Hitopradeshni Vartao - 9 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 9

Featured Books
  • इंटरनेट वाला लव - 88

    आह में कहा हु. और टाई क्या हो रहा है. हितेश सर आप क्या बोल र...

  • सपनों की राख

    सपनों की राख एक ऐसी मार्मिक कहानी है, जो अंजलि की टूटे सपनों...

  • बदलाव

    ज़िन्दगी एक अनन्य हस्ती है, कभी लोगों के लिए खुशियों का सृजन...

  • तेरी मेरी यारी - 8

             (8)अगले दिन कबीर इंस्पेक्टर आकाश से मिलने पुलिस स्ट...

  • Mayor साब का प्लान

    "इस शहर मे कुत्तों को कौन सी सहूलियत चाहिए कौन सी नही, इस पर...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 9

9.

ઉંદરે હરણની વાર્તા પૂરી કરી એટલે કાગડો એના મો તરફ જોઈ બોલ્યો "ભાઈ ઉંદર , તારી વાત સાચી પણ તું જ કહે. તને ખાઈ જવાથી મને શું ફાયદો ? પેટ એક વાર ભરાય પણ પછી ? તારી જેવા મિત્રો મને ફરી મળે? હું એટલો મૂર્ખ થોડો છું કે આવા સારા મિત્રોને પોતાના બનાવવાની બદલે મારી નાખું?"

"કબુતરના રાજા ની જેમ હું કોઈ સંકટમાં આવું તો મને તું બચાવીશ. તારી સાથે દોસ્તી બાંધવાથી તો એ આશા રહે. દરેક જગ્યાએ જેમ ખરાબ લોકો હોય તેમ સારા પણ હોય છે. સારા પોતાનું સારાપણું ક્યારેય નથી છોડતા. તેના મનમાં વિકાર પેદા નથી થતો. સોનાને ગમે એટલું તપાવો સોનું રહે છે. સારા લોકો વચ્ચે મિત્રતા બંધાય તો ઉપયોગી થાય. "

ઉંદર કહે "અરે કાગડાભાઈ, તમે ચંચળ સ્વભાવના. તમારો સ્વભાવ ક્યારે બદલાય એ કહેવાય નહીં. કાગડાને ઉંદર વચ્ચે જન્મો જન્મથી દુશ્મની ચાલે છે. હવે દોસ્તી કેમ કરીએ ? કહે છે કે શત્રુ સાથે ગમે તેટલી ગાઢ મિત્રતા બંધાય પણ તેના પર વિશ્વાસ કરવો નહીં. ઉપરથી પાણી ગમે એટલુ ગરમ હોય , અંગારા પર પડે તો તેને ઓલવી જ નાખે. અને ઉંદર ભાઈ, આવી બધી વાતો મેં સાંભળી છે."

ઉંદર કહે" હવે તું મારી વાત સાંભળ. સજ્જન લોકો નારિયેળ જેવા ફક્ત પણ અંદરથી કોપરા જેવા મીઠા હોય છે દુર્જનો ઉપરથી બોર જેવા ખટમીઠા અંદરથી ઠળિયા જેવા સખત હોય છે."

કાગડો કહે "આટલું કહ્યું છતાં તને મારી વાત પર વિશ્વાસ ન હોય તો હું અહીં જ બેસી રહીશ." એની વાત સાંભળી ઉંદર તરત દરમાંથી બહાર આવ્યો.

"તારી વાતોએ મારું મન જીતી લીધું છે. આજથી હું તને મારો મિત્ર માનું છું. ઈચ્છું છું કે તું પણ કબૂતરની જેમ મારી સાથે દોસ્તી કરે."

આટલું કહી ઉંદર દરમાં ગયો. પોતાના મિત્ર માટે જાતજાતની વાનગી લઇ આવો તેણે કાગડાને પ્રેમથી જમાડ્યો અને વિદાય કર્યો. કાગડા અને ઉંદર વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ. રોજ બંને ભેગા થાય સુખની વાતો કરે. એકબીજા માટે ભાત ભાતનું ખાવાનું લઈ આવે અને સાથે બેસીને જમે. બીજા પ્રાણીઓ એમની દોસ્તી જઈ દંગ થઈ ગયાં. આમ કરતા ઘણા દિવસો પસાર થઈ ગયા.

એ વિસ્તારમાં દુકાળ પડ્યો. ખાવા પીવાની અછતથી પ્રાણીઓ દુઃખી થઈ ગયાં. અંદરોઅંદર એકબીજાને મારી ખાઈ જવા લાગ્યાં.

ઉંદર તો જંગલના છેવાડે રહેતો હતો એને આ વાતને ખબર નહીં. એને પેટ પૂરતું મળી રહેતું એટલે નિરાંતે જીવતો હતો.

એક દિવસ કાગડાએ કહ્યું "ઉંદર ભાઈ, જંગલમાં દુકાળ પડયો છે એટલે મેં વિચાર કર્યો છે કે આપણે ક્યાંક બીજી રહેવા ચાલ્યા જઈએ."

"અરે ભાઈ આ તું શું કહે છે? તને ખબર નથી કે દાંત, વાળ ,નખ અને માણસ પોતાની જગ્યાએથી ઊખડે એટલે શોભા ગુમાવી બેસે છે? આપણા નાના જીવને કેટલું જોઈએ? બીજે પણ ખાવાનું નહીં મળે તો?" ઉંદરે કહ્યું.

"અરે યાર ,તું ડરપોક જેવી વાત નહીં કર. જંગલનો રાજા સિંહ અને ગજરાજ ગમે ત્યાં જઈ પોતાનું ખોરાક ગોતી જ લે છે. બહાદુરોએ દૂર જવાથી ડરવું જોઈએ નહીં.

મેં એક સરસ જગ્યા ગોતી રાખી છે." કાગડો કહે.

"અરે મને કહે તો ખરો?" ઉંદરે પૂછ્યું.

"અહીંથી થોડે દૂર એક સરસ તળાવ છે. એના કિનારે મોટા ઝાડ છે તેમાં મારો મિત્ર કાચબો રહે છે. એ ખૂબ ભલો અને ધાર્મિક છે. થોડા દિવસ પછી કાંઈ ખાવાનો દાણો પણ નહીં મળે પણ કાચબો આપણને કાકડી શાકભાજી વગેરે લાવી આપશે. આમ તો હું વર્ષોથી અહીં રહું છું. મને મારા ઘરની માયા છે પણ શું કરવું? ખરાબ સમય છે. "

"ચાલ તારી સાથે આવું છું" કહી ઉંદર કાગડા સાથે ચાલી નીકળ્યો. કાગડો તો ખુશ થઈ ગયો. બંને જણા દૂર જવા નીકળી પડ્યા. પેલા તળાવને કિનારે પહોંચ્યા. ત્યાં કાચબાએ બંનેનું સ્વાગત કર્યું.

કાગડાએ કાચબાને કહ્યું "જુઓ આ મારો મિત્ર ઉંદર. ખૂબ બુદ્ધિમાન છે પણ ડરને કારણે એ મારી મિત્રતા કરતો નથી એને માંડ મારી પર વિશ્વાસ બેઠો છે. અમે મિત્રો છીએ. અમારે ત્યાં દુકાળ છે એટલે હું તેને લઈ આવ્યો છું. હવે આપણે ત્રણ સાથે રહીશું."

"તેં ખૂબ જ સારું કામ કર્યું. આપણે ત્રણેય આનંદથી રહેશું. કહી કાચબાએ ઉંદરની પીઠ પર હાથ ફેરવ્યો. ઉંદર તો ખુશ થઈ ગયો.

એણે કહ્યું "યજમાન હોય તો કાચબા જેવા. તમારો પ્રેમ અને મિત્રતા જોઈ મને આનંદ થયો. તમે બીજા માટે તૈયાર રહો છો. એ જોઈ મને એક વાત યાદ આવી ગઈ."

"કઈ વાત ,ઉંદર ભાઈ?" કાગડાએ પૂછ્યું.

કાગડો કહે "મેં કહ્યું હતું ને કે મારો જન્મ એક જૂની જગ્યાએ થયો હતો! વર્ષોથી ત્યાં રહું છું. પહેલા રહેતો હતો ત્યાં મને એવો પાઠ ભણવા મળ્યો તો અહીં આવી ગયો. "

ઉંદર કહે "તું મને આખી વાત માંડીને કહે.

કાગડાએ કહ્યું "તો સાંભળો".

આમ કહી કાગડો ઉંદરને પોતાને ભૂતકાળની વાત કહેવા લાગ્યો.