Street No.69 - 113 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 113

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 113

વાધવા સાંજની ફ્લાઇટમાં મુંબઈ આવી સીધો ઓફિસે પહોચ્યોં. વાધવાને ઓફિસમાં પ્રવેશતા જોઈ બધાં જાણે કામમાં પરોવાયેલા હોય એમ બીઝી થઇ ગયાં. વાધવા હેલ્લો કહી સીધો અંદર ચેમ્બરમાં ગયો.

શાનવી વાધવાને આવેલો જોઈને બોલી ઉઠી "આવો સર હું બધી ફાઈલજ જોઈ રહી હતી જે પ્રોજેક્ટ સોહમે કરેલો એનું આગળનું ફોલોઅપ લઇ રહી હતી.” એણે વાધવાને બેસવા ખુરશી ખાલી કરી.

વાધવાએ કહ્યું “મારાં પર મેઈલ આવ્યો છે સોહમે રિઝાઈન કર્યું કોઈ પણ સમય આપ્યાં વિના ... મને ખબર નથી પડતી શા માટે ? આટલો હોંશિયાર માણસ એનું પ્રમોશન થવાનું હતું પણ..”

શાનવીને અંદર ને અંદર ચચરી ગઈ બોલી “પણ સર હવે તો એ છે નહીં... પણ હું બધું સાંભળી લઈશ હું એનાંથી વધુ સીનીયર છું...” વાધવાએ કહ્યું “તું ફોલોઅપ લઇ શકીશ ? આર યુ શ્યોર ? એની તો સેક્રેટરી નૈનતારા પણ ખુબ હોંશિયાર... સુંદર.. સ્માર્ટ..” એમ બોલી હોઠ પર જીભ ફેરવી લીધી.

શાનવી વાધવાની નજીક જઇ બોલી “સર હું સ્માર્ટ સુંદર નથી ? શ્રીનિવાસ સરનું કામ હુંજ સાંભળતી હતી ફોલોઅપ લેતી હતી... કેમ તમે મને...”

વાધવાએ શાનવીને પોતાની તરફ ખેંચી અને પોતાનાં ખોળામાં બેસાડી કહ્યું તું “સીનીયર અનુભવી છે બધી રીતે હવે તનેજ ચાર્જ આપું છું.”

શાનવીએ વાઘવાને કીસ કરતાં કહ્યું “સર હું બધુંજ સંભાળી લઈશ તમને કોઈ ફરિયાદ નહીં આવવા દઉં આખો પ્રોજેક્ટ સમજી લીધો છે હું ઓફીસ અને “બધું” સંભાળી લઈશ..”. વાધવાની આંખમાં વાસનાનાં સાપોલીયાં સળવળવા માંડ્યા એણે શાનવીને ખોળામાં રાખી ભીંસ આપીને કહ્યું “આજની રાત મારી સાથે રહેજે આખો પ્રોજેક્ટ સમજાવી દઈશ...”

શાનવીએ હસતાં હસતાં કહ્યું "યસ સર બધું સમજી લઈશ... હું સ્ટાફમાં બધાંને સૂચના આપી દઉં... તમે કેટલાં વર્ષો પછી મને આજે મારાં હકની પોસ્ટ ઓફર કરી... મેં ખુબ મહેનત કરી છે અત્યાર સુધી... સોહમ જ્યાં અટકતો અટવાતો ત્યાં મેં જ એને ગાઈડ કરેલો છે હવે તો મારી જવાબદારી છે તમે સોહમ અને નૈનતારાને પણ ભૂલી જશો એવું મારુ પરફોર્મન્સ હશે.”

વાધવાએ લુચ્ચું હસતાં કહ્યું “એ તારાં હાથમાં છે મને પ્રોજેક્ટ અને પ્રાઇવેટ સક્સેસ બધું જોઈશે.” એમ કહી શાનવીનાં શરીર પર હાથ ફેરવવાં માંડ્યો શાનવીએ કહ્યું “સર અહીં સ્ટાફ છે બસ હવે થોડાં કલાક છે પછી હું બધું સંભાળી લઈશ ઓફીસ અને તમને...” કહી લુચ્ચું હસી... વાધવાએ એનાં લુચ્ચા હાસ્યનો જવાબ દીધો.

******

કોલકત્તા સાવ નજીક હતું સોહમ સાવીનાં ખોળામાં સૂતો હતો અને સાવીએ એને ઢંઢોળી ઉઠાડ્યો.  બોલી “સોહુ કોલકોતા આવવાની તૈયારી છે બલ્કે હવે પ્લેટફોર્મ આવશે આપણે ઉતારવાનું છે ઉતરીને તરત માં મહાકાળીનાં મંદિરે પહોંચવાનું છે મેં તારી ઓફીસે તેં રીઝાઈન કર્યું... તારો રૅઝીગ્નેશન મેઈલ કરી દીધો છે તારે લેવાં પાત્ર નીકળતી સેલેરી અને કમીશન એલોકો આઈબાબાને પહોંચાડશે ત્યાંની હવે તને નિશ્ચિંન્તતા... ત્યાં તારી કલીગ શાનવીએ બધો મોરચો સંભાળી લીધો છે” એમ કહીને હસી.

સોહમે સાવીની સામે જોયું અને બોલ્યો “સારું થયું હવે આપણી મંઝીલ તરફ જવા માટે બધાં દરવાજા બંધ કરવાં જરૂરી છે.” ત્યાં ટ્રેઈન આંચકો ખાઈ ઉભી રહી... સાવીની આંખો ચકળવકળ થવા લાગી એણે સોહમને કહ્યું “અરે એકદમ સ્પીડમાં હતી ટ્રેઈન અચાનક શું થયું ? હવે તો પ્લેટફોર્મજ આવવાનું હતું” એને અમંગળ એહસાસ થવાં લાગ્યાં.

સોહમે કહ્યું “શું થયું સાવી ? તારો ચહેરો આમ ગભરાયેલો કેમ છે ? શું અમંગળ થવાનું છે ? હવે કોઈ આપણું શું બગાડી લેવાનું ? હવે આપણી પાસે છે શું લૂંટાવવા ? ડરવા ?”

સાવીએ કહ્યું “મારી પાસે તું છે એક ઉત્તમ મહામૂલી જણસ... તું છે તારી આસપાસ કોઈ કાળી શક્તિ ઘૂમી રહી છે આપણને કાબુ કરવા પ્રયત્ન કરશે મને સ્પ્ષ્ટ એહસાસ છે દેખાઈ રહ્યું છે મને લાગે પેલા ભેરુનાથની શક્તિઓ અહીં આસપાસ છે.”

સોહમને હસું આવી ગયું બોલ્યો "સાવી તું એક અઘોરણ હોવાં છતાં ડરે છે ? આપણાં ઉપરતો સદાનંદજી અને આદેશગીરીનું રક્ષણ છે કોઈ શું કરી લેવાનું ? મને તારી પાસેથી કોણ દૂર કરી શકે ? તારી સિદ્ધિ શક્તિ અજેય છે શા માટે ડરે છે ?”

સાવીએ કહ્યું “તારાં લીધે ડરું છું મને મારી કોઈ બીક નથી મારી પાસે છે શું ? ઉધારનું શરીર એ પણ હવે ત્યજી દેવાની છું તારો મારો જીવ આદેશગીરી એક કરી દે એની રાહમાં છું મારે આ વાસંતીની ગતિ કરાવી ઋણ ચૂકવવાનું છે .મારી, વાસંતી અને નૈનતારા ત્રણેયનાં જીવને ગતિ અપાવવાની છે એની આખરી વિધી છે જે ફક્ત તું જ કરી શકીશ... પણ પેલાં ભેરૂનાથને તારો ભોગ લઈને સિધ્ધી મેળવીને મહા અઘોર બનવું છે એનીજ ચાલ છે બધી...”

એલોકો વાતો કરી રહ્યાં છે ત્યાં ટ્રેઈન ફરીથી ચાલુ થઇ ઝડપથી આગળ વધવા લાગી સોહમ સાવીની સામે જોઈ રહેલો. સાવીએ સોહમનો હાથ પકડી લીધો. ટ્રેઈનમાં અંધારું છવાઈ ગયું કશું દેખાતું નહોતું.

સાવીથી ચીસ નંખાઈ ગઈ “સોહમ મારો હાથ ના છોડીશ પેલા નીચ તાંત્રિકને હું સફળ નહીં થવાં દઉં..”. ટ્રેઈનની ગતિ વધી રહી હતી સાવીએ જોયું ટ્રેઈન પ્લેટફોર્મ પર આવી છતાં ઉભી નહોતી રહેતી એ વધુ ઝડપથી આગળ વધી રહી હતી ઉતરનારા બૂમો પાડી રહેલાં... ત્યાં ટ્રેઈનની ઝડપ વધી એક મોટેથી ચીસ પડી...મોટો અગ્નિનો ભડકો અને પછી અચાનક અંધારું છવાયું…

વધુ આવતા અંકે - પ્રકરણ -114