Zankhna - 63 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 63

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 63

ઝંખના @ પ્રકરણ 63

આજે સન્ડે હતો એટલે માયા જયા મા ને મડવા આવી હતી ,મયંક ની વાત લયી ને.......માયા ને ખુશ જોઈને જયા બેન ને આનંદ થયો ને પૂછયું બેટા ધવલ સારુ રાખે છે ને ? કોઈ તકલીફ તો નથી ને ?..ના જયા મા હુ બહુ ખુશ છું મારા લગ્ન જીવન માં, ને એક ખાશ કામે આવી છું,....શુ કામ છે બોલ ને બેટા? મા હુ જે ઓફિસમાં નોકરી કરુ છું ત્યા એક છોકરો છે મયંક નામનો ને એ મને બેન જ માને છે ,બહુ સારો છે ,ઘરનો ફ્લેટ છે ,ગાડી છે ને સારી જોબ છે ,એનુ નામ મયંક છે એનો પરિવાર તો છેક યૂ.પી.મા રહે છે ,....એના લગ્ન માટે છોકરી શોધે છે ,તો મને કાલે જ એમણે વાત કરી, એટલે મને થયુ લાવ આપણી સંસ્થા મા થી જ કોઈ છોકરી મડી જાય તો એનુ પણ જીવન સુધરી જાય ,.....હાલ સંસ્થા મા છે કોઈ છોકરી ????. સોનલ ને ગીતા હતા પણ એના લગ્ન હમણા બે મહિના પહેલા જ કોર્ટ માં કરાવી આપ્યા બેય
દીકરીયો સુખી છે તારી જેમ જ......ઓહહહહ એમ સરસ....હા એક છોકરી છે કામીની એ એક વર્ષ થી અંહી જ છે પણ એ હાલ લગ્ન માટે તૈયાર થશે કે નહી એ જાણવુ પડશે ,...જયા બેન એ માયા ને કામીની ના ભુતકાળ વિશે કયી જ કહયુ નહી....ચાલ તને કામીની ને મડાવુ ,એમ કહી જયા બેન કામીની સાથે કામીની ના રુમમાં આવ્યા, કામીની બેઠી બેઠી બ્લાઉઝ ની ડીઝાઈન બનાવી રહી હતી....શુ કરે છે કામુ ?....બસ આ નવી ડીજાઈન બનાવતી હતી ,આવો ને ,...કામુ આ માયા છે ,આપણી સંસ્થા ની જ દીકરી છે અંહી જ મોટી થયી ભણી ગણી ને લગ્ન એ કર્યા, ને હાલ એક કંપની મા જોબ કરે છે ,.....કામીની એ બે હાથ જોડી નમસ્તે કર્યુ,..
જયા બેન એ બન્ને ની ઓડખાણ કરાવી ને વોર્ડન ને ચા ,નાસ્તો મોકલી આપવા કહ્યુ,...થોડી આડી અવળી વાતો કર્યા પછી ...જયા બેન મુડ વાત પર આવ્યા ને બોલ્યા કામુ ,આજે માયા એક ખાસ કામે આવી છે ,એ જયાં જોબ કરે છે ત્યા એની ઓફિસમાં એક સારો છોકરો છે ,માયા એને ભાઈ માને છે તો એની સગાઈ ની વાત કરવા જ આવી છે ,ને બેટા કામુ કમલેશભાઈ ને તારી મા બન્ને મને તારા લગ્ન ની જવાબદારી આપી ને ગયા છે, તારા માટે સારો વર ને ઘર મારે જ શોધવાનો છે ,ને
મે કેટલીય જગ્યાએ તારી માટે વાત પણ કરી છે ,.....
પણ જયા મા લગ્ન કરવા જરુરી થોડા છે ,હવે તો હુ પગભર થયી ગયી છુ, સરસ ડીજાઈનર બ્લાઉઝ ને ડ્રેસ બનાવુ છુ ,ડાયરેક્ટ ફેક્ટરી મા થી સારુ એવુ કામ પણ મડે છે ,તો પછી લગ્ન કરી શુ કરવુ છે ???, જયા બેન માયા નુ ઉદાહરણ આપતા બોલ્યા જો આ માયા ને જ જોઈ લે ,ભણવામાં અવ્વલ હતી ,ને ગ્રેજયુએટ પણ થયી જોબ તો એને પણ સારી મડી હતી ,તો શુ એણે લગ્ન નહી કરવાના ? માયા પણ પગભર હતી તો પણ લગ્ન તો કરવા જ પડે ને ,....
જીદંગી જીવવા માટે એકલો પૈસો જરુરી નથી , જીવનસાથી ,પોતાનુ ઘર ,પોતાનો પરિવાર આ બધુ જ જરુરી છે , ને આના માટે લગ્ન કરવા જરુરી છે ...
ને હુ આજે છુ ને કાલે ના હોય ,મારી પણ ઉંમર થયી, કાલ ઉઠી મારી જગ્યાએ એ બીજી કોઈ સંચાલક આવે ,.
હુ છુ ત્યા સુધી તો તમે બધી મારી દીકરીયો જ છો , ને હુ તમારી મા ની જગ્યાએ છું...
ને માયા વચ્ચે જ બોલી હા કામીની જયા મા સાચુ કહે છે ,લગ્ન કરી પોતાનો ઘર સંસાર વસાવી લેવો જરુરી છે, ને હું જેની વાત કરું છું એ છોકરો મયંક મારી ઓફિસમાં જ જોબ કરે છે ,અંહી શહેરમાં જ પોતાનો ફલેટ ને ગાડી બધુ જ છે ને હા પાછો સ્વતંત્ર છે
એનો પરિવાર યુ.પી.મા રહે છે ,ને ત્યા ખેતીવાડી ને ગાયો ભેંસો છે...એટલે એના માતા પિતા ભાઈ ,બહેન બધા ગામડે જ રહેવાના ....અંહી
એકલા જ રહેવાનુ છે ,.....
ને લગ્ન પછી તુ તારુ આ કામ ચાલુ પણ રાખી શકે છે ને છોકરો એટલો સારો છે નૈ કે તુ જો તારુ પોતાનુ બુટીક ખોલવા માગીશ તો એ પણ કરી આપે એવો છે ,બહુ પૈસાદાર છે છોકરો ,........
આજનો દિવશ વિચાર ને પછી જયા મા ને જવાબ આપજે તો હુ તને મયંક બતાવી દવ....કામીની બોલી હુ વિચારું....ને જયા બેન કામીની ના માથે હાથ ફેરવ્યો ને બોલ્યા, હા શાંતિ થી વિચાર ,તુ કહે એમ,...ને હા
તને છોકરો ગમે તો જ લગ્ન માટે હા પાડીશુ ,....માયા એ કામીની ને પોતાનો ફોન નંબર આપ્યો ને કહ્યુ, જ્યારે વાત કરવી હોય ત્યારે કરજે ,....માયા એ કામીની સાથે સારી સારી વાતો કરી ને લગ્ન જીવન ના ને સ્વતંત્ર લાઈફ ના ફાયદા સમજાવ્યા
ને પોતાનુ બુટીક ખોલવાની પ્રેરણા પણ આપી ,જે વાત કામીની એ સપનાં મા પણ ન્હોતી વિચારી ,કે પોતાનુ એક બુટીક હોય ,ને એમા પોતાની હાથે ડીજાઈન કરેલા બ્લાઉઝ ને ડ્રેસ નુ મોટુ કલેકશન હોય....કમલેશભાઈ જે પૈસા કામીની ને આપી જતા એમાં થી જ કામીની નવી નવી લેશો ,ટીકી,સ્ટાર, કાચ,સ્ટોન ને શો બટન,રેશમી ધાગા ને એવુ બધુ ખરીદી લાવતી ને પછી પોતાના હાથે પહેલા સકરેચ બુક મા ડીજાઈન દોરતી ને પછી કપડા મા એજ રીતે ડીજાઈન કરી સિલાઈ કરતીને વિવિધ પ્રકાર ના અલગ જ ડેકોરેશન કરતી...
એટલે એનુ કામ જોઈ ફેક્ટરી ઓના મોટા ઓડર મડતા ને સંસ્થા ની આજુ બાજુ ના વિસ્તાર મા પણ લોકો કામીની પાસે જ બ્લાઉઝ ને ડ્રેસ બનાવડાવા આવતાં....કામીની ને માયા ની એક વાત મા રસ પડ્યો, પોતાના બયુટીક ખોલવાની..
બાકી લગ્ન કે મુરતીયા મા કોઈ રસ નહોતો ,એ હજી માડં અઢાર પુરા કરી ઓગણીસ મા વરસ ની થયી હતી ......માયા જયાબેન ને કહી ને ગયી કે કામીની ને સમજાવજો જયા મા ,આવુ ઘર ને વર ફરીથી નહી આવે ,આ છોકરા નુ કોઈ સગુ વહાલુ નથી નથી અંહી એટલે આપણાં હાથ મા જ છે બધુ ,ને એના તરફથી જવાબદારી મારી....જો કામીની હા પાડશે તો મયંક ના ઘરે રાજ કરશે....હા માયા હુ સમજાવી લયીશ કામીની ને તુ , બસ છોકરા ની બધી તપાસ કરી લેજે ,કામીની બહુ ગરીબ મા ની દીકરી છે એની માએ કયીક મજબુરી ના કારણે આપણી સંસ્થા મા મૂકી છે
એટલે એના લગ્ન ની જવાબદારી આપી ને ગયા છે....કોઈ છોકરી નુ જવન બગડે નહીં એ પહેલા જોવુ પડે ,....એ લગ્ન કરી તારી જેમ સુખી થાય તો સારુ મને પણ આનંદ થાય,....ને માયા જયા મા ની રજા લયી પોતાના ઘરે જવા નીકળી....
આ બાજુ વડાલી મા મીતા ને ચોથો મહીનો ચાલતો હતો
ડોકટરે પ્રેગનન્સી મા કોમ્બીનેશન હોવાના લીધે બેડ રેસ્ટ કરવાનુ કહ્યુ હતુ ,..
ઘર ના બધા મીતા ની ખડે પગે સેવા કરતાં હતાં ને વંશ પણ મીતા ને બહુ સાચવતો હતો ,....મીતા નુ જમવાનુ ,ચા,નાસ્તો બધુ ઉપર જ આપી આવતા હતા, ને મંજુલા બેન યાદ કરીને દવાઓ પણ આપી આવતા...ઘરમાં નાનુ બાળક આવવાનુ છે એ વાત થી બધા બહુ ખુશ હતાં, મીના બેન ને પરેશભાઈ પણ મહીને એક વાર ખબર કાઢવા આવી જતાં......
સવારે વંશ ને ઓમ પ્લાનટ પર જતાં રહેતા, મીતા નુ કામ સુનિતા એ સંભાળી લીધુ હતુ ,....એ પણ હવે ઘરનાં કામકાજમાં હોંશીયાર થયી ગયી હતી....ગીતા બેન મીતા ને સુનિતા ને પોતાની દીકરી કામીની ની જેમ જ
રાખતા..... ને દર અઠવાડિયે એકાદ વાર રાત્રે કામીની ને ફોન કરી કલાકો સુધી વાતો કરતાં, કામીની ત્યા બેઠી બેઠી વંશ ની ને મીતા ના સુખી લગ્ન જીવન ની વાતો સાંભળતી ,ને મનમાં નિશાશા નાખતી ,...ને મીતા પ્રગનેટ છે એ વાત પણ જાણી ને એ જાણી એને આનંદ થયો
કમલેશભાઈ પોતાના બાળક ને લયી જવા માટે કેટલા ઉતાવળા હતાં, ખુશ હતાં ને એનુ બાળક બચ્યુ નહી......
હવે સારુ મીતા નુ બાડક આવશે એટલે ઘર ભર્યુ ભર્યુ થયી જશે, કમલેશકાકા ની ઈરછા તો પુરી થશે , બસ ભગવાન ને પ્રાથના કરતી કે એ ઘરમાં બસ બધા ખુશ રહે....કમલેશભાઈ ને મંજુલા બેન પણ ઘણી ધાર કામીની સાથે ફોન મા વાત કરતાં, ખબરઅંતર પૂછી લેતા ને પૈસા નુ તો દર વખતે પુછતાં જ....ગીતા પણ બસ કમલેશભાઈ ની ને મંજુલા બેન ની આ વાત થી ખુશ હતાં કે કામીની માટે હજી પણ કમલેશભાઈ કેટલુ ,કરતાં હતાં....કામીની માટે પૈસા મોકલતાં, એના લગ્ન ની ચિંતા પણ કરતાં...
ઘરમાં તો વહુ ઓ હોય એટલે કામીની નુ નામ પણ લેવાતુ નહી પણ રાત્રે જમી પરવારી ને કમલેશભાઈ ને મંજુલા બેન પાછળ વાડા મા હિચંકે બેસવા જતા ને ગીતા ખાટલો ઢાળીને બેસતી ત્યારે બસ કામીની નીજ વાતો કરતાં ને ફોન પણ કરી લેતા
કામીની માટે એ ઘર ના દરવાજા તો જાણે બંધ જ થયી ગયા હતા....એની એક
ભુલ ના કારણે હસતો રમતો પરિવાર ને વંશ ને મૂકી ને સંસ્થા મા આવી જવુ પડયુ,
એ વિચારતિ કે હા જો મારા લગ્ન થયી જાય તો પતિ સાથે કદાચ એ ઘરે ફરીથી જવા મડે, બાકી તો કોઈ ચાન્સ નથી,....કમલેશભાઈ ને અને મા ને મારા ને વંશ ના સબંધો થી જ ડર લાગે છે ,એટલે જ મને ત્યા ઘરે નથી લયી ગયા....કામીની આખી રાત પડખા ફેરવતી રહી ને માયા ની વાતો પર વિચાર કરી રહી હતી ,કે લગ્ન કરવાથી જો વડાલી આવવા જવાની છુટ મડતી હોય ને પોતાનુ બયુટીક ખોલી શકાતુ હોય તો લગ્ન કરાય,....મારે કયાં એ પતિ ને પ્રેમ કલવો છે તો ચિંતા .....હુ લગ્ન કરુ કદાચ તો મારા સવારથ માટે કરું...
શુ કરુ ? કયી સમજાતુ નથી
દિલ મા તો હવે વંશ સિવાય કોઈ ની માટે જગ્યા નથી ને પ્રેમ તો બસ જીદંગી મા પહેલી ને છેલલી વાર કર્યો છે, હવે જેની સાથે લગ્ન કરવાના છે એને હુ કદી પ્રેમ તો નહી જ કરી શકુ ,...મન તો નથી માનતુ , કિસ્મત ખરાબ હોય તો લગ્ન કર્યા પછી પણ સુખી થયીશ એની શુ ગેરંટી ????
કામીની લગ્ન માટે તૈયાર થશે કે કેમ એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 64....
ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા