ઘડિયાળના કાંટા પર મારી નજર અટકી રહી હતી. શું કરવું તે સમજાતું ન હતું. એટલે હાલ સમય પર છોડી દેવું મને ઉચિત લાગ્યું. ગૌરવ થી થોડી દૂર હું બેઠી હતી મને વાત કરવાની ઘણી ઈચ્છા હતી પણ અત્યાર સુધી ગૌરવ મારી સાથે અવગણના કરતો હતો એટલે મને લાગતું હતું કે તે મને પસંદ નથી કરતો. તેના કારણે હું દૂર બેસી હતી.
ગૌરવે નજર કરી તો પ્રકૃતિ ત્યાં બેઠી હતી અને કોઈ વિચારમાં ખોવાઈ ગઈ હોય એવું લાગ્યું. સફેદ કલરના ડ્રેસમાં તે અતિ મનમોહક લાગતી હતી. ભલે તેનો ચહેરો ઉદાસ હતો પણ તેની ચહેરાની ચમક ઘણાને ઘાયલ કરનારી હતી. આજે ગૌરવને જાણે પ્રકૃતિનું રૂપ ઘાયલ કરી રહ્યું હોય તેમ તેના દર્દ ને દૂર કરી રહ્યું હતુ. સાથે તે કઈક ફીલ પણ કરી રહ્યો હતો. જાણે કે કોઈ પોતાનું આટલી ફિકર કર્યું હોય તેમ ગૌરવને પ્રકૃતિ ને જોઈને લાગી રહ્યું હતું. તરત તેને અવાજ કરીને કહ્યું.
અહી આવ પ્રકૃતિ...!
હું વિચારોમાંથી બહાર આવીને ગૌરવ પાસે બેસી ગઈ. પણ મનમાં ઘણી અટકળો ચાલી રહી હતી. કે ગૌરવ મને કઈક કહેશે તો નહિ ને..!
થેંક યૂ સો મચ... પ્રકૃતિ ...
ભગવાન પણ કેવો છે જેની આપણે મદદ કરી હોય તે જ આપણી મદદે આવે છે. પ્રકૃત્તિનાં ચહેરા સામે ગૌરવે જોઈને કહ્યું.
સાચી વાત ગૌરવ. પણ આ આપણા બન્નેની માનવતા હતી. સમય નું ચક્ર છે આજે આપણે કોઈની મદદે આવ્યા હોય તો તે પણ ગમે ત્યારે આપણી મદદે ચોક્કસ આવે જ છે.
માનવતા મારી હતી કેમકે ત્યારે હું અને તું ઓળખતા ન હતા. પણ મારી મદદે તો તું મને ઓળખતી હતી એટલે આ મદદ માનવતા નહિ પણ મારા પ્રત્યે નો તારો પ્રેમ હતો. આટલું કહીને ગૌરવે બે હાથ પહોળા કર્યા જાણે તે પ્રકૃતિને પોતાની બાહોમાં લેવા માંગતો હોય.
હું સમજી ગઈ કે ગૌરવ મને પ્રેમ કરવા લાગ્યો છે એટલે ગૌરવ ને ભેટી પડી. અને રડવા લાગી. રડતી આંખે શબ્દો સરી પડ્યા. તે મને બહુ હેરાન કર્યો છે જો જે હું પણ તને એક દિવસ હેરાન કરીશ. હું પણ તને તડપાવીશ.. જોજે..
બસ ગાંડી ચૂપ થઈ જા.. પ્રેમનું બીજુ નામ વિરહ છે. હું ફરી આવી ગયો છું. અને સંભાળ તારે ઘરે જવાનું મોડું થઈ રહ્યું છે તું તારા ઘરે જા. મારા મિત્રો અહી આવતા જ હશે એટલે હું હોસ્પિટલમાં એકલો રહીશ એવી ચિંતા કરીશ નહિ.
ગૌરવ ને વ્હાલ કરીને હું મારા ઘર તરફ ચાલતી થઈ.
કળી જ્યારે ફૂલ બનીને ખીલે છે ત્યારે મહેકી ઉઠે છે તેમ આજે હું ગૌરવ નો પ્રેમ પામીને ખીલી ઉઠી હતી. ગૌરવની ચિંતા થઈ રહી હતી પણ તેનો પ્રેમ મળ્યો તેની ખુશી અપાર હતી. એટલે જ તો તે રાત્રે ગૌરવનાં સપના હું સેવતી રહી અને સવાર કયારે પડે અને હું ફરી ગૌરવને મળવા જાવ તેવી તાલાવેલી વચ્ચે મને ઊંઘ આવી રહી ન હતી.
માંડ માંડ સવાર પડ્યું અને કોલેજના સમય થી એક કલાક પહેલા હું ઘરે થી નીકળી ગઈ. ઘરેથી મારે કોઈ પાબંધી હતી નહિ તેનું કારણ મારા પરનો માતા પિતાનો અતુટ વિશ્વાસ હતો. અત્યાર સુધીમાં મે એવું ક્યારેય કામ કર્યું ન હતું કે તેમને મને ઠપકો આપવો પડ્યો હોય.
હું હોસ્પિટલ પહોચી તો ગૌરવ ત્યાં હતો નહિ. કાઉન્ટર પર તપાસ કરી તો કહ્યું. "ગઈ રાત્રે જ તેમને રજા આપી દેવામાં આવી હતી." હું તેમના ઘરે જવા રવાના થઈ. ત્યાં જઈને જોયું તો મકાન બંધ હતું. આજુ બાજુ કોઈ દેખાયું નહિ એટલે મે બાજુવાળાને પૂછ્યું નહિ ને હું કોલેજ જવા ત્યાંથી નીકળી ગઈ. ક્યાં ગયો હશે..? એ ચિંતા મને આખો દિવસ રહી. જ્યારે કોલેજથી પાછી ફરી રહી હતી ત્યારે ફરી ગૌરવ ને ઘરે પહોંચી તો પણ મકાન બંધ હતું અને તાળું લાગેલું હતું. એટલામાં બાજુ વાળી મહિલા બહાર ઊભી હતી એટલે મેં પૂછી લીધું.
"આ મિસ્ટર ગૌરવ ક્યાં ગયા છે.?"
પહેલા તો તે મહિલાએ મારી સામે ટગર ટગર જોયા કરી પછી હળવેથી કહ્યું.
મને ખબર નથી. આમ પણ હું તેને બહુ ઓછી જોવ છું. ક્યાક ગયા હશે.! મને શું ખબર..! તેના શબ્દોમાં થોડી કડવાશ હતી.
થીડી હતાશ થઈને હું ઘરે પાછી ફરી.
ચાલી શકાતું હતું નહિ તો ગૌરવ ક્યાં ગયો હશે.? તેનો ફોન નંબર પણ હતો નહિ કે હું તેના ખબર અંતર પૂછી શકું. એવામાં મને યાદ આવ્યું કે હોસ્પિટલમાં જ્યારે તેણે ફાઈલ બનાવી હશે ત્યારે ચોકસ તેણે પોતાનો નંબર આપ્યો હશે. હું ઘરે આવી ચૂકી હતી એટલે હવે ઘરની બહાર હું જઈ શકું તેમ હતી નહિ. વિચારોમાં ને વિચારોમાં મે આખી રાત જાગીને વિતાવી.
સવાર થતાં જ કોલેજના સમયે હું ઘરની બહાર નીકળીને પહેલા ગૌરવ નાં ઘરે પહોંચી ત્યાં તેનું મકાન ખુલ્લું જોયું અને મને હાશકારો થયો. અંદર જોઈને જોવ છું તો ગૌરવ તેના રૂમમાં સૂતાં હોય છે. મકાનમાં એકદમ શાંતિ હતી એટલે હું સમજી ગઈ કે આટલા મોટા મકાનમાં ગૌરવ એકલો જ રહેતો હશે.
રૂમની અંદર દાખલ થઈ અને ગૌરવ ને ગળે વળગી ગઈ. થોડીવાર તો હું કઈજ બોલી શકી નહિ. ત્યાં ગૌરવ બોલ્યો.
અરે.. પગલી આટલો બધો પ્રેમ કરીશ નહિ. પ્રેમનું બીજુ નામ જ વિરહ છે.
પાગલ છે તું... કહીને પણ જતો નથી. તારા વિના મારો એક દિવસ એક વર્ષ જેવો લાગ્યો. કેટલી ચિંતા થતી હતી તને ખબર છે.!!
મને બાહો માંથી અલગ કરીને ગૌરવ બોલ્યો.
તે રાત્રે મને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ હતી. હું ઘરે જ આવવા માંગતો હતો પણ મારો એક મિત્ર તેના ઘરે લઈ ગયો. મને ખબર હતી તું મારી ચિંતા કરતી હશે. મારા ઘરે ચક્કર પણ લગાવી ચૂકી હશે. એટલે જ આજે ગમે તેમ કરીને હું મારા ઘરે આવતો રહ્યો.
હવે મારાથી દૂર ગયો તો તને મારા સમ છે એમ કહી ફરી હું તેની બાહોમાં ભરાઈ ગઈ. આજે પહેલી વાર પ્રેમનો વિરહ કેવો હોય છે તે ખ્યાલ મને આવ્યો હતો. કોઈ ગમતું પાત્ર આપણાથી થોડું દૂર થાય તો કેટલું દુઃખ અને ચિંતા થતી હોય છે તે ખબર પડી હતી. તે દિવસે હું કોલેજ ગઈ નહિ અને આખો દિવસ ગૌરવ પાસે રહી.
જ્યારે ગૌરવ પાસે આંખો દિવસ રહીને હું ઘરે જવા નીકળી ત્યારે જતી વખતે ગૌરવે મને કહ્યું.
જો પ્રકૃતિ મને બહુ વાગ્યું નથી એટલે બે ત્રણ દિવસના ચાલવા લાગીશ અને કોલેજમાં આવવા લાગીશ. એટલે હવે આપણે કોલેજમાં મળીશું. અહી આવીશ નહિ કેમકે હું એકલો રહું છું અને જો પાડોશી વાળાઓ તને જોઈ જશે તો મારે ઘણા સવાલોના જવાબ આપવા પડશે હું શું કહું છું તે સમજી ગઈ ને.!
હું સમજી ગઈ હતી. સોસાયટીમાં એકલું રહેવું મુશ્કેલ હોય છે. કેમકે પાડોશીઓ હંમેશા એકલા રહેનારા લોકો પર શંકા ની નજરેથી જોતા હોય છે. મે કહ્યુ. સારું ગૌરવ આપણે હવે કોજેલમાં મળીશું.
શું ફરી ગૌરવ પ્રકૃતિ થી અલગ થવાનું વિચારે છે કે સાચે તેને સોસાયટીમાં રહેવામાં તકલીફ પડે છે.? શું પ્રકૃતિ અને ગૌરવ નાં પ્રેમ પર કોઈની નજર લાગશે.? શું ગૌરવ હંમેશા પ્રકૃતિ ની સાથે રહેશે કે દૂર જતો રહેશે.? જોઇશું આપણે આગળના ભાગમાં...
ક્રમશ...