11.
તો કાચબાએ લાલચુ શિયાળની વાર્તા સંભળાવી.
જંગલમાં એક ભૂખ્યો શિકારી શિકારની શોધમાં આમતેમ ભટકતો હતો. ખૂબ રખડ્યો કે માંડ એક હરણનો શિકાર કરી શક્યો. મહેનત સફળ થઈ. એ ખુશ થયો. હરણને નાખ્યું ખભા પર અને ચાલવા માંડ્યો. ક્યાંક સામે એને સુવર દેખાયું. તગડું મજાનું સુવર. એ તો નિરાતે ઊંઘતું હતું.
શિકારીને થયું કે હરણનો શિકાર તો થઈ ગયો છે. આ સુવરને પણ વીંધી નાખવું. ત
તો મારે અઠવાડિયા સુધી શિકારની શોધમાં ભટકવું નહીં પડે. એણે હરણને બાજુ પર નાખ્યું, પણછ ખેંચી નિશાન તાક્યું અને સુવર તરફ છોડ્યું. એની નિશાનબાજી પર એને વિશ્વાસ હતો. એને એમ કે આ તીર થી સુવરનું હૃદય વીંધાઈ જશે, પણ તે જરા આડું અવળું વાગ્યું અને સુવર ને વીંધી શક્યું નહીં. એ તો ભડકીને ઊભું થઈ ગયું. ઊંઘમાંથી ઉઠેલું અને પાછું ઘાયલ થયેલું એટલે ગુસ્સે થઈ સામે ઊભેલા શિકારીની તરફ ધસ્યું અને શિકારી કાઈં સમજે વિચારે એ પહેલાં જ તેને જમીન પર પછાડી મૂક્યો. એના પર ચડી એને ભયંકર રીતે માર્યો. થોડીક ક્ષણોમાં શિકારીના રામ રમી ગયા. સુવર ઘાયલ થયું હતું અને શિકારીને મારવામાં વધારે ઘવાયું હતું એ પણ ત્યાં જ મરી ગયું.
આ બે ની લડાઈમાં ત્યાંથી એક સાપ પસાર થતો હતો એ પણ કચડાઈ ગયો. આમ શિકાર, શિકારી, સાપ બધાની લાશો ત્યાં પડી. શિકારી સુવરને મારવાની લાલચમાં ફસાત નહીં તો શાંતિથી લાંબો સમય હરણનું માંસ ખાઈ શક્યો હોત. તો એની લાલચ ને કારણે બીજા બે જીવ પણ મરી ગયા.
સુવર, હરણ, શિકારી અને સાપની લાશો એમ ને એમ પડી હતી. હવે બન્યું એવું કે એક શિયાળ ફરતું ફરતું ત્યાં આવી પહોંચ્યું. આ ચાર ની લાશો પર નજર પડતાં જ એ ખુશખુશાલ બની ગયું. વગર મહેનતે ચાર-ચાર શિકાર, એ પણ જાતજાતના. એના મોંમાં પાણી છૂટ્યું.
આનું નામ જ દુનિયા છે. ચાર જણના જીવ ગયા અને આને મહિનાઓનું ભોજન એક સાથે મળવાનો આનંદ થયો. પાછું રંગબેરંગી ભોજન. 'આ પહેલાં ખાવું કે પેલું ખાવું? કોઈ બીજું આવે અને મારા ભોજનમાં ભાગ પડાવે તો એ ક્યાં સુધી સંતાડું? તો હવે મારે બહાર ભટકવું નહીં પડે.' એ વિચારી રહ્યું.
પણ એના નસીબે એ ખૂબ લોભી ને લાલચું હતું. આટલું બધું ખાવાનું મળ્યું છતાં એ ખાવાને બદલે એને સાચવી રાખવાની ફિકર માં પડ્યું અને બને એટલા વધારે દિવસ આ ખોરાકને કેવી રીતે સાચવવો તેની યોજના બનાવવા લાગ્યું. એ કંજૂસને છેવટે ખાવાની શરૂઆત કરવાનો સમય આવ્યો તો પ્રશ્ન એ ઉભો થયો કે પહેલા શું ખાઈ લેવું? સારું ભોજન પહેલા ખાઈ જાઉં કે કાલ માટે રહેવા દઉં?
એના સ્વભાવે એને સવાલનો જવાબ આપી દીધો. 'આ બધું રોજ ખાવાનું જ છે. આજે ખાસ ભૂખ પણ નથી એટલે આજે લાશો નું લોહી ચોંટ્યું છે પણછ ચાટી, પાણી પીને ચલાવી લઉં.'
એ તો પણછની ચામડા ની દોરી ચાટવા લાગ્યું. પણ એ અજાણ હતું કેએ ચાર લાશ નું માંસ અને એનો ઉપયોગ કેવી રીતે કરશે. અને તેણે ચામડાંની દોરી ચાટવી શરૂ કરી. દોરી છૂટતાં વીજળીની ઝડપે તેની કમાન છટકી. એનો છેડો સીધો શિયાળની છાતીમાં ઘૂસી ગયો. એક ક્ષણમાં તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું. "આવી થઈ એ લાલચુની હાલત.
પાસે બધો ખોરાક હતો છતાં જીવ ગયો ચામડાની દોરીમાં. " ગુરુજીએ કુમારોને કહ્યું.
એથી , કુમારો, ધન કમાઓ, એને ભેગું કરો. પણ એની પર સાપની જેમ બેસી નહીં જાઓ. એને વાપરો, દાન કરો, મદદ કરો , કોઈનું દુઃખ દૂર કરો. બાકી પેટમાં જે જવાનું છે એટલું જ જરૂરી છે. વધારાનું બધું નકામું છે. પોતાની પાસે તેને સંઘરી રાખવાથી શું ફાયદો? તેના કરતા ખાઈ પી ને મોજથી રહો. જે છે તેને આજે જ ભોગવો. સાચો વિદ્વાન એ છે જે શાસ્ત્રમાં વાંચેલી વાતોનો જીવનમાં અમલ કરે. ખાલી વાતો કરે સુખી થવાતું નથી.
દવાઓના નામ ગોખવાથી દર્દી સારો થઈ શકે નહીં તેણે દવાનો ઉપયોગ કરવો પડે.
આંધળાના હાથમાં દીવો મૂકવાથી તેને દેખાવાનું નથી. તેના મનનો અંધકાર દૂર થવો જોઈએ.
બસ , કુમારો? આજનો આટલો જ ઉપદેશ છે. તમે અહીં આનંદથી રહો અને શિક્ષણ ગ્રહણ કરો." કાચબા, કાગડો અને ઉંદરની વાત સાંભળી કુમારો આનંદ પામ્યા.
હવે આગળ આપણા કાચબા, કાગડો અને ઉંદરની વાત એમને થયું કે આપણે સાચા મિત્ર પાસે આવી ગયા છીએ. હવે કોઈ મુસીબત આપણને સતાવી શકશે નહીં. ગમે તેવા દુઃખમાં પણ સાથે મળી સંકટનો સામનો કરીશું. કોઈ ધન્ય ઘડીએ કાગડાને અહીં આવવાનો વિચાર આવ્યો હશે અને પૂર્વ જન્મમાં પુણ્ય કર્યા હશે તેથી આ મિત્રો બન્યા. આમ સાથે રહ્યા પછી બધા મિત્રો ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા." આમ કહી ગુરુજીએ આજનો ઉપદેશ પૂરો કર્યો.