Vardaan ke Abhishaap - 11 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 11

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 11

વરદાન કે અભિશાપ (ભાગ-૧૧)

            (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે કરવામાં આવે તેમ હતું. આથી નરેશ અને સુશીલાની સગાઇ ઘરના વાસ્તાની દિવસે જ કરવામાં આવી. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. જે તેમની જીંદગી જ બદલી દેવાનું હતું. નરેશના બહેન એટલે કે, ગીતાબેને ભત્રીજીનું નામ પલક રાખ્યું. એ પછી મણિબેન તેમના દેરાણી-જેઠાણીને લઇને સુશીલાના પિયરમાં પૌત્રીને રમાડવા જાય છે. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. હવે પલક એક વર્ષની થવા આવી. નરેશની ઇચ્છા હોય છે કે, હું મારો જન્મ દિવસ બહુ ધામધૂમથી ઉજવતો હતો. તો દીકરીનો જન્મ દિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવું. તે ઘરમાં બધાને આ વિશે જણાવે છે. આખરે બધાની સહમતીથી પલકનો જન્મ દિવસ ઉજવવાનું નકકી થાય છે. હવે આગળ.............)  

          વર્ષ-૧૯૯૩ ઉત્તરાયણના દિવસે પલકનો પહેલો જન્મદિવસ. નરેશ સવારથી જન્મદિવસની તૈયારીમાં લાગી જાય છે. વિશાળ કુટુંબ હોવાથી બધા સવારથી જ ધનરાજના ઘરે આવી જાય છે. મહેમાનોની આગતા-સ્વાગતામાં બધા લાગી જાય છે. એ વખતમાં જન્મદિવસ ઉજવવો એ પણ બહુ મોટી વાત હતી. નરેશ તેના પિતા સાથે જરૂરી વાત કરવા માંગતો હતો. એટલે ધનરાજ અને નરેશ ઘરના ઉપરના રૂમમાં ગયા.

નરેશ : પપ્પા, આજે પલકનો જન્મદિવસ છે. તો બધા પરિવારજનો સાથે ઉજવણી કરવાના છીએ. જો તમને વાંધો ના હોય તો આપણે ભાનુપ્રસાદને પણ જન્મદિવસ પર બોલાવીએ.

ધનરાજ : બેટા નરેશ, તું એનું નામ જ ના લે તો સારું. એણે તો મારું નાક જ કાપી દીધું છે.

નરેશ : વાત બરાબર. પણ તેની સજા તેને મળી ચૂકી છે. આટલા વખતથી આપણા બધાથી દૂર જ અલગ ઘરમાં રહે જ છે ને..  

ધનરાજ : હા તો !!! અલગ જ રહેવું પડે ને. એમાં કાંઇ નવાઇની વાત નથી. કારસ્તાન જ એવા કર્યા છે.

નરેશ : પણ પપ્પા, આપણા ઘરમાં તે સૌથી નાનો છે. તેને માફ કરી દો અને બોલાવી લો. ગમે તે કહો પણ તે તમારા દીકરા અને વહુ છે. એમના તરફથી હું તમને માફી માંગું છું. હું મારી દીકરીના જન્મદિવસ પર બધા પરિવારને સાથે જોવા માંગું છું. મારો પરિવાર અધૂરો રહે તેમ હું ઇચ્છતો નથી. 

            ધનરાજ બે-ચાર મિનિટ તો ઉંડા વિચારમાં ખોવાઇ જાય છે. પછી તેને દીકરાએ કહેલી વાત યોગ્ય લાગે છે. આખરે તે વિચારીને પોતાનો નિર્ણય આપી દે છે.

ધનરાજ : ઠીક છે બેટા. બોલાઇ લઇએ એને પણ. જા તું ફોન કરી દે એને અને આમ પણ આપણા ઘરમાં એક સારો અવસર છે.

નરેશ : (ખુશ થઇને) હા પપ્પા.

            નરેશ તરત જ ભાનુપ્રસાદને લેન્ડલાઇન પર ફોન કરે છે. ભાનુપ્રસાદ ઘરે જ હતો. કેમ કે તેની ભત્રીજીનો જન્મદિવસ હતો એટલે તે તેને ગીફટ આપવા માંગતો હતો પણ કોઇએ તેને બોલાવ્યો ન હતો. અચાનક તે જે વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં તેની એકાગ્રતા ભંગ થાય છે તેને ફોનનો અવાજ સંભળાય છે. તે ફોન રીસીવ કરે છે.

નરેશ : હેલો............ભરત....

ભાનુપ્રસાદ :  હા ભાઇ… તમે કેમ છો? (અચાનક ઘરેથી ફોન આવતાં તે ભાવુક થઇ જાય છે.)

નરેશ : આજે તારી ભત્રીજીનો જન્મદિવસ છે. તને આમંત્રણ આપવા ફોન કર્યો છે.

ભાનુપ્રસાદ : ભાઇ તે મને યાદ કર્યો એ જ મારા માટે મોટી વાત છે અને મને ત્યાં આવવાની પણ બહુ જ ઇચ્છા છે.  પણ હું ત્યાં આઇશ તો પપ્પાને નઇ ગમે.

નરેશ : અરે પપ્પાને વાત કરી દીધી છે મે. તે માની ગયા છે. તારા આવવાથી તે તો ખુશ જ છે. તું જલદી જયાને લઇને અહી આવી જા. તું આવીશ પછી જ કેક કપાશે અને હા હવે કાયમ માટે તારે અહી જ અમારી જોડે રહેવાનું છે.   

ભાનુપ્રસાદ : (ઉત્સાહમાં) શું વાત કરો છો તમે? આપણે હવે સાથે રહીશું ? અરે હું કૂદકો મારીનુ આવું જ છું. ફટાફટ પહોંચ્યો ત્યાં. હું અને જયા તરત જ આવીએ છીએ ત્યાં.  

 

પલકના જન્મદિવસની ઉજવણી તેના સંપૂર્ણ પરિવાર સાથે થાય છે તે વિશે હવે આવતા અંકમાં.......................

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૨ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા