Andhari Raatna Ochhaya - 59 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૯)

Featured Books
Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૯)

ગતાંકથી...

અંતે બંને કાલે આગળ ની તૈયારી અને પ્લાનિંગ સાથે શું કરું? તે નક્કી કરી અને ત્યાં જવું એવો નિર્ણય કરે છે ઘર તરફ પ્રયાણ કરતી વખતે ડેન્સીની મૂંઝવણ હતી કે હવે પોતે ક્યાં જવું મોનિકાના ઘરે ક્યાં સુધી રહેવું પણ પરંતુ ડેન્સીની આ મૂંઝવણ દિવાકર સમજી જાય છે અને તે કંઈ જ કહ્યા વગર તેને પોતાના ઘરે લઈને જાય છે ડેન્સી થોડી મૂંઝવણ સાથે સંકોચ અનુભવે છે ત્યારે દિવાકર તેમને કહે છે જ્યાં સુધી કેસ સોલ્વ ન થાય ત્યાં સુધી તે અહીં રહી શકે છે. દિવાકર અને ડેન્સી ઘરમાં પ્રવેશે છે રામલાલ ને દિવાકર ડેન્સીને રૂમ બતાવવા કહે છે. રામલાલ ડેન્સીને મહેમાનો ના રૂમ તરફ લઈ જાય છે.અને તેની સારી એવી સરભરા કરે છે.

દિવાકર પણ આરામ કરવા માટે પોતાના રૂમમાં જાય છે.
હવે આગળ....

પથારી માં પડ્યા છતાં દિવાકરને ઉંઘ આવતી નથી. આમ તેમ પડખા ફેરવતાં અડધી રાત થવા આવી પણ નિંદર જાણે આંખ નું સરનામું જ ભુલી ગઈ હોય તેમ આવતી જ ન હતી.અંતે થાકીને દિવાકર બાલ્કની માં ટહેલવા લાગે છે.અચાનક જ કંઈક વિચાર આવતા દિવાકર કપડાં બદલીને ફટાફટ ઘરની બહાર નીકળી જાય છે.રસ્તા પરથી ટેક્સી કરી તે ફરી નથી કિનારે જાય છે.ટેક્સીવાળો તેને દુર જ ઉતારી જતો રહે છે.દિવાકર પિનાક બેટ પર ધીમા પગલે ચાલતા ચાલતા તિક્ષ્ણ નજરે બધું જ અવલોકન કરતો જાય છે.
અંધારી રાત ને નદીના પાણી નો અવાજ ભયંકર માણસખાઉં ટાપુ ની ભયાનકતા માં વધારો કરી રહ્યું હોય છે.

એકદમ વિરાનને ભેંકાર જગ્યાએ અત્યારે દિવાકર આવી પહોંચ્યો છે.જે સ્થળે લોકો દિવસે આવતા પણ ડરે છે એ જગ્યા પર પોતે મધ્ય રાત્રિએ એકલો આવી પહોંચ્યો હતો. નદીના સામે કિનારે આવેલા જંગલ વિસ્તારમાં ઊંડે ઊંડે ક્યાંક વિજળી ના પ્રકાશના લિસોટા ત્યાં કંઈક હોવાના તેના અનુમાન ને સાચું ઠેરવવામાં સાથ આપી રહ્યું છે.અંધકારમાં બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું નહોતું છતાં સામે કાંઠે ગુફા જેવી ભેખડો ની નજીક કોઈ ભેદી હિલચાલ ને હોડી જેવું કંઈક હોય તેવું તેને લાગ્યું.

આમતેમ આંટા ફેરા કરી બધુ જ નિરીક્ષણ કયૉ પછી એ ત્યાંથી ચાલતો પરત ફરી લગભગ રાત્રિના સાડા ત્રણ વાગ્યે ઘરે પરત ફર્યો.થાક ને લીધે પથારી માં પડતા જ તે ઘસઘસાટ ઊંઘી ગયો.
સવારનો સુરજ તેને લાલીમાને ઢોળતો પૃથ્વી પર પ્રકાશ પાથરી રહ્યો છે. બારીના પડદા ઠંડી હવા ની લહેરથી ઝૂલી ને સવાર ને આવકારી રહ્યા છે. પ્રકાશનું એક તાજુ કિરણ બારીના કાચના અવરોધને વિંધતુ છેક બેડ પર પહોંચી ડેન્સીના રૂપાળા ચહેરા ને સ્પર્શતું તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. નજીકમાં આવેલા મંદિરમાં આરતીનો ઘંટારવ સંભળાઈ રહ્યો છે. તાજગીને પીને તૃપ્ત થયેલ અને પ્રકાશના કિરણને સ્પર્શથી રોમાંચિત થયેલા ડેન્સીએ આંખ ખોલી .
આંખ ખુલતા જ તેને ખૂબ જ તાજગીનો અનુભવ થાય છે. સવારની સુગંધને માણવા એ પથારી ત્યાગી બાલ્કની માં રાખેલ ખુરશી પર બેસી કુદરતના સૌંદર્યને પી રહી છે. રામલાલ ગાર્ડનના વૃક્ષોને પાણી પાઇ રહ્યો છે.
દિવાકરની બાલ્કનીમાં હજુ સુધી કોઈ જ હલચલ માલુમ પડતી ન હતી.ડેન્સીએ આગળ શું કરવું એ પ્લાન વિચારવા લાગી.
અચાનક જ એના મગજ માં એક જબરદસ્ત પ્લાન આવ્યો .તે ફટાફટ ફ્રેશ થઈને નાસ્તો કરીને બજારમાં ખરીદી કરવા માટે ગઈ.દોઢેક કલાક પછી એ પરત ફરી ત્યારે દિવાકર જાગી ગયો હતો ને કદાચ ફ્રેશ થઇને એની જ રાહ જોતો હતો.એણે આવીને તરત જ દિવાકર કંઈ બોલે એ પહેલાં તેને હાથ પકડી રૂમ તરફ ખેંચી ગઈ.દિવાકર કંઈ પણ જાણ્યા સમજ્યા વગર તેની આ હરકત ને આધિન બની કોઈ પૂતળાની માફક દોરવાય રહ્યો.રૂમમાં જતા જ ડેન્સીએ દિવાકર ને એક માછીમાર ના પહેરવેશ ની કપડાં ની જોડ એમના હાથમાં મુકી કહે છે જલ્દી થી આ કપડાં પહેરીને મારા રૂમમાં આવજો
દિવાકર કંઈ બોલે કે પુછે એ પહેલાં તો એ સડસડાટ ત્યાં થી જતી રહી. દિવાકર થોડીવાર તો આ કપડાં સામે જોઈ જ રહ્યો તેને ડેન્સીની આ હરકત અંગે કંઈ જ સમજાતું નહોતું.છતા પણ તેણે એ કપડાં ધારણ કયૉ ને ડેનસી ના રૂમ માં ગયો.રૂમનો દરવાજો ખોલતા જ એની આંખો પહોળી થઈ ગઈ . ડેન્સી મછવારણના પરિવેશમાં એકદમ ઓળખાય નહીં તેવી આબેહૂબ મછવારણ લાગી રહી હતી.દિવાકર તો થોડીવાર અવાક્ જ બની ગયો. ડેન્સી
એ દિવાકર ને પણ આબેહૂબ માછીમાર ની જેમ રેડી કરી દીધો.
જ્યારે બન્ને રૂમની બહાર નીકળ્યા ત્યારે થોડીવાર તો રામલાલ પણ તેને ઓળખી ન શક્યો .વેશ બદલી બન્ને આ રીતે એ અવાવરું પિનાક બેટ ની નજીક જવા માટે કાર માં જાય છે.ત્યાં નદી કાંઠે અવાવરું જગ્યાએ થોડીવાર બન્ને એ આમતેમ લટાર લગાવી . ત્યારબાદ એક હોડી વાળા મારફત દિવાકર અને ડેન્સી નદીના સામે કિનારે પહોંચે છે.પ્લાન શું છે એની ચર્ચા બંને વચ્ચે કારમાં જ થઈ ગઈ હતી.
ઘનઘોર જંગલ વિસ્તારમાં આગળ સાંકડી કેડી પાર કરી બન્ને આગળ વધે છે. જંગલમાં થોડી દૂર જતા જ એક સાંકડો ગુફા જેવો રસ્તો માલૂમ પડે છે પરંતુ અત્યારે આ રસ્તે જવું એ વાઘની બોડમાં ઘુસવા બરાબર છે. દિવાકર અને ડેન્સી જંગલ થી થોડે દૂર જાય છે અને આસપાસના વિસ્તારોમાં છુપાઈને પરિસ્થિતિ અને ત્યાં ના લોકોની આવન જાવન નું નિરીક્ષણ કરી સાંજ ઢળે એ પહેલાં જ નદીના સામે કિનારે આવી જાય છે.

એક તો આ વિચિત્ર પહેરવેશ અને બપોરનુ જમ્યા પણ ન હોવાથી બન્ને થાકીને લોથ થઈ જાય છે.દિવાકર ડેન્સી ને રસ્તામાં જ કોઈ હોટલ પર જમી લેવાનો પ્રસ્તાવ મુકે છે.ડેન્સીને પણ કકડીને ભૂખ લાગી હોય તે તરત જ આ માટે હા પાડી દે છે.હોટેલ પર પહોંચ્યા ત્યાં જ સુયૉસ્ત નો સમય થઈ જાય છે.બને નિરાંતે ભોજન લીધા બાદ ફરી નદીકિનારે જવાનું વિચારે છે.પિનાક ટાપુ પરની અવરજવર દેખાય એવી જગ્યા પસંદ કરી બન્ને નિરાંતે બેસીને આગળ શું કરવું જોઈએ એ વિશે પ્લાન બનાવે છે. ડેન્સી દિવાકર ને સમજાવે છે કે પોલીસની એક જાસૂસ ટુકડી સ્ટેન્ડ બાય રાખીને જ આગળ વધવું ને વધારે લોકોની જરૂર જણાય તો એક ટુકડી સાદા વેશ માં નદીના આ કિનારે તૈયાર રહે એ પણ ગોઠવણ કરવી અને ગન અને જરૂરી હથિયાર સાથે જ ત્યાં ગુફામાં પ્રવેશ લેવો એ જ હિતાવહ છે.ડૉ.મિશ્રા આ વખતે બચાવો તો ના જ જોઈએ.
આમ ચચઑ અને પ્લાન ઘડવામાં ક્યારે રત થઈ ગઈ ખબર જ ન પડી .પિનાક ટાપુ પર હવે લાઈટ ના આછા લિસોટા હવે ક્યારેક ક્યારેક માલુમ પડતાં હતાં. રાત્રિના અંધકારના ઓછાયામાં એક હોડી બે ચાર વખત આવન જાવન કરી ને કંઈક હેરફેર કરી રહી હતી.ટાપુ ની ભંયઆનકતઆનઈ વાતો ને લીધે અહીં કોઈ પણ માણસ ફરકતો પણ ન હતો.દિવાકર અને ડેન્સી પણ આ તરફ જ મીટ માંડીને ને નિરીક્ષણ કરી રહ્યા હતા. ઘડિયાળ અગિયારના ટકોરા તરફ આગળ વધી રહી હતી.દિવાકરને અચાનક જ આ વાત નું ધ્યાન પડતા જ તેને ડેન્સીને કહ્યું :" આપણે હવે અહીં થી પ્રસ્થાન કરવું જોઈએ."

ડેન્સી એ હકારમાં માથું ધુણાવ્યું ને બંને ધીમે પગલે ત્યાંથી નિકળી રસ્તા પર આવી ટેક્સી મારફતે ઘરે પરત ફર્યા....

આખરે શું હશે અંજામ...?
વાતૉ ના અંત ને માણવા વાંચતા રહો આગળનો ભાગ...
ક્રમશઃ.......