બસ જલદીથી લગ્ન ની તારીખ કઢાવો એમ કહી હસી પડ્યો ને જયા બેન એ કામીની ને પુછ્યુ, બેટા તને મયંક ગમ્યો.... ને કામીની એ હકાર મા માથુ હલાવી હા પાડી ને શરમાઈ ગયી....જયા બેન ખુશ થયી બોલ્યા, હાશ,શાંતિ થયી હવે ...મોટુ ટેન્શન દુર થયી ગયુ ....મયંક બોલ્યો, માયા બેન કાલે સન્ડે છે તમે જયા મા અને કામીની ને આપણાં ફલેટ એ લયી આવો ,કામીની એનુ ઘર જોઈ લે.... એમ કહી માયા મયંક સાથે ઘરે જવા નીકળી
મયંક બોલ્યો, થેન્ક યુ માયા બેન ,આ અજાણ્યા શહેરમાં તમે મારા સગા બેન ની જેમ સાથ આપ્યો...ને સરસ જીવનસાથી શોધી આપી ,...
તને ગમી ને કામીની? એનો સ્વભાવ? હા બહુ સરસ છે.
ને ઓછાબોલી ને સંસ્કારી છે ,મને તો બહુ જ ગમી બસ....એ હા પાડે એટલે તરતજ ઘડીયા લગ્ન કરી નાખીએ....કોર્ટ મેરેજ કરીશું ને ? હા અમારી સંસ્થા મા જેટલી પણ છોકરી ઓ ના લગ્ન થાય એ બધા કોર્ટ માં જ થાય છે.....લો આવી ગયુ તમારુ ઘર... કાલે સમયસર ઘરે આવી જજો હુ બધી વ્યવસ્થા કરી રાખીશ....હા ચોકકસ....
માયા ને એના ઘર પાસે ઉતારી ને મયંક એના ઘરે ગયો .....એ ખુશ હતો એણે વિચાર્યું પણ નહોતુ કે આટલા જલદીથી લગ્ન માટે છોકરી મડી જશે ,ને એ પણ
આટલી સુંદર...ને પાછી હોંશિયાર ને સંસ્કારી પણ,
પેલી મીતા કરતાં પણ સારી છે ,લાઈન ની પણ સારી લાગી ....મયંક તો કામીની ના સપના જોવા લાગ્યો....
બીજા દિવશે સવારે જ જયા બેન તૈયાર થયી ને
કામીની પણ સરસ તૈયાર થયી ગયી ,લાલ કલર નો ડ્રેસ પહેર્યો ને લાંબા વાડ છુટા રાખ્યા ને મેચીંગ બંગડી પહેરી ને દર્પણ મા જોયુ ,....
જીવન મા બની ગયેલી દુખદ ઘટનાઓ બાદ વરસ પછી એ આજે આટલુ સજી ધજી ને તૈયાર થયી હતી ને આજે એ પહેલા કરતાં પણ સરસ લાગી રહી હતી ....જયા બેન કામીની ને ખુશ જોઈ ખુશ થયાં ને પછી ડ્રાઈવર સાથે ગાડી લયી ને માયા ને એના ઘરે થી લયી ને મયંક ના ફલેટ પર આવ્યા.......
મયંક નીચે પાર્કીંગ મા જ રાહ જોઈ રહ્યો હતો.....બધા ને લયી ને ઉપર આવ્યો...મયંક નો મિત્ર પણ આવ્યો હતો....
મયંક એ કામીની ના સ્વાગત માટે દરવાજા થી લયી હોલ સુધી ફુલો પાથર્યા હતાં....
ને કામીની નુ સ્વાગત કર્યુ....
માયા ને જયા બેન આ જોઈ ખુશ થયા મયંક પર....કામીની એ શરમાતા શરમાતા ઘરમા પગલા પાડ્યા.... જયા બેન ફલેટ ની સજાવટ જોઈ ખુશ થયા
સરસ ઘર હતુ ,મોધુ ફર્નીચર,
મા કીચન પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી...ઘર જોઈ ને જયાબેન ને લાગ્યુ કે છોકરો બહુ સુખી પરિવાર નો છે નૈ વેવસેટ છે ,જો કામીની હા પાડી દે તો કમલેશભાઈ ને ગીતા ને ઘરબાર નૈ છોકરો જોવા બોલાવી લયીએ......
માયા એ કિચનમાં જયી બધા માટે ચા બનાવી ,ને મયંક નો મિત્ર બહાર થી ગરમા ગરમ નાસ્તો લયી આવ્યો ને સાથે મયંક એ મીઠાઈ પણ મંગાવી લીધી ,
ચા નાસ્તો પતાવી ને બધા એ સગાઈ પાકકી સમજી મો મીઠું કર્યુ,....કામીની આખા ઘર માં ફરી ને જોઈ લીધુ ,એણે ગામડાં મા આટલી બધી સુવિધાઓ વાડુ ઘર ક્યારેય જોયુ નહોતુ
કિચન મા ઓવન સાથે બધી જ વસ્તુ ઓ વસાવેલી હતી
વોશીંગ મશીન પણ હતુ ,ગામડે તો એ આખા ઘરનાં બધા સભ્યો ના કપડા પોતે ધોતી હતી...ને અંહી તો લગ્ન પછી બસ સુખ સાહ્યબી જ છે ,....મોટુ ફેમીલી પણ નહી ,બસ બે જણ જ....ને આટલુ સરસ પોતાનુ ઘર... કામીની આગળ ની જીંદગી ભુલી ને મયંક સાથે લગ્ન કરી ને પોતાનો સંસાર વસાવવા નુ
નકકી કરી લીધુ ,ને એણે જયા બેન ને લગ્ન માટે હા કહી દીધી ,મયંક ખુશ થયો ને જયા બેન પણ ખુશખુશાલ થઈ ગયા....આમ મયંક એ એવુ સરસ કીરદાર નિભાવ્યું કે જોનાર વિચારી પણ ના શકે કે આ માણસ એ ભુતકાળમાં મા એક માસુમ છોકરી સાથે પ્રેમ નુ નાટક કરી એની જિંદગી બરબાદ કરી નાખી હતી ,....હવે કામીની મયંક ના ભુતકાળ ની ઘટના જાણી શકસે કે કેમ ? કામીની એ આજ સુધી ઘણુ દુખ જોયુ હતુ હવે એ પોતાનો ભુતકાળ ભુલી નવેસર થી જીંદગી ની શરુઆત કરવા જયી રહી હતી....ભગવાન એના કિસ્મત મા સંસાર નુ સુખ કેટલુ લખ્યુ હશે એ શુ ખબર
?કામીની ના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
65 @ ઝંખના.....

લેખક @ નયના બા વાઘેલા